તમે લગ્ન પ્રસંગ માં ઘણી વખત આ ચાર્ટ નો સ્વાદ માણ્યો હશે. અને બહાર પણ ઘણી વખત તમે ચાર્ટ માં ઓર્ડર કરેલ હશે પણ ઘરે થોડી મહેનત કરી બહાર કરતા પણ વધુ સ્વાદિસ્ટ ચાર્ટ તમે ઘરે બનાવી શકો છો. તો ચાલો Mexican Basket Chaat – મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રીત શીખીએ.
બાસ્કેટ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 ½ કપ
- મકાઈ નો લોટ ¼ કપ
- બેસન 1- 2 ચમચી
- તેલ 1 ચમચી
- અજમો 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- ઘી 1 ચમચી
- નવશેકું પાણી ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
મેક્સીકન મસાલો બનાવવા માટેની સામગ્રી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
સાલસા બનાવવા માટેની સામગ્રી
- ઝીણા સમારેલા ટામેટા 2
- બાફેલી મકાઈ ના દાણા 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ 1 ઇંચ છીણેલ
- ઝીણા સમારેલા લીલા મરચા 1- 2
- ઝીણા સમારેલા કેપ્સિકમ 1/2
- બાફેલા રાજમા 1 કપ
- ઝીણી સુધારેલ લીલા ધાણા 4-5 ચમચી
- લસણ 4- 5 કણી
- ખાંડ 1 ચમચી
- ટામેટા કેચઅપ ¼ કપ
- મેક્સીકન મસાલો 2 ચમચી
- ચીઝ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ
Mexican Basket Chaat banavani recipe
મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા નો લોટ, બેસન અને મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો, અજમો, ઘી અને તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ નાના નાના લુવા બનાવી લ્યો. અને એક લુવા ને સાવ પાતળી પૂરી જેમ વણી લઈ કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને નાની વાટકી કે ચાર્ટ કટોરી પર મૂકી બરોબર દબાવી દેવી આમ એક સાથે પાંચ સાત કટોરી તૈયાર કરી લ્યો. અને પ્લેટ કે કાણા વાળી થાળી માં મૂકો.
હવે ગેસ પર કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે એમાં પ્લેટ માં મૂકેલ કટોરી મૂકી દસ મિનિટ બેક કરી લ્યો. દસ મિનિટ માં કટોરી બેક થઈ જશે એટલે પ્લેટ બહાર કાઢી ને ઠંડી થવા દેવી ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી પૂરી માંથી કટોરી બનાવી બેક કરી તૈયાર કરી લ્યો.
મેક્સીકન મસાલો બનાવવાની રીત
એક વાટકા માં લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, ઓરેગાનો. સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મેક્સીકન મસાલો.
સાલસા સલાડ બનાવવાની રીત
એક મોટી તપેલી માં ઝીણા સમારેલા ટામેટા, બાફેલી મકાઈ ના દાણા,ઝીણી સુધારેલી ડુંગળી, આદુ , ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણા સમારેલા કેપ્સિકમ, બાફેલા રાજમા, ઝીણી સુધારેલ લીલા ધાણા, લસણ ઝીણી સુધારેલી, ખાંડ, ટામેટા કેચઅપ, મેક્સીકન મસાલો બે ત્રણ ચમચી, મીઠું સ્વાદ મુજબ અને જરૂર મુજબ ચીઝ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો.
મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રીત
સૌથી પહેલા તૈયાર કરેલ બાસ્કેટ લ્યો એમાં તૈયાર કરેલ સાલસા સલાડ ની એક થી બે ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેક્સીકન મસાલો છાંટો ત્યાર બાદ એના પર થોડું પ્રોસેસ ચીઝ છીણી નાખી ફરી મેક્સીકન મસાલો છાંટી ચાર્ટ તૈયાર કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી ચાર્ટ કટોરી તૈયાર કરતા જાઓ અને મજા લેતા જાઓ. તો તૈયાર છે મેક્સીકન બાસ્કેટ ચાર્ટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રેસીપી

Mexican Basket Chaat banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
બાસ્કેટ બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ મેંદા નો લોટ
- ¼ કપ મકાઈ નો લોટ
- 1-2 ચમચી બેસન
- 1 ચમચી તેલ
- 1 ચમચી અજમો
- 1 ચમચી ઓરેગાનો
- 1 ચમચી ઘી
- ½ કપ નવશેકું પાણી
- સ્વાદ મુજબ મીઠું
મેક્સીકન મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ઓરેગાનો
- સ્વાદ મુજબ મીઠું
સાલસા બનાવવા માટેની સામગ્રી
- 2 ઝીણા સમારેલા ટામેટા
- 1 કપ બાફેલી મકાઈ ના દાણા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઇંચ આદુ છીણેલ
- 1-2 ઝીણા સમારેલા લીલા મરચા
- ½ ઝીણા સમારેલા કેપ્સિકમ
- 1 કપ બાફેલા રાજમા
- 4-5 ચમચી ઝીણી સુધારેલ લીલા ધાણા
- 4-5 કણી લસણ
- 1 ચમચી ખાંડ
- ¼ કપ ટામેટા કેચઅપ
- 2 ચમચી મેક્સીકન મસાલો
- ચીઝ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Mexican Basket Chaat banavani recipe
- મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા નો લોટ, બેસન અને મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો, અજમો, ઘી અને તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
- વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ નાના નાના લુવા બનાવી લ્યો. અને એક લુવા ને સાવ પાતળી પૂરી જેમ વણી લઈ કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને નાની વાટકી કે ચાર્ટ કટોરી પર મૂકી બરોબર દબાવી દેવી આમ એક સાથે પાંચ સાત કટોરી તૈયાર કરી લ્યો. અને પ્લેટ કે કાણા વાળી થાળી માં મૂકો.
- હવે ગેસ પર કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે એમાં પ્લેટ માં મૂકેલ કટોરી મૂકી દસ મિનિટ બેક કરી લ્યો. દસ મિનિટ માં કટોરી બેક થઈ જશે એટલે પ્લેટ બહાર કાઢી ને ઠંડી થવા દેવી ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી પૂરી માંથી કટોરી બનાવી બેક કરી તૈયાર કરી લ્યો.
મેક્સીકન મસાલો બનાવવાની રીત
- એક વાટકા માં લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, ઓરેગાનો. સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મેક્સીકન મસાલો.
સાલસા સલાડ બનાવવાની રીત
- એક મોટી તપેલી માં ઝીણા સમારેલા ટામેટા, બાફેલી મકાઈ ના દાણા,ઝીણી સુધારેલી ડુંગળી, આદુ , ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણા સમારેલા કેપ્સિકમ, બાફેલા રાજમા, ઝીણી સુધારેલ લીલા ધાણા, લસણ ઝીણી સુધારેલી, ખાંડ, ટામેટા કેચઅપ, મેક્સીકન મસાલો બે ત્રણ ચમચી, મીઠું સ્વાદ મુજબ અને જરૂર મુજબ ચીઝ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો.
મેક્સીકન બાસ્કેટ ચાર્ટ બનાવવાની રીત
- સૌથી પહેલા તૈયાર કરેલ બાસ્કેટ લ્યો એમાં તૈયાર કરેલ સાલસા સલાડ ની એક થી બે ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેક્સીકન મસાલો છાંટો ત્યાર બાદ એના પર થોડું પ્રોસેસ ચીઝ છીણી નાખી ફરી મેક્સીકન મસાલો છાંટી ચાર્ટ તૈયાર કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી ચાર્ટ કટોરી તૈયાર કરતા જાઓ અને મજા લેતા જાઓ. તો તૈયાર છે મેક્સીકન બાસ્કેટ ચાર્ટ.
Notes
- તમે બજાર માંથી તૈયાર કટોરી લઈ ને પણ આ ચાર્ટ બનાવી શકો છો. અથવા એકાદ દિવસ પહેલા બાસ્કેટ કટોરી બનાવી તૈયાર કરી ને પણ રાખી શકો છો.
- તમે આ ચાર્ટ ને બે ચાર મિનિટ કડાઈ કે ઓવેન માં બેક કરી ને પણ મજા લઈ શકો છો.
- તમે બાસ્કેટ કટોરી ને કડાઈ અથવા ઓવન માં પણ બેક કરી શકો છો.
- કટોરી માં સ્ટફિંગ તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી માંથી તૈયાર કરેલ પણ મૂકી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Lili makai na kabab banavani rit | લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત
Moth chat banavani rit | મોઠ ચાટ
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી રેસીપી
Methi palak na crishpi pakoda | મેથી પાલક ના ક્રિસ્પી પકોડા
moong dal mathri | મગ દાળ ની મઠરી