
આ કટલેસ ખાવા માં જેટલી સ્વાદિસ્ટ લાગે છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. કેમકે અહીં આપણે સારી માત્રામાં કઠોળ નો ઉપયોગ કરી બનાવીએ છીએ તો એમાં સારી માત્રામાં પ્રોટીન મળી રહે છે સાથે ઓછા તેલ માં શેકી ને તૈયાર કરવાથી જે લોકો ડાયટ કરતા હોય એમના માટે પણ સારી વાનગી છે. તો ચાલો Mix kathol cutless – મિક્સ કઠોળ કટલેસ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મગ ¼ કપ
- મોઠ ¼ કપ
- સફેદ વટાણા ¼ કપ
- દેશી ચણા ¼ કપ
- બાફેલા બટાકા 3- 4
- ઝીણી સુધારેલી ડુંગળી 1- 2
- લીલા મરચા સુધારેલા 1- 2
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ચોખાનો લોટ 2- 3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લસણ ની કણી સુધારેલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- શેકવા માટે તેલ જરૂર મુજબ
Mix kathol cutless banavani rit
મિક્સ કઠોળ કટલેસ બનાવવા સૌપ્રથમ બધા કઠોળ ને એક મોટા વાસણમાં લઈ એક થી બે વખત ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા સાત થી આઠ કલાક પલાળી મુકો. આઠ કલાક પછી કઠોળ નું પાણી નિતારી લ્યો અને પલાળેલા કઠોળ ને કુકર માં નાખી એક ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી દસ મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને બીજા કુકર માં બટાકા ને પણ બાફી લ્યો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા કઠોળ ને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. હવે કથરોટ માં બાફેલા બટાકા ને છોલી સાફ કરી મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ કઠોળ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લસણ ની કણી સુધારેલ, ચોખા નો લોટ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
તૈયાર મિશ્રણ માંથી પાણી વાળા હાથ કરી થોડું થોડું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કટલેસ બનાવી થાળી માં મૂકતા જાઓ. આમ બધા મિશ્રણ માંથી કટલેસ બનાવી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એના પર તેલ લગાવી તૈયાર કરેલ કટલેસ મૂકી મીડીયમ તાપે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો.
આમ થોડી થોડી કરી બધી જ કટલેસ ને શેકી તૈયાર કરી લ્યો અને તૈયાર કટલેસ ને સોસ, ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મિક્સ કઠોળ કટલેસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મિક્સ કઠોળ કટલેસ બનાવવાની રીત

Mix kathol cutless banavani rit
Equipment
- 1 કુકર
- 1 તવી
- 1 મેસર
Ingredients
- ¼ કપ મગ
- ¼ કપ મોઠ
- ¼ કપ સફેદ વટાણા
- ¼ કપ દેશી ચણા
- 3- 4 બાફેલા બટાકા
- 1- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1- 2 લીલા મરચા સુધારેલા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2- 3 ચમચી ચોખાનો લોટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લસણ ની કણી સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- શેકવા માટે તેલ જરૂર મુજબ
Instructions
Mix kathol cutless banavani rit
- મિક્સ કઠોળ કટલેસ બનાવવા સૌપ્રથમ બધા કઠોળ ને એક મોટા વાસણમાં લઈ એક થી બે વખત ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા સાત થી આઠ કલાક પલાળી મુકો. આઠ કલાક પછી કઠોળ નું પાણી નિતારી લ્યો અને પલાળેલા કઠોળ ને કુકર માં નાખી એક ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી દસ મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને બીજા કુકર માં બટાકા ને પણ બાફી લ્યો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા કઠોળ ને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. હવે કથરોટ માં બાફેલા બટાકા ને છોલી સાફ કરી મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ કઠોળ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લસણ ની કણી સુધારેલ, ચોખા નો લોટ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
- તૈયાર મિશ્રણ માંથી પાણી વાળા હાથ કરી થોડું થોડું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કટલેસ બનાવી થાળી માં મૂકતા જાઓ. આમ બધા મિશ્રણ માંથી કટલેસ બનાવી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એના પર તેલ લગાવી તૈયાર કરેલ કટલેસ મૂકી મીડીયમ તાપે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો.
- આમ થોડી થોડી કરી બધી જ કટલેસ ને શેકી તૈયાર કરી લ્યો અને તૈયાર કટલેસ ને સોસ, ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મિક્સ કઠોળ કટલેસ.
Notes
- અહીં તમે કઠોળ કોઈ પણ વાપરી શકો છો.
- જો ડુંગળી કે લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
- બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા કેળા, શક્કરિયા નો ઉપયોગ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Safed chora no healthy nasto | સફેદ ચોરા નો હેલ્ધી નાસ્તો
chokha na lot ni full chakri banavni rit | ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત
Makai na lot na dhokla chat banavani rit | મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત
suki bhel ni chutney banavani rit | સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત