
મિત્રો આજે આપણે ગણા બાદ લોટ માંથી એકદમ હેલ્ધી એવા ખાખરા બનાવાતા શીખીશું . જે સવારે કે પછી સાંજે નાસ્તા માં ચાય સાથે ખાવાની એક દમ મજા પડી જાય એવા ખાખરા બનાવતા શીખીશું અને જે બનવામાં પણ એકદમ સરળ છે તો ચાલો આજે Oats methi na khakhra – ઓટ્સ મેથી ના ખાખરા બનાવાતા શીખીએ.
INGREDIENTS
- ઘઉંનો લોટ ½ કપ
- બાજરીના લોટ 2 ચમચી
- ચણાનો લોટ 2 ચમચી
- ઇન્સ્ટન્ટ ઓટ્સનો લોટ 3 ચમચી
- કસૂરી મેથી 2-3 ચમચી
- લાલ મરચાંનો પાવડર 1 ½ ચમચી
- હળદર પાવડર 1 ½ ચમચી
- હિંગ 1 ½ ચમચી
- ચાટ મસાલા પાવડર 1 ચમચી
- તેલ 1 ½ ચમચી
- મીઠું (સ્વાદ મુજબ)
- પાણી (જરૂર મુજબ)
- ઘી (જરૂર મુજબ)
Oats methi na khakhra banavani recipe
ઓટ્સ મેથી ના ખાખરા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં ઘઉં નો ½ કપ , બાજરા નો લોટ 2 ચમચી , બેસન 2 ચમચી , ઓટ્સ નો લોટ 3 ચમચી , લાલ મરચું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , હિંગ ¼ ચમચી , ચાટ મસાલો 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ , કસૂરી મેથી 2-3 ચમચી , તેલ 1 ચમચી અને જરૂર મુજબ પાણી નાખી અને થોડો કઠણ લોટ બાંધી લેશું . લોટ બાંધી લીધા બાદ લોટ ને આપણે ઢાંકી અને 10 મિનિટ સુધી રેવા દેશું .
હવે 10 મિનિટ પછી આપણે નાના નાના લૂઆ લઈ અને પાટલા પર થોડો કોરો લોટ લઈ અને સાવ પાતળા રોટલી ની સાઇઝ ના ખાખરા વણી લેશું . ખાખરા વણી લીધા બાદ અને તેને થોડા સૂકાવા દેશું .
ત્યાર બાદ હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે ખાખરા ને બને બાજુ પેલે સાવ ધીમા તાપે સેકી લેશું બને બાજુ સેકી લીધા બાદ આપણે ઉપર થી થોડું ઘી લગાવી અને ખાખરા ને આપણે કપડા કે લાકડા ના ડટા ની મદદ થી પ્રેસ કરી કરી ને ખાખરા ની બને બાજુ ને આપણે કડક થાય ત્યાર સુધી સેકી લેશું . બને બાજુ સેકી લીધા બાદ આપણે ખાખરા ને ઠંડા થવા દેશું .
આવીજ રીતે આપણે બધા ખાખરા ને તૈયાર કરી લેશું.
તો તૈયાર છે આપણા મલ્ટી ગ્રેન ખાખરા જેને તમે સવાર ના નાસ્તા માં મસ્ત ચાય સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઓટ્સ મેથી ના ખાખરા બનાવવાની રેસીપી

Oats methi na khakhra banavani recipe
Equipment
- 1 બાઉલ
- 1 પેન/ તવી
Ingredients
- ½ કપ ઘઉંનો લોટ
- 2 ચમચી બાજરીના લોટ
- 2 ચમચી ચણાનો લોટ
- 3 ચમચી ઇન્સ્ટન્ટ ઓટ્સનો લોટ
- 2-3 ચમચી કસૂરી મેથી
- 1½ ચમચી લાલ મરચાંનો પાવડર
- 1½ ચમચી હળદર પાવડર
- 1½ ચમચી હિંગ
- 1 ચમચી ચાટ મસાલા પાવડર
- 1½ ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી સ્વાદ મુજબ
- ઘી સ્વાદ મુજબ
Instructions
Oats methi na khakhra banavani recipe
- ઓટ્સ મેથી ના ખાખરા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં ઘઉં નો ½ કપ , બાજરા નો લોટ 2 ચમચી , બેસન 2 ચમચી , ઓટ્સ નો લોટ 3 ચમચી , લાલ મરચું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , હિંગ ¼ ચમચી , ચાટ મસાલો 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ , કસૂરી મેથી 2-3 ચમચી , તેલ 1 ચમચી અને જરૂર મુજબ પાણી નાખી અને થોડો કઠણ લોટ બાંધી લેશું . લોટ બાંધી લીધા બાદ લોટ ને આપણે ઢાંકી અને 10 મિનિટ સુધી રેવા દેશું .
- હવે 10 મિનિટ પછી આપણે નાના નાના લૂઆ લઈ અને પાટલા પર થોડો કોરો લોટ લઈ અને સાવ પાતળા રોટલી ની સાઇઝ ના ખાખરા વણી લેશું . ખાખરા વણી લીધા બાદ અને તેને થોડા સૂકાવા દેશું .
- ત્યાર બાદ હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે ખાખરા ને બને બાજુ પેલે સાવ ધીમા તાપે સેકી લેશું બને બાજુ સેકી લીધા બાદ આપણે ઉપર થી થોડું ઘી લગાવી અને ખાખરા ને આપણે કપડા કે લાકડા ના ડટા ની મદદ થી પ્રેસ કરી કરી ને ખાખરા ની બને બાજુ ને આપણે કડક થાય ત્યાર સુધી સેકી લેશું . બને બાજુ સેકી લીધા બાદ આપણે ખાખરા ને ઠંડા થવા દેશું .
- આવીજ રીતે આપણે બધા ખાખરા ને તૈયાર કરી લેશું.
- તો તૈયાર છે આપણા મલ્ટી ગ્રેન ખાખરા જેને તમે સવાર ના નાસ્તા માં મસ્ત ચાય સાથે સર્વ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Mix kathol cutless banavani rit | મિક્સ કઠોળ કટલેસ બનાવવાની રીત
Paneer Bread Pizza banavani recipe | પનીર બ્રેડ પિઝા બનાવવાની રેસીપી
Pauva usal banavani rit | પૌવા ઉસળ બનાવવાની રીત
Chokha na lot ni papdi | ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત
cheese shakarpara banavani rit | ચીઝ શક્કરપારા બનાવવાની રીત