Home Blog Page 2

Pau Ragdo banavani recipe | પાઉં રગડો બનાવવાની રેસીપી

આ એક પ્રકારનો નાસ્તો છે જેને તમે નાની મોટી પાર્ટી અથવા પ્રસંગ માં બનાવી શકો છો અથવા તો સાંજ ના નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે. આ રગડો તમે પહેલેથી તૈયાર કરી રાખી શકો છો અને સર્વ કરતી વખતે બધા પોત પોતાની પસંદ મુજબ તૈયાર કરી મજા લઇ શકે છે. તો ચાલો Pau Ragdo – પાઉં રગડો બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સફેદ વટાણા 1 કપ
  • બટાકા સુધારેલ 1-2
  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • તીખા લીલા મરચા 1-2
  • આદું લસણની પેસ્ટ 2 ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી 2
  • ઝીણા સમારેલા ટમેટા 2
  • હળદર ½ ચમચી
  • લાલ મરચા નો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાઉં જરૂર  મુજબ
  • મસાલા સિંગ જરૂર મુજબ
  • મીઠી ચટણી જરૂર મુજબ
  • તીખી ચટણી જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • દાડમ દાણા
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • ઝીણી સુધારેલ ટમેટા

Pau Ragdo banavani recipe

પાઉં રગડો બનાવવા સૌથી પહેલા સફેદ વટાણા ને બે પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ થી સાત કલાક પલાળી લ્યો. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નીતારી કુકરમાં નાખો સાથે બટાકા ના કટકા, પા ચમચી હળદર  એક થી બે કપ પાણી સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, આડું લસણની પેસ્ટ નાખી શેકી લ્યો. આડું લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો સાથે થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ટમેટા ચડી ને ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક થી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર  બાદ એમાં બાફી રાખેલ વટાણા બટાકા નાખી મિક્સ કરી મેસર વડે થોડા મેસ કરી લ્યો અને દોઢ થી બે  કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મીનીટ પછી એમાં ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે રગડો.  

રગડા ને ગરમ ગરમ સર્વ કરવા પ્લેટમાં પાઉં ના કટકા કરી નાખો એના પર તૈયાર કરેલ રગડો નાખો એના પર મીઠી ચટણી, તીખી ચટણી, ઝીણી સુધારેક ડુંગળી,ઝીણા સુધારેલ ટામેટા, મસાલા વાળા દાણા, ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી મજા લ્યો તો તૈયાર છે પાઉં રગડો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાઉં રગડો બનાવવાની રેસીપી

Pau Ragdo - પાઉં રગડો

Pau Ragdo banavani recipe

આ એક પ્રકારનો નાસ્તો છે જેને તમે નાની મોટી પાર્ટી અથવા પ્રસંગ માં બનાવી શકો છો અથવાતો સાંજ ના નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે. આ રગડો તમે પહેલેથી તૈયારકરી રાખી શકો છો અને સર્વ કરતી વખતે બધા પોત પોતાની પસંદ મુજબ તૈયાર કરી મજા લઇશકે છે. તો ચાલો Pau Ragdo – પાઉં રગડો બનાવવાની રીત શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ સફેદ વટાણા
  • 1-2 બટાકા સુધારેલ
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 1-2 તીખા લીલા મરચા
  • 2 ચમચી આદું લસણની પેસ્ટ
  • 2 ઝીણી સમારેલી ડુંગળી
  • 2 ઝીણા સમારેલા ટમેટા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાઉં જરૂર મુજબ
  • મસાલા સિંગ જરૂર મુજબ
  • મીઠી ચટણી જરૂર મુજબ
  • તીખી ચટણી જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • દાડમ દાણા
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • ઝીણી સુધારેલ ટમેટા

Instructions

Pau Ragdo banavani recipe

  • પાઉં રગડો બનાવવા સૌથી પહેલા સફેદ વટાણા ને બે પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ થી સાત કલાક પલાળી લ્યો. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નીતારી કુકરમાં નાખો સાથે બટાકા ના કટકા, પા ચમચી હળદર એક થી બે કપ પાણી સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, આડું લસણની પેસ્ટ નાખી શેકી લ્યો. આડું લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો સાથે થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ટમેટા ચડી ને ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક થી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં બાફી રાખેલ વટાણા બટાકા નાખી મિક્સ કરી મેસર વડે થોડા મેસ કરી લ્યો અને દોઢ થી બે કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મીનીટ પછી એમાં ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે રગડો.
  • રગડા ને ગરમ ગરમ સર્વ કરવા પ્લેટમાં પાઉં ના કટકા કરી નાખો એના પર તૈયાર કરેલ રગડો નાખો એના પર મીઠી ચટણી, તીખી ચટણી, ઝીણી સુધારેક ડુંગળી,ઝીણા સુધારેલ ટામેટા, મસાલા વાળા દાણા, ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી મજા લ્યો તો તૈયાર છે પાઉં રગડો.

Notes

  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
  • તીખાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
  • ગ્રેવી માં પાણી થોડું વધારે કરવું કેમ કે પાઉં પાણી વધારે પીવે.
  • જો પાઉં ની જગ્યાએ કટલેસ વાપરો તો પાણી ઓછું નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Kanda chanadal na samosa | કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે Kanda chanadal na samosa – કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રીત શીખીશું. આ એક સુરત ના ફેમસ નાસ્તો છે જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો એક વખત ચોક્કસ બનાવો આ સમોસા. તો ચાલો સમોસા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTs

  • મેંદા નો લોટ 250 ગ્રામ
  • સાવ ઝીણી સુધારેલ ડુંગળી 4- 5
  • ચણા દાળ 1 કપ
  • આદુ મરચાની પેસ્ટ 2- 3 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • સુધારેલ ફુદીના ના પાંદ ½ કપ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Kanda chanadal na samosa banavani recipe

કાંદા ચણાદાળ ના સમોસા બનાવવા સૌથી પહેલા એક તપેલી માં ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળવા મૂકો. ચાર કલાક પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ મસળી એક બાજુ મૂકો.

ચણાદાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતારી લ્યો અને નીતારી ચણાદાળ ને કૂકર માં પા કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસ પર મીડીયમ તાપે ત્રણ સીટી વગાડી ચડાવી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી એમાંથી પાંચ છ લુવા કરી લ્યો અને એક લુવા ને કોરા લોટ લઈ થોડો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો.

હવે બને લુવા ની એક બાજુ તેલ લગાવી વચ્ચે થોડો કોરો લોટ છાંટી તેલ વાળા ભાગ ભેગા કરી કોરા લોટ ની મદદ થી પાતળી મોટી રોટલી બનાવી એક બાજુ મૂકો. આમ બાકી ન લુવા ને પણ વણી તૈયાર કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર મોટી તવી ગરમ કરી એમાં તૈયાર રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો અને અલગ કરી લ્યો. આમ બધી રોટલી ચડાવી અલગ કરી થોડી વાર ઠંડી થવા દ્યો. રોટલી ઠંડી થાય એટલે ચાકુથી લાંબા લાંબા કટકા કરી સમોસા પટ્ટી તૈયાર કરી લ્યો.અને એક વાટકામાં બે ચાર ચમચી મેંદા નો લોટ લ્યો અને એમાં આઠ દસ ચમચી પાણી નાખી લોટ ની સ્લરી બનાવી એક બાજુ મૂકો.

હવે બાફેલ ચણાદાળ ને ચારણીમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, આદુ મરચાની પેસ્ટ, ગરમ મસાલો, જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.  હવે તૈયાર કરેલ સમોસા પટ્ટી લ્યો એમાં એક બાજુ થોડો તૈયાર કરેલ મસાલો મૂકી અને ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ છેડે તૈયાર કરેલ મેંદા ની સ્લરી લગાવી પેક કરી લ્યો. આમ બધા જ સમોસા ભરી તૈયાર કરી લ્યો.

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તૈયાર કરી ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાંદા ચણાદાળ ના સમોસા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રેસીપી

Kanda chanadal na samosa - કાંદા ચણાદાળ ના સમોસા

Kanda chanadal na samosa banavani recipe

મિત્રો આજે આપણે Kanda chanadal na samosa – કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રીત શીખીશું. આ એક સુરત ના ફેમસ નાસ્તોછે જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો એક વખત ચોક્કસ બનાવો આ સમોસા. તો ચાલો સમોસા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કૂકર
  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

  • 250 ગ્રામ મેંદા નો લોટ
  • 4- 5 સાવ ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 કપ ચણા દાળ
  • 2-3 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ સુધારેલ ફુદીના ના પાંદ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Kanda chanadal na samosa banavani recipe

  • કાંદા ચણાદાળ ના સમોસા બનાવવા સૌથી પહેલા એક તપેલી માં ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળવા મૂકો. ચાર કલાક પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ મસળી એક બાજુ મૂકો.
  • ચણાદાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતારી લ્યો અને નીતારી ચણાદાળ ને કૂકર માં પા કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસ પર મીડીયમ તાપે ત્રણ સીટી વગાડી ચડાવી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી એમાંથી પાંચ છ લુવા કરી લ્યો અને એક લુવા ને કોરા લોટ લઈ થોડો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો.
  • હવે બને લુવા ની એક બાજુ તેલ લગાવી વચ્ચે થોડો કોરો લોટ છાંટી તેલ વાળા ભાગ ભેગા કરી કોરા લોટ ની મદદ થી પાતળી મોટી રોટલી બનાવી એક બાજુ મૂકો. આમ બાકી ન લુવા ને પણ વણી તૈયાર કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર મોટી તવી ગરમ કરી એમાં તૈયાર રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો અને અલગ કરી લ્યો. આમ બધી રોટલી ચડાવી અલગ કરી થોડી વાર ઠંડી થવા દ્યો. રોટલી ઠંડી થાય એટલે ચાકુથી લાંબા લાંબા કટકા કરી સમોસા પટ્ટી તૈયાર કરી લ્યો.અને એક વાટકામાં બે ચાર ચમચી મેંદા નો લોટ લ્યો અને એમાં આઠ દસ ચમચી પાણી નાખી લોટ ની સ્લરી બનાવી એક બાજુ મૂકો.
  • હવે બાફેલ ચણાદાળ ને ચારણીમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, આદુ મરચાની પેસ્ટ, ગરમ મસાલો, જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે તૈયાર કરેલ સમોસા પટ્ટી લ્યો એમાં એક બાજુ થોડો તૈયાર કરેલ મસાલો મૂકી અને ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ છેડે તૈયાર કરેલ મેંદા ની સ્લરી લગાવી પેક કરી લ્યો. આમ બધા જ સમોસા ભરી તૈયાર કરી લ્યો.
  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તૈયાર કરી ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાંદા ચણાદાળ ના સમોસા.

Notes

  • તમે સમોસા પટ્ટી વગર સીધા લુવા કરી રોટલી બનાવી મસાલો ભરી ને પણ સમોસા બનાવી શકો છો.
  • તૈયાર સમોસા પટ્ટી ને પ્લાસ્ટિક માં પેક કરી ફ્રીઝ માં મૂકી ને સાચવી રાખશો તો દસ પંદર દિવસ સુંધી વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Fotra vagar ni magdaal nu shaak | ફોતરા વગરની મગદાળ નું શાક ની રેસીપી

ગુજરાતીઓ આ મગની દાળ ને છડીયા દાળ તરીકે પણ ઓળખે છે.  જે ખુબ ઓછી સામગ્રી સાથે તૈયાર થાય છે જે શાક તમે રોટલી સાથે સર્વ કરી શકો છો પ્રોટીન થી ભરપુર એવી આ દાળ નું શાક દરેક ગુજરાતીના ઘરે બનતું હોય છે જયારે કોઈ શાક ના હોય અથવા કોઈ શાક ના સુજે ત્યારે આ દાળ નું શાક બનાવી શકો છો. તો ચાલો Fotra vagar ni magdaal nu shaak – ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ફોતરા વગરની મગદાળ 1 કપ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુપેસ્ટ  ½ ચમચી
  • સુકા લાલ મરચા 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણાસુધારેલા 5-7 ચમચી
  • પાણી જરૂર મુજબ

Fotra vagar ni magdaal nu shaak ni recipe

ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગદાળ ની દાળ ને ત્રણ ચાર પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધાથી એક કલાક પલાળી મુકો. કલાક સુંધી દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નીતારી લઇ એક બાજુ મુકો. હવે ગેસ પર  કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં સુકા લાલ મરચા, હિંગ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ નાખી શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં પલાળેલી દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા  ને બેમિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો.

પાણી ઉકાળે એટલે  કુકર નું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી નાખ્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નુકડી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી શાક ને હલાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણાસુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ફોતરા વગરની મગદાળ નું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફોતરા વગરની મગદાળ નું શાક ની રેસીપી

Fotra vagar ni magdaal nu shaak - ફોતરા વગરની મગદાળ નું શાક

Fotra vagar ni magdaal nu shaak ni recipe

ગુજરાતીઓ આ મગની દાળ ને છડીયા દાળ તરીકે પણ ઓળખે છે.  જે ખુબ ઓછી સામગ્રી સાથેતૈયાર થાય છે જે શાક તમે રોટલી સાથે સર્વ કરી શકો છો પ્રોટીન થી ભરપુર એવી આ દાળનું શાક દરેક ગુજરાતીના ઘરે બનતું હોય છે જયારે કોઈ શાક ના હોય અથવા કોઈ શાક નાસુજે ત્યારે આ દાળ નું શાક બનાવી શકો છો. તો ચાલો Fotra vagar ni magdaal nu shaak – ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ ફોતરા વગરની મગદાળ
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુપેસ્ટ
  • 1 સુકા લાલ મરચા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-7 ચમચી લીલા ધાણાસુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions

Fotra vagar ni magdaal nu shaak ni recipe

  • ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગદાળ ની દાળ ને ત્રણ ચાર પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધાથી એક કલાક પલાળી મુકો. કલાક સુંધી દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નીતારી લઇ એક બાજુ મુકો. હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં સુકા લાલ મરચા, હિંગ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ નાખી શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં પલાળેલી દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને બેમિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો.
  • પાણી ઉકાળે એટલે કુકર નું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી નાખ્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નુકડી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી શાક ને હલાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણાસુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ફોતરા વગરની મગદાળ નું શાક

Notes

  • અહી તમે ખટાસ માટે લીંબુનો રસ અથવા આમચૂર પાઉડર નાખશો તો શાક નો સ્વાદ વધુ સારો લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Paneer jalebi banavani recipe | પનીર જલેબી બનાવવાની રેસીપી

દશેરા આવી રહ્યા છે ત્યારે દરેક ઘરે ફાફડા અને જલેબી તો આવવવાની જ છે પણ આ વખતે આપણે બહાર થી નહિ પણ ઘરે ઘરની સામગ્રી માંથી રેગ્યુલર જલેબી ની જગ્યાએ પનીર માંથી જલેબી બનાવતા શીખીશું. જે બહાર થી ક્રિસ્પી અંદર થી જ્યુસી અને સોફ્ટ બની ને તૈયાર થશે તો ચાલો Paneer jalebi – પનીર જલેબી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ગાયનું દૂધ 1 લિટર
  • મેંદા નો લોટ – ½ કપ
  • કોર્ન ફ્લોર 1 ચમચી- ૧
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • નારંગી / પીળો ફૂડ કલર 1-2 ટીપાં
  • ખાંડ 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • દૂધ / પાણી  ¼ કપ
  • વિનેગર 2 ચમચી
  • પાણી ½ કપ +4

Paneer jalebi banavani recipe

પનીર જલેબી બનાવવા સૌથી એક તપેલીમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં એક વાટકામાં વિનેગર લઈ એમાં ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડું થોડું નાખતા જઈ બરોબર મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો. દૂધ બરોબર ફાટી જાય એટલે ચારણીમાં સાફ કપડું મૂકી એમાં પનીર ને પાણીથી અલગ કરવા ગાળી લ્યો અને બે પાણીથી ધોઈ લ્યો.

હવે પનીર ને થોડું દબાવી બધું જપાની અલગ કરી લ્યો અને અલગ કરેલ પનીર ને ક્રશ કરી મિક્સર જારમાં નાખો સાથે મેંદા નો લોટ, બેકિંગ પાઉડર અને કોર્ન ફ્લોર નાખો અને ઢાંકણ બંધ કરી એક વખત ફેરવી લ્યો.ત્યાર  બાદ એમાં થોડું થોડું કરી પા કપ પાણી અથવા દૂધ નાખતા જઈ સ્મૂથ પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી તપેલીમાં ખાંડ, ફૂડ કલર અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી હલાવતા રહી ચાસણી બનાવી લ્યો. ચાસણી થોડી ચિકાસ પડતી બને ત્યાં સુંધી ચડાવી લ્યો અને ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી એક બાજુ મૂકો.

 ત્યારબાદ ગેસ પર એક ફ્લેટ તરિયા વાળી કડાઈ મા તેલ / ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ પાઇપિંગ બેગ માં સ્ટાર નોઝલ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે કડછી પર તેલ લગાવી એના પર તૈયાર મિશ્રણ વાળી નોઝલ ગોળ ગોળ ફેરવી વચ્ચે પેક કરી લ્યો ( જલેબી જેમ ગોળ ગોળ  બનાવી લ્યો ) અને કડછી ને ગરમ ઘી / તેલ માં મૂકતા જાઓ. આમ થોડી થોડી જલેબી તરી લ્યો.

તરેલી જલેબી ને નવશેકી ચાસણીમાં બે મિનિટ બોળી નાખો અને ત્યાર બાદ ચાસણી માંથી કાઢી ચારણીમાં મુકો જેથી વધારાની ચાસણી અલગ થઈ જાય. આમ બધી જલેબી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પનીર જલેબી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર જલેબી બનાવવાની રેસીપી

Paneer jalebi - પનીર જલેબી

Paneer jalebi banavani recipe

દશેરા આવી રહ્યા છે ત્યારે દરેક ઘરે ફાફડા અને જલેબી તોઆવવવાની જ છે પણ આ વખતે આપણે બહાર થી નહિ પણ ઘરે ઘરની સામગ્રી માંથી રેગ્યુલર જલેબીની જગ્યાએ પનીર માંથી જલેબી બનાવતા શીખીશું. જે બહાર થીક્રિસ્પી અંદર થી જ્યુસી અને સોફ્ટ બની ને તૈયાર થશે તો ચાલો Paneer jalebi – પનીર જલેબી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

  • 1 લિટર ગાયનું દૂધ
  • ½ કપ મેંદા નો લોટ
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • 1-2 ટીપાં નારંગી / પીળો ફૂડ કલર
  • 1 કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ¼ કપ દૂધ / પાણી
  • 2 ચમચી વિનેગર
  • ½ કપ પાણી

Instructions

Paneer jalebi banavani recipe

  • પનીર જલેબી બનાવવા સૌથી એક તપેલીમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં એક વાટકામાં વિનેગર લઈ એમાં ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડું થોડું નાખતા જઈ બરોબર મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો. દૂધ બરોબર ફાટી જાય એટલે ચારણીમાં સાફ કપડું મૂકી એમાં પનીર ને પાણીથી અલગ કરવા ગાળી લ્યો અને બે પાણીથી ધોઈ લ્યો.
  • હવે પનીર ને થોડું દબાવી બધું જપાની અલગ કરી લ્યો અને અલગ કરેલ પનીર ને ક્રશ કરી મિક્સર જારમાં નાખો સાથે મેંદા નો લોટ, બેકિંગ પાઉડર અને કોર્ન ફ્લોર નાખો અને ઢાંકણ બંધ કરી એક વખત ફેરવી લ્યો.ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પા કપ પાણી અથવા દૂધ નાખતા જઈ સ્મૂથ પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી તપેલીમાં ખાંડ, ફૂડ કલર અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી હલાવતા રહી ચાસણી બનાવી લ્યો. ચાસણી થોડી ચિકાસ પડતી બને ત્યાં સુંધી ચડાવી લ્યો અને ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી એક બાજુ મૂકો.
  • ત્યારબાદ ગેસ પર એક ફ્લેટ તરિયા વાળી કડાઈ મા તેલ / ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ પાઇપિંગ બેગ માં સ્ટાર નોઝલ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે કડછી પર તેલ લગાવી એના પર તૈયાર મિશ્રણ વાળી નોઝલ ગોળ ગોળ ફેરવી વચ્ચે પેક કરી લ્યો ( જલેબી જેમ ગોળ ગોળ બનાવી લ્યો ) અને કડછી ને ગરમ ઘી / તેલ માં મૂકતા જાઓ. આમ થોડી થોડી જલેબી તરી લ્યો.
  • તરેલી જલેબી ને નવશેકી ચાસણીમાં બે મિનિટ બોળી નાખો અને ત્યાર બાદ ચાસણી માંથી કાઢી ચારણીમાં મુકો જેથી વધારાની ચાસણી અલગ થઈ જાય. આમ બધી જલેબી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પનીર જલેબી.

Notes

  • ફૂડ કલર ઓપ્શનલ છે.
  • દૂધ તમે દહીં, લીંબુ થી પણ ફાડી શકો.
  • તમારા પાસે નોઝલ કે પાઈપિંગ બેગ ના હોય તો દૂધ ની થેલી થી પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Pav batata banavani rit | પાઉં બટાકા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે Pav batata – પાઉં બટાકા બનાવવાની રીત શીખીશું. પાઉં બટાકા એ નવસારી બાજુની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે સવાર કે સાંજ ન નાસ્તામાં અથવા તો નાની મોટી પાર્ટી માં બનાવી શકો છો. તો ચાલો શીખીએ.

INGREDIENTS

  • બાફેલા બટાકા 4- 5
  • તેલ 4- 5 ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5- 7
  • હિંગ ¼ ચમચી
  • લસણની પેસ્ટ 1- 2 ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
  • ઝીણા સુધારેલા લીલા મરચા 1- 2
  • હળદર ¼ ચમચી
  • સૂકા આખા ધાણા 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
  • લીલી ચટણી 1- 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • જીરું ½ ચમચી
  • લસણ ની કણી  5- 7
  • લીલા મરચાં  2- 3
  • સંચળ ½ ચમચી
  • લીંબુનો રસ 1- 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સર્વિંગ માટેની સામગ્રી

  • પાઉં
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • તારેલ લીલા મરચા
  • લીલી ચટણી

Pav batata banavani rit

પાઉં બટાકા બનાવવા સૌથી પહેલા આપણે બટાકા ને કુકરમાં બાફી લેશું. બટાકા બફાય ત્યાં સુંધી માં મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, લસણ ની કણી, જીરું, સંચળ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી પીસી લ્યો. ચટણી પીસવા જરૂર લાગે તો પાણી નાખવું ને સ્મૂથ ચટણી પીસી લ્યો..

બટાકા બાફી લીધા બાદ એને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , મીઠા લીમડા ના પાંદ, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકી લીધા બાદ એમાં લીલા મરચાં સુધારેલ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો.

ત્યાર બાદ એમાં હળદર, સૂકા આખા ધાણા ને થોડા કૂટી ને નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલા બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. બટાકા ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં એક થી બે  કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો.

પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલી ચટણી, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ( જો શાક ઘટ્ટ લાગે તો થોડું પાણી નાખવુ) શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ગેસ પર તવી માં ઘી લગાવી એમાં પાઉં ને શેકી લ્યો. હવે તૈયાર શાક ને ચટણી, ડુંગળી, તારેલ  લીલા મરચા અને પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે પાઉં બટાકા

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાઉં બટાકા બનાવવાની રીત

Pav batata - પાઉં બટાકા

Pav batata banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Pav batata – પાઉં બટાકા બનાવવાની રીત શીખીશું. પાઉં બટાકા એ નવસારીબાજુની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે સવાર કે સાંજ ન નાસ્તામાં અથવા તો નાની મોટી પાર્ટીમાં બનાવી શકો છો. તો ચાલો શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી
  • 1 કૂકર

Ingredients

  • 4- 5 બાફેલા બટાકા
  • 4- 5 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 5- 7 મીઠા લીમડા ના પાંદ
  • ¼ ચમચી હિંગ
  • 1- 2 ચમચી લસણની પેસ્ટ
  • 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1- 2 ઝીણા સુધારેલા લીલા મરચા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી સૂકા આખા ધાણા
  • 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1- 2 ચમચી લીલી ચટણી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 5- 7 લસણ ની કણી
  • 2- 3 લીલા મરચાં
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી સંચળ
  • 1- 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

સર્વિંગ માટેની સામગ્રી

  • પાઉં
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • તારેલ લીલા મરચા
  • લીલી ચટણી

Instructions

Pav batata banavani rit

  • પાઉં બટાકા બનાવવા સૌથી પહેલા આપણે બટાકા ને કુકરમાં બાફી લેશું. બટાકા બફાય ત્યાં સુંધી માં મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, લસણ ની કણી, જીરું, સંચળ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી પીસી લ્યો. ચટણી પીસવા જરૂર લાગે તો પાણી નાખવું ને સ્મૂથ ચટણી પીસી લ્યો..
  • બટાકા બાફી લીધા બાદ એને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , મીઠા લીમડા ના પાંદ, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકી લીધા બાદ એમાં લીલા મરચાં સુધારેલ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો.
  • ત્યાર બાદ એમાં હળદર, સૂકા આખા ધાણા ને થોડા કૂટી ને નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલા બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. બટાકા ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં એક થી બે કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલી ચટણી, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ( જો શાક ઘટ્ટ લાગે તો થોડું પાણી નાખવુ) શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ગેસ પર તવી માં ઘી લગાવી એમાં પાઉં ને શેકી લ્યો. હવે તૈયાર શાક ને ચટણી, ડુંગળી, તારેલ લીલા મરચા અને પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે પાઉં બટાકા

Notes

  • જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા તીખા વાપરવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali gota banavani rit | ફરાળી ગોટા બનાવવાની રીત

આજ આપણે સાબુદાણા પલળવા કે પછી બટાકા ને બાફવાની ઝંઝટ કર્યા વગર સીધા ગોટા બનાવતા શીખીશું. જે ખૂબ ઓછી મહેનતે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો Farali gota – ફરાળી ગોટા બનાવવાની રીત શીખીએ

INGREDIENTS

  • સાબુદાણા ½ કપ
  • બટાકા 2- 3
  • લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
  • લીલા મરચાં ઝીણા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ  ½ ચમચી
  • સીંગદાણા નો ભૂકો ½ કપ
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1- 2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Farali gota banavani rit

ફરાળી ગોટા બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા સાબુદાણા ને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી એના કર્ક કરી મિક્સર કટકા કરેલ બટાકા નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો.

પીસેલા બટાકા ના પલ્પ ને પીસેલા સાબુદાણા માં નાખો. સાથે ઝીણા સુધારેલા લીલા મરચાં, ઝીણા સુધારેલા લીલા ધાણા, પીસેલા સીંગદાણા નો ભૂકો, મરી પાઉડર, સંચળ, આદુની પેસ્ટ, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુ, સફેદ તલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ થાય એવું મિશ્રણ તૈયાર કરી લેવી તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી રેસ્ટ માટે મૂકેલ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય એટલે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ન ગોટા બનાવવા હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ ગોળ ગોળ ફેરવી બોલ બનાવી લ્યો.

તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કેરલ ગોટા નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો. ગોટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા ગોટા તરવા માટે નાખો. આમ બધા ગોટા તરી લ્યો અને ફરાળી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ગોટા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી ગોટા બનાવવાની રીત

Farali gota - ફરાળી ગોટા

Farali gota banavani rit

આપણે સાબુદાણા પલળવા કે પછી બટાકા ને બાફવાની ઝંઝટ કર્યાવગર સીધા ગોટા બનાવતા શીખીશું. જે ખૂબ ઓછી મહેનતે ખૂબ ઝડપથી તૈયાર થઈજશે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો Farali gota – ફરાળી ગોટા બનાવવાની રીત શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • ½ કપ સાબુદાણા
  • 2- 3 બટાકા
  • 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચાં ઝીણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ કપ સીંગદાણા નો ભૂકો
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી સફેદ તલ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

Farali gota banavani rit

  • ફરાળી ગોટા બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા સાબુદાણા ને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી એના કર્ક કરી મિક્સર કટકા કરેલ બટાકા નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો.
  • પીસેલા બટાકા ના પલ્પ ને પીસેલા સાબુદાણા માં નાખો. સાથે ઝીણા સુધારેલા લીલા મરચાં, ઝીણા સુધારેલા લીલા ધાણા, પીસેલા સીંગદાણા નો ભૂકો, મરી પાઉડર, સંચળ, આદુની પેસ્ટ, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુ, સફેદ તલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ થાય એવું મિશ્રણ તૈયાર કરી લેવી તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી રેસ્ટ માટે મૂકેલ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું હોય એટલે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ન ગોટા બનાવવા હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ ગોળ ગોળ ફેરવી બોલ બનાવી લ્યો.
  • તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કેરલ ગોટા નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો. ગોટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા ગોટા તરવા માટે નાખો. આમ બધા ગોટા તરી લ્યો અને ફરાળી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ગોટા.

Notes

  • અહીં રેસ્ટ આપ્યા પછી જો મિશ્રણ વધારે ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી ઉમેરવુ અને જો નરમ રહી જાય તો પીસેલા સાબુદાણા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ રહેવા દઈ ત્યાર બાદ ગોટા બનાવવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Shakkkariya ni farali puri ni recipe | શક્કરિયા ની ફરાળી પૂરી ની રેસીપી

શ્રાવણ માસ હોય કે નવરાત્રી હોય રોજ ફરાળ માં સુ બનાવવું એ પ્રશ્ન થતો હોય છે દરેક ને તો આજ આપણે શક્કરિયા નો ઉપયોગ કરી પૂરી બનાવશું જે ખૂબ જ સરસ લાગે છે જેને ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Shakkkariya ni farali puri – શક્કરિયા ની ફરાળી પૂરી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • શક્કરિયા 2- 3
  • રાજગરા નો લોટ / ફરાળી લોટ 1 કપ
  • શેકેલ જીરું નો પાઉડર 1 ચમચી
  • લીલા મરચા અને આદુ ની પેસ્ટ 1 -2 ચમચી
  • લીલા ધાણા સુધારેલ 3- 4 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Shakkkariya ni farali puri ni recipe

શક્કરિયા ની ફરાળી પૂરી બનાવવા સૌથી પહેલા શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા નાખી જરૂર પૂરતું અડધો ગ્લાસ  પાણી નાખી ઢાંકણ બંધ કરી એક થી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શક્કરિયા કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીની વડે છીણી લ્યો. છીણેલા શક્કરિયા માં ચાળી ને રાજગરાનો લોટ / ફરાળી લોટ નાખો સાથે એમાં આદુ મરચા ની પેસ્ટ, ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો લોટ બંધવા જરૂરી એક બે ચમચી પાણી નાખી લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી બે સાફ પ્લાસ્ટી લઈ એમાં થી એક પ્લાસ્ટીક પાટલા પર મૂકી એમાં તૈયાર કરેલ લુવો ને મૂકી ઉપર બીજી પ્લાસ્ટીક મૂકી વેલાં વડે વણી પૂરી વણી લ્યો આમ એક સાથે થોડી પૂરી વણી લ્યો.

તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડી થોડી વણેલી પૂરી નાખી બને બાજુથી બરોબર તરી લ્યો અને પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી શક્કરિયાની પૂરી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શક્કરિયા ની ફરાળી પૂરી ની રેસીપી

Shakkkariya ni farali puri - શક્કરિયા ની ફરાળી પૂરી

Shakkkariya ni farali puri ni recipe

શ્રાવણ માસ હોય કે નવરાત્રી હોય રોજ ફરાળ માં સુ બનાવવુંએ પ્રશ્ન થતો હોય છે દરેક ને તો આજ આપણે શક્કરિયા નો ઉપયોગ કરી પૂરી બનાવશું જે ખૂબજ સરસ લાગે છે જેને ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરી શકો છો.તો ચાલો Shakkkariya ni farali puri – શક્કરિયાની ફરાળી પૂરી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 2- 3 શક્કરિયા
  • 1 કપ રાજગરા નો લોટ / ફરાળી લોટ
  • 1 ચમચી શેકેલ જીરું નો પાઉડર
  • 1-2 ચમચી લીલા મરચા અને આદુ ની પેસ્ટ 1 -2 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ 3- 4 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Shakkkariya ni farali puri ni recipe

  • શક્કરિયા ની ફરાળી પૂરી બનાવવા સૌથી પહેલા શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા નાખી જરૂર પૂરતું અડધો ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી એક થી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શક્કરિયા કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીની વડે છીણી લ્યો. છીણેલા શક્કરિયા માં ચાળી ને રાજગરાનો લોટ / ફરાળી લોટ નાખો સાથે એમાં આદુ મરચા ની પેસ્ટ, ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો લોટ બંધવા જરૂરી એક બે ચમચી પાણી નાખી લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી બે સાફ પ્લાસ્ટી લઈ એમાં થી એક પ્લાસ્ટીક પાટલા પર મૂકી એમાં તૈયાર કરેલ લુવો ને મૂકી ઉપર બીજી પ્લાસ્ટીક મૂકી વેલાં વડે વણી પૂરી વણી લ્યો આમ એક સાથે થોડી પૂરી વણી લ્યો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડી થોડી વણેલી પૂરી નાખી બને બાજુથી બરોબર તરી લ્યો અને પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી શક્કરિયાની પૂરી.

Notes

  • અહી તમે રાજગરાનો લોટ ની જગ્યાએ બીજા ફરાળી લોટ વાપરી શકો છો.
  • તમે બે પ્લાસ્ટીક વચ્ચે લુવો મૂકી થાળી થી થોડી દબાવી ને પણ પૂરી વણી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી