Home Blog Page 3

Panchmeva chikki banavani recipe | પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી

આ ચિક્કી ને તમે એક વખત બનાવી વ્રત ઉપવાસ તેમજ એમજ પણ પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. આજ આપણે આ ચિક્કી ને ખાંડ માંથી બનાવતા શીખીશું. તો ચાલો આપણે Panchmeva chikki – પંચમેવા ચીક્કી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સીંગદાણા 1 કપ
  • કાજુ ¼ કપ
  • બદામ ¼ કપ
  • પિસ્તા 3- 4 ચમચી
  • સૂકા નારિયળ ની નાની નાની સ્લાઈસ ½ કપ
  • ઘી 1- 2 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ

Panchmeva chikki banavani recipe

પંચમેવા ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા લઈ મિડીયમ તાપે હલાવતા રહી શેકી. સીંગદાણા બરોબર શેકાઈ ને ફોતરા અલગ થવા લાગે એટલે એક થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો. હવે એજ ગરમ કડાઈ માં એક બે ચમચી ઘી નાખી એમાં કાજુ નાખી કાજુ ને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી એક બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક થાળી માં અડધી ચમચી ઘી લગાવી એક બાજુ મૂકો.

હવે એજ ઘી માં બદામ નાખી બદામ ને પણ શેકી કાજુ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા નાખી એને પણ શેકી કાજુ બદામ સાથે કાઢી લ્યો. ત્યાર બાદ નારિયળ ન કટકા નાખી એને થોડા શેકી બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી સામગ્રી ને બરોબર શેકી લેવી. ત્યાર બાદ શેકેલ સીંગદાણા ને હાથ થી મસળી ફોતરા અલગ કરી સાફ કરી લ્યો.  હવે બધી શેકેલ સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં પાતળું ફેલાવી લ્યો. આમ બે ત્રણ થાળી માં ઘી લગાવી શેકેલ સામગ્રી ને ફેલાવી એક બાજુ મૂકો.

હવે આજે ઘી વાળી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ચાર મિનિટ પછી એક બે ટીપાં વાટકા મૂકી થોડા ઠંડા થાય તો દબાવી ચેક કરો જો તૂટી જાય તો ચાસણી થઈ ગઈ છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને ફરી ચેક કરી લ્યો. ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો.

તૈયાર ચાસણી ને ચમચાથી ઝડપથી ડ્રાયફ્રૂટ વાળી થાળી માં બે ત્રણ ચમચા નાખો આમ બધી થાળી માં તૈયાર ચાસણી નાખી બધી થાળી ને એકાદ વાર થપથપાવી લ્યો અને સેટ થવા દયો. ચિક્કી એકાદ કલાક માં સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી હાથ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પંચમેવા ચીક્કી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી

Panchmeva chikki - પંચમેવા ચીક્કી

Panchmeva chikki banavani recipe

આ ચિક્કી ને તમે એક વખત બનાવી વ્રત ઉપવાસ તેમજ એમજ પણપંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. આજ આપણે આ ચિક્કી ને ખાંડ માંથી બનાવતાશીખીશું. તો ચાલો આપણે Panchmeva chikki – પંચમેવા ચીક્કી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ સીંગદાણા
  • ¼ કપ કાજુ
  • ¼ કપ બદામ
  • 3- 4 ચમચી પિસ્તા
  • ½ કપ સૂકા નારિયળ ની નાની નાની સ્લાઈસ
  • 1- 2 ચમચી ઘી
  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી

Instructions

Panchmeva chikki banavani recipe

  • પંચમેવા ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા લઈ મિડીયમ તાપે હલાવતા રહી શેકી. સીંગદાણા બરોબર શેકાઈ ને ફોતરા અલગ થવા લાગે એટલે એક થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો. હવે એજ ગરમ કડાઈ માં એક બે ચમચી ઘી નાખી એમાં કાજુ નાખી કાજુ ને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી એક બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક થાળી માં અડધી ચમચી ઘી લગાવી એક બાજુ મૂકો.
  • હવે એજ ઘી માં બદામ નાખી બદામ ને પણ શેકી કાજુ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા નાખી એને પણ શેકી કાજુ બદામ સાથે કાઢી લ્યો. ત્યાર બાદ નારિયળ ન કટકા નાખી એને થોડા શેકી બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી સામગ્રી ને બરોબર શેકી લેવી. ત્યાર બાદ શેકેલ સીંગદાણા ને હાથ થી મસળી ફોતરા અલગ કરી સાફ કરી લ્યો. હવે બધી શેકેલ સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં પાતળું ફેલાવી લ્યો. આમ બે ત્રણ થાળી માં ઘી લગાવી શેકેલ સામગ્રી ને ફેલાવી એક બાજુ મૂકો.
  • હવે આજે ઘી વાળી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ચાર મિનિટ પછી એક બે ટીપાં વાટકા મૂકી થોડા ઠંડા થાય તો દબાવી ચેક કરો જો તૂટી જાય તો ચાસણી થઈ ગઈ છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને ફરી ચેક કરી લ્યો. ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો.
  • તૈયાર ચાસણી ને ચમચાથી ઝડપથી ડ્રાયફ્રૂટ વાળી થાળી માં બે ત્રણ ચમચા નાખો આમ બધી થાળી માં તૈયાર ચાસણી નાખી બધી થાળી ને એકાદ વાર થપથપાવી લ્યો અને સેટ થવા દયો. ચિક્કી એકાદ કલાક માં સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી હાથ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પંચમેવા ચીક્કી.

Notes

  • ચાસણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જો પાક કાચો રહી જશે તો ચિક્કી દાંત માં ચોંટશે અને જો પાક આકરો થઈ જશે તો ચિક્કી નો સ્વાદ બગાડી દેશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Suran na French Fries banavani recipe | સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રેસીપી

અત્યાર સુંધી આપણે બટાકા માંથી , કેળા માંથી અને શક્કરિયા માંથી ફ્રેંચ ફ્રાઈસ બનાવી છે આજ આપણે સૂરણ માંથી બનાવશું. જે તમે વ્રત ઉપવાસ માં ખાઈ શકો છો. તો ચાલો Suran na French Fries – સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સૂરણ 1 કિલો
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ફરાળી મીઠું જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Suran na French Fries banavani recipe

સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ સૂરણ ને થોડી વાર પાણી ભરેલા વાસણમાં નાખી રહેવા દયો ત્યાર બાદ ઘસી ને બરોબર સાફ કરી બે પાણીથી ધોઈ લ્યો જેથી એના પર ચોટેલી માટી બરોબર નીકળી જાય ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઈ લ્યો અને કોરું કરી લ્યો.

હવે ચાકુથી થોડી જાડી રહે એ રીતે લાંબી લાંબી આંગળી જેવી કાપી કટકા કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી ફરાળી મીઠું છાંટી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરીથી મિક્સ કરી પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો.

હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂરણ ના કટકા નાખો અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ત્રણ મિનિટ પછી ચારણીમાં કાઢી ઠંડી થવા દયો.

કટકા ને સાફ કપડા માં કાઢી વધારાનું પાણી સૂકવી ઠંડી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કટકા નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા કટકા ને તરી લ્યો અને તારેલ કટકા પર તમારી પસંદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે સૂરણ ફ્રેંચ ફ્રાઈસ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Suran na French Fries - સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ

Suran na French Fries banavani recipe

અત્યાર સુંધી આપણે બટાકા માંથી , કેળા માંથી અને શક્કરિયા માંથી ફ્રેંચ ફ્રાઈસ બનાવી છે આજ આપણે સૂરણ માંથીબનાવશું. જે તમે વ્રત ઉપવાસ માં ખાઈ શકો છો. તો ચાલો Suranna French Fries – સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કિલો સૂરણ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ફરાળી મીઠું જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Suran na French Fries banavani recipe

  • સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ સૂરણ ને થોડી વાર પાણી ભરેલા વાસણમાં નાખી રહેવા દયો ત્યાર બાદ ઘસી ને બરોબર સાફ કરી બે પાણીથી ધોઈ લ્યો જેથી એના પર ચોટેલી માટી બરોબર નીકળી જાય ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઈ લ્યો અને કોરું કરી લ્યો.
  • હવે ચાકુથી થોડી જાડી રહે એ રીતે લાંબી લાંબી આંગળી જેવી કાપી કટકા કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી ફરાળી મીઠું છાંટી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરીથી મિક્સ કરી પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો.
  • હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂરણ ના કટકા નાખો અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ત્રણ મિનિટ પછી ચારણીમાં કાઢી ઠંડી થવા દયો.
  • કટકા ને સાફ કપડા માં કાઢી વધારાનું પાણી સૂકવી ઠંડી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કટકા નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા કટકા ને તરી લ્યો અને તારેલ કટકા પર તમારી પસંદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે સૂરણ ફ્રેંચ ફ્રાઈસ.

Notes

  • મીઠા ની માત્ર વધારે ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવી.
  • કટકા ની સાઇઝ એક સરખી કાપવી જેથી કોઈ વધારે કે કોઈ ઓછું ન ચડે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Rajkot ni famous chatni banavani rit | રાજકોટ ની ફેમસ ચટણી

આ ચટણી ખૂબ જ પ્રખ્યાત છે ને રાજકોટ જતા દરેક વ્યક્તિ એક વખત ઘરે લઈ જ જતા હોય છે અને જે એક વખત લઈ જાય એ બીજી વખત ચોક્કસ મંગાવતા હોય છે. ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતી આ ચટણી એક વખત ઘરે બનાવી જ શકાય તો ચાલો Rajkot ni famous chatni – રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • તીખા લીલા મરચા સુધારેલા 1 કપ
  • પીસેલા સીંગદાણા પાઉડર 1 કપ
  • લીંબુનો રસ 1- 2 ચમચી
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Rajkot ni famous chatni banavani rit

રાજકોટ ની ફેમસ ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણ ને પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા ધોઈ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને ત્યાર બાદ દાડી અલગ કરી નાના કટકા કરી લ્યો આમ બધી તૈયાર કરી લ્યો.

હવે મિક્સર જાર માં લીલા મરચા નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં આદુ ના કટકા કરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત પીસી લ્યો,

 ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા અને લીંબુનો રસ અને જરૂર મુજબ લીંબુના ફૂલ અને હળદર  નાખી ફરી એક વખત પીસી લ્યો અને તૈયાર ચટણી ને જાર માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી.

Rajkot lili chatni recipe notes

  • અહીં તમે તાજી તાજી જ ચટણી ખાવા ન હો તો લીંબુના ફૂલ નહીં નાખો તો પણ ચાલશે. લીંબુની માત્રા એ મુજબ વધુ ઓછી કરવું.
  • ચટણી માં તમે મજા લેતી વખતે પાણી અથવા દહીં નાખી ને પાતળી કરી ને પણ ખાઈ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત

Rajkot ni famous chatni - રાજકોટ ની ફેમસ ચટણી

Rajkot ni famous chatni banavani rit

આ ચટણી ખૂબ જ પ્રખ્યાત છે ને રાજકોટ જતા દરેક વ્યક્તિએક વખત ઘરે લઈ જ જતા હોય છે અને જે એક વખત લઈ જાય એ બીજી વખત ચોક્કસ મંગાવતા હોય છે. ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતી આ ચટણી એક વખત ઘરે બનાવી જ શકાય તો ચાલો Rajkot ni famous chatni – રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ તીખા લીલા મરચા સુધારેલા
  • 1 કપ પીસેલા સીંગદાણા પાઉડર
  • 1- 2 ચમચી લીંબુનો રસ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Rajkot ni famous chatni banavani rit

  • રાજકોટ ની ફેમસ ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણ ને પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા ધોઈ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને ત્યાર બાદ દાડી અલગ કરી નાના કટકા કરી લ્યો આમ બધી તૈયાર કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં લીલા મરચા નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં આદુ ના કટકા કરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત પીસી લ્યો,
  • ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા અને લીંબુનો રસ અને જરૂર મુજબ લીંબુના ફૂલ અને હળદર નાખી ફરી એક વખત પીસી લ્યો અને તૈયાર ચટણી ને જાર માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી.

Notes

  • અહીં તમે તાજી તાજી જ ચટણી ખાવા ન હો તો લીંબુના ફૂલ નહીં નાખો તો પણ ચાલશે. લીંબુની માત્રા એ મુજબ વધુ ઓછી કરવું.
  • ચટણી માં તમે મજા લેતી વખતે પાણી અથવા દહીં નાખી ને પાતળી કરી ને પણ ખાઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Donuts banavani rit | ડોનટ બનાવવાની રીત

ડોનટ આજ કાલ બધા નાના મોટા ને પસંદ આવતા હોય છે પણ બજાર માં ખૂબ મોંઘા મળતા હોવાથી ઓછા લોકો લેતા હોય છે તો આજ આપણે આ મોંઘા ડોનટ ને ઘરે ખૂબ સરળ અને સસ્તા માં બનાવતા શીખીશું. તો ચાલો Donuts – ડોનટ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • નવશેકું દૂધ 1 કપ
  • ખાંડ 1 ચમચી
  • એક્ટિવ યીસ્ટ 2 ચમચી
  • પીસેલી ખાંડ જરૂર મુજબ
  • મેંદા નો લોટ 3 કપ
  • મીઠું 1 ચમચી
  • માખણ / તેલ 3 – 4 ચમચી
  • તરવા માટે તેલ

Donuts banavani rit

ડોનટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ બે ત્રણ ચમચી નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક્ટિવ યીસ્ટ વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી દૂધ નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાર બાદ તેલ અથવા માખણ નાખી ને ફરી પાંચ મિનિટ મસળી લ્યો. લોટ બરોબર મસળી લીધા બાદ એક મોટા વાસણમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ એક બે કલાક મૂકી દયો.

બે કલાક પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એના એક સરખા આઠ દસ કટકા કરી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો એને બરોબર મસળી ગોળ બનાવો ત્યાર બાદ થોડો હથેળી થી થોડો દબાવી ચપટો કરી વચ્ચે બોટલ ના ઢાંકણ થી કાણું કરી લઈ તૈયાર લુવા ને બટર પેપર માં મૂકો. આમ બધા જ લુવા ને મસળી ગોળ કરી વચ્ચે કાણું કરી બટર પેપર પર મૂકી પ્લેટ માં મૂકો.

તૈયાર લુવા ને ફરી ઢાંકી અડધા કલાક માટે એમજ રહેવા દઈ ફુલવા દયો. અડધા કલાક પછે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એક એક લવને હલકા હાથે તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલ ડોનટ ને ચારણી માં મૂકી ઠંડા થવા દયો. આમ બધા જ ડોનટ ને ગોલ્ડન તરી તૈયાર કરી લ્યો અને ઠંડા કરી પીસેલી ખાંડ માં બોળી મજા લ્યો. તો તૈયાર છે ડોનટ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ડોનટ બનાવવાની રીત

Donuts - ડોનટ

Donuts banavani rit

ડોનટ આજ કાલ બધા નાના મોટા ને પસંદ આવતા હોય છે પણ બજારમાં ખૂબ મોંઘા મળતા હોવાથી ઓછા લોકો લેતા હોય છે તો આજ આપણે આ મોંઘા ડોનટ ને ઘરે ખૂબ સરળ અને સસ્તા માં બનાવતા શીખીશું. તો ચાલો Donuts – ડોનટ બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
fermentation time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 1 કપ નવશેકું દૂધ
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી એક્ટિવ યીસ્ટ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ
  • 3 કપ મેંદા નો લોટ
  • 1 ચમચી મીઠું
  • 3-4 ચમચી માખણ / તેલ
  • તરવા માટે તેલ

Instructions

Donuts banavani rit

  • ડોનટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ બે ત્રણ ચમચી નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક્ટિવ યીસ્ટ વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી દૂધ નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાર બાદ તેલ અથવા માખણ નાખી ને ફરી પાંચ મિનિટ મસળી લ્યો. લોટ બરોબર મસળી લીધા બાદ એક મોટા વાસણમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ એક બે કલાક મૂકી દયો.
  • બે કલાક પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એના એક સરખા આઠ દસ કટકા કરી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો એને બરોબર મસળી ગોળ બનાવો ત્યાર બાદ થોડો હથેળી થી થોડો દબાવી ચપટો કરી વચ્ચે બોટલ ના ઢાંકણ થી કાણું કરી લઈ તૈયાર લુવા ને બટર પેપર માં મૂકો. આમ બધા જ લુવા ને મસળી ગોળ કરી વચ્ચે કાણું કરી બટર પેપર પર મૂકી પ્લેટ માં મૂકો.
  • તૈયાર લુવા ને ફરી ઢાંકી અડધા કલાક માટે એમજ રહેવા દઈ ફુલવા દયો. અડધા કલાક પછે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એક એક લવને હલકા હાથે તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલ ડોનટ ને ચારણી માં મૂકી ઠંડા થવા દયો. આમ બધા જ ડોનટ ને ગોલ્ડન તરી તૈયાર કરી લ્યો અને ઠંડા કરી પીસેલી ખાંડ માં બોળી મજા લ્યો. તો તૈયાર છે ડોનટ.

Notes

  • તૈયાર ડોનટ ને તમે ચોકલેટ, ચાસણી વગરે માં અડધું ડીપ કરી ઉપર સ્પ્રીકલ છાંટી ને પણ મજા લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Ganthiya bhaji nu shaak banavani rit | ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત

કાઠિયાવાડી શાક રોટલી , રોટલા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને આ શાક તમને સૌરાષ્ટ માં ઢાબા કે હોટલ માં મંગાવી ને મજા લેતા હોઈએ છીએ પણ હવે આપણે ઘરે બનાવી મજા લેશું. તો ચાલો Ganthiya bhaji nu shaak – ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ચંપાકલી ગાંઠિયા 150 ગ્રામ
  • તેલ 2- 3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ઝીણા સમારેલા ટામેટા 2- 3
  • આદુ, મરચા અને લસણ ની પેસ્ટ 1 ચમચી છાસ 2 ગ્લાસ

Ganthiya bhaji nu shaak banavani rit

ગાંઠિયા ભાજી નું શાક બનાવવા મિક્સર જાર માં ત્રણ ચાર ચમચી ગાંઠીયા નાખો સાથે અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.

રાઈ જીરું તતડી જાય એટલે સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો. લસણ આદુ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો.

ટમેટા બરોબર ચળી જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં છાસ નાખો અને હલાવી લ્યો ત્યાર બાદ જ્યાં સુંધી બરોબર ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. ગ્રેવી ઉકાળવા લાગે એટલે એમાં ગાંઠિયા અને ગરમ મસાલો નાખી ગેસ બંધ ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ગાંઠિયા ભાજી નું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત

Ganthiya bhaji nu shaak - ગાંઠિયા ભાજી નું શાક

Ganthiya bhaji nu shaak banavani rit

કાઠિયાવાડી શાક રોટલી , રોટલા સાથે ખૂબટેસ્ટી લાગે છે અને આ શાક તમને સૌરાષ્ટ માં ઢાબા કે હોટલ માં મંગાવી ને મજા લેતા હોઈએછીએ પણ હવે આપણે ઘરે બનાવી મજા લેશું. તો ચાલો Ganthiya bhaji nu shaak – ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

  • 150 ગ્રામ ચંપાકલી ગાંઠિયા
  • 2- 3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ
  • 2 ગ્લાસ છાસ

Instructions

Ganthiya bhaji nu shaak banavani rit

  • ગાંઠિયા ભાજી નું શાક બનાવવા મિક્સર જાર માં ત્રણ ચાર ચમચી ગાંઠીયા નાખો સાથે અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.
  • રાઈ જીરું તતડી જાય એટલે સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો. લસણ આદુ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો.
  • ટમેટા બરોબર ચળી જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં છાસ નાખો અને હલાવી લ્યો ત્યાર બાદ જ્યાં સુંધી બરોબર ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. ગ્રેવી ઉકાળવા લાગે એટલે એમાં ગાંઠિયા અને ગરમ મસાલો નાખી ગેસ બંધ ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ગાંઠિયા ભાજી નું શાક.

Notes

  1. ગાંઠિયા તમે ભાવનગરી કે ચંપાકલી વાપરી શકો છો.
  2. ગાંઠિયા તમે શાક સર્વ કરતી વખતે પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Karamda ni chatni banavani recipe | કરમદા ની ચટણી બનાવવાની રેસીપી

આજે આપણે Karamda ni chatni – કરમદા ની ચટણી બનાવવાની રીત શીખીશું. આ ચટણી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે. જે ખાટી મીઠી અને તીખી લાગતી આ ચટણી ને તમે રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો કરમદા ની ચટણી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • કરમદા 300 ગ્રામ
  • ખાંડ 2 કપ
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

Karamda ni chatni banavani recipe

કરમદા ની ચટણી બનાવવા કરમદા ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ કાઢી ચાકુથી બે ભાગ માં કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી લ્યો. આમ બધા બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં કાપી રાખેલ કરમદા નાખો.

કરમદા ને પાણી માં પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ ચારણીમાં કાઢી બધું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી નાખી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં બાફી રાખેલ કરમદા નાખો.

ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે એમાં સંચળ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાસણી અડધા તાર જેવી બરોબર તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે સાફ કાચ ની બરણી માં ભરી લો અને મજા લ્યો. તો તૈયાર છે કરમદા ની ચટણી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કરમદા ની ચટણી બનાવવાની રેસીપી

Karamda ni chatni - કરમદા ની ચટણી

Karamda ni chatni banavani recipe

આ ચટણી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે.જે ખાટી મીઠી અને તીખી લાગતી આ ચટણી ને તમે રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Karamda ni chatni – કરમદા ની ચટણી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 250 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 300 ગ્રામ કરમદા
  • 2 કપ ખાંડ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions

Karamda ni chatni banavani recipe

  • કરમદા ની ચટણી બનાવવા કરમદા ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ કાઢી ચાકુથી બે ભાગ માં કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી લ્યો. આમ બધા બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં કાપી રાખેલ કરમદા નાખો.
  • કરમદા ને પાણી માં પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ ચારણીમાં કાઢી બધું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી નાખી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં બાફી રાખેલ કરમદા નાખો.
  • ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે એમાં સંચળ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાસણી અડધા તાર જેવી બરોબર તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે સાફ કાચ ની બરણી માં ભરી લો અને મજા લ્યો. તો તૈયાર છે કરમદા ની ચટણી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

singdana na farali ladoo banavani recipe | સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રેસીપી

શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે અને ભારત ના ઘણા વિસ્તાર માં ચાલુ પણ થઈ ગયો છે ત્યારે મહિના ના એકટાણા કે ઉપવાસ કરતા હોય એમના માટે નાની ભૂખ ને સંતોષવા માટે આજ આપણે ફરાળી લાડુ બનાવશું જે ખાઈ ઉપર દૂધ કે પાણી પી પેટ ભરી શકો છો. આ લાડુ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી તો છે જ. તો ચાલો singdana na farali ladoo – સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સીંગદાણા 250 ગ્રામ
  • શિંગોડા નો લોટ 4- 5 ચમચી
  • ઘી 3- 4 ચમચી
  • કાજુ 5- 7
  • બદામ 8- 10
  • પિસ્તા 5- 7
  • અખરોટ ના કટકા 2- 4
  • સૂઠ પાઉડર 2 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • પીસેલી ખાંડ 125 ગ્રામ

singdana na farali ladoo banavani recipe

સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ માં નાખી ગેસ પર મૂકી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી એના ફોતરા અલગ કરી લ્યો.

હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર નાખી પ્લસ મોડ માં ફેરવી ને સીંગદાણા નો ઝીણો ભૂકો બનાવી લ્યો. પીસેલા સીંગદાણા નો ભૂકો બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં અખરોટ, કાજુ, બદામ, પિસ્તા નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને તૈયાર પાઉડર ને સીંગદાણા ના ભૂકા માં નાખો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં શિંગોડા નો લોટ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ લોટ ને સીંગદાણા ના ભૂકા માં નાખો સાથે એલચી પાઉડર  અને સૂંઠ પાઉડર નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી સાકર નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એક સાઇઝ ના લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે સીંગદાણા ના ફરાળી લાડુ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રેસીપી

singdana na farali ladoo - સીંગદાણા ના ફરાળી લાડુ

singdana na farali ladoo banavani recipe

શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે અને ભારત ના ઘણા વિસ્તાર માંચાલુ પણ થઈ ગયો છે ત્યારે મહિના ના એકટાણા કે ઉપવાસ કરતા હોય એમના માટે નાની ભૂખ નેસંતોષવા માટે આજ આપણે ફરાળી લાડુ બનાવશું જે ખાઈ ઉપર દૂધ કે પાણી પી પેટ ભરી શકો છો. આ લાડુ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી તો છે જ. તો ચાલો singdana na farali ladoo – સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 250 ગ્રામ સીંગદાણા
  • 4- 5 ચમચી શિંગોડા નો લોટ
  • 3- 4 ચમચી ઘી
  • 5- 7 કાજુ
  • 8- 10 બદામ
  • 5- 7 પિસ્તા
  • 2- 4 અખરોટ ના કટકા
  • 2 ચમચી સૂઠ પાઉડર
  • ½ ચમચી એલચી પાઉડર
  • 125 ગ્રામ પીસેલી ખાંડ

Instructions

singdana na farali ladoo banavani recipe

  • સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ માં નાખી ગેસ પર મૂકી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી એના ફોતરા અલગ કરી લ્યો.
  • હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર નાખી પ્લસ મોડ માં ફેરવી ને સીંગદાણા નો ઝીણો ભૂકો બનાવી લ્યો. પીસેલા સીંગદાણા નો ભૂકો બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં અખરોટ, કાજુ, બદામ, પિસ્તા નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને તૈયાર પાઉડર ને સીંગદાણા ના ભૂકા માં નાખો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં શિંગોડા નો લોટ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ લોટ ને સીંગદાણા ના ભૂકા માં નાખો સાથે એલચી પાઉડર અને સૂંઠ પાઉડર નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી સાકર નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એક સાઇઝ ના લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે સીંગદાણા ના ફરાળી લાડુ.

Notes

  • સાકર ની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો.
  • જો લાડવા બનાવતા ટૂટી જતા હોય તો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી મિક્સ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી