Home Blog Page 4

Juvar na lot na muthiya | જુવાર ના લોટ ના મુઠીયા

નમસ્તે મિત્રો આજે આપણે Juvar na lot na muthiya – જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત શીખીશું. હેલ્થી ની સાથે ટેસ્ટી અને અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી એવા મુઠીયા આજ આપણે બનાવશું. તો ચાલો ટેસ્ટી મુઠીયા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • જુવાર નો લોટ 1 કપ
  • બેસન ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1- 2 ચમચી
  • અજમો ¼ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • દહીં ⅓ કપ
  • છીણેલી દૂધી 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 5- 7 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3- 4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • રાઇ ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 10

Juvar na lot na muthiya banavani rit

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ કથરોટ માં જુવાર ના લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ, અજમો હાથ થી મસળી ને નાખો સાથે હિંગ અને દહીં સાથે છીણેલી દૂધી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ચારણીમાં થોડું તેલ લગાવી બાંધેલા લોટ ના નાના નાના રોલ બનાવી મૂકો. ચારણી ને કડાઈમાં મૂકો અને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અને વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો અને તૈયાર મુઠીયા ને ઠંડા થવા દયો.

ઠંડા થયેલા મુઠીયા ને ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના લોટ માંથી મુઠીયા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત

Juvar na lot na muthiya - જુવાર ના લોટ ના મુઠીયા

Juvar na lot na muthiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Juvar na lot na muthiya – જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત શીખીશું. હેલ્થી નીસાથે ટેસ્ટી અને અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી એવા મુઠીયા આજ આપણે બનાવશું. તો ચાલો ટેસ્ટીમુઠીયા બનાવવાની રીત શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી
  • 1 કથરોટ

Ingredients

  • 1 કપ જુવાર નો લોટ
  • ¼ કપ બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ¼ ચમચી અજમો
  • ચમચી હિંગ
  • કપ દહીં
  • 1 કપ છીણેલી દૂધી
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી બેકિંગ સોડા

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી રાઇ
  • 2 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડા ના પાંદ

Instructions

Juvar na lot na muthiya banavani rit

  • જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ કથરોટ માં જુવાર ના લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ, અજમો હાથ થી મસળી ને નાખો સાથે હિંગ અને દહીં સાથે છીણેલી દૂધી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ચારણીમાં થોડું તેલ લગાવી બાંધેલા લોટ ના નાના નાના રોલ બનાવી મૂકો. ચારણી ને કડાઈમાં મૂકો અને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અને વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો અને તૈયાર મુઠીયા ને ઠંડા થવા દયો.
  • ઠંડા થયેલા મુઠીયા ને ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના લોટ માંથી મુઠીયા.

Notes

  • મુઠીયા માં જો દહીં ન નાખવું હોય તો ખટાસ માટે લીંબુ નો રસ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Lili methi kela nu shaak banavani recipe | લીલી મેથી કેળા નું શાક

ગુજરાતીઓ નું આ શાક ખાટું, મીઠું, તીખું દરેક ગુજરાતી ને પસંદ આવતું શાક હતું પરંતુ ઘણા લોકો આ શાક ને ભૂલી ગયા છે તો આજ આપણે ફરી વાર આપણી જૂની પુરાણી વાનગી ની સ્વાદ યાદ અપાવીએ. આ Lili methi kela nu shaak – લીલી મેથી કેળા નું શાક તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવશો અને જો તમને એમ લાગે કે શાક કેવું લાગશે તો એક વખત ચોક્કસ બનાવો.

Ingredients

  • પાકેલા કેળા 2- 3
  • લીલી મેથી 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1- 2
  • તેલ 1- 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Lili methi kela nu shaak banavani recipe

લીલી મેથી કેળા નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ પાણી થી ધોઈ ને ચારણીમાં નિતારી લ્યો. ત્યાર બાદ પાકેલા કેળા ને છોલી સાફ ગોળ ગોળ કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો.

ત્યાર બાદ એમાં મેથી અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. મેથી ચડી જાય એટલે એમાં સુધારેલ પાકા કેળા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કેળા લીલી મેથી નું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલી મેથી કેળા નું શાક બનાવવાની રેસીપી

Lili methi kela nu shaak - લીલી મેથી કેળા નું શાક

Lili methi kela nu shaak banavani recipe

ગુજરાતીઓ નું આ શાક ખાટું, મીઠું, તીખું દરેકગુજરાતી ને પસંદ આવતું શાક હતું પરંતુ ઘણા લોકો આ શાક ને ભૂલી ગયા છે તો આજ આપણે ફરીવાર આપણી જૂની પુરાણી વાનગી ની સ્વાદ યાદ અપાવીએ. આ Lili methi kela nu shaak – લીલી મેથી કેળા નું શાક તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવશો અને જો તમને એમ લાગે કેશાક કેવું લાગશે તો એક વખત ચોક્કસ બનાવો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2- 3 પાકેલા કેળા
  • 1 કપ લીલી મેથી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Lili methi kela nu shaak banavani recipe

  • લીલી મેથી કેળા નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ પાણી થી ધોઈ ને ચારણીમાં નિતારી લ્યો. ત્યાર બાદ પાકેલા કેળા ને છોલી સાફ ગોળ ગોળ કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો.
  • ત્યાર બાદ એમાં મેથી અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. મેથી ચડી જાય એટલે એમાં સુધારેલ પાકા કેળા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કેળા લીલી મેથી નું શાક.

Notes

  • અહીં તમે લાલ મરચા ની જગ્યાએ લીલા મરચા નો ઉપયોગ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Chhas vara aloo nu shaak banavani rit | છાસ વાળા આલુ નું શાક

ઘણા લોકો આ શાક ને મઠા વાળા આલુ તરીકે પણ ઓળખે છે. આ શાક જેટલું સિમ્પલ છે એટલું જ સ્વાદિસ્ટ પણ લાગે છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ઘર માંથી પણ વારંવાર બનાવવા કહેશે. તો ચાલો Chhas vara aloo nu shaak – છાસ વાળા આલુ નું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાફેલા બટાકા 4- 5
  • થોડી ઘટ્ટ ⁠⁠છાશ 750 મિલી લિટર
  • આદુની કતરણ 2 ઇંચ
  • ઝીણા સમારેલા લીલા મરચા 2- 3
  • જીરું 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હીંગ ⅛ ચમચી
  • સૂકા લાલ મરચા 2- 3
  • સ્વાદ મુજબ મીઠું
  • સંચળ ½  ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર પાઉડર ½ ચમચી
  • શેકેલું જીરું પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ઘી/ તેલ 4- 5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ગરમ પાણી 1 કપ

Chhas vara aloo nu shaak banavani rit

છાસ વાળા આલુ નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બાફેલા બટાકા ની છાલ ઉતારી હાથ થી મેસ કરી નાખો. મેસ કરેલા બટાકા ને ગરમ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજા વાટકા માં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ લીલા મરચાં સુધારેલ અને આદુ નાખી શેકો. આદુ શેકાઈ જાય એટલે એમાં પલાડી રાખેલ મસાલા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

મસાલા શેકાઈ ને તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી માં મેસ કરેલા બટાકા ને પાણી સાથે નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. બટાકા ને સાત મિનિટ ચડાવી લીધા બાદ ગેસ ધીમો કરી અથવા બંધ કરી એમાં ઘાટી છાસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ( જો ગેસ બંધ કરેલ હોય તો હવે ચાલુ કરી નાખવો ) જ્યાં સુંધી ઉકાળવા ન લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.

ગ્રેવી ઉકાળવા લાગે એટલે ફરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં સંચળ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પૂરી, રોટલી, પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે છાસ વાળા આલુનું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

છાસ વાળા આલુ નું શાક બનાવવાની રીત

Chhas vara aloo nu shaak - છાસ વાળા આલુ નું શાક

Chhas vara aloo nu shaak banavani rit

ઘણા લોકો આ શાક ને મઠા વાળા આલુ તરીકે પણ ઓળખે છે. આ શાક જેટલું સિમ્પલ છે એટલું જ સ્વાદિસ્ટ પણ લાગે છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ઘર માંથી પણ વારંવાર બનાવવા કહેશે. તો ચાલો Chhas vara aloo nu shaak – છાસ વાળા આલુ નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કૂકર

Ingredients

  • 4- 5 બાફેલા બટાકા
  • 750 મિલી લિટર થોડી ઘટ્ટ ⁠⁠છાશ
  • 2 ઇંચ આદુની કતરણ
  • 2-3 ઝીણા સમારેલા લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી રાઈ
  • ચમચી હીંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર પાઉડર ½
  • ½ ચમચી શેકેલું જીરું પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 4- 5 ચમચી ઘી/ તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 કપ ગરમ પાણી

Instructions

Chhas vara aloo nu shaak banavani rit

  • છાસ વાળા આલુ નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બાફેલા બટાકા ની છાલ ઉતારી હાથ થી મેસ કરી નાખો. મેસ કરેલા બટાકા ને ગરમ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજા વાટકા માં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ લીલા મરચાં સુધારેલ અને આદુ નાખી શેકો. આદુ શેકાઈ જાય એટલે એમાં પલાડી રાખેલ મસાલા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મસાલા શેકાઈ ને તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી માં મેસ કરેલા બટાકા ને પાણી સાથે નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. બટાકા ને સાત મિનિટ ચડાવી લીધા બાદ ગેસ ધીમો કરી અથવા બંધ કરી એમાં ઘાટી છાસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ( જો ગેસ બંધ કરેલ હોય તો હવે ચાલુ કરી નાખવો ) જ્યાં સુંધી ઉકાળવા ન લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
  • ગ્રેવી ઉકાળવા લાગે એટલે ફરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં સંચળ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પૂરી, રોટલી, પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે છાસ વાળા આલુનું શાક.

Notes

  • અહીં તમે દહીં / છાસ ની માત્રા તમને જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ મુજબ નાખવાની રહશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Mexican Basket Chaat | મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રેસીપી

તમે લગ્ન પ્રસંગ માં ઘણી વખત આ ચાર્ટ નો સ્વાદ માણ્યો હશે. અને બહાર પણ ઘણી વખત તમે ચાર્ટ માં ઓર્ડર કરેલ હશે પણ ઘરે થોડી મહેનત કરી બહાર કરતા પણ વધુ સ્વાદિસ્ટ ચાર્ટ તમે ઘરે બનાવી શકો છો. તો ચાલો Mexican Basket Chaat – મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રીત શીખીએ.

બાસ્કેટ બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½ કપ
  • મકાઈ નો લોટ ¼ કપ
  • બેસન 1- 2 ચમચી
  • તેલ 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • ઘી 1 ચમચી
  • નવશેકું પાણી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું

મેક્સીકન મસાલો બનાવવા માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

સાલસા બનાવવા માટેની સામગ્રી

  • ઝીણા સમારેલા ટામેટા 2
  • બાફેલી મકાઈ ના દાણા 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ 1 ઇંચ છીણેલ
  • ઝીણા સમારેલા લીલા મરચા 1- 2
  • ઝીણા સમારેલા કેપ્સિકમ 1/2
  • બાફેલા રાજમા 1 કપ
  • ઝીણી સુધારેલ લીલા ધાણા 4-5 ચમચી
  • લસણ  4- 5 કણી
  • ખાંડ 1 ચમચી
  • ટામેટા કેચઅપ ¼ કપ
  • મેક્સીકન મસાલો 2 ચમચી
  • ચીઝ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ

Mexican Basket Chaat banavani recipe

મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા નો લોટ, બેસન અને મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો, અજમો, ઘી અને તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.

વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ નાના નાના લુવા બનાવી લ્યો. અને એક લુવા ને સાવ પાતળી પૂરી જેમ વણી લઈ કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને નાની વાટકી કે ચાર્ટ કટોરી પર મૂકી બરોબર દબાવી દેવી આમ એક સાથે પાંચ સાત કટોરી તૈયાર કરી લ્યો. અને પ્લેટ કે કાણા વાળી થાળી માં મૂકો.

હવે ગેસ પર કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે એમાં પ્લેટ માં મૂકેલ કટોરી મૂકી દસ મિનિટ બેક કરી લ્યો. દસ મિનિટ માં કટોરી બેક થઈ જશે એટલે પ્લેટ બહાર કાઢી ને ઠંડી થવા દેવી ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી પૂરી માંથી કટોરી બનાવી બેક કરી તૈયાર કરી લ્યો.

મેક્સીકન મસાલો બનાવવાની રીત

એક વાટકા માં લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, ઓરેગાનો. સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મેક્સીકન મસાલો.

સાલસા સલાડ બનાવવાની રીત

એક મોટી તપેલી માં ઝીણા સમારેલા ટામેટા, બાફેલી મકાઈ ના દાણા,ઝીણી સુધારેલી ડુંગળી, આદુ , ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણા સમારેલા કેપ્સિકમ, બાફેલા રાજમા, ઝીણી સુધારેલ લીલા ધાણા, લસણ ઝીણી સુધારેલી, ખાંડ, ટામેટા કેચઅપ, મેક્સીકન મસાલો બે ત્રણ ચમચી, મીઠું સ્વાદ મુજબ અને જરૂર મુજબ ચીઝ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો.

મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રીત

સૌથી પહેલા તૈયાર કરેલ બાસ્કેટ લ્યો એમાં તૈયાર કરેલ સાલસા સલાડ ની એક થી બે ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેક્સીકન મસાલો છાંટો ત્યાર બાદ એના પર થોડું પ્રોસેસ ચીઝ છીણી નાખી ફરી મેક્સીકન મસાલો છાંટી ચાર્ટ તૈયાર કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી ચાર્ટ કટોરી તૈયાર કરતા જાઓ અને મજા લેતા જાઓ. તો તૈયાર છે મેક્સીકન બાસ્કેટ ચાર્ટ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રેસીપી

Mexican Basket Chaat - મેક્સીકન બાસ્કેટ ચાટ

Mexican Basket Chaat banavani recipe

તમે લગ્ન પ્રસંગ માં ઘણી વખત આ ચાર્ટ નો સ્વાદ માણ્યોહશે. અને બહાર પણ ઘણી વખત તમે ચાર્ટ માં ઓર્ડર કરેલ હશે પણ ઘરે થોડી મહેનત કરી બહારકરતા પણ વધુ સ્વાદિસ્ટ ચાર્ટ તમે ઘરે બનાવી શકો છો. તો ચાલો Mexican Basket Chaat – મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

બાસ્કેટ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ મેંદા નો લોટ
  • ¼ કપ મકાઈ નો લોટ
  • 1-2 ચમચી બેસન
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી ઓરેગાનો
  • 1 ચમચી ઘી
  • ½ કપ નવશેકું પાણી
  • સ્વાદ મુજબ મીઠું

મેક્સીકન મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ઓરેગાનો
  • સ્વાદ મુજબ મીઠું

સાલસા બનાવવા માટેની સામગ્રી

  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • 1 કપ બાફેલી મકાઈ ના દાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઇંચ આદુ છીણેલ
  • 1-2 ઝીણા સમારેલા લીલા મરચા
  • ½ ઝીણા સમારેલા કેપ્સિકમ
  • 1 કપ બાફેલા રાજમા
  • 4-5 ચમચી ઝીણી સુધારેલ લીલા ધાણા
  • 4-5 કણી લસણ
  • 1 ચમચી ખાંડ
  • ¼ કપ ટામેટા કેચઅપ
  • 2 ચમચી મેક્સીકન મસાલો
  • ચીઝ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mexican Basket Chaat banavani recipe

  • મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા નો લોટ, બેસન અને મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો, અજમો, ઘી અને તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
  • વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ નાના નાના લુવા બનાવી લ્યો. અને એક લુવા ને સાવ પાતળી પૂરી જેમ વણી લઈ કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને નાની વાટકી કે ચાર્ટ કટોરી પર મૂકી બરોબર દબાવી દેવી આમ એક સાથે પાંચ સાત કટોરી તૈયાર કરી લ્યો. અને પ્લેટ કે કાણા વાળી થાળી માં મૂકો.
  • હવે ગેસ પર કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે એમાં પ્લેટ માં મૂકેલ કટોરી મૂકી દસ મિનિટ બેક કરી લ્યો. દસ મિનિટ માં કટોરી બેક થઈ જશે એટલે પ્લેટ બહાર કાઢી ને ઠંડી થવા દેવી ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી પૂરી માંથી કટોરી બનાવી બેક કરી તૈયાર કરી લ્યો.

મેક્સીકન મસાલો બનાવવાની રીત

  • એક વાટકા માં લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, ઓરેગાનો. સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મેક્સીકન મસાલો.

સાલસા સલાડ બનાવવાની રીત

  • એક મોટી તપેલી માં ઝીણા સમારેલા ટામેટા, બાફેલી મકાઈ ના દાણા,ઝીણી સુધારેલી ડુંગળી, આદુ , ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણા સમારેલા કેપ્સિકમ, બાફેલા રાજમા, ઝીણી સુધારેલ લીલા ધાણા, લસણ ઝીણી સુધારેલી, ખાંડ, ટામેટા કેચઅપ, મેક્સીકન મસાલો બે ત્રણ ચમચી, મીઠું સ્વાદ મુજબ અને જરૂર મુજબ ચીઝ નાખી બધી સામગ્રી મિક્સ કરી લ્યો.

મેક્સીકન બાસ્કેટ ચાર્ટ બનાવવાની રીત

  • સૌથી પહેલા તૈયાર કરેલ બાસ્કેટ લ્યો એમાં તૈયાર કરેલ સાલસા સલાડ ની એક થી બે ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેક્સીકન મસાલો છાંટો ત્યાર બાદ એના પર થોડું પ્રોસેસ ચીઝ છીણી નાખી ફરી મેક્સીકન મસાલો છાંટી ચાર્ટ તૈયાર કરી લ્યો. આમ થોડી થોડી કરી બધી ચાર્ટ કટોરી તૈયાર કરતા જાઓ અને મજા લેતા જાઓ. તો તૈયાર છે મેક્સીકન બાસ્કેટ ચાર્ટ.

Notes

  • તમે બજાર માંથી તૈયાર કટોરી લઈ ને પણ આ ચાર્ટ બનાવી શકો છો. અથવા એકાદ દિવસ પહેલા બાસ્કેટ કટોરી બનાવી તૈયાર કરી ને પણ રાખી શકો છો.
  • તમે આ ચાર્ટ ને બે ચાર મિનિટ કડાઈ કે ઓવેન માં બેક કરી ને પણ મજા લઈ શકો છો.
  • તમે બાસ્કેટ કટોરી ને કડાઈ અથવા ઓવન માં પણ બેક કરી શકો છો.
  • કટોરી માં સ્ટફિંગ તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી માંથી તૈયાર કરેલ પણ મૂકી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Lili makai na kabab banavani rit | લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત

લીલી મકાઈ માંથી આપણે ઘણી વાનગીઓ બનાવી છે પણ આજ આપણે કબાબ બનાવશું. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને ટેસ્ટી લાગશે. જેને તમે નાની મોટી પાર્ટી, બાળકો ને ટિફિન માં પણ બનાવી ને આપી શકો છો. તો ચાલો Lili makai na kabab – લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • લીલી મકાઈ ના દાણા 1- 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ½
  • બાફેલા બટાકા 2- 3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • પૌવા ½ કપ
  • જીરું 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ચોખા નો લોટ 1- 2 ચમચી
  • બેસન 1- 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી

Lili makai na kabab banavani rit

લીલી મકાઈ ના કબાબ બનાવવા સૌપ્રથમ પૌવા ને બે ત્રણ પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો. હવે મકાઈ ના દાણા કાઢી લઈ ધોઈ લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી કોરા કરી લ્યો. મકાઈ ના દાણા કોરા થઈ જાય એટલે બે ત્રણ ચમચી મકાઈના દાણા અલગ કરી બાકી ની મકાઈ મિક્સર જાર માં નાખો સાથે અને ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી મકાઈ ને દરદરિ પીસી લ્યો. પીસેલી મકાઈ ને વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં બાકી રાખેલ મકાઈના દાણા, બાફેલા બટાકા ને છીણી વડે છીણી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, જીરું, હળદર, ગરમ મસાલો, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ પૌવા ને મેસ કરી ને મકાઈ ના મિશ્રણ માં નાખો.

બધી સામગ્રી નાખી દીધા બાદ એમાં ચોખા નો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી હાથ પર તેલ લગાવી આઈસ્ક્રીમ સ્ટીક પર લગાવી દયો . આમ બધી સ્ટીક તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ તાપે થાય એટલે એમાં તૈયાર કરેલ કબાબ નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને તરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી મકાઈ ના કબાબ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત

Lili makai na kabab - લીલી મકાઈ ના કબાબ

Lili makai na kabab banavani rit

લીલી મકાઈ માંથી આપણે ઘણી વાનગીઓ બનાવી છે પણ આજ આપણેકબાબ બનાવશું. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અનેટેસ્ટી લાગશે. જેને તમે નાની મોટી પાર્ટી, બાળકો ને ટિફિન માં પણ બનાવી ને આપી શકો છો. તો ચાલો Lili makai na kabab – લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1- 2 કપ લીલી મકાઈ ના દાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • 2-3 બાફેલા બટાકા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ કપ પૌવા
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી ચોખા નો લોટ
  • 1-2 ચમચી બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Lili makai na kabab banavani rit

  • લીલી મકાઈ ના કબાબ બનાવવા સૌપ્રથમ પૌવા ને બે ત્રણ પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો. હવે મકાઈ ના દાણા કાઢી લઈ ધોઈ લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી કોરા કરી લ્યો. મકાઈ ના દાણા કોરા થઈ જાય એટલે બે ત્રણ ચમચી મકાઈના દાણા અલગ કરી બાકી ની મકાઈ મિક્સર જાર માં નાખો સાથે અને ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી મકાઈ ને દરદરિ પીસી લ્યો. પીસેલી મકાઈ ને વાસણમાં કાઢી લ્યો.
  • હવે એમાં બાકી રાખેલ મકાઈના દાણા, બાફેલા બટાકા ને છીણી વડે છીણી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, જીરું, હળદર, ગરમ મસાલો, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ પૌવા ને મેસ કરી ને મકાઈ ના મિશ્રણ માં નાખો.
  • બધી સામગ્રી નાખી દીધા બાદ એમાં ચોખા નો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી હાથ પર તેલ લગાવી આઈસ્ક્રીમ સ્ટીક પર લગાવી દયો . આમ બધી સ્ટીક તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ તાપે થાય એટલે એમાં તૈયાર કરેલ કબાબ નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને તરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી મકાઈ ના કબાબ.

Notes

  • આ કબાબ ને તમે થોડું તેલ લગાવી એર ફાયર માં શેકી શકો છો અથવા નોન સ્ટીક તવી પર થોડું ઠેલ લગાવી ધીમા તાપે શેકી ને પણ તૈયાર કરી શકો છો.
  • તમે આરા લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ચોખા નો લોટ ન હોય તો મેંદા નો પણ ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Crispy Gawar Fali banavani recipe | ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રેસીપી

અત્યારે બજારમાં દેશી અને બીજા ગુવાર ખૂબ સારો મળે છે ત્યાર જો એક નું એક શાક કંટાળી ગયા હો તો એક વખત આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી ગુવાર ને ખીચડી, રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Crispy Gawar Fali – ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • દેશી ગુવાર 250 ગ્રામ
  • બેસન 4- 5 ચમચી
  • ચોખા નો લોટ 3- 4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • અજમો 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Crispy Gawar Fali banavani recipe

ક્રિસ્પી ગુવાર ફળી બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી અલગ કરી નાખી સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી થોડી ચડાવી લ્યો.

ગુવાર ને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ ચારણી માં કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે અજમો મસળી ને નાખો.

ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગુવાર ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન અને ચોખાનો લોટ નાખી બરોબર કોટિંગ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા ગુવાર ને નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગુવાર બરોબર ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી ને બીજી ગુવાર તરી લ્યો. આમ બધી ગુવાર તરી લ્યો છેલ્લે એમાં ચાર્ટ મસાલો છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રિસ્પી ગુવાર ફળી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રેસીપી

Crispy Gawar Fali - ક્રિસ્પી ગુવાર ફળી

Crispy Gawar Fali banavani recipe

અત્યારે બજારમાં દેશી અને બીજા ગુવાર ખૂબ સારો મળે છેત્યાર જો એક નું એક શાક કંટાળી ગયા હો તો એક વખત આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી ગુવારને ખીચડી, રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Crispy Gawar Fali – ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 250 ગ્રામ દેશી ગુવાર
  • 4- 5 ચમચી બેસન
  • 3- 4 ચમચી ચોખા નો લોટ
  • 2- 3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Crispy Gawar Fali banavani recipe

  • ક્રિસ્પી ગુવાર ફળી બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી અલગ કરી નાખી સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી થોડી ચડાવી લ્યો.
  • ગુવાર ને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ ચારણી માં કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે અજમો મસળી ને નાખો.
  • ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગુવાર ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન અને ચોખાનો લોટ નાખી બરોબર કોટિંગ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા ગુવાર ને નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગુવાર બરોબર ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી ને બીજી ગુવાર તરી લ્યો. આમ બધી ગુવાર તરી લ્યો છેલ્લે એમાં ચાર્ટ મસાલો છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રિસ્પી ગુવાર ફળી.

Notes

  • બેસન અને ચોખા નો લોટ જરૂર મુજબ વધુ ઓછું કરી લ્યો.
  • જો ગુવાર દેશી ન હોય તો ગુવાર ની લાંબી ફળી ન મીડીયમ સાઇઝ ના કાપી કટકા કરી ને પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dahi arbi nu shaak | દહીં અરબી નું શાક બનાવવાની રીત

રાધાષ્ટમી પર રાધાજી ને ભોગ ચડાવવા માટે બનાવશું રાધાજી ને પ્રિય એવું અરબી નું શાક જે પૂરી, માલપુવા સાથે રાધાજી ને ભોગ અર્પણ કરવાથી રાધાજી ની વિશેષ કૃપા મેળવી શકીશું. તો ચાલો આજે આપણે Dahi arbi nu shaak – દહીં અરબી નું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • અરબી 200 ગ્રામ
  • ઘી જરૂર મુજબ
  • જીરું ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • સમારેલા ટામેટા 2
  • દહીં ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • પાણી જરૂર મુજબ

Dahi arbi nu shaak banavani rit

દહીં અરબી નું શાક બનાવવા સૌપ્રથમ અરબી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ ને કોરી કરી લ્યો. ત્યાર બાદ અરબી ના ગોળ અને પાતળી પાતળી સુધારી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાટકામાં દહીં લઈ એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલ ટમેટા પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકો. ઘી મીડીયમ તાપે ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ અરબી ના કટકા થોડા થોડા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અરબી ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી જ અરબી ને તરી લ્યો.

હવે કડાઈમાં બે ત્રણ ચમચી ઘી રહેવા દઈ બાકી નું ઘી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ નું ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં પીસેલા ટમેટા નાખી મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ટમાટર માંથી ઘી અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ અરબી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

સાત મિનિટ પછી શાક બરોબર ચળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી શાક બરોબર હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહીં અરબી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં અરબી નું શાક બનાવવાની રીત

Dahi arbi nu shaak - દહીં અરબી નું શાક

Dahi arbi nu shaak banavani rit

રાધાષ્ટમી પર રાધાજી ને ભોગ ચડાવવા માટે બનાવશું રાધાજીને પ્રિય એવું અરબી નું શાક જે પૂરી, માલપુવા સાથેરાધાજી ને ભોગ અર્પણ કરવાથી રાધાજી ની વિશેષ કૃપા મેળવી શકીશું. તો ચાલો આજેઆપણે Dahi arbi nu shaak – દહીં અરબી નું શાક બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 200 ગ્રામ અરબી
  • ઘી જરૂર મુજબ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2- 3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 સમારેલા ટામેટા
  • ¼ દહીં ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions

Dahi arbi nu shaak banavani rit

  • દહીં અરબી નું શાક બનાવવા સૌપ્રથમ અરબી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ ને કોરી કરી લ્યો. ત્યાર બાદ અરબી ના ગોળ અને પાતળી પાતળી સુધારી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાટકામાં દહીં લઈ એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલ ટમેટા પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકો. ઘી મીડીયમ તાપે ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ અરબી ના કટકા થોડા થોડા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અરબી ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી જ અરબી ને તરી લ્યો.
  • હવે કડાઈમાં બે ત્રણ ચમચી ઘી રહેવા દઈ બાકી નું ઘી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ નું ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં પીસેલા ટમેટા નાખી મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમાટર માંથી ઘી અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ અરબી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • સાત મિનિટ પછી શાક બરોબર ચળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી શાક બરોબર હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહીં અરબી.

Notes

  • ઘી ની જગ્યાએ તમે તેલ વાપરી શકો છો.
  • જો તમે વ્રત ઉપવાસ માટે બનાવતા હો તો અજમો ન નાખવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી