Home Blog Page 5

Chocolate Truffles Recipe in Gujarati | ખાંડ-ગોળ વગરના ચોકલેટ ટ્રફલ્સ | Dates Chocolate Truffles

ચોકલેટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, પણ કેલરી અને ખાંડના ડરથી આપણે તેને ટાળીએ છીએ. આજે આપણે બનાવીશું Chocolate Truffles without Sugar & Jaggery. આ રેસીપીમાં મીઠાશ માટે આપણે કુદરતી સ્ત્રોત એટલે કે ખજૂર (Dates) નો ઉપયોગ કરીશું. તમારા બાળકો અથવા પ્રિયજનો ને હવે ઘરે આ ચોકલેટ બનાવી ખવડાવશો તો એમને ખબર પણ નહી પડે. અને એક વખત બનાવી ને ખવડાવશો તો બહાર ની ચોકલેટ ભૂલી જશે. આજ આપણે હેલ્થી ની સાથે ટેસ્ટી બનાવશું જેથી બાળકો વધુ ખાશે તો પણ કોઈ ચિન્તા નહી રહે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેમના માટે આ એક પરફેક્ટ સ્વીટ ઓપ્શન છે. ચાલો જાણીએ ખજૂરના ચોકલેટ ટ્રફલ્સ બનાવવાની રીત.

Chocolate Truffles Ingredients

  1. ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ 50 ગ્રામ
  2. વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ 50 ગ્રામ
  3. કાજુ ½ કપ
  4. ફોતરા વગરની ખારીસિંગ / મીઠા વાળા સિંગદાણા  ¼ કપ
  5. સુકા નારિયલ નું છીણ ¼ કપ
  6. ઠળિયા નીકાળેલી ખજુર ¾ કપ
  7. કોકો પાઉડર 2-3 ચમચી
  8. વેનીલા એસેન્સ 1 + ½ ચમચી
  9. મીઠું 1 -2 ચપટી

Chocolate Truffles banavani rit

ચોકલેટ ટ્રફલ્સ બનાવવા સૌથી પહેલા ખારી સિંગ ને ખંડણી માં નાખી દર્દરી કુટી એક બાજુ મુકો. હવે ખજૂરના ઠળિયા કાઢી કટકા કરી લઇ એક બાજુ મુકો. ત્યાર બાદ ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ ના ચાકુથી કટકા કરી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં સુકા નારિયલ ના છીણ ને ધીમા તાપે હલાવી ગોલ્ડન શેકી લ્યો અને શેકેલ છીણ ને એક વાસણમાં કાઢી લ્યો.

હવે મિક્સર જારમાં કાજુ, કોકો પાઉડર અને મીઠું નાખી પીસી લઇ  નારિયલ ના છીણ વાળા વાસણમાં કાઢી લ્યો હવે એજ મિક્સર જારમાં ખજૂરના કટકા નાખી ખજુર ને પણ પીસી લ્યો. પીસેલી ખજુર ને કાજુ કોકો ના મિશ્રણ સાથે નાખો સાથે વેનીલા એસેન્સ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર મિશ્રણ માંથી એક સાઈઝ ના ગોળ ગોળા બનાવી પ્લેટ માં મૂકી ફ્રીઝર માં મુકો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે એક થી બે ગ્લાસ પાણી ગરમ કરી લ્યો એમાં એનાથી નાની સાઈઝ નું વાસણ મૂકી એમાં ડાર્ક ચોકલેટના કટકા અને વ્હાઈટ ચોકલેટના કટકા નાખી હલાવતા રહી ચોકલેટ ને ઓગાળી લ્યો. ચોકલેટ ઓગળવા લાગે એટલે એમાં મીઠા વગર નું માખણ નાખી મિક્સ કરી ચોકલેટ ને બરોબર ઓગાળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગેસ બંધ કરી નાખો અને પીગળેલી ચોકલેટમાં કુટી રાખેલ ખારીસિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો. 

હવે એક પ્લેટ માં બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. હવે ફ્રીઝર માં મુકેલા બોલ લ્યો . એક એક બોલ ને પીગળેલી ચોકલેટમાં બોળો અને કાંટા ચમચીથી ઉપાડી વધારાની ચોકલેટ નીતારી બટર પેપર પર મુકો. આમ બધા બોલ ને ચોકલેટમાં ડીપ કરી બટર પેપર પર મુકતા જાઓ.

બધી ચોકલેટ ડીપ થઇ જાય એટલે પ્લેટ ને પાંચ મિનીટ માટે ફ્રીઝ માં મૂકી ચોકલેટ ને સેટ કરી લ્યો. ચોકલેટ સેટ થઇ જાય એટલે બોલ ઉપર થી ચાકુની મદદથી વધારાની ચોકલેટ દુર કરી રેપર અથવા પેપર કપ માં મૂકી ડબ્બામાં ભરી ફ્રીઝમાં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ ટ્રર્ફલ્સ.

Truffles Recipe Notes

  1. તમે તમારી પસંદ મુજબ પીગળેલી ડાર્ક ચોકલેટ, વ્હાઈટ ચોકલેટ કે મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કરી શકો છો.

ચોકલેટ ટ્રફલ્સ બનાવવાની રીત

Sugar-free Chocolate Truffles - ખાંડ વગરના ચોકલેટ ટ્રફલ્સ

Chocolate Truffles Recipe in Gujarati | ખાંડ-ગોળ વગરના ચોકલેટ ટ્રફલ્સ | Dates Chocolate Truffles

ચોકલેટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, પણ કેલરી અને ખાંડના ડરથી આપણે તેને ટાળીએ છીએ. આજે આપણેબનાવીશું Chocolate Truffles without Sugar & Jaggery. આ રેસીપીમાંમીઠાશ માટે આપણે કુદરતી સ્ત્રોત એટલે કે ખજૂર (Dates) નોઉપયોગ કરીશું. તમારા બાળકો અથવા પ્રિયજનો ને હવે ઘરે આ ચોકલેટ બનાવી ખવડાવશો તો એમને ખબર પણ નહી પડે. અને એક વખત બનાવી ને ખવડાવશો તો બહાર ની ચોકલેટ ભૂલી જશે. આજ આપણે હેલ્થી ની સાથે ટેસ્ટી બનાવશું જેથી બાળકો વધુ ખાશે તો પણ કોઈ ચિન્તા નહી રહે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેમના માટે આ એક પરફેક્ટ સ્વીટ ઓપ્શનછે. ચાલો જાણીએ ખજૂરના ચોકલેટ ટ્રફલ્સ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 નંગ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 બટર પેપર
  • 1 ખંડણી
  • 1 મિક્સર

Ingredients

Chocolate Truffles Ingredients

  • 50 ગ્રામ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  • 50 ગ્રામ વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ
  • ½ કપ કાજુ
  • ¼ કપ ફોતરા વગરની ખારીસિંગ / મીઠા વાળા સિંગદાણા
  • ¼ કપ સુકા નારિયલ નું છીણ
  • ¾ કપ ઠળિયા નીકાળેલી ખજુર
  • 2-3 ચમચી કોકો પાઉડર
  • ચમચી વેનીલા એસેન્સ
  • 1-2 ચપટી મીઠું

Instructions

Chocolate Truffles banavani rit

  • ચોકલેટ ટ્રફલ્સ બનાવવા સૌથી પહેલા ખારી સિંગ ને ખંડણી માં નાખી દર્દરી કુટી એક બાજુ મુકો. હવે ખજૂરના ઠળિયા કાઢી કટકા કરી લઇ એક બાજુ મુકો. ત્યાર બાદ ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ ના ચાકુથી કટકા કરી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં સુકા નારિયલ ના છીણ ને ધીમા તાપે હલાવી ગોલ્ડન શેકી લ્યો અને શેકેલ છીણ ને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે મિક્સર જારમાં કાજુ, કોકો પાઉડર અને મીઠું નાખી પીસી લઇ નારિયલ ના છીણ વાળા વાસણમાં કાઢી લ્યો હવે એજ મિક્સર જારમાં ખજૂરના કટકા નાખી ખજુર ને પણ પીસી લ્યો. પીસેલી ખજુર ને કાજુ કોકો ના મિશ્રણ સાથે નાખો સાથે વેનીલા એસેન્સ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર મિશ્રણ માંથી એક સાઈઝ ના ગોળ ગોળા બનાવી પ્લેટ માં મૂકી ફ્રીઝર માં મુકો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં બે એક થી બે ગ્લાસ પાણી ગરમ કરી લ્યો એમાં એનાથી નાની સાઈઝ નું વાસણ મૂકી એમાં ડાર્ક ચોકલેટના કટકા અને વ્હાઈટ ચોકલેટના કટકા નાખી હલાવતા રહી ચોકલેટ ને ઓગાળી લ્યો. ચોકલેટ ઓગળવા લાગે એટલે એમાં મીઠા વગર નું માખણ નાખી મિક્સ કરી ચોકલેટ ને બરોબર ઓગાળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગેસ બંધ કરી નાખો અને પીગળેલી ચોકલેટમાં કુટી રાખેલ ખારીસિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એક પ્લેટ માં બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. હવે ફ્રીઝર માં મુકેલા બોલ લ્યો . એક એક બોલ ને પીગળેલી ચોકલેટમાં બોળો અને કાંટા ચમચીથી ઉપાડી વધારાની ચોકલેટ નીતારી બટર પેપર પર મુકો. આમ બધા બોલ ને ચોકલેટમાં ડીપ કરી બટર પેપર પર મુકતા જાઓ.
  • બધી ચોકલેટ ડીપ થઇ જાય એટલે પ્લેટ ને પાંચ મિનીટ માટે ફ્રીઝ માં મૂકી ચોકલેટ ને સેટ કરી લ્યો. ચોકલેટ સેટ થઇ જાય એટલે બોલ ઉપર થી ચાકુની મદદથી વધારાની ચોકલેટ દુર કરી રેપર અથવા પેપર કપ માં મૂકી ડબ્બામાં ભરી ફ્રીઝમાં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ ટ્રર્ફલ્સ.

Truffles Recipe Notes

  • તમે તમારી પસંદ મુજબ પીગળેલી ડાર્ક ચોકલેટ, વ્હાઈટ ચોકલેટ કે મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Corn Fritters Recipe in Gujarati | કોર્ન ફ્રિટર્સ બનાવવાની રીત

જ્યારે પણ કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય, ત્યારે મકાઈની વાનગીઓ હંમેશા મોખરે હોય છે. આજે આપણે બનાવીશું Corn Fritters, આ કોર્ન ફીટર્સ એ એક ટેસ્ટી નાસ્તો છે જે તમે સવારના નાસ્તામાં અથવા સાંજ ની ભૂખ માટે ખુબ ઝડપથી બનાવી તૈયાર કરી શકો છો. બાળકો ને આ કોર્ન ફીટર્સ ખુબ પસંદ આવતા હોય છે.આ ફ્રિટર્સ બહારથી એકદમ કંચી (Crunchy) અને અંદરથી સોફ્ટ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે.

Corn Fritters Ingredients

  1. બાફેલ મકાઈના દાણા 1 ¼ કપ
  2. લીલી ડુંગળી સુધારેલ ¼ કપ
  3. ડુંગળી સુધારેલ ½ કપ
  4. લીલા ધાણા સુધારેલ ¼ કપ
  5. કેપ્સીકમ ઝીણું સુધારેલ ½ 
  6. મેંદા નો લોટ ¼ કપ
  7. પ્રોસેસ ચીઝ 2-3 ક્યુબ
  8. ઓરેગાનો 2 ચમચી
  9. ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  10. મરી પાઉડર ½  ચમચી  
  11. મીઠું સ્વાદ મુજબ
  12. દૂધ / પાણી ¼ કપ

Corn Fritters banavani rit

કોર્ન ફ્રિટર્સ બનાવવા સૌથી પહેલા મકાઈના દાણા કાઢી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરો અને પાણી ગરમ થાય એટલે એમાં મકાઈના દાણા નાખી મિક્સ કરી ઢાંકી મીડીયમ તાપે દસ થી પંદર મિનીટ બાફી લ્યો. પંદર મિનીટ પછી બાફેલા મકાઈના દાણા ને ચારણીમાં કાઢી લઇ પાણી નીતારી ઠંડા થવા દયો અને ઠંડા થયેલા મકાઈના દાણા માંથી થોડા દાણા ને મિક્સર જારમાં નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી લઇ એક બાજુ મુકો.

હવે લીલી ડુંગળી ને સાફ કરી સુધારો સાથે સુકી ડુંગળી ને પણ સુધારી લ્યો. અને કેપ્સીકમ ને પણ સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ  લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને સુધારી લ્યો. હવે એક મોટા વાસણમાં મેંદા નો લોટ, ઠંડા થયેલા મકાઈના દાણા અને મિક્સર જારમાં ક્રશ કરેલ દાણા નાખો સાથે  સુધારેલ ડુંગળી અને લીલી ડુંગળી, સુધારેલ કેપ્સીકમ, સુધારેલ લીલા ધાણા લ્યો એમાં ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, મરી પાઉડર, છીણી ને પ્રોસેસ ચીઝ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો..

ત્યાર બાદ અમે દૂધ / પાણી ( દુદ કે પાણીની માત્રા મિશ્રણ બનાવવા જરૂરી લાગે એ મુજબ વધુ કે ઓછી કરી લેવી ) નાખી બરોબર મિક્સ કરી પુડલા માટેના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે ગેસ પર તવી અથવા પેન માં એક થી બે ચમચી તેલ નાખી ગરમ કરો યાર બાદ ગેસ મીડીયમ અથવા ધીમો કરી નાખો અને તૈયાર મિશ્રણ માંથી એક થી બે ચમચી મિશ્રણ મૂકી થોડું ફેલાવી લ્યો.

આમ એક વખત માં પેન અથવા તવી પર એક સાથે ત્રણ ચાર જગ્યાએ મિશ્રણ મૂકી ઢાંકી ને ચડાવી લ્યો. એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ કોર્ન ફીટર્સબનાવી તૈયાર કરી લ્યો. અને તૈયાર કોર્ન ફીટર્સ ને સોસ કે ચટણી સાથે મજા લ્યો.

કોર્ન ફ્રિટર્સ રેસીપી નોટ્સ

  1. અહી ઘણા લોકો દૂધ અને ડુંગળી એક સાથે નથી ખાતા એ લોકો દૂધ ની જગ્યાએ પાણી નાખી ને પણ તૈયાર કરી શકે છે.
  2. મેંદા ના લોટ ની જગ્યાએ તમે પીસેલી સોજી અથવા ઘઉંનો લોટ વાપરી શકો છો. પણ એનાથી થોડો સ્વાદમાં ફર્ક આવી શકે છે.

કોર્ન ફ્રિટર્સ બનાવવાની રીત

Crispy Corn Fritters – ક્રિસ્પી કોર્ન ફ્રિટર્સ

Corn Fritters Recipe in Gujarati | કોર્ન ફ્રિટર્સ બનાવવાની રીત

જ્યારે પણ કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય, ત્યારે મકાઈની વાનગીઓ હંમેશા મોખરે હોય છે. આજે આપણે બનાવીશું Corn Fritters, આકોર્ન ફીટર્સ એ એક ટેસ્ટી નાસ્તો છે જે તમે સવારના નાસ્તામાં અથવા સાંજ ની ભૂખમાટે ખુબ ઝડપથી બનાવી તૈયાર કરી શકો છો. બાળકો ને આ કોર્ન ફીટર્સ ખુબ પસંદ આવતા હોય છે.આફ્રિટર્સ બહારથી એકદમ કંચી (Crunchy) અનેઅંદરથી સોફ્ટ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 પેન/ તવી

Ingredients

Corn Fritters Ingredients

  • 1 ¼ કપ બાફેલ મકાઈના દાણા
  • ¼ કપ લીલી ડુંગળી સુધારેલ
  • ½ કપ ડુંગળી સુધારેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલ
  • ½ કેપ્સીકમ ઝીણું સુધારેલ
  • ¼ કપ મેંદા નો લોટ
  • 2-3 ક્યુબ પ્રોસેસ ચીઝ
  • 2 ચમચી ઓરેગાનો
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ દૂધ / પાણી

Instructions

Corn Fritters banavani rit

  • કોર્ન ફ્રિટર્સ બનાવવા સૌથી પહેલા મકાઈના દાણા કાઢી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરો અને પાણી ગરમ થાય એટલે એમાં મકાઈના દાણા નાખી મિક્સ કરી ઢાંકી મીડીયમ તાપે દસ થી પંદર મિનીટ બાફી લ્યો. પંદર મિનીટ પછી બાફેલા મકાઈના દાણા ને ચારણીમાં કાઢી લઇ પાણી નીતારી ઠંડા થવા દયો અને ઠંડા થયેલા મકાઈના દાણા માંથી થોડા દાણા ને મિક્સર જારમાં નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી લઇ એક બાજુ મુકો.
  • હવે લીલી ડુંગળી ને સાફ કરી સુધારો સાથે સુકી ડુંગળી ને પણ સુધારી લ્યો. અને કેપ્સીકમ ને પણ સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને સુધારી લ્યો. હવે એક મોટા વાસણમાં મેંદા નો લોટ, ઠંડા થયેલા મકાઈના દાણા અને મિક્સર જારમાં ક્રશ કરેલ દાણા નાખો સાથે સુધારેલ ડુંગળી અને લીલી ડુંગળી, સુધારેલ કેપ્સીકમ, સુધારેલ લીલા ધાણા લ્યો એમાં ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, મરી પાઉડર, છીણી ને પ્રોસેસ ચીઝ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો..
  • ત્યાર બાદ અમે દૂધ / પાણી ( દુદ કે પાણીની માત્રા મિશ્રણ બનાવવા જરૂરી લાગે એ મુજબ વધુ કે ઓછી કરી લેવી ) નાખી બરોબર મિક્સ કરી પુડલા માટેના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે ગેસ પર તવી અથવા પેન માં એક થી બે ચમચી તેલ નાખી ગરમ કરો યાર બાદ ગેસ મીડીયમ અથવા ધીમો કરી નાખો અને તૈયાર મિશ્રણ માંથી એક થી બે ચમચી મિશ્રણ મૂકી થોડું ફેલાવી લ્યો.
  • આમ એક વખત માં પેન અથવા તવી પર એક સાથે ત્રણ ચાર જગ્યાએ મિશ્રણ મૂકી ઢાંકી ને ચડાવી લ્યો. એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ કોર્ન ફીટર્સબનાવી તૈયાર કરી લ્યો. અને તૈયાર કોર્ન ફીટર્સ ને સોસ કે ચટણી સાથે મજા લ્યો.

કોર્ન ફ્રિટર્સ રેસીપી નોટ્સ

  • અહી ઘણા લોકો દૂધ અને ડુંગળી એક સાથે નથી ખાતા એ લોકો દૂધ ની જગ્યાએ પાણી નાખી ને પણ તૈયાર કરી શકે છે.
  • મેંદા ના લોટ ની જગ્યાએ તમે પીસેલી સોજી અથવા ઘઉંનો લોટ વાપરી શકો છો. પણ એનાથી થોડો સ્વાદમાં ફર્ક આવી શકે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Limbu Lal Marcha ni Chatni Recipe in Gujarati | લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવાની રીત | Spicy Red Chili Chutney

ગુજરાતી થાળીમાં જો ચટણી ન હોય તો જમણ અધૂરું લાગે છે. લસણની ચટણી અને કોથમીરની ચટણી તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ Limbu Lal Marcha ni Chatni નો સ્વાદ કંઈક અલગ જ છે. તે તીખી, ખાટી અને સહેજ મીઠી હોય છે જે જીભના ચટાકા વધારી દે છે. એવી આ ચટણી એક વખત બનાવશો તો એ તૈયાર ચટણી ને તમે રોટલી, રોટલા, ભાત, પરોઠા સાથે મજા લઇ શકો છો. ચાલો જાણીએ લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવાની રીત.

લીંબુ લાલ મરચાની ચટણી માટે જરૂરી સામગ્રી

  • છીણેલો ગોળ 300 ગ્રામ
  • લીંબું 300 ગ્રામ
  • લીલા લાલ મરચા 300 ગ્રામ
  • ખાંડ 300 ગ્રામ
  • સંચળ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Limbu Lal Marcha ni Chatnibanavani rit

લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવા સૌથી પહેલા લીંબું અને લીલા લાલ મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી કોરા કરી લ્યો. હવે લીલા લાલ મરચા ની ડાળી અલગ કરી ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો. હવે લીંબું ના પણ બે કે ચાર ભાગમાં કાપી અંદર રહેલ બીજ ને અલગ કરી નાના કટકા કરી લ્યો.

હવે કટકા કરેલ લીંબું અને લાલ મરચા ના કટકા ને મિક્સર જારમાં નાખી ઢાંકી પીસી પેસ્ટ બનાવી લ્યો.હવે ગેસ પર કડાઈમાં પીસેલી પેસ્ટ નાખો સાથે છીણેલો ગોળ અને ખાંડ નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી હલાવતા રહો. ગોળ અને ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડું ઢીલું થશે.

ત્યાર બાદ હલાવતા રહી ચડાવો અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ જીરું પાઉડર, હિંગ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરી હલાવી મિકસ કરી ચડાવી લ્યો.

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર ચટણી ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ તૈયાર ચટણી ને ઠંડી થવા દયો અને ચટણી ઠંડી થાય એટલે કોરી અને સાફ કાંચ ની બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીંબું લાલ મરચાની ચટણી.  

લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવાની રીત

Limbu Lal Marcha ni Chatni - લીંબુ અને લાલ મરચાની ચટણી

Limbu Lal Marcha ni Chatni Recipe in Gujarati | લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવાની રીત

ગુજરાતી થાળીમાં જો ચટણી ન હોય તો જમણ અધૂરું લાગે છે. લસણનીચટણી અને કોથમીરની ચટણી તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ Limbu Lal Marchani Chatni નો સ્વાદ કંઈક અલગ જ છે. તે તીખી,ખાટી અને સહેજ મીઠી હોય છે જે જીભના ચટાકા વધારી દે છે. એવી આ ચટણી એક વખત બનાવશો તો એ તૈયાર ચટણી ને તમે રોટલી, રોટલા, ભાત, પરોઠા સાથે મજા લઇ શકો છો. ચાલો જાણીએ લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 1 કિલો આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી
  • 1 મિક્સર

Ingredients

લીંબુ લાલ મરચાની ચટણી માટે જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ છીણેલો ગોળ
  • 300 ગ્રામ લીંબું
  • 300 ગ્રામ લીલા લાલ મરચા
  • 300 ગ્રામ ખાંડ
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Limbu Lal Marcha ni Chatni banavani rit

  • લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવા સૌથી પહેલા લીંબું અને લીલા લાલ મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી કોરા કરી લ્યો. હવે લીલા લાલ મરચા ની ડાળી અલગ કરી ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો. હવે લીંબું ના પણ બે કે ચાર ભાગમાં કાપી અંદર રહેલ બીજ ને અલગ કરી નાના કટકા કરી લ્યો.
  • હવે કટકા કરેલ લીંબું અને લાલ મરચા ના કટકા ને મિક્સર જારમાં નાખી ઢાંકી પીસી પેસ્ટ બનાવી લ્યો.હવે ગેસ પર કડાઈમાં પીસેલી પેસ્ટ નાખો સાથે છીણેલો ગોળ અને ખાંડ નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી હલાવતા રહો. ગોળ અને ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડું ઢીલું થશે.
  • ત્યાર બાદ હલાવતા રહી ચડાવો અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ જીરું પાઉડર, હિંગ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરી હલાવી મિકસ કરી ચડાવી લ્યો.
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર ચટણી ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ તૈયાર ચટણી ને ઠંડી થવા દયો અને ચટણી ઠંડી થાય એટલે કોરી અને સાફ કાંચ ની બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીંબું લાલ મરચાની ચટણી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Tomato Set Dosa Recipe in Gujarati | ટોમેટો સેટ ઢોસા બનાવવાની રીત | South Indian Breakfast

સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઢોસા દરેકના ફેવરિટ હોય છે. સામાન્ય રીતે આપણે સાદા ઢોસા કે મસાલા ડોસા ખાતા હોઈએ છીએ, પણ જો તમારે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવું હોય તો Tomato Set Dosa બેસ્ટ ઓપ્શન છે. આ ઢોસા એકદમ રૂ જેવા પોચા (Spongy) હોય છે અને ટામેટાને લીધે તેનો સ્વાદ ખાટો-મીઠો અને તીખો આવે છે. આથો આવવા ની રાહ પણ નહી જોવી પડે. સવારના નાસ્તામાં કે બાળકો ને ટીફીન માં પણ બનાવી આપી શકો. ચાલો જાણીએ ટોમેટો સેટ ઢોસા બનાવવાની રીત.

Ingredients required for Tometo set dosa

  • રવો / ઝીણી સોજી 1 કપ
  • દહીં ½ કપ
  • પલાળેલા પૌવા 3 ચમચી
  • મીડીયમ સાઈઝ ના ટામેટા 2 ના કટકા
  • પલાળેલા લાલ મરચા 2 -3
  • મીઠું સ્વાદ મુજબ
  • ઈનો 1 ચમચી

Tomato Set Dosa banavani rit

ટોમેટો સેટ ઢોસા બનાવવા સૌથી પહેલા સુકા લાલ મરચા ને ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી લ્યો. ત્યાર બાદ પૌવા ને બે ત્રણ પાણી થી ધોઈ લીધા બાદ પાણી છાંટી પલાળી લ્યો. હવે ટમેટા ને ધોઈ સાફ કરી લ્યો અને ડાળી વાળો ભાગ અલગ કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. ત્યાર બાદ અડધા કલાક પછી પલાળેલા મરચાને પાણીમાંથી કાઢી લ્યો.

હવે મિક્સર જાર લ્યો એમાં ઝીણી સોજી / રવો, દહીં, પલાળેલા પૌવા, પલાળેલા લાલ મરચા, સુધારેલ ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સ્મૂથ થાય ત્યાં સુંધી બધી સામગ્રી ને પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. અને પ્યુરી ઢોસાના મિશ્રણ જેટલી ઘટ્ટ રહે એ મુજબ જરૂર મુજબ પાણી નાખી ફરી પીસી મિક્સ કરી લીધા બાદ મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.

પીસેલા મિશ્રણ ને દસ મિનીટ ઢાંકી ને એક બાજુ રહેવા દયો. દસ મિનીટ પછી ગેસ પર તવી ગરમ કરવા મુકો અને તવી ગરમ થાય ત્યાં સુંધીમાં પીસેલા મિશ્રણ માં ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તવી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક કડછી નાખી ઢોસો થોડો જાડો રહે એમ ફેલાવી ચડાવો. ઢોસો ચડવા આવે એટલે માખણ કે તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો ચડાવવી લ્યો.

બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો. અમ બીજા ઢોસા પણ ચડાવી લ્યો. તૈયાર ઢોસા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ટોમેટો સેટ ઢોસા જે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્સન છે.

Instant Tomato Set Dhosa recipe notes

  1. ઈનો ની જગ્યાએ ¼ ચમચી બેકિંગ સોંડા પણ નાખી શકો છો.
  2. ઝીણી સોજી / રવો ના હોય તો મોટી સોજી ને એક વખત મિક્સર માં પીસી લેવી.

ટોમેટો સેટ ઢોસા બનાવવાની રીત

Instant Tomato Set Dosa - ટોમેટો સેટ ઢોસા

Tomato Set Dosa Recipe in Gujarati | ટોમેટો સેટ ઢોસા બનાવવાની રીત

સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઢોસા દરેકના ફેવરિટહોય છે. સામાન્ય રીતે આપણે સાદા ઢોસા કે મસાલા ડોસા ખાતા હોઈએ છીએ, પણ જો તમારે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવું હોય તો Tomato Set Dosa બેસ્ટ ઓપ્શન છે. આ ઢોસા એકદમ રૂ જેવાપોચા (Spongy) હોય છે અને ટામેટાને લીધે તેનો સ્વાદખાટો-મીઠો અને તીખો આવે છે. આથો આવવા ની રાહ પણ નહી જોવી પડે. સવારના નાસ્તામાં કે બાળકો ને ટીફીન માં પણ બનાવી આપી શકો. ચાલો જાણીએ ટોમેટો સેટ ઢોસા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 તવી

Ingredients

  • 1 કપ રવો / ઝીણી સોજી
  • ½ કપ દહીં
  • 3 ચમચી પલાળેલા પૌવા
  • 2 મીડીયમ સાઈઝ ના ટામેટા ના કટકા
  • 2-3 પલાળેલા લાલ મરચા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ઈનો

Instructions

Tomato Set Dosa banavani rit

  • ટોમેટો સેટ ઢોસા બનાવવા સૌથી પહેલા સુકા લાલ મરચા ને ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી લ્યો. ત્યાર બાદ પૌવા ને બે ત્રણ પાણી થી ધોઈ લીધા બાદ પાણી છાંટી પલાળી લ્યો. હવે ટમેટા ને ધોઈ સાફ કરી લ્યો અને ડાળી વાળો ભાગ અલગ કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. ત્યાર બાદ અડધા કલાક પછી પલાળેલા મરચાને પાણીમાંથી કાઢી લ્યો.
  • હવે મિક્સર જાર લ્યો એમાં ઝીણી સોજી / રવો, દહીં, પલાળેલા પૌવા, પલાળેલા લાલ મરચા, સુધારેલ ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સ્મૂથ થાય ત્યાં સુંધી બધી સામગ્રી ને પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. અને પ્યુરી ઢોસાના મિશ્રણ જેટલી ઘટ્ટ રહે એ મુજબ જરૂર મુજબ પાણી નાખી ફરી પીસી મિક્સ કરી લીધા બાદ મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને દસ મિનીટ ઢાંકી ને એક બાજુ રહેવા દયો. દસ મિનીટ પછી ગેસ પર તવી ગરમ કરવા મુકો અને તવી ગરમ થાય ત્યાં સુંધીમાં પીસેલા મિશ્રણ માં ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તવી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક કડછી નાખી ઢોસો થોડો જાડો રહે એમ ફેલાવી ચડાવો. ઢોસો ચડવા આવે એટલે માખણ કે તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો ચડાવવી લ્યો.
  • બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો. અમ બીજા ઢોસા પણ ચડાવી લ્યો. તૈયાર ઢોસા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ટોમેટો સેટ ઢોસા જે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્સન છે.

Instant Tomato Set Dhosa recipe notes

  • ઈનો ની જગ્યાએ ¼ ચમચી બેકિંગ સોંડા પણ નાખી શકો છો.
  • ઝીણી સોજી / રવો ના હોય તો મોટી સોજી ને એક વખત મિક્સર માં પીસી લેવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Pan Kobi na Patra Recipe in Gujarati | પાનકોબીના પાત્રા બનાવવાની રીત | Cabbage Patra

ગુજરાતી ઘરોમાં પાત્રા (Patra) દરેકને ભાવતા હોય છે. સામાન્ય રીતે તે અળવીના પાન (Colocasia leaves) માંથી બને છે, પણ તે દરેક ઋતુમાં મળતા નથી અને પણ અળવી ના પાંદ માં રહેલા રેસા જો રહી જાય તો મોઢું આવી જતું હોય છે એટલે ઘરે વધારે નથી બનાવતા હોતા પણ. આવા સમયે પાનકોબી ના પાત્રા (Cabbage Patra) એક બેસ્ટ ઓપ્શન છે. આ Pan Kobi na Patra દેખાવમાં અસલ પાત્રા જેવા જ લાગે છે અને તેનો સ્વાદ પણ ખાટો-મીઠો અને ચટપટો હોય છે. કોબીજના મોટા પાનનો ઉપયોગ કરીને તમે મિનિટોમાં આ નાસ્તો તૈયાર કરી શકો છો.

Kobi na Patra jaruri samgri

  1. પાનકોબી 1 મોટી સાઈઝની
  2. બેસન 2 કપ
  3. ચોખાનો લોટ 3-4 ચમચી
  4. ખાંડ 2-3 ચમચી
  5. લીંબુનો રસ 2 ચમચી
  6. અજમો ½ ચમચી
  7. લીલા ધાણા સુધારેલ ½ કપ
  8. હળદર ½ ચમચી
  9. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  10. ગરમ મસાલો ½ ચમચી
  11. પાણી જરૂર મુજબ
  12. બેકિંગ સોડા ¼ ચમચી

પાત્રા ના વઘાર માટેની સામગ્રી

  1. તેલ 2-3 ચમચી
  2. જીરું ½ ચમચી
  3. રાઈ ½ ચમચી 
  4. સફેદ તલ 2 ચમચી
  5. હિંગ ¼ ચમચી
  6. મીઠા લીમડાના પાંદ 7-8
  7. લીલા મરચા સુધારેલ 2-3

Pan Kobi na Patrabanavani rit

પાનકોબી ના પાત્રા બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં ચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરી ને લ્યો એમાં પાનકોબી ના પાંદ ને એક એક કરી નાખતા જઈ ને નરમ થાય ત્યાં સુંધી બોળી ને રાખો. પાંદ નરમ થાય એટલે ચારણીમાં કાઢી લ્યો અને એની જાડી ડાળી વાળો ભાગ ચાકુથી કાપી અલગ કરી લ્યો. હવે કથરોટ માં બેસન અને ચોખાનો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે નરમ કરેલ પાનકોબી પાંદ લઇ એના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવી દયો અને એના પર બીજું પાંદ મૂકી એના પર ફરી મિશ્રણ લગાવો. આમ પાંચ છ પાંદ પર બેસન નું મિશ્રણ લગાવી એક ઉપર એક મુક્ત જાઓ ત્યાર બાદ એક બાજુથી પાંદ નો રોલ કરી તૈયાર રોલ ને ચારણીમાં મુકો. આમ એક સાથે પાંચ સાત પાંદ પર મિશ્રણ લગાવી રોલ બનાવી ચારણી માં મુકતા જાઓ.

ત્યારબાદ ગેસ પર ઢોકરીયું મૂકી એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં ચારણી મૂકી ઢાંકી વીસ થી ત્રીસ મિનીટ બાફી લ્યો. પાત્રા બફાઈ જાય એટલે ચારની બહાર કાઢી તૈયાર પાત્રા ને ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડાના પાંદ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે કટકા કરેલ પાત્રા નાખી હલકા હાથે ચમચાથી મિક્સ કરી શેકી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ પાત્રા ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાનકોબીના પાત્રા.  

Cabbage Patra Recipe Notes

  • તમે પાનકોબી ના પાંદ ને ચારણી માંમૂકી ઢોકરીયા માં વરાળ માં બાફી ને પણ નરમ કરી શકો છો.

પાનકોબી ના પાત્રા બનાવવાની રીત   

Pan Kobi na Patra - પાનકોબી ના પાત્રા

Pan Kobi na Patra Recipe in Gujarati | પાનકોબીના પાત્રા બનાવવાની રીત | Cabbage Patra

ગુજરાતી ઘરોમાં પાત્રા (Patra) દરેકને ભાવતા હોય છે. સામાન્ય રીતે તે અળવીના પાન (Colocasia leaves) માંથી બને છે, પણ તે દરેક ઋતુમાં મળતા નથી અનેપણ અળવી ના પાંદ માં રહેલા રેસા જો રહી જાય તો મોઢું આવી જતું હોય છે એટલે ઘરે વધારે નથી બનાવતા હોતા પણ. આવા સમયે પાનકોબી ના પાત્રા (Cabbage Patra) એક બેસ્ટ ઓપ્શન છે. આ Pan Kobi na Patra દેખાવમાં અસલ પાત્રા જેવા જ લાગે છે અને તેનો સ્વાદ પણખાટો-મીઠો અને ચટપટો હોય છે. કોબીજ ના મોટા પાનનો ઉપયોગ કરીને તમે મિનિટોમાં આ નાસ્તો તૈયાર કરી શકો છો.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું
  • 1 કથરોટ

Ingredients

Kobi na Patra jaruri samgri

  • 1 પાનકોબીમોટી સાઈઝની
  • 2 કપ બેસન
  • 3-4 ચમચી ચોખાનો લોટ
  • 2-3 ચમચી ખાંડ
  • 2 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી અજમો
  • ½ કપ લીલા ધાણા સુધારેલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • ¼ ચમચી બેકિંગ સોડા

પાત્રા ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાંદ
  • 2-3 લીલા મરચા સુધારેલ

Instructions

Pan Kobi na Patra banavani rit

  • પાનકોબી ના પાત્રા બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં ચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરી ને લ્યો એમાં પાનકોબી ના પાંદ ને એક એક કરી નાખતા જઈ ને નરમ થાય ત્યાં સુંધી બોળી ને રાખો. પાંદ નરમ થાય એટલે ચારણીમાં કાઢી લ્યો અને એની જાડી ડાળી વાળો ભાગ ચાકુથી કાપી અલગ કરી લ્યો. હવે કથરોટ માં બેસન અને ચોખાનો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે નરમ કરેલ પાનકોબી પાંદ લઇ એના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવી દયો અને એના પર બીજું પાંદ મૂકી એના પર ફરી મિશ્રણ લગાવો. આમ પાંચ છ પાંદ પર બેસન નું મિશ્રણ લગાવી એક ઉપર એક મુક્ત જાઓ ત્યાર બાદ એક બાજુથી પાંદ નો રોલ કરી તૈયાર રોલ ને ચારણીમાં મુકો. આમ એક સાથે પાંચ સાત પાંદ પર મિશ્રણ લગાવી રોલ બનાવી ચારણી માં મુકતા જાઓ.
  • ત્યારબાદ ગેસ પર ઢોકરીયું મૂકી એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં ચારણી મૂકી ઢાંકી વીસ થી ત્રીસ મિનીટ બાફી લ્યો. પાત્રા બફાઈ જાય એટલે ચારની બહાર કાઢી તૈયાર પાત્રા ને ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડાના પાંદ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે કટકા કરેલ પાત્રા નાખી હલકા હાથે ચમચાથી મિક્સ કરી શેકી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ પાત્રા ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાનકોબીના પાત્રા.

Cabbage Patra Recipe Notes

  • તમે પાનકોબી ના પાંદ ને ચારણી માંમૂકી ઢોકરીયા માં વરાળ માં બાફી ને પણ નરમ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Gajar Nu Galyu Athanu Recipe in Gujarati | ગાજરનું ગળ્યું અથાણું | Sweet Carrot Pickle

લાલ અને મીઠા ગાજર (Red Carrots) શિયાળાની ઋતુમાં પુષ્કળ મળે છે. ગાજરનો હલવો ગાજર માંથી આપણે શાક, સૂપ, મીઠાઈ તો આપણે બનાવીએ જ છીએ, પણ આજે આપણે એક એવી વાનગી બનાવીશું જે આખું વર્ષ ચાલે – ગાજરનું ગળ્યું અથાણું (Sweet Carrot Pickle). આ Gajar nu Galyu Athanu ખાવામાં ખાટું-મીઠું અને તીખું લાગે છે, જે પૂરી, પરાઠા કે સાદા જમણ સાથે સ્વાદમાં જમાવટ પાડે છે. જો તમે પણ અથાણું બગડી જવાની બીક રાખતા હોવ, તો આ રેસીપીમાં આપેલી સિક્રેટ ટિપ્સ ચોક્કસ ફોલો કરજો.

Gajar Gol nu Athanu Ingredients

  • ગાજર 250 ગ્રામ
  • ધાણા ના કુરિયા 3-4 ચમચી
  • રાઈના કુરિયા 2-3 ચમચી
  • મેથી ના કુરિયા 2 ચમચી
  • કાચી વરીયારી 2 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સુકા લાલ મરચા 2-3
  • હળદર ½ ચમચી
  • લાલ મરચા નો પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ 
  • છીણેલો ગોળ 300 ગ્રામ
  • આમચૂર પાઉડર 2 ચમચી

Gajar nu Galyu Athanu banavani rit

ગાજરનું ગળ્યું અથાણું બનાવવા સૌથી પહેલા ગાજર ને ધોઈ સાફ કરી લ્યો. ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગાજર ના બે ભાગ કરી કટકા કરો ત્યાર બાદ ચાકુથી સફેદ ભાગ અલગ કરી લ્યો. અને મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, ધાણા ના કુરિયા, મેથીના કુરિયા અને એક ચમચી કાચી વરીયાળી નાખી ઢાકણ બંધ કરી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને એક ચમચી કાચી વરીયાળી નાખી શેકો ત્યાર બાદ એમાં હિંગ અને સુકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ કુરિયા નાખી શેકી લ્યો. મસાલા ને બે મિનીટ શેકી લીધા બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો.

ગોળ ઓગળી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ ગાજરના કટકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે ગાજર ચડી ને નરમ થાય એટલે એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ લ્યો અને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.

સામગ્રી ઉકાળવા લાગે અને ગ્રેવી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર અથાણા ને ઠંડું કરી લ્યો અને ઠંડું થાય એટલે કાંચ ની બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ગાજરનું મીઠું અથાણું.  

 Sweet Carrot Pickle Tip

તૈયાર છે સ્વાદિષ્ટ Gajar Nu Galyu Athanu. આ અથાણું તમે વર્ષભર ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જો તમે ગોળને બદલે ખાંડ વાપરવા માંગતા હોવ, તો રીત આ જ રહેશે. આ વિન્ટર સીઝનમાં આ હેલ્ધી અથાણું ચોક્કસ ટ્રાય કરજો

ગાજરનું ગળ્યું અથાણું બનાવવાની રીત

Gajar nu Galyu Athanu Recipe - ગાજરનું ગળ્યું અથાણું

Gajar Nu Galyu Athanu Recipe in Gujarati | ગાજરનું ગળ્યું અથાણું | Sweet Carrot Pickle

લાલ અને મીઠા ગાજર (RedCarrots) શિયાળાની ઋતુમાં પુષ્કળ મળે છે.ગાજરનો હલવો ગાજર માંથી આપણે શાક, સૂપ, મીઠાઈ તો આપણે બનાવીએજ છીએ, પણ આજે આપણે એક એવી વાનગી બનાવીશું જે આખું વર્ષ ચાલે – ગાજરનું ગળ્યું અથાણું (Sweet Carrot Pickle). આ Gajar nu Galyu Athanu ખાવામાં ખાટું-મીઠુંઅને તીખું લાગે છે, જે પૂરી, પરાઠા કે સાદા જમણ સાથે સ્વાદમાં જમાવટ પાડે છે. જો તમે પણ અથાણું બગડીજવાની બીક રાખતા હોવ, તો આ રેસીપીમાં આપેલીસિક્રેટ ટિપ્સ ચોક્કસ ફોલો કરજો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 200 ગ્રામ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Gajar Gol nu Athanu Ingredients

  • 250 ગ્રામ ગાજર
  • 3-4 ચમચી ધાણા ના કુરિયા
  • 2-3 ચમચી રાઈના કુરિયા
  • 2 ચમચી મેથી ના કુરિયા
  • 2 ચમચી કાચી વરીયારી
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 2-3 સુકા લાલ મરચા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચા નો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 300 ગ્રામ છીણેલો ગોળ
  • 2 ચમચી આમચૂર પાઉડર

Instructions

Gajar nu Galyu Athanu banavani rit

  • ગાજરનું ગળ્યું અથાણું બનાવવા સૌથી પહેલા ગાજર ને ધોઈ સાફ કરી લ્યો. ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગાજર ના બે ભાગ કરી કટકા કરો ત્યાર બાદ ચાકુથી સફેદ ભાગ અલગ કરી લ્યો. અને મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, ધાણા ના કુરિયા, મેથીના કુરિયા અને એક ચમચી કાચી વરીયાળી નાખી ઢાકણ બંધ કરી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને એક ચમચી કાચી વરીયાળી નાખી શેકો ત્યાર બાદ એમાં હિંગ અને સુકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ કુરિયા નાખી શેકી લ્યો. મસાલા ને બે મિનીટ શેકી લીધા બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો.
  • ગોળ ઓગળી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ ગાજરના કટકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે ગાજર ચડી ને નરમ થાય એટલે એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ લ્યો અને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
  • સામગ્રી ઉકાળવા લાગે અને ગ્રેવી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર અથાણા ને ઠંડું કરી લ્યો અને ઠંડું થાય એટલે કાંચ ની બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ગાજરનું મીઠું અથાણું.

Sweet Carrot Pickle Tip

  • તૈયાર છે સ્વાદિષ્ટ Gajar Nu Galyu Athanu. આ અથાણું તમે વર્ષભર ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જો તમે ગોળને બદલે ખાંડ વાપરવા માંગતા હોવ, તો રીત આ જ રહેશે. આ વિન્ટર સીઝનમાં આ હેલ્ધી અથાણું ચોક્કસ ટ્રાય કરજો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Homemade Chole Masala Recipe in Gujarati | છોલે નો ગરમ મસાલો બનાવવાની રીત | Chole Masala Powder

જ્યારે પણ આપણે ઘરે પંજાબી છોલે (Punjabi Chole) બનાવીએ છીએ, ત્યારે તેનો બધો સ્વાદ મસાલા પર ટકેલો હોય છે. બજારમાં મળતા મસાલામાં ઘણીવાર ભેળસેળ હોય છે અથવા તેની સુગંધ લાંબો સમય નથી ટકતી. આજે આપણે બનાવીશું Homemade Chole Masala Recipe in Gujarati.આ છોલે નો ગરમ મસાલો માત્ર નાખવાથી તમારા છોલેનું શાક બજાર જેવું જ ચટપટું અને ટેસ્ટી બનશે. સૌથી સારી વાત એ છે કે આ Chole Masala Powder તમે એકવાર બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો જોઈએ Chole Masalo Banavani Rit.

INGREDIENTS

  • સુકા આખા ધાણા 3-4 ચમચી
  • સુકા લાલ મરચા 4-5 નંગ
  • જીરું 2-3 ચમચી
  • શાહી જીરા 1 ચમચી
  • મરી 8-10  
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • લવિંગ 5-6
  • મોટી એલચી 2
  • જાવેન્ત્રી ફૂલ 1
  • એલચી 2-3
  • વરીયાળી 1 ચમચી
  • તમાલપત્ર 1-2
  • સુકા આમળા નો પાઉડર 1 ચમચી  
  • કસૂરી મેથી 1 ચમચી
  • સુકા દાડમ દાણા 2 ચમચી

Homemade Chole Masalo Banavani Rit

છોલે નો ગરમ મસાલો બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈ માં સુકા આખા ધાણા, સુકા લાલ મરચા, જીરું, મરી, તજ નો ટુકડો, લવિંગ, મોટી એલચી, એલચી, જાવંત્રી, વરીયાળી અને તમાલપત્ર નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. મસાલા શેકાઈ સુગંધ આવવા લાગે એટલે ગેસબંધ કરી નાખો.

ત્યાર બાદ એમાં કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો અને શેકાઈ ગયેલા આખા મસાલાને એક પ્લેટમાં કાઢી લો. તેને ઓરડાના તાપમાને (Room Temperature) સંપૂર્ણપણે ઠંડા થવા દો. ગરમ મસાલા પીસવાથી તેની સુગંધ ઉડી જાય છે અને મસાલામાં તેલ છૂટું પડી શકે છે.

હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખો સાથે સુકા દાડમ દાણા, આમળા પાઉડર નાખી ઢાંકણ બંધ કરી મિક્સરને સતત ચલાવવાને બદલે ‘Pulse Mode’ પર ચલાવીને મસાલાને એકદમ ઝીણો પીસી લો. તૈયાર થયેલા Chole Masala ને એકવાર ચાળણીથી ચાળી લો જેથી કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો તે અલગ નીકળી જાય. પીસેલા મસાલા ને એર ટાઈટ ડબામાં ભરી લ્યો અને છોલે બનાવવા ઉપયોગમાં લ્યો. તો તૈયાર છે છોલે નો ગરમ મસાલો. 

છોલે નો ગરમ મસાલો બનાવવાની રીત

Homemade Chole Masala - છોલે નો ગરમ મસાલો - Chole Masalo

Homemade Chole Masala Recipe in Gujarati | છોલે નો ગરમ મસાલો બનાવવાની રીત

જ્યારે પણ આપણે ઘરે પંજાબી છોલે (Punjabi Chole) બનાવીએ છીએ, ત્યારે તેનો બધો સ્વાદ મસાલા પર ટકેલોહોય છે. બજારમાં મળતા મસાલામાં ઘણીવાર ભેળસેળ હોય છે અથવા તેની સુગંધ લાંબો સમયનથી ટકતી. આજે આપણે બનાવીશું Homemade Chole Masala Recipe in Gujarati.આ છોલે નો ગરમ મસાલો માત્ર નાખવાથી તમારા છોલેનું શાક બજાર જેવું જ ચટપટું અનેટેસ્ટી બનશે. સૌથી સારી વાત એ છે કે આ Chole Masala Powder તમે એકવાર બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો જોઈએ Chole Masalo Banavani Rit.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 50 ગ્રામ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

INGREDIENTS

  • 3-4 ચમચી સુકા આખા ધાણા
  • 4-5 નંગ સુકા લાલ મરચા
  • 2-3 ચમચી જીરું
  • 1 ચમચી શાહી જીરા
  • 8-10 મરી
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 5-6 લવિંગ
  • 2 મોટી એલચી
  • 1 જાવેન્ત્રી ફૂલ
  • 2-3 એલચી
  • 1 ચમચી વરીયાળી
  • 1-2 તમાલપત્ર
  • 1 ચમચી સુકા આમળા નો પાઉડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ચમચી સુકા દાડમ દાણા 2 ચમચી

Instructions

Homemade Chole Masalo Banavani Rit.

  • છોલે નો ગરમ મસાલો બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈ માં સુકા આખા ધાણા, સુકા લાલ મરચા, જીરું, મરી, તજ નો ટુકડો, લવિંગ, મોટી એલચી, એલચી, જાવંત્રી, વરીયાળી અને તમાલપત્ર નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. મસાલા શેકાઈ સુગંધ આવવા લાગે એટલે ગેસબંધ કરી નાખો.
  • ત્યાર બાદ એમાં કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો અને શેકાઈ ગયેલા આખા મસાલાને એક પ્લેટમાં કાઢી લો. તેને ઓરડાના તાપમાને (Room Temperature) સંપૂર્ણપણે ઠંડા થવા દો. ગરમ મસાલા પીસવાથી તેની સુગંધ ઉડી જાય છે અને મસાલામાં તેલ છૂટું પડી શકે છે.
  • હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખો સાથે સુકા દાડમ દાણા, આમળા પાઉડર નાખી ઢાંકણ બંધ કરી મિક્સરને સતત ચલાવવાને બદલે ‘Pulse Mode’ પર ચલાવીને મસાલાને એકદમ ઝીણો પીસી લો. તૈયાર થયેલા Chole Masala ને એકવાર ચાળણીથી ચાળી લો જેથી કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો તે અલગ નીકળી જાય. પીસેલા મસાલા ને એર ટાઈટ ડબામાં ભરી લ્યો અને છોલે બનાવવા ઉપયોગમાં લ્યો. તો તૈયાર છે છોલે નો ગરમ મસાલો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી