આજે આપણે Tindoda bhaat – ટીંડોડા ભાત બનાવવાની રીત શીખીશું. બજાર માં આજ કાલ ટીંડોડા આવવા લાગ્યા છે અને એનું એક નું એક શાક ખાઇ કંટાળી ગયા હો તો એક વખત આ મહારાષ્ટ્રીયન ભાત બનાવી ખાસો તો મજા આવી જશે અને વારંવાર બનાવશો.
INGREDIENTS
- ટીંડોડા 100 ગ્રામ
- ચોખા 1 ½ કપ
- લીલા મરચા સુધારેલા 3- 4
- લીલા ધાણા સુધારેલા 5- 7 ચમચી
- ઘી 3- 4 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- ગોંડા મસાલા 2 ½ ચમચી
- કાજુ ¼ કપ
- ગોળ 2 ચમચી
- લીંબુનો રસ 2- 3 ચમચી
- તાજુ છીણેલું નારિયળ 3- 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tindoda bhaat banavani recipe
ટીંડોડા ભાત બનાવવા સૌપ્રથમ કાજુ ને પંદર વીસ મિનિટ પાણી પલાળી દયો ત્યાર બાદ ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી પલાળી મુકો. ત્યાર બાદ ટીંડોડા ને ધોઈ સાફ કરી ઉપર નીચે ની દાડી કાપી અલગ કરી પાણી માં બે ભાગ કરી લાંબી લાંબી સુધારી લ્યો
મિક્સર જાર માં અથવા ખરલ માં લીલા મરચા, ચાર પાંચ ચમચી લીલા ધાણા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, ચોખા નીતરેલ ,લીલા ધાણા મરચા વાળી પેસ્ટ , સુધારેલ ટીંડોડા, પલાળેલા કાજુ અને ગોંડા મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે બે થી અઢી કપ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે પાણી ઉકાળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને ચડાવી લ્યો. ભાત અને ટીંડોડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા અને લીલું નારિયળ છીણેલું નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટીંડોડા ભાત.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tindoda bhaat banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 100 ગ્રામ ટીંડોડા
- 1 ½ કપ ચોખા
- 3- 4 લીલા મરચા સુધારેલા
- 5- 7 ચમચી લીલા ધાણા સુધારેલા
- 3- 4 ચમચી ઘી
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 2 ½ ચમચી ગોંડા મસાલા
- ¼ કપ કાજુ
- 2 ચમચી ગોળ 2
- 2-3 ચમચી લીંબુનો રસ
- 3-4 ચમચી તાજુ છીણેલું નારિયળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tindoda bhaat banavani recipe
- ટીંડોડા ભાત બનાવવા સૌપ્રથમ કાજુ ને પંદર વીસ મિનિટ પાણી પલાળી દયો ત્યાર બાદ ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી પલાળી મુકો. ત્યાર બાદ ટીંડોડા ને ધોઈ સાફ કરી ઉપર નીચે ની દાડી કાપી અલગ કરી પાણી માં બે ભાગ કરી લાંબી લાંબી સુધારી લ્યો
- મિક્સર જાર માં અથવા ખરલ માં લીલા મરચા, ચાર પાંચ ચમચી લીલા ધાણા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, ચોખા નીતરેલ ,લીલા ધાણા મરચા વાળી પેસ્ટ , સુધારેલ ટીંડોડા, પલાળેલા કાજુ અને ગોંડા મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે બે થી અઢી કપ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે પાણી ઉકાળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને ચડાવી લ્યો. ભાત અને ટીંડોડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા અને લીલું નારિયળ છીણેલું નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટીંડોડા ભાત.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mirchi ka kutta banavani rit | મિર્ચી કા કૂટટા બનાવવાની રીત
Kaashmiri dum aloo banavani recipe | કાશ્મીરી દમઆલું બનાવવાની રેસીપી
Lila lasan nu lasaniyu banavani rit | લીલા લસણ નું લાસણીયુ
Lili dungri na parotha | લીલી ડુંગળી ના પરોઠા
Mag nu khatu recipe | મગ નું ખાટું બનાવવાની રીત