Home Blog Page 6

Akhrot khajur no halvo – અખરોટ ખજુર નો હલવો બનાવવાની રેસીપી

આપણે અખરોટ નો હલવો ખાંડ કે ગોળ અને માવા સાથે તો ઘણી વખત બનાવ્યો હ્સેઅને મજા લીધી હશે પણ આજ આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર એક નવા જ સ્વાદ માં અખરોટનો હલવો બનાવશું. જે ખુબ સ્વાદીસ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Akhrot khajur no halvo – અખરોટ ખજુર નો હલવો બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • અખરોટ 250 ગ્રામ
  • ખજુર 500 ગ્રામ
  • ઘી 1 કપ
  • સંતરા નો જ્યુસ ½ કપ
  • મીઠું 1-2 ચપટી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પીસ્તા ની કતરણ 1-2 ચમચી

Akhrot khajur no halvo banavani recipe

અખરોટ ખજુર નો હલવો બનાવવા સૌથી પહેલા ખજુર ના ઠળિયા કાઢી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ખજુર ડૂબે એટલું પાણી નાખી આખી રાત પલાળી મુકો. અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ગરમ થાય એટલે એમાં અખરોટ નાખી પંદર ચીસ મિનીટ બાફી લ્યો.

અખરોટ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં પલાળેલી ખજુર નાખો અને મિક્સ કરી ચડાવી લ્યો ખજુર દસ મિનીટ ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલા અખરોટ નાખો અને બને ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.

હવે ગેસ સાવ ધીમો કરી મેસર વડે બધી સામગ્રી ને મેસ કરતા જાઓ.  ( અહી તમે બને ને થોડા ઠંડા કરી મિક્સર માં નાખી  દર્દરા પીસી પણ શકો છો ) બરોબર મેસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સંતરા નો જ્યુસ નાખી મિક્સ કરી લ્યો અને બીજી દસ મિનીટ ચડાવી લ્યો. અને ઘી અલગ થાય અને કડાઈ મુકવા લાગે એટલે દસ મિનીટ પછી એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી પિસ્તાની કતરણ થી ગર્નીશ કરી ગરમ ગરમ હલવા ની મજા લ્યો. તો તૈયાર છે અખરોટ ખજુર હલવો.

અહી તમારે ખજુર થોડા છુટા છુટા અને કોરા હોય છે એ વાપરવા

કુકર માં ઘી નાખી એમાં પલાળેલા ખજુર ને અને અખરોટ નાખી એક બે સીટી વગાડી લીધા બાદ મેસ કરી ને પણ હલવો બનાવી શકો છો. 

અખરોટ ખજુર નો હલવો બનાવવાની રેસીપી

Akhrot khajur no halvo - અખરોટ ખજુર નો હલવો

Akhrot khajur no halvo banavani recipe

આપણે અખરોટ નો હલવો ખાંડ કે ગોળ અને માવા સાથે તો ઘણી વખત બનાવ્યો હ્સેઅને મજા લીધી હશેપણ આજ આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર એક નવા જ સ્વાદ માં અખરોટનો હલવોબનાવશું. જે ખુબ સ્વાદીસ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Akhrot khajur no halvo – અખરોટ ખજુર નો હલવો બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 250 ગ્રામ અખરોટ
  • 500 ગ્રામ ખજુર ગ્રામ
  • 1 કપ ઘી
  • ½ કપ સંતરા નો જ્યુસ
  • 1-2 ચપટી મીઠું
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ

Instructions

Akhrot khajur no halvo banavani recipe

  • અખરોટ ખજુર નો હલવો બનાવવા સૌથી પહેલા ખજુર ના ઠળિયા કાઢી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ખજુર ડૂબે એટલું પાણી નાખી આખી રાત પલાળી મુકો. અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ગરમ થાય એટલે એમાં અખરોટ નાખી પંદર ચીસ મિનીટ બાફી લ્યો.
  • અખરોટ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં પલાળેલી ખજુર નાખો અને મિક્સ કરી ચડાવી લ્યો ખજુર દસ મિનીટ ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલા અખરોટ નાખો અને બને ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
  • હવે ગેસ સાવ ધીમો કરી મેસર વડે બધી સામગ્રી ને મેસ કરતા જાઓ. ( અહી તમે બને ને થોડા ઠંડા કરી મિક્સર માં નાખી દર્દરા પીસી પણ શકો છો ) બરોબર મેસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સંતરા નો જ્યુસ નાખી મિક્સ કરી લ્યો અને બીજી દસ મિનીટ ચડાવી લ્યો અને ઘી અલગ થાય અને કડાઈ મુકવા લાગે એટલે દસ મિનીટ પછી એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી પિસ્તાની કતરણ થી ગર્નીશ કરી ગરમ ગરમ હલવા ની મજા લ્યો. તો તૈયાર છે અખરોટ ખજુર હલવો.

Notes

  1. અહી તમારે ખજુર થોડા છુટા છુટા અને કોરા હોય છે એ વાપરવા
  2. કુકર માં ઘી નાખી એમાં પલાળેલા ખજુર ને અને અખરોટ નાખી એક બે સીટી વગાડી લીધા બાદ મેસ કરી ને પણ હલવો બનાવી શકો છો. 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singoda nu athanu | સિંગોડા નું અથાણું બનાવવાની રેસીપી

આ અથાણું ખુબ જ સ્વાદિત બની ને તૈયાર થાય છે જે રોટલી, પરોઠા, ભાખરી, ભાત કે રોટલા સાથે સર્વ કરી શકો છો. એક વખત બનાવી તમે બાર મહિના સુંધી આ અથાણા ની મજા લઇ શકો છો. તો ચાલો Singoda nu athanu – સિંગોડા નું અથાણું બનાવવાની રીત શીખીશું.

INGREDIENTS

  1. સિંગોડા 2 કિલો
  2. હળદર 2 ચમચી
  3. લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  4. ચીલી ફ્લેક્ષ 2 ચમચી
  5. જીરું 2 ચમચી
  6. વરિયાળી 2 ચમચી
  7. કલોંજી 1 ચમચી
  8. મેથી દાણા 1 ચમચી
  9. સુકા આખા ધાણા 3-4 ચમચી
  10. રાઈ ના કુરિયા 4-5 ચમચી
  11. લસણ 40 -50 
  12. લીલા મરચા 15-20
  13. મીઠું સ્વાદ મુજબ
  14. વિનેગર / લીંબુનો રસ ¼  કપ  
  15. તેલ / સરસો તેલ ½ કિલો

Singoda nu athanu banavani recipe

સિંગોડા નું અથાણું બનાવવા સૌથી પહેલા સિંગોડા ને ધોઈ બરોબર સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ગેસ પર મોટી તપેલી માં ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. ત્યાર બાદ ચાકુથી કાપી બે ભાગમાં કટકા કરી લ્યો અને સિંગોડા ના કાટા જેવા ભાગ ને કાપી અલગ કરી લ્યો ત્યાર બાદ સિંગોડા ને ઉકળતા પાણીમાં નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો,

ત્યાર બાદ એની છાલ અલગ કરી લ્યો અને તડકામાં અથવા પંખા નીચે ફેલાવી ને સુકવી કોરા કરી લ્યો. સિંગોડા કોરા થાય ત્યાં સુંધી ગેસ પર એક કડાઈમાં આખા સુકા ધાણા, મેથી દાણા, કલોંજી, જીરું અને વરીયાળી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી બીજા વાસણમાં કાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં સાફ કરેલ લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી એને પણ દર્દરા પીસી લ્યો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ફૂલ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને ઠંડું થવા દયો.

હવે સુકાયેલા સિંગોડા ને એક મોટા વાસણમાં લઇ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફેલ્ક્ષ, રાઈ ના કુરિયા, વિનેગર/ લીંબુનો રસ, પીસેલા લસણ મરચા, પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં ઠંડું થયેલ તેલ નાખી બરોબર  મિક્સ કરી લ્યો ત્યાર બાદ અટીયાર અથાણા ને સાફ કોરી કાંચ ની બરણીમાં નાખી પેક કરી બરણી ને ચાર પાંચ દિવસ તડકામાં મુકો અને રોજ એક થી બે વખત હલાવી મિક્સ કરી લ્યો. પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે સિંગોડા નું અથાણું.

સિંગોડા નું અથાણું બનાવવાની રેસીપી

Singoda nu athanu - સિંગોડા નું અથાણું

Singoda nu athanu banavani recipe – સિંગોડા નું અથાણું

આ અથાણું ખુબ જ સ્વાદિત બની ને તૈયાર થાય છે જે રોટલી, પરોઠા, ભાખરી, ભાત કે રોટલા સાથે સર્વ કરી શકો છો. એક વખત બનાવી તમે બાર મહિના સુંધી આ અથાણા ની મજા લઇશકો છો. તો ચાલો Singoda nu athanu – સિંગોડા નું અથાણું બનાવવાની રીત શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 4 days
Total Time: 4 days 50 minutes
Servings: 2 કિલો

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2 કિલો સિંગોડા
  • 2 ચમચી હળદર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ચીલી ફ્લેક્ષ
  • 2 ચમચી જીરું
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી કલોંજી
  • 1 ચમચી મેથી દાણા
  • 3-4 ચમચી સુકા આખા ધાણા
  • 4-5 ચમચી રાઈ ના કુરિયા
  • 40 -50 લસણ
  • 15-20 લીલા મરચા
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ વિનેગર / લીંબુનો રસ
  • ½ કિલો તેલ / સરસો તેલ

Instructions

Singoda nu athanu banavani recipe

  • સિંગોડા નું અથાણું બનાવવા સૌથી પહેલા સિંગોડા ને ધોઈ બરોબર સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ગેસ પર મોટી તપેલી માં ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. ત્યાર બાદ ચાકુથી કાપી બે ભાગમાં કટકા કરી લ્યો અને સિંગોડા ના કાટા જેવા ભાગ ને કાપી અલગ કરી લ્યો ત્યાર બાદ સિંગોડા ને ઉકળતા પાણીમાં નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો,
  • ત્યાર બાદ એની છાલ અલગ કરી લ્યો અને તડકામાં અથવા પંખા નીચે ફેલાવી ને સુકવી કોરા કરી લ્યો. સિંગોડા કોરા થાય ત્યાં સુંધી ગેસ પર એક કડાઈમાં આખા સુકા ધાણા, મેથી દાણા, કલોંજી, જીરું અને વરીયાળી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી બીજા વાસણમાં કાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં સાફ કરેલ લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી એને પણ દર્દરા પીસી લ્યો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ફૂલ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને ઠંડું થવા દયો.
  • હવે સુકાયેલા સિંગોડા ને એક મોટા વાસણમાં લઇ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફેલ્ક્ષ, રાઈ ના કુરિયા, વિનેગર/ લીંબુનો રસ, પીસેલા લસણ મરચા, પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં ઠંડું થયેલ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અટીયાર અથાણા ને સાફ કોરી કાંચ ની બરણીમાં નાખી પેક કરી બરણી ને ચાર પાંચ દિવસ તડકામાં મુકો અને રોજ એક થી બે વખત હલાવી મિક્સ કરી લ્યો. પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે સિંગોડા નું અથાણું.

Notes

  1. જો સિંગોડા બાફતી વખતે મીઠું નાખો તો પાછળ થી મીઠું એ મુજબ નાખવું.
  2. તમે સિંગોડા જો સાવ કાચા હોય તો સીન્ગોડાના કાંટા વાળા ભાગ ને દુર કરી છાલ સાથે પણ અથાણું બનાવી શકો છો.
  3. અથાણા માં તેલ અથાણા ઉપર રહે એ રીતે નાખવું જેથી અથાણું લાંબો સમય સુંધી સારું રહે.
  4. જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને લસણ મરચા ને સુધારી ને પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Jamfal no halvo – જામફળ નો હલવો બનાવવાની રેસીપી

અત્યારે બજારમાં ખુબ સરસ જામફળ મળે છે અને આપણે જામફળ માંથી શોર્ટ્સ, આઈસ ક્રીમ, શાક, ચટણી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણે એમાંથી એમ મીઠી બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જ તૈયાર થઇ જશે. તો ચાલો Jamfal no halvo – જામફળ નો હલવો બનવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • પાકેલા જામફળ 3-4
  • ખાંડ 1 ½ કપ
  • લીંબુનો રસ 1 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • બીટ નો રસ 2-3 ચમચી
  • બદામની કતરણ 3-4 ચમચી

Jamfal no halvo banavani reicpe

જામફળ નો હલવો બનાવવા સૌથ પહેલા પાકેલા અને કડક જામફળ ને પાણીથી  બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં નાનો કાંઠો મૂકી એના પર તપેલી મૂકી તપેલીમાં સાફ કરેલ જામફળ મૂકી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવે એક મોલ્ડ કે થાળીમાં ઘી એના પર બટર પેપર મૂકી એના પર ફરી ઘી લગાવી એમાં બાદમ ની કતરણ ફેલાવી તૈયાર કરી એક બાજુ મકો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને તપેલી બહાર કાઢી લ્યો.

હવે બાફેલા જામફળ ઠંડા થાય એટલે બે કટકા કરી ચમચી થી બીજ અલગ કરી લ્યો અને બાકી રહેલ જામફળ ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ જે બીજ અલગ કરેલ હતા એને પણ ગરણી માં મેસ કરી એમથી પણ પલ્પ અલગ કરી લ્યો.

તૈયાર પલ્પ ને વાટકામાં નાખી માપી લ્યો અને કડાઈમાં નાખો સાથે જેટલા વાટકા પલ્પ હોય એટલી જ ખાંડ નાખો અને ત્યાર બાદ બરોર્બ મિક્સ કરી લીધા બાદ ગેસ ચાલુ કરી લ્યો.

પહેલા ફૂલ તાપે હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીત નો રસ નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણચમચી નાખી હ્લ્વાને હલાવતા રહો. હલવો કડાઈ મુકવા લાગે એટલે બીજી એક થી બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ હલવો એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર હાલવાને ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળીમાં નાખઈ એક સરખું ફેલાવી દયો અને સેટ થવા બે ત્રણ કલાક મુકો. ત્રણ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જામફળ માંથી હલવો.

જામફળ નો હલવો બનાવવાની રેસીપી

Jamfal no halvo - જામફળ નો હલવો

Jamfal no halvo banavani reicpe

અત્યારે બજારમાં ખુબ સરસ જામફળ મળે છે અને આપણે જામફળ માંથીશોર્ટ્સ, આઈસ ક્રીમ, શાક, ચટણી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણેએમાંથી એમ મીઠી બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જતૈયાર થઇ જશે. તો ચાલો Jamfal no halvo – જામફળ નો હલવો બનવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગરણી
  • 1 મિક્સર
  • 1 કુકર

Ingredients

  • 3-4 પાકેલા જામફળ
  • 1 ½ કપ ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી ઘી
  • 2-3 ચમચી બીટ નો રસ
  • 3-4 ચમચી બદામની કતરણ

Instructions

Jamfal no halvo banavani reicpe

  • જામફળ નો હલવો બનાવવા સૌથ પહેલા પાકેલા અને કડક જામફળ ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં નાનો કાંઠો મૂકી એના પર તપેલી મૂકી તપેલીમાં સાફ કરેલ જામફળ મૂકી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવે એક મોલ્ડ કે થાળીમાં ઘી એના પર બટર પેપર મૂકી એના પર ફરી ઘી લગાવી એમાં બાદમ ની કતરણ ફેલાવી તૈયાર કરી એક બાજુ મકો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને તપેલી બહાર કાઢી લ્યો.
  • હવે બાફેલા જામફળ ઠંડા થાય એટલે બે કટકા કરી ચમચી થી બીજ અલગ કરી લ્યો અને બાકી રહેલ જામફળ ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ જે બીજ અલગ કરેલ હતા એને પણ ગરણી માં મેસ કરી એમથી પણ પલ્પ અલગ કરી લ્યો.
  • હવે તૈયાર પલ્પ ને વાટકામાં નાખી માપી લ્યો અને કડાઈમાં નાખો સાથે જેટલા વાટકા પલ્પ હોય એટલી જ ખાંડ નાખો અને ત્યાર બાદ બરોર્બ મિક્સ કરી લીધા બાદ ગેસ ચાલુ કરી લ્યો.
  • પહેલા ફૂલ તાપે હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીત નો રસ નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણચમચી નાખી હ્લ્વાને હલાવતા રહો. હલવો કડાઈ મુકવા લાગે એટલે બીજી એક થી બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ હલવો એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર હાલવાને ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળીમાં નાખઈ એક સરખું ફેલાવી દયો અને સેટ થવા બે ત્રણ કલાક મુકો. ત્રણ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જામફળ માંથી હલવો.

Notes

  1. અહી તમે ખાંડ થોઈ ઓછી કે વધુ તમારી પસંદ મુજબ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Badam Revdi banavani rit | બદામ રેવડી બનાવવાની રીત

આપણે બધાએ અલગ અલગ મંદિરોમાં ભગવાન ની પ્રસાદીમાં રેવડી નો પ્રસાદ તો લીધો જ હશે અને આપણે બધાએ ખાંડ ગોળ ની ચીક્કી ની પણ મજા લીધી છે પણ આજ આપણે ચીક્કી અને રેવડી બને ને સાથે મિક્સ કરી એક નવી રેવડી નો સ્વાદ લેશું. જે બનાવી ને રાખી દયો અને જયારે ભૂખ લાગે ત્યારે મજા લ્યો અથવા બાળકો ને ચોકલેટ ની જગ્યાએ પણ આપી શકો છો. તો ચાલો Badam Revdi – બદામ રેવડી બનાવવાની રીત શીખીએ. 

INGREDIENTS

  • બદામ 1 કપ
  • ખાંડ ½ કપ
  • સફેદ તલ 1 કપ
  • મીઠું 1-2 ચપટી
  • એલચી પાઉડર ½ ચમચી

Badam Revdi banavani rit

બદામ રેવડી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં બટર પેપર કે સાફ કપડા માં કાઢી ઠંડા કરવા મુકો. ત્યાર બાદ એજ કડાઈમાં બાદમ નાખી ધીમા તાપે હલાવતા રહી બદામને શેકો. બદામ શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. બાદમ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને હલાવતા રહી ખાંડ અને બદામ ને શેકો.

ખાંડ ઓગળી ને કેરેમલ થવા લાગે એટલે એમાં મીઠું, એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બદામ ને તલ માં નાખી કપડું કે બટર પેપર હલાવતા રહી બધી બદામ પર તલ નું કોટિંગ કરી લ્યો ,

થોડી વાર એમજ કપડા કે પેપરમાં ફરેવી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકો એટલે હાથ માં  થોડી વધારાના તલ અલગ કરી બદામ ને બિલકુલ ઠંડી થવા દયો. તૈયાર રેવડી ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બદામ રેવડી.  

ખાંડ ઓગળી ને આપણે ચીક્કી માટે જેવી કેરેમલ કરીએ એવી કેરેમલ થાય પછી જ તલ માં નાખવી.

બદામ રેવડી બનાવવાની રીત

Badam Revdi - બદામ રેવડી

Badam Revdi banavani rit – બદામ રેવડી

આપણે બધાએ અલગ અલગ મંદિરોમાં ભગવાન ની પ્રસાદીમાં રેવડી નો પ્રસાદ તો લીધો જ હશે અનેઆપણે બધાએ ખાંડ ગોળ ની ચીક્કી ની પણ મજા લીધી છે પણ આજ આપણે ચીક્કી અને રેવડી બનેને સાથે મિક્સ કરી એક નવી રેવડી નો સ્વાદ લેશું. જેબનાવી ને રાખી દયો અને જયારે ભૂખ લાગે ત્યારે મજા લ્યો અથવા બાળકો ને ચોકલેટ નીજગ્યાએ પણ આપી શકો છો. તો ચાલો Badam Revdi – બદામ રેવડી બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 કડાઈ
  • 1 બટર પેપર / કપડું

Ingredients

  • 1 કપ બદામ
  • ½ કપ ખાંડ
  • 1 કપ સફેદ તલ
  • 1-2 ચપટી મીઠું
  • ½ ચમચી એલચી પાઉડર

Instructions

Badam Revdi banavani rit

  • બદામ રેવડી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં બટર પેપર કે સાફ કપડા માં કાઢી ઠંડા કરવા મુકો. ત્યાર બાદ એજ કડાઈમાં બાદમ નાખી ધીમા તાપે હલાવતા રહી બદામને શેકો. બદામ શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. બાદમ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને હલાવતા રહી ખાંડ અને બદામ ને શેકો.
  • ખાંડ ઓગળી ને કેરેમલ થવા લાગે એટલે એમાં મીઠું, એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બદામ ને તલ માં નાખી કપડું કે બટર પેપર હલાવતા રહી બધી બદામ પર તલ નું કોટિંગ કરી લ્યો ,
  • થોડી વાર એમજ કપડા કે પેપરમાં ફરેવી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકો એટલે હાથ માં થોડી વધારાના તલ અલગ કરી બદામ ને બિલકુલ ઠંડી થવા દયો. તૈયાર રેવડી ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બદામ રેવડી.

Notes

  1. ખાંડ ઓગળી ને આપણે ચીક્કી માટે જેવી કેરેમલ કરીએ એવી કેરેમલ થાય પછી જ તલ માં નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singoda chaat banavani recipe | સિંગોડા ચાટ બનાવવાની રેસીપી

સિંગોડા ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે અને તમે સિંગોડા બાફી ને શાક બનાવી ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક ચાર્ટ બનાવશું જે ખુબ ઓછી સામગ્રીથી તૈયાર થશે અને ખુબ સ્વાદીસ્ટ પણ લાગશે. તો ચાલો Singoda chaat – સિંગોડા ચાટ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સિંગોડા 500 ગ્રામ
  • લીલા મરચા ઝીણા સુધારેલ 1-2
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 3-4 ચમચી
  • છીણેલું આદ્દું 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Singoda chaat banavani recipe

સિંગોડા ચાટ બનાવવા સૌથી પહેલા કાચા સિંગોડા ને પંદર વીસ મિનીટ પાણીમાં મીઠું નાખી બોળી રાખો ત્યાર બાદ સિંગોડાના કાંટા ના વાગે એમ મસળી ને એક એક સિંગોડા ને સાફ કરી બીજા પાણીમાં નાખતા જાઓ. આમ બધા સિંગોડા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો.

હવે એક વાસણમાં ધોઈ સિંગોડા નાખો અને એમાં એક થી બે ગ્લાસ પાણી નાખી પંદર થી વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી સિંગોડા ને ચારણીમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો. અને સિંગોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઇ એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાખી તતડાવી લો ત્યાર બાદ એમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખી શેકી લ્યો. બને બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સિંગોડા નાખી મિક્ક્ષ કરી લ્યો,

ત્યાર બાદ એમાં  મરી પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હલાવી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી ઢાંકણ ખોલી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્ક્ષ  ગરમ ગરમ સર્વ કરો.

સિંગોડા ચાટ બનાવવાની રેસીપી

Singoda chaat - સિંગોડા ચાટ

Singoda chaat banavani recipe

સિંગોડા ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે અને તમે સિંગોડા બાફી ને શાક બનાવી ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક ચાર્ટ બનાવશું જેખુબ ઓછી સામગ્રીથી તૈયાર થશે અને ખુબ સ્વાદીસ્ટ પણ લાગશે. તો ચાલો Singoda chaat – સિંગોડા ચાટ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

  • 500 ગ્રામ સિંગોડા
  • 1-2 લીલા મરચા ઝીણા સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 1 ચમચી છીણેલું આદ્દું
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1-2 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Singoda chaat banavani recipe

  • સિંગોડા ચાટ બનાવવા સૌથી પહેલા કાચા સિંગોડા ને પંદર વીસ મિનીટ પાણીમાં મીઠું નાખી બોળી રાખો ત્યાર બાદ સિંગોડાના કાંટા ના વાગે એમ મસળી ને એક એક સિંગોડા ને સાફ કરી બીજા પાણીમાં નાખતા જાઓ. આમ બધા સિંગોડા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો.
  • હવે એક વાસણમાં ધોઈ સિંગોડા નાખો અને એમાં એક થી બે ગ્લાસ પાણી નાખી પંદર થી વીસ મિનીટ માટે બાફી લ્યો. વીસ મિનીટ પછી સિંગોડા ને ચારણીમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો. અને સિંગોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઇ એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી નાખી ને ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાખી તતડાવી લો ત્યાર બાદ એમાં છીણેલું આદુ અને લીલા મરચા નાખી શેકી લ્યો. બને બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સિંગોડા નાખી મિક્ક્ષ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં મરી પાઉડર, સંચળ, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી હલાવી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનીટ ચડાવી લ્યો ચાર મિનીટ પછી ઢાંકણ ખોલી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્ક્ષ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સિંગોડા ચાર્ટ.

Notes

  1. તીખાસ, મીઠું અને ખટાસ તમારી પસંદ મુજબ નાખવા
  2. તમે આ ચાર્ટ કાચા સિંગોડા માંથી પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

adadiya no lachko banavani rit | અડદિયા નો લચકો બનાવવાની રીત

આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધા ને પસંદ આવતો હોય છે. લગ્ન પ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ. 

INGREDIENTS

  • દર્દરી પીસેલી અડદ દાળ 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • ખાંડ / ગોળ 250 ગ્રામ
  • માવો 250 ગ્રામ
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બાદમ ના કટકા 3-4 ચમચી
  • પિસ્તાના કટકા 2-3 ચમચી
  • ખાવા નો ગુંદ 75  ગ્રામ
  • કીસમીસ 2-3 ચમચી
  • અડદિયા નો ગરમ મસાલો 3-4 ચમચી
  • નવશેકું દૂધ 1-2 ચમચી
  • ખસખસ 1-2 ચમચી 

adadiya no lachko banavani rit

અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી  નાખી ગરમ  કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે  ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ  કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.

હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ  ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.

હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.

ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.  

તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો. 

અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.

ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે

અડદિયા નો લચકો બનાવવાની રીત

adadiya no lachko - અડદિયા નો લચકો

adadiya no lachko banavani rit

આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધાને પસંદ આવતો હોય છે. લગ્નપ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ. 
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 1 કિલો આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 250 ગ્રામ દર્દરી પીસેલી અડદ દાળ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ ખાંડ / ગોળ
  • 250 ગ્રામ માવો
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બાદમ ના કટકા ચમચી
  • 2-3 ચમચી પિસ્તાના કટકા
  • 75 ગ્રામ ખાવા નો ગુંદ
  • 2-3 ચમચી કીસમીસ
  • 3-4 ચમચી અડદિયા નો ગરમ મસાલો
  • 1-2 ચમચી નવશેકું દૂધ
  • 1-2 ચમચી ખસખસ

Instructions

adadiya no lachko banavani rit

  • અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.
  • હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.
  • હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.
  • ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.

Notes

  1. તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો. 
  2. અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
  3. લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.
  4. ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Singdana aamti – janjanit Zirka banavani rit | સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા

આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે અને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદ હોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.

Ingredients

  • શેકેલ સિંગદાણા 4-5 ચમચી
  • શેકેલ સુકા નારિયલ નું છીણ 2-3 ચમચી
  • લીલા મરચા 3-4
  • શેકેલ સફેદ તલ 2-3 ચમચી
  • લસણ ની કણી 10-12
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણી 3-4 કપ
  • મીઠું સ્વાદ મુજબ 

Singdana aamti – janjanit Zirka banavani rit

સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.

હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને  ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.

પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.

સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત

Singdana aamti – janjanit Zirka - સિંગદાણા આમટી - જણજનીત ઝીરકા

Singdana aamti – janjanit Zirka banavani rit

આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાનીરીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છેઅને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદહોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 4-5 ચમચી શેકેલ સિંગદાણા
  • 2-3 ચમચી શેકેલ સુકા નારિયલ નું છીણ
  • 3-4 લીલા મરચા
  • 2-3 ચમચી શેકેલ સફેદ તલ
  • 10-12 લસણ ની કણી
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1 કપ લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 3-4 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Singdana aamti – janjanit Zirka banavani rit

  • સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.
  • હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.
  • પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી