Home Blog Page 7

Tricolour Salad Recipe in Gujarati | તિરંગા સલાડ રેસીપી

Republic Day (26 January) કે Independence Day (15 August) જેવા રાષ્ટ્રીય તહેવારો પર આપણે હંમેશા કંઈક ખાસ કરવા માંગતા હોઈએ છીએ. જો તમે ખાવાના શોખીન હોવ અને સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા હોવ, તો આ Tricolour Salad Recipe in Gujarati તમારા માટે પરફેક્ટ છે. આ તિરંગા સલાડ માં આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના, પરંતુ કુદરતી શાકભાજી – ગાજર (કેસરી), મૂળા (સફેદ) અને કાકડી (લીલો) નો ઉપયોગ કરીને Indian Flag ના રંગો આપીશું. આ Healthy Salad બનાવવામાં માત્ર 5-10 મિનિટ લાગે છે. તો ચાલો જોઈએ Tiranga Salad Banavani Rit.

Ingredients

  1. 2 નંગ: ગાજર (Carrots) – કેસરી રંગ માટે
  2. 1 નંગ: મૂળો (Radish) અથવા કોપરું – સફેદ રંગ માટે
  3. 2 નંગ: કાકડી (Cucumber) – લીલા રંગ માટે
  4. 1 ચમચી: લીંબુનો રસ (Lemon Juice)
  5. 1/2 ચમચી: મરી પાવડર (Black Pepper Powder)
  6. 1/2 ચમચી: શેકેલું જીરું પાવડર (Roasted Cumin Powder)
  7. સ્વાદાનુસાર: મીઠું (Salt) અને ચાટ મસાલો
  8. સજાવટ માટે: કોથમીર અથવા ફુદીનાનું પાન (અશોક ચક્ર માટે)

Tricolour Salad banavani rit

તિરંગા સલાડ બનાવવા સૌ પ્રથમ ગાજર, મૂળા અને કાકડીને પાણીથી બરાબર ધોઈ લો. ગાજર અને મૂળાની છાલ ઉતારી લો. કાકડીને છાલ સાથે જ રાખો જેથી તેનો ઘાટો લીલો રંગ જળવાઈ રહે. હવે ત્રણેય શાકભાજીને અલગ-અલગ બાઉલમાં છીણી (Grate) લો. ધ્યાન રાખો કે ત્રણેયને મિક્સ નથી કરવાના.

હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં સૌથી ઉપરના ભાગમાં છીણેલું ગાજર ગોઠવો. ગાજર કુદરતી રીતે કેસરી રંગ આપે છે. ગાજરની અંદર થોડું મીઠું અને મરી પાવડર ભભરાવો જેથી ટેસ્ટ સારો આવે. તેને હાથેથી અથવા ચમચીથી દબાવીને એક સરખું સેટ કરો.

ગાજરની બરાબર નીચે છીણેલા મૂળાનું લેયર બનાવો. મૂળાનો સ્વાદ થોડો તીખો હોય છે જે સલાડમાં મજા આપે છે. (જો બાળકો માટે બનાવતા હોવ તો મૂળાની જગ્યાએ છીણેલું પનીર પણ વાપરી શકો). છેલ્લે સૌથી નીચે લીલા રંગ માટે છીણેલી કાકડી ગોઠવો.

ત્રણેય લેયર ગોઠવાઈ જાય એટલે ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટો. વચ્ચે અશોક ચક્ર દર્શાવવા માટે એક કાકડીની સ્લાઈસ અથવા લવિંગનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે દેશભક્તિના રંગે રંગાયેલું Republic Day Special Tricolour Salad. આ Tricolour Salad માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે. આ વખતે મહેમાનો માટે જમવાની થાળીમાં આ સલાડ જરૂરથી સામેલ કરજો. જો તમને આ Gujarati Recipe ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ!

તિરંગા સલાડ બનાવવાની રીત

Tricolour Salad - તિરંગા સલાડ

Tricolour Salad Recipe in Gujarati | તિરંગા સલાડ રેસીપી

Republic Day (26 January) કે Independence Day (15 August) જેવા રાષ્ટ્રીય તહેવારો પર આપણે હંમેશા કંઈક ખાસ કરવા માંગતા હોઈએછીએ. જો તમે ખાવાના શોખીન હોવ અને સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા હોવ, તો આ Tricolour Salad Recipe inGujarati તમારા માટે પરફેક્ટ છે. આ તિરંગા સલાડ માં આપણેકોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના, પરંતુ કુદરતી શાકભાજી -ગાજર (કેસરી), મૂળા (સફેદ) અને કાકડી(લીલો) નો ઉપયોગ કરીનેIndian Flag ના રંગો આપીશું. આ Healthy Salad બનાવવામાં માત્ર 5-10મિનિટ લાગે છે. તો ચાલોજોઈએ Tiranga Salad Banavani Rit.
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 બાઉલ
  • 1 પ્લેટ

Ingredients

  • 2 નંગ ગાજર Carrots – કેસરી રંગ માટે
  • 1 નંગ મૂળો Radish અથવા કોપરું – સફેદ રંગ માટે
  • 2 નંગ કાકડી Cucumber – લીલા રંગ માટે
  • 1 ચમચી લીંબુનો રસ Lemon Juice
  • 1/2 ચમચી મરી પાવડર Black Pepper Powder
  • 1/2 ચમચી શેકેલું જીરું પાવડર Roasted Cumin Powder
  • સ્વાદાનુસાર મીઠું Salt અને ચાટ મસાલો
  • સજાવટ માટે: કોથમીર અથવા ફુદીનાનું પાન અશોક ચક્ર માટે

Instructions

Tricolour Salad banavani rit

  • તિરંગા સલાડ બનાવવા સૌ પ્રથમ ગાજર, મૂળા અને કાકડીને પાણીથી બરાબર ધોઈ લો. ગાજર અને મૂળાની છાલ ઉતારી લો. કાકડીને છાલ સાથે જ રાખો જેથી તેનો ઘાટો લીલો રંગ જળવાઈ રહે. હવે ત્રણેય શાકભાજીને અલગ-અલગ બાઉલમાં છીણી (Grate) લો. ધ્યાન રાખો કે ત્રણેયને મિક્સ નથી કરવાના.
  • હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં સૌથી ઉપરના ભાગમાં છીણેલું ગાજર ગોઠવો. ગાજર કુદરતી રીતે કેસરી રંગ આપે છે. ગાજરની અંદર થોડું મીઠું અને મરી પાવડર ભભરાવો જેથી ટેસ્ટ સારો આવે. તેને હાથેથી અથવા ચમચીથી દબાવીને એક સરખું સેટ કરો.
  • ગાજરની બરાબર નીચે છીણેલા મૂળાનું લેયર બનાવો. મૂળાનો સ્વાદ થોડો તીખો હોય છે જે સલાડમાં મજા આપે છે. (જો બાળકો માટે બનાવતા હોવ તો મૂળાની જગ્યાએ છીણેલું પનીર પણ વાપરી શકો). છેલ્લે સૌથી નીચે લીલા રંગ માટે છીણેલી કાકડી ગોઠવો.
  • ત્રણેય લેયર ગોઠવાઈ જાય એટલે ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટો. વચ્ચે અશોક ચક્ર દર્શાવવા માટે એક કાકડીની સ્લાઈસ અથવા લવિંગનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે દેશભક્તિના રંગે રંગાયેલું Republic Day Special Tricolour Salad.
  • આ Tricolour Salad માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે. આ વખતે મહેમાનો માટે જમવાની થાળીમાં આ સલાડ જરૂરથી સામેલ કરજો. જો તમને આ Gujarati Recipe ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ!
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શિયાળાનું સ્પેશિયલ: દેશી ગાજર અને લસણનું અથાણું – Desi Gajar Lasan nu Athanu Recipe in Gujarati

શિયાળામાં બજારમાં મળતા દેશી ગાજર (Desi Carrots) માત્ર હલવો બનાવવા માટે જ નથી હોતા, તેનું અથાણું પણ જબરદસ્ત બને છે આજ આપણે દેશી ગાજર અને લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. આ અથાણું ખાસ દેસી ગાજર માંથી બનાવવામાં આવે છે. રેગ્યુલર ગાજર માંથી પણ બનાવી શકો છો પણ દેસી ગાજર માંથી બનાવેલ અથાણા નો સ્વાદ અલગ જ આવશે. આ અથાણું બનાવવી ખુબ સરળ અને ઓછી સામગ્રી અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવવામાં આવે છે. આ Desi Gajar ane Lasan nu Athanu એક પ્રકારનું “ઈન્સ્ટન્ટ અથાણું” છે, એટલે કે તમે બનાવ્યાના 1 કલાકમાં જ ખાવાનું શરૂ કરી શકો છો.

INGREDIENTS

  1. દેશી ગાજર 500 ગ્રામ
  2. લસણ ની કણી 25-30
  3. હળદર 1 ચમચી
  4. લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
  5. હિંગ ½ ચમચી
  6. સ્વાદ મુજબ મીઠું
  7. તેલ ½ કપ

Desi Gajar ane Lasan nu Athanu banavani rit

દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવા સૌથી પહેલા દેશી ગાજર ને પાણીમાં નાખી દસ પંદર મિનીટ પલાળી રાખો ત્યાર બાદ ઘસી ને ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ચાકુથી છોલી લ્યો ત્યાર બાદ આંગળી ની સાઈઝ જેટલા લાંબા લાંબા કાપી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ જાડા કટકા કરી લ્યો.

હવે કટકા કરેલ ગાજર માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દિવસમાં બે ચાર હલાવી લેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે તડકામાં કપડા પર ફેલાવી ને ત્રણ ચાર કલાક સુકાવી લેવા. ચાર કલાક પછી સુકાઈ કોરા થયેલ ગાજર ભેગા કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ખંડણી માં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંલસણ મરચાની પેસ્ટ નાખી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકાવેલ ગાજર નાખો અને જરૂર લાગે તો મીઠું નાખી સાવ ધીમા તાપે મિક્સ કરી ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને અથાણા ને ઠંડુ થવા દયો. અથાણું ઠંડું થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે દેશી ગાજર અને લસણ નું અથાણું.

 Gajar Lasan nu Athanu recipe tip

અથાણા ને બરણીમાં ભરી લ્યો અને એના પર તેલ આવી જાય એટલું તેલ હોવું જોઈએ તોજ અથાણું બહાર લાંબો સમય સુંધી ચાલશે. જો તમને વધારે તેલ ના નાખવું હોય તો તૈયાર અથાણા ને ફ્રીઝ માં મુકો અને જરૂર મુજબ કાઢી મજા લ્યો.

દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવાની રીત

Desi Gajar ane Lasan nu Athanu - દેશી લાલ ગાજર અને લસણનું અથાણું

દેશી ગાજર અને લસણનું અથાણું – Desi Gajar Lasan nu Athanu Recipe in Gujarati

શિયાળામાં બજારમાં મળતા દેશી ગાજર (Desi Carrots)માત્ર હલવો બનાવવા માટે જ નથી હોતા, તેનું અથાણું પણ જબરદસ્ત બને છે આજ આપણે દેશી ગાજર અને લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. આ અથાણું ખાસ દેસી ગાજર માંથી બનાવવામાં આવે છે. રેગ્યુલર ગાજર માંથી પણ બનાવી શકો છો પણ દેસી ગાજરમાંથી બનાવેલ અથાણા નો સ્વાદ અલગ જ આવશે. આઅથાણું બનાવવી ખુબ સરળ અને ઓછી સામગ્રી અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવવામાંઆવે છે. આ Desi Gajar ane Lasan nu Athanu એક પ્રકારનું "ઈન્સ્ટન્ટ અથાણું" છે, એટલે કે તમે બનાવ્યાના 1 કલાકમાં જ ખાવાનું શરૂ કરી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી

Ingredients

  • 500 ગ્રામ દેશી ગાજર
  • 25-30 લસણ ની કણી
  • 1 ચમચી હળદર
  • 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ તેલ

Instructions

Desi Gajar ane Lasan nu Athanu banavani rit

  • દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવા સૌથી પહેલા દેશી ગાજર ને પાણીમાં નાખી દસ પંદર મિનીટ પલાળી રાખો ત્યાર બાદ ઘસી ને ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ચાકુથી છોલી લ્યો ત્યાર બાદ આંગળી ની સાઈઝ જેટલા લાંબા લાંબા કાપી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ જાડા કટકા કરી લ્યો.
  • હવે કટકા કરેલ ગાજર માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દિવસમાં બે ચાર હલાવી લેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે તડકામાં કપડા પર ફેલાવી ને ત્રણ ચાર કલાક સુકાવી લેવા. ચાર કલાક પછી સુકાઈ કોરા થયેલ ગાજર ભેગા કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ખંડણી માં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંલસણ મરચાની પેસ્ટ નાખી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકાવેલ ગાજર નાખો અને જરૂર લાગે તો મીઠું નાખી સાવ ધીમા તાપે મિક્સ કરી ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને અથાણા ને ઠંડુ થવા દયો. અથાણું ઠંડું થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે દેશી ગાજર અને લસણ નું અથાણું.

Gajar Lasan nu Athanu recipe tip

  • અથાણા ને બરણીમાં ભરી લ્યો અને એના પર તેલ આવી જાય એટલું તેલ હોવું જોઈએ તોજ અથાણું બહાર લાંબો સમય સુંધી ચાલશે. જો તમને વધારે તેલ ના નાખવું હોય તો તૈયાર અથાણા ને ફ્રીઝ માં મુકો અને જરૂર મુજબ કાઢી મજા લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ સ્પેશિયલ: ૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ – Tiranga Sandwich Recipe in Gujarati

૨૬મી જાન્યુઆરી (Republic Day) હોય કે ૧૫મી ઓગસ્ટ (Independence Day), આ બંને રાષ્ટ્રીય તહેવારો પર આપણા દિલમાં દેશભક્તિની ભાવના હોય છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં ખાસ ઉજવણી થતી હોય છે. આ દિવસે જો નાસ્તો પણ Tricolor (તિરંગા) થીમનો હોય તો બાળકોને મજા પડી જાય. આજે આપણે બનાવીશું Tiranga Sandwich. આ સેન્ડવીચમાં આપણે રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો – કેસરી (Saffron), સફેદ (White) અને લીલો (Green) ને નેચરલ વસ્તુઓથી બનાવીશું. આ રેસીપીમાં ગેસ સળગાવવાની જરૂર નથી (Fireless Cooking), તેથી જો બાળકોની સ્કૂલમાં “Cooking without Fire” કોમ્પિટિશન હોય તો તેના માટે આ પરફેક્ટ રેસીપી છે.

ત્રિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  1. બ્રેડ સ્લાઈસ 4 નંગ
  2. ઝીણું છીણેલ ગાજર ½ કપ
  3. માયોનીઝ 1 ચમચી
  4. ઝીણું છીણેલ પનીર ½ કપ
  5. ઝીણી છીનેલ કાકડી ½ કપ
  6. ટમેટો સોસ 1 ચમચી
  7. ઝીણી સુધારેલ ડુંગળી 3-4 ચમચી
  8. મરી પાઉડર ¼ ચમચી
  9. લીલી ચટણી 1-2 ચમચી
  10. માખણ જરૂર મુજબ
  11. ચીઝ સ્લાઈસ 1

Tiranga Sandwich banavani rit

તિરંગા સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી અલગ કરી લ્યો. હવે ગાજર ને ધોઈ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણી વડે છીણી લ્યો અને છીનેલ ગાજરને એક વાટકામાં કાઢી લ્યો અને એમાં માયોનીઝ અને ટામેટા સોસ નાખી મિક્સ કરી લઇ કેસરી રંગ બનાવી લ્યો. ત્યાર બાદ પનીર ને ઝીણી છીણી વડે છીણી લ્યો  અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સાવ ઝીણી સુધારેલી ડુંગળી અને મરી નાખી મિક્સ કરી સફેદ રંગ બનાવી લ્યો.

હવે કાકડી ને પણ ઝીણી છીણી વડે છીણી ગરણી માં મુકો અને એમાં રહેલ પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે એમાં લીલી ચટણી નાખી મિક્સ કરી ને લીલો રંગ બનાવી તૈયાર કરી લ્યો.આમ ત્રણે રંગ તૈયાર કરી લ્યો. 

હવે એક સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં માખણ લગાવી લ્યો ત્યાર બાદ એમાં કાકડી નું મિશ્રણ મૂકી ફેલાવી દયો બરોબર ત્યાર બાદ બીજી સ્લાઈસ પર માખણ લગાવી એ માખણ વાળો ભાગ ઉપર આવે એમ લીલા રંગ ની સ્લાઈસ ઉપર મુકો અને એ મુકેલી સ્લાઈસ ઉપર પનીર વાળું મિશ્રણ મૂકી બરોબર એક સરખું ફેલાવી લ્યો અને એના પર ચીઝ સ્લાઈસ મુકો.

ત્યારબાદ ત્રીજી સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં પણ માખણ લગાવી લ્યો અને માખણ ની સાઈડ ઉઅપર રહે એમ મુકો અને એમાં ગાજર વાળું મિશ્રણ મૂકી એક સરખું ફેલાવી લ્યો અને ત્યાર બાદ ચોથી સ્લાઈસ માં માખણ લગાવી માખણ વાળો ભાગ ગાજર ઉઅપર મૂકી થોડી દબાવી લ્યો ત્યાર બાદ કાપી કટકા કરી લ્યો. તો તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ.    

Triranga sandwich tips

  1. અહી તમે કિનારી કાઢેલ બ્રેડ સસ્લાઈસ પણ વાપરી શકો છો.
  2. તમે ઓરેન્જ કલર વાડી માયોનીઝ પણ વાપરી શકો છો.

તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત

૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ - Tiranga Sandwich Recipe

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ સ્પેશિયલ: ૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ – Tiranga Sandwich Recipe in Gujarati

૨૬ મી જાન્યુઆરી (Republic Day) હોય કે ૧૫મી ઓગસ્ટ (Independence Day), આ બંને રાષ્ટ્રીય તહેવારો પર આપણા દિલમાં દેશ ભક્તિની ભાવના હોય છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં ખાસ ઉજવણી થતી હોય છે. આ દિવસે જો નાસ્તો પણ Tricolor(તિરંગા) થીમનો હોય તો બાળકોને મજા પડી જાય. આજે આપણે બનાવીશું Tiranga Sandwich. આ સેન્ડવીચમાં આપણે રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો – કેસરી (Saffron), સફેદ (White) અને લીલો(Green) ને નેચરલ વસ્તુઓથી બનાવીશું. આ રેસીપી માં ગેસ સળગાવવાની જરૂર નથી (Fireless Cooking), તેથી જોબાળકોની સ્કૂલમાં "Cooking without Fire" કોમ્પિટિશન હોય તો તેના માટે આ પરફેક્ટ રેસીપી છે.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 નંગ

Equipment

  • 1 વાટકા
  • 1 ઝીણી છીણી

Ingredients

ત્રિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 4 નંગ બ્રેડ સ્લાઈસ
  • ½ કપ ઝીણું છીણેલ ગાજર
  • 1 ચમચી માયોનીઝ
  • ½ કપ ઝીણું છીણેલ પનીર
  • ½ કપ ઝીણી છીનેલ કાકડી
  • 1 ચમચી ટમેટો સોસ
  • 3-4 ચમચી ઝીણી સુધારેલ ડુંગળી
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીલી ચટણી
  • માખણ જરૂર મુજબ
  • 1 ચીઝ સ્લાઈસ

Instructions

Tiranga Sandwich banavani rit

  • તિરંગા સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી અલગ કરી લ્યો. હવે ગાજર ને ધોઈ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણી વડે છીણી લ્યો અને છીનેલ ગાજરને એક વાટકામાં કાઢી લ્યો અને એમાં માયોનીઝ અને ટામેટા સોસ નાખી મિક્સ કરી લઇ કેસરી રંગ બનાવી લ્યો. ત્યાર બાદ પનીર ને ઝીણી છીણી વડે છીણી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સાવ ઝીણી સુધારેલી ડુંગળી અને મરી નાખી મિક્સ કરી સફેદ રંગ બનાવી લ્યો.
  • હવે કાકડી ને પણ ઝીણી છીણી વડે છીણી ગરણી માં મુકો અને એમાં રહેલ પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે એમાં લીલી ચટણી નાખી મિક્સ કરી ને લીલો રંગ બનાવી તૈયાર કરી લ્યો.આમ ત્રણે રંગ તૈયાર કરી લ્યો.
  • હવે એક સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં માખણ લગાવી લ્યો ત્યાર બાદ એમાં કાકડી નું મિશ્રણ મૂકી ફેલાવી દયો બરોબર ત્યાર બાદ બીજી સ્લાઈસ પર માખણ લગાવી એ માખણ વાળો ભાગ ઉપર આવે એમ લીલા રંગ ની સ્લાઈસ ઉપર મુકો અને એ મુકેલી સ્લાઈસ ઉપર પનીર વાળું મિશ્રણ મૂકી બરોબર એક સરખું ફેલાવી લ્યો અને એના પર ચીઝ સ્લાઈસ મુકો.
  • ત્યારબાદ ત્રીજી સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં પણ માખણ લગાવી લ્યો અને માખણ ની સાઈડ ઉઅપર રહે એમ મુકો અને એમાં ગાજર વાળું મિશ્રણ મૂકી એક સરખું ફેલાવી લ્યો અને ત્યાર બાદ ચોથી સ્લાઈસ માં માખણ લગાવી માખણ વાળો ભાગ ગાજર ઉઅપર મૂકી થોડી દબાવી લ્યો ત્યાર બાદ કાપી કટકા કરી લ્યો. તો તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ.

Tiranga sandwich tips

  • અહી તમે કિનારી કાઢેલ બ્રેડ સસ્લાઈસ પણ વાપરી શકો છો.
  • તમે ઓરેન્જ કલર વાડી માયોનીઝ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટિફિન માટે બેસ્ટ: એકદમ સોફ્ટ અને હેલ્ધી બટાકા પાલકના પરોઠા – Bataka Palak Parotha Recipe in Gujarati

શિયાળામાં (Winter) પાલક (Spinach) ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે, પણ બાળકોને તેની ભાજી કે શાક ભાવતું નથી. બીજી તરફ, બાળકોને બટાકા (Potatoes) ખુબ ભાવે છે. તો કેમ નહિ આ બંનેને મિક્સ કરીને એક સુપર ટેસ્ટી વાનગી બનાવીએ? Bataka Palak na Parotha એ સામાન્ય થેપલા કરતા અલગ છે. આમાં આપણે લોટમાં જ બાફેલા બટાકા અને પાલક મિક્સ કરીશું. બટાકાના કારણે આ પરોઠા એટલા Soft (પોચા) બને છે કે વડીલો પણ આરામથી ખાઈ શકે છે. સવારના નાસ્તામાં કે પ્રવાસમાં લઈ જવા માટે આ બેસ્ટ બટાકા પાલકના પરોઠા ઓપ્શન છે.

લોટ બાંધવા માટેની સામગ્રી

  1. ઘઉંનો લોટ 2 કપ
  2. ચીલી ફ્લેસ 1 ચમચી
  3. અજમો ½ ચમચી
  4. સફેદ તલ 2 ચમચી
  5. ઝીણી સુધારેલ પાલક 2 કપ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  1. બાફેલાબટાકા 3-4
  2. તેલ 1-2 ચમચી
  3. રાઈ ¼ ચમચી
  4. જીરું ½ ચમચી
  5. હિંગ ¼ ચમચી
  6. વરીયાળી 1 ચમચી
  7. સુકા ધાણા 1 ચમચી
  8. ઝીણા સુધારેલ લીલા મરચા 2
  9. હળદર ½ ચમચી
  10. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  11. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  12. ગરમ મસાલો ½ ચમચી
  13. આમચૂર પાઉડર 1 ચમચી
  14. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  15. શેકવા માટે ઘી / તેલ જરૂર મુજબ

Bataka Palak Parotha banavani rit

બટાકા પાલકના પરોઠા બનાવવા સુથી પહેલા પાલક ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણીથી ધોઈ સાફ કરી ઝીણી સુધારી પાણી નીતારો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લ્યો એમાં નીતારેલ ઝીણી સુધારેલ પાલક નાખો સાથે હળદર, ચીલી ફ્લેસ, સફેદ તલ, હાથ થી મસળી અજમો, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીથી બરોબર મસળી મિક્સ કરી લ્યો

ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ મસળી બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને એક બાજુ મુકો. સ્ટફિંગ બનાવવા ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુકા આખા ધાણા, વરીયાળી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં  ઝીણા સુધારેલ લીલા મરચા નાખી શેકી લ્યો.

હવે એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું  નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. શેકી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને ઠંડું કરી લ્યો.

પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટને મસળી ને એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી એક પૂરી બનાવી લ્યો અને તૈયાર પુરીમાં સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરો. તવી ગરમ થાય એટલે વણેલ પરોઠા ને તવી માં નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ  પરોઠા ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે આલું પાલક પરોઠા.

બટાકા પાલકના પરોઠા બનાવવાની રીત

સોફ્ટ અને હેલ્ધી બટાકા પાલકના પરોઠા - Bataka Palak Parotha Recipe

હેલ્ધી બટાકા પાલકના પરોઠા – Bataka Palak Parotha Recipe in Gujarati

શિયાળામાં (Winter) પાલક (Spinach)ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે,પણ બાળકોને તેની ભાજી કે શાક ભાવતું નથી. બીજી તરફ, બાળકોને બટાકા (Potatoes)ખુબ ભાવે છે. તો કેમ નહિ આ બંનેને મિક્સ કરીને એક સુપર ટેસ્ટી વાનગીબનાવીએ? Bataka Palak na Parotha એ સામાન્ય થેપલા કરતા અલગ છે. આમાં આપણે લોટમાં જ બાફેલા બટાકા અને પાલક મિક્સ કરીશું. બટાકાના કારણે આ પરોઠા એટલા Soft(પોચા) બને છે કે વડીલો પણ આરામથી ખાઈ શકે છે. સવારના નાસ્તામાં કે પ્રવાસમાં લઈ જવા માટે આ બેસ્ટ બટાકા પાલકના પરોઠા ઓપ્શન છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી ચીલી ફ્લેસ
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી સફેદ તલ
  • 2 કપ ઝીણી સુધારેલ પાલક
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી વરીયાળી
  • 1 ચમચી સુકા ધાણા
  • 2 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • શેકવા માટે ઘી / તેલ જરૂર મુજબ

Instructions

Bataka Palak Parotha banavani rit

  • બટાકા પાલકના પરોઠા બનાવવા સુથી પહેલા પાલક ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણીથી ધોઈ સાફ કરી ઝીણી સુધારી પાણી નીતારો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લ્યો એમાં નીતારેલ ઝીણી સુધારેલ પાલક નાખો સાથે હળદર, ચીલી ફ્લેસ, સફેદ તલ, હાથ થી મસળી અજમો, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીથી બરોબર મસળી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ મસળી બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને એક બાજુ મુકો. સ્ટફિંગ બનાવવા ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુકા આખા ધાણા, વરીયાળી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા નાખી શેકી લ્યો.
  • હવે એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. શેકી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને ઠંડું કરી લ્યો.

પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટને મસળી ને એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી એક પૂરી બનાવી લ્યો અને તૈયાર પુરીમાં સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરો. તવી ગરમ થાય એટલે વણેલ પરોઠા ને તવી માં નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પરોઠા ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે આલું પાલક પરોઠા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા વટાણાની મસાલા પૂરી – Matar Masala Puri Recipe in Gujarati

ખુજ ખસ્તા અને ટેસ્ટી એવી આ મટર મસાલા પૂરી એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એ નક્કી છે. બનાવી ખુબ સરળ છે અને ચા, દહીં, ચટણી અથાણા કે શાક સાથે સર્વ કરી શકો છો અને બાળકોને ટીફીન માં પણ બનાવી શકો છો. ઘણીવાર આપણને વટાણાની કચોરી (Kachori) ખાવાનું મન થાય, પણ તે બનાવવામાં ખુબ સમય લાગે છે. આ મસાલા પૂરીમાં તમને કચોરી જેવો જ ચટાકેદાર સ્વાદ મળશે. આ પૂરીની ખાસિયત એ છે કે તે લાંબો સમય સુધી નરમ રહે છે, એટલે કે જો તમે ક્યાંક બહાર ફરવા (Traveling) જતા હોવ તો થેપલાની જગ્યાએ આ પૂરી સાથે લઈ જઈ શકો છો

INGREDIENTS

  • ઘઉંનો લોટ 2 કપ
  • મટર 1 કપ
  • લીલા મરચા 2-3
  • જીરું 1 ચમચી
  • આદુના કટકા 2-3
  • કાચી વરીયાળી 2 ચમચી
  • સોજી 2-3 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Matar Masala Puri banavani rit

લીલા વટાણાની મસાલા પૂરી બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને ધોઈ ને સાફ કરી લ્યો હવે મિકસર જારમાં આદુના કટકા, લીલા મરચા સુધારેલ, જીરું, કાચી વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ થી ઓછું પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.

પીસેલ પેસ્ટ ને એક કથરોટ માં નાખો એમાં સોજી, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફેલ્ક્ષ, ગરમ મસાલો, અજમો મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલ, એક બે ચમચી તેલ  અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનીટ એમજ એક બાજુ મુકો.

દસ મિનીટ પછી એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખી મિક્સ કરતા જાઓ અને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી પાંચ દસ  મિનીટ એક બાજુ મુકો.

દસ મિનીટ પછી બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં લુવા માંથી એક એક લુવો લ્યો અને મીડીયમ ઝાડી પૂરી વણી ને થોડી પૂરી વણી લ્યો.

તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી ને બને બાજુથી ગોલ્ડન થાય ત્ય સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને બધી પૂરી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે મટર મસાલા પૂરી.

લીલા વટાણાની મસાલા પૂરી બનાવવાની રીત

Matar Masala Puri - લીલા વટાણાની મસાલા પૂરી

લીલા વટાણાની મસાલા પૂરી – Matar Masala Puri Recipe in Gujarati

ખુજ ખસ્તા અને ટેસ્ટી એવી આ મટર મસાલા પૂરી એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એ નક્કી છે.આ લીલા વટાણાની મસાલા પૂરી બનાવી ખુબ સરળ છે અને ચા, દહીં, ચટણી અથાણા કે શાક સાથે સર્વ કરી શકો છો અને બાળકોને ટીફીનમાં પણ બનાવી શકો છો. ઘણીવાર આપણને વટાણાની કચોરી (Kachori)ખાવાનુંમન થાય, પણ તે બનાવવામાં ખુબ સમય લાગે છે.આ મસાલા પૂરીમાં તમને કચોરી જેવો જ ચટાકેદાર સ્વાદ મળશે. આ પૂરીની ખાસિયત એ છે કે તે લાંબો સમય સુધી નરમ રહે છે, એટલે કેજો તમે ક્યાંક બહાર ફરવા (Traveling) જતા હોવતો થેપલાની જગ્યાએ આ Matar Masala Puri સાથે લઈ જઈ શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ મટર
  • 2-3 લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • 2-3 આદુના કટકા
  • 2 ચમચી કાચી વરીયાળી
  • 2-3 ચમચી સોજી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી અજમો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Matar Masala Puri banavani rit

  • લીલા વટાણાની મસાલા પૂરી બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને ધોઈ ને સાફ કરી લ્યો હવે મિકસર જારમાં આદુના કટકા, લીલા મરચા સુધારેલ, જીરું, કાચી વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ થી ઓછું પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
  • પીસેલ પેસ્ટ ને એક કથરોટ માં નાખો એમાં સોજી, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફેલ્ક્ષ, ગરમ મસાલો, અજમો મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલ, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનીટ એમજ એક બાજુ મુકો. દસ મિનીટ પછી એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખી મિક્સ કરતા જાઓ અને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી પાંચ દસ મિનીટ એક બાજુ મુકો.
  • દસ મિનીટ પછી બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં લુવા માંથી એક એક લુવો લ્યો અને મીડીયમ ઝાડી પૂરી વણી ને થોડી પૂરી વણી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી ને બને બાજુથી ગોલ્ડન થાય ત્ય સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને બધી પૂરી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે મટર મસાલા પૂરી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સવારની ભાગદોડમાં ૫ મિનિટમાં બનાવો ક્રિસ્પી વેજી ટોસ્ટ – Veggie Toast Recipe in Gujarati

સવારના સમયે ગૃહિણીઓને સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં (Lunchbox) શું બનાવવું જે ઝટપટ બની જાય અને હેલ્ધી પણ હોય. તેનું બેસ્ટ સોલ્યુશન છે Veggie Toast (જેને સુજી ટોસ્ટ કે રવા ટોસ્ટ પણ કહેવાય છે). આ વેજી ટોસ્ટ આજ આપણે હેલ્થી સામગ્રી માંથી તૈયાર કરીશું જેના માટે આપણે કોઈ બ્રેડ નો ઉપયોગ કર્યા વગર લોટ અને શાકભાજી નો ઉપયોગ કરી બનાવશું. આ ટોસ ને તમે ચટણી કે સોસ સાથે બનાવી બાળકોને ટીફીનમાં પણ બનાવી આપી શકો છો.

મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બેસન ½ કપ
  • જુવાર નો લોટ ½ કપ
  • સોજી ¼ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મજુબ

વેજી ટોસ બનાવવા જરૂરી શાક

  • ગાજર છીણેલ 1
  • પાનકોબી છીણેલ 1 કપ
  • આદુંની પેસ્ટ ½ ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • વટાણા ક્રસ કરેલ ½ કપ
  • ઝીણું સુધારેલ કેપ્સીકમ ½ કપ
  • લીલા ધાણા સુધારેલ ¼ કપ
  • તેલ જરૂર મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • કાળા તલ જરૂર મુજબ
  • ઈનો 1 પેકેટ

Veggie Toast banavani rit

વેજી ટોસ્ટ બનાવવા સૌથી પહેલા એક મિશ્રણ બનાવી લેશું જેના માટે એક વાસણમાં બેસન, જુવારનો લોટ, સોજી, હળદર, લાલ મરચા નો પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મુકો.

હવે ચોપર માં પાનકોબી ના કટકા, ગાજરના કટકા, વટાણા, કેપ્સીકમ નાખી સાવ ઝીણું ઝીણું કરી લ્યો. ( અહી તમે બધા શાક ને સાવ ઝીણા સમારી ને પણ લઇ શકો છો ) હવે પલાળેલા મિશ્રણ માં પીસેલા શાક. આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંઈનો નાખી મિક્સ કરી લ્યો.

હવે ટોસ બનાવવા ટોસ મશીન ગેસ પર ગરમ કરવા મૂકી એમાં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સફેદ કાળા તલ નાખી તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ઉપર થોડા સફેદ તલ અને કાળા તલ છાંટી ઉપર થોડું તેલ લગાવી અને બંધ કરી ધીમા તાપે બને બાજુ સાત આઠ મિનીટ ફેરવી ફેરવી ચડાવી લ્યો. બને બાજુ અને વચ્ચે ચેક કરી લ્યો બરોબર ચડી જાય એટલે કાઢી લ્યો. આમ બધા ટોસ બનાવી તૈયાર કરી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજી ટોસ. 

વેજી ટોસ્ટ બનાવવાની રીત

Morning breakfast Veggie Toast - ક્રિસ્પી વેજી ટોસ્ટ

સવારની ભાગદોડમાં ૫ મિનિટમાં બનાવો ક્રિસ્પી વેજી ટોસ્ટ – Veggie Toast Recipe in Gujarati

સવારના સમયે ગૃહિણીઓને સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં (Lunchbox) શું બનાવવું જે ઝટપટ બની જાય અને હેલ્ધી પણહોય. તેનું બેસ્ટ સોલ્યુશન છે Veggie Toast (જેને સુજી ટોસ્ટ કે રવા ટોસ્ટ પણ કહેવાય છે). આ વેજી ટોસ્ટ આજ આપણે હેલ્થી સામગ્રી માંથી તૈયાર કરીશું જેના માટે આપણે કોઈ બ્રેડ નો ઉપયોગ કર્યા વગર લોટ અને શાકભાજી નો ઉપયોગ કરી બનાવશું. આ ટોસ ને તમે ચટણી કે સોસ સાથે બનાવી બાળકોને ટીફીનમાં પણ બનાવી આપી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 ટોસમશીન
  • 1 તપેલી
  • 1 ચોપર

Ingredients

મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ બેસન
  • ½ કપ જુવાર નો લોટ
  • ¼ કપ સોજી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી મરી પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મજુબ

વેજી ટોસ બનાવવા જરૂરી શાક

  • 1 ગાજર છીણેલ
  • 1 કપ પાનકોબી છીણેલ
  • ½ ચમચી આદુંની પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • ½ કપ વટાણા ક્રસ કરેલ
  • ½ કપ ઝીણું સુધારેલ કેપ્સીકમ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલ
  • તેલ જરૂર મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • કાળા તલ જરૂર મુજબ
  • 1 પેકેટ ઈનો

Instructions

Veggie Toast banavani rit

  • વેજી ટોસ્ટ બનાવવા સૌથી પહેલા એક મિશ્રણ બનાવી લેશું જેના માટે એક વાસણમાં બેસન, જુવારનો લોટ, સોજી, હળદર, લાલ મરચા નો પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મુકો.
  • હવે ચોપર માં પાનકોબી ના કટકા, ગાજરના કટકા, વટાણા, કેપ્સીકમ નાખી સાવ ઝીણું ઝીણું કરી લ્યો. ( અહી તમે બધા શાક ને સાવ ઝીણા સમારી ને પણ લઇ શકો છો ) હવે પલાળેલા મિશ્રણ માં પીસેલા શાક. આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંઈનો નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ટોસ બનાવવા ટોસ મશીન ગેસ પર ગરમ કરવા મૂકી એમાં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સફેદ કાળા તલ નાખી તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ઉપર થોડા સફેદ તલ અને કાળા તલ છાંટી ઉપર થોડું તેલ લગાવી અને બંધ કરી ધીમા તાપે બને બાજુ સાત આઠ મિનીટ ફેરવી ફેરવી ચડાવી લ્યો. બને બાજુ અને વચ્ચે ચેક કરી લ્યો બરોબર ચડી જાય એટલે કાઢી લ્યો. આમ બધા ટોસ બનાવી તૈયાર કરી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજી ટોસ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મહારાષ્ટ્રની ફેમસ ‘ખાનદેશી લાંડગે’ (સ્પાઈસી દાળ ઢોકળી) – Khandeshi Landge Recipe in Gujarati

ગુજરાતીઓના ઘરમાં જેમ Dal Dhokli બને છે, તેમ મહારાષ્ટ્રના ખાનદેશ (જલગાંવ, ધુલિયા) વિસ્તારમાં Landge (લાંડગે) ખુબ લોકપ્રિય છે. આ વાનગી દેખાવમાં દાળ ઢોકળી જેવી જ લાગે છે, પણ તેનો સ્વાદ સાવ અલગ હોય છે. ગુજરાતી દાળ ઢોકળી ખાટી-મીઠી અને તુવેરની દાળમાં બને છે, જ્યારે Khandeshi Landge અડદની દાળમાં (Urad Dal) અને ખાસ “કાળા મસાલા” (Kala Masala) માં બને છે. તે સ્વાદમાં એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. શિયાળાની ઠંડી રાત્રે આ ગરમાગરમ વાનગી ખાનદેશી લાંડગે મળી જાય તો બીજું કઈ જમવાની જરૂર પડતી નથી.

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ચણા દાળ પલાળેલી ½ કપ
  • તુવેત દાળ પલાળેલી ½ કપ
  • મગ ની ફોતરા વગર ની દાળ પલાળેલી ½ કપ
  • લીલા મરચા 3-4
  • આદુનો કટકો 1 ઇંચ
  • લસણ ની કણી 10-15 ( જો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો )
  • જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી  
  • સ્વાદ મુજબ મીઠું  

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લીલા મરચા સુધારેલ 2-3 લીંબુનો રસ 1 ચમચી 

Khandeshi Landge banavani rit

ખાનદેશી લાંડગે બનાવવા સૌથી પહેલા ચણા દાળ, મગ ની ફોતરા વગરની દાળ અને તુવેર દાળ ને બરોબર બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ઢાંકી એક બાજુ મુકો.

હવે દાળ બરોબર પલળી જાય એટલે ચારણીમાં નાખી એનું પાણી નીતારવા મુકો. પાણી નીતરે એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુનો કટકો, લીલા મરચા સુધારેલ, જીરું, લીંબુનો રસ અને  સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરી પેસ્ટ બનાવી લ્યો. 

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એમાંથી એક સરખા ચાર પાંચ લુવા બનાવી લ્યો. એમાંથી એક લુવો લઇ કોરા લોટની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો હવે રોટલી ની થોડી કિનારી બાકી રાખી આખી રોટલીમાં પીસી રાખેલ પેસ્ટ ને મીડીયમ જાડું પડ બને એમ ફેલાવી દયો. હવે રોટલી નો એક બાજુથી વાળી રોલ બનાવી લઇ ચારણીમાં મુકો આમ બધી રોટલી બનાવી પેસ્ટ લગાવી રોલ બનાવી તૈયાર કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને બે ત્રણ ગ્લાસ પાણીગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ જાય એટલે ચારણી ને કડાઈમાં કાંઠા પર મૂકી ઢાંકી વીસ થી ત્રીસ મિનીટ બાફી લ્યો. ત્રીસ મિનીટ પછી ચારણી બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો. રોલ ઠંડા થાય એટલે ચાકુથી એના એક એક ટેરવા ની સાઈઝ ના રોલ કાપી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો અને એમાં કટકા કરેલ રોલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી, સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે ખાનદેશી.

Khandeshi Landge recipe notes

પલાળેલી દાળ ને મિક્સર ની જગ્યાએ તમે ખરલ માં અથવા પથ્થર પર પીસી ને બનાવશો તો વધુ ટેસ્ટી બનશે.

તમે લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

ખાનદેશી લાંડગે બનાવવાની રીત

મહારાષ્ટ્રની ફેમસ ખાનદેશી લાંડગે - Khandeshi Landge Recipe

મહારાષ્ટ્રની ફેમસ ‘ખાનદેશી લાંડગે’ (સ્પાઈસી દાળ ઢોકળી) – Khandeshi Landge Recipe in Gujarati

ગુજરાતીઓના ઘરમાં જેમ Dal Dhokli બનેછે, તેમ મહારાષ્ટ્રના ખાનદેશ (જલગાંવ, ધુલિયા) વિસ્તારમાં Landge (લાંડગે) ખુબ લોકપ્રિય છે. આ વાનગી દેખાવમાં દાળ ઢોકળી જેવી જ લાગે છે, પણ તેનો સ્વાદ સાવ અલગ હોય છે. ગુજરાતી દાળ ઢોકળી ખાટી-મીઠી અને તુવેરની દાળમાં બને છે,જ્યારે Khandeshi Landge અડદનીદાળમાં (Urad Dal) અનેખાસ "કાળા મસાલા" (Kala Masala) માંબને છે. તે સ્વાદમાં એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. શિયાળાની ઠંડી રાત્રે આ ગરમા ગરમ વાનગી ખાનદેશી લાંડગે મળી જાય તો બીજું કઈ જમવાની જરૂર પડતી નથી.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 7 hours
Total Time: 7 hours 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી હળદર
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ½ કપ ચણા દાળ પલાળેલી
  • ½ કપ તુવેત દાળ પલાળેલી
  • ½ કપ મગ ની ફોતરા વગર ની દાળ પલાળેલી
  • 3-4 લીલા મરચા 3-4
  • 1 ઇંચ આદુનો કટકો
  • 10-15 લસણ ની કણી જો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

Khandeshi Landge banavani rit

  • ખાનદેશી લાંડગે બનાવવા સૌથી પહેલા ચણા દાળ, મગ ની ફોતરા વગરની દાળ અને તુવેર દાળ ને બરોબર બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ઢાંકી એક બાજુ મુકો.
  • હવે દાળ બરોબર પલળી જાય એટલે ચારણીમાં નાખી એનું પાણી નીતારવા મુકો. પાણી નીતરે એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુનો કટકો, લીલા મરચા સુધારેલ, જીરું, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એમાંથી એક સરખા ચાર પાંચ લુવા બનાવી લ્યો. એમાંથી એક લુવો લઇ કોરા લોટની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો હવે રોટલી ની થોડી કિનારી બાકી રાખી આખી રોટલીમાં પીસી રાખેલ પેસ્ટ ને મીડીયમ જાડું પડ બને એમ ફેલાવી દયો. હવે રોટલી નો એક બાજુથી વાળી રોલ બનાવી લઇ ચારણીમાં મુકો આમ બધી રોટલી બનાવી પેસ્ટ લગાવી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને બે ત્રણ ગ્લાસ પાણીગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ જાય એટલે ચારણી ને કડાઈમાં કાંઠા પર મૂકી ઢાંકી વીસ થી ત્રીસ મિનીટ બાફી લ્યો. ત્રીસ મિનીટ પછી ચારણી બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો. રોલ ઠંડા થાય એટલે ચાકુથી એના એક એક ટેરવા ની સાઈઝ ના રોલ કાપી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો અને એમાં કટકા કરેલ રોલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી, સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે ખાનદેશી.

Khandeshi Landge recipe notes

  • પલાળેલી દાળ ને મિક્સર ની જગ્યાએ તમે ખરલ માં અથવા પથ્થર પર પીસી ને બનાવશો તો વધુ ટેસ્ટી બનશે.
  • તમે લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી