Home Blog Page 8

Sugar Free Amlaprash Balls Recipe in Gujarati | સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ

શિયાળો (Winter Season) એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. આ ઋતુમાં આમળા (Amla) ભરપૂર મળે છે જે Vitamin C નો ભંડાર છે. સામાન્ય રીતે બાળકોને આમળા ખાવા ગમતા નથી કારણ કે તે તૂરા હોય છે. પણ આજે આપણે બનાવીશું Sugar Free Amlaprash Balls (સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવાની રીત ) જે ખાંડ વગર, ગોળમાં બનશે. આ એક સુગર ફ્રી ચ્યામનપ્રાસ બની ને તૈયાર થશે એટલે નાના બાળક હોય કે સુગર ના દર્દી એ પણ ખાઈ ને પોતાની ઈમ્યુનીટી વધારી શકે છે. શિયાળામાં દરેક ને પોતાના સ્વાસ્થ બનવું હોય છે ત્યારે આ સુગર ફ્રી આમલાપ્રાસ બોલ બનાવી સુગર ના દર્દી પણ શેહત બનાવી શકશે.

આ Amla Candy જેવો ટેસ્ટ આપે છે અને ચ્યવનપ્રાશ જેટલા જ ગુણકારી છે. રોજ સવારે એક બોલ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધે છે અને વાળ તથા ચામડી માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જોઈએ Amla Ladoo Banavani Rit.

INGREDIENTS

  1. આમળા 500 ગ્રામ
  2. નરમ ખજુર ૧૭૦ ગ્રામ
  3. કાળી દ્રાક્ષ ½ કપ
  4. તુસલી ના પાંદ ½ કપ
  5. ગુલાબ ની પાંદડી ½ કપ
  6. મરી 2  ચમચી
  7. વરીયાળી 2 -3 ચમચી
  8. લવિંગ 4-5
  9. એલચી 8-10
  10. સ્ટાર ફૂલ 1
  11. તાજ નો ટુકડો 1
  12. જામફળ ¼ કટકો
  13. ખસખસ 2-3 ચમચી
  14. તમાલપત્ર 2
  15. સુકા તુલસી ના પાંદ 2 ચમચી
  16. સુકા ગુલાબની પાંદડી 2 ચમચી
  17. કેસર ના તાંતણા 30-40
  18. સુંઠ પાઉડર 1-2 ચમચી
  19. મુલેઠી પાઉડર 1 ચમચી
  20. બ્રાહ્મી પાઉડર 1 ચમચી
  21. અશ્વગંધા પાઉડર 1 ચમચી 
  22. ઘી 1 કપ  

Sugar Free Amlaprash Balls recipe

સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવા સૌથી પહેલા કાળી દ્રાક્ષ ને ધોઈ સાફ કરી પાણી નાખી બે કલાક પલાળી મુકો. બે કલાક પાછી દ્રાક્ષ ને નીતારી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં મરી, લવિંગ, એલચી, જાયફળ નો ટુકડો, તમાલપત્ર, સ્ટાર ફૂલ, તજ નો ટુકડો અને વરીયાળી નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકો. મસાલા શેકાવવા આવે એટલે એમાં ખસખસ, સુકા તુલસીના પાંદ, સુકા ગુલાબ ના પાંદ નાખો અને એને પણ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને એને પણ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને ગરનીથી ચાળી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં ધોઈ સાફ કરેલ આમળા ને ચારણી માં મૂકી કાંઠા પર મૂકી ઢાંકી પંદર થી વીસ મિનીટ બાફી લ્યો. આમળા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી ચારણી બહાર કાળી આમળા ને ઠંડા થવા દયો. અને આમળા ઠંડા થાય ત્યાં સુંધી માં ખજુર ના બીજ અને ટોપી કાઢી લ્યો.

આમળા ઠંડા થાય એટલે એમાંથી ઠળિયા અલગ કરી મિક્સર જારમાં નાખો અને સાથે ખજુર નાખી બને ને સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. પીસેલી પેસ્ટ ને ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી એમાં પીસેલ આમળા ખજુરનો પેસ્ટ નાખી હલાવતા રહી ચડાવી લ્યો. પેસ્ટ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકી લ્યો અને મિશ્રણ નો રંગ બદલવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી દયો અને હવે એજ મિક્સર જારમાં પલાળી રાખેલ કાળી દ્રાક્ષ નાખો સાથે તુલસી ના પાંદ, ગુલાબ ના પાંદ નાખી પીસી એની પણ પેસ્ટ બનાવી લ્યો.

પીસેલા પેસ્ટ ને આમળાના મિશ્રણ માં નાખો અને એને પણ બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી એમાં બે ચાર ચમચી ઘી , સુંઠ પાઉડર, મુલેઠી પાઉડર, અશ્વગંધા પાઉડરઅને પીસી ચાળી રાખેલ મસાલા  નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને નવશેકું ગરમ થાય એટલે જે સાઈઝ ની ગોળી બનાવી લ્યો અને ગોળી ને અલગ અલગ મૂકી ઠંડી થવા દયો. અને ગોળી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લ્યો એન સવારે એક ગોળી નાના મોટા બધા ખાઈ શકો છો. તો તૈયાર છે સુગર ફ્રી આમલાપ્રાસ બોલ.

Amlaprash Balls Recipe tip

  1. જો ખજુર કઠણ હોય તો થોડી વાર ગરમ પાણીમાં પલાળી નીતારી ને સોફ્ટ કરી લેવો.

સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવાની રીત

Sugar Free Amlaprash Balls - સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ

Sugar Free Amlaprash Balls Recipe in Gujarati | સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ

શિયાળો (Winter Season) એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. આ ઋતુમાં આમળા (Amla) ભરપૂરમળે છે જે Vitamin C નો ભંડાર છે. સામાન્ય રીતે બાળકોને આમળા ખાવા ગમતા નથી કારણ કે તે તૂરા હોય છે. પણઆજે આપણે બનાવીશું Sugar Free Amlaprash Balls ( સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવાની રીત )જે ખાંડ વગર, ગોળમાં બનશે. આ એક સુગર ફ્રી ચ્યામનપ્રાસ બની ને તૈયાર થશે એટલે નાના બાળક હોય કે સુગર ના દર્દી એ પણ ખાઈ ને પોતાની ઈમ્યુનીટી વધારી શકે છે. શિયાળામાં દરેક ને પોતાના સ્વાસ્થ બનવું હોય છે ત્યારે આ સુગર ફ્રી આમલાપ્રાસ બોલ બનાવી સુગર ના દર્દી પણ શેહત બનાવી શકશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 50 minutes
Servings: 500 ગ્રામ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 500 ગ્રામ આમળા
  • 170 ગ્રામ નરમ ખજુર
  • ½ કપ કાળી દ્રાક્ષ
  • ½ કપ તુસલી ના પાંદ
  • ½ કપ ગુલાબ ની પાંદડી
  • 2 ચમચી મરી
  • 2-3 ચમચી વરીયાળી
  • 4-5 લવિંગ
  • 8-10 એલચી
  • 1 સ્ટાર ફૂલ
  • 1 તાજ નો ટુકડો
  • ¼ કટકો જામફળ
  • 2-3 ચમચી ખસખસ
  • 2 તમાલપત્ર
  • 2 ચમચી સુકા તુલસી ના પાંદ
  • 2 ચમચી સુકા ગુલાબની પાંદડી
  • 30-4- કેસર ના તાંતણા
  • 1-2 ચમચી સુંઠ પાઉડર
  • 1 ચમચી મુલેઠી પાઉડર
  • 1 ચમચી બ્રાહ્મી પાઉડર
  • 1 ચમચી અશ્વગંધા પાઉડર
  • 1 કપ ઘી

Instructions

Sugar Free Amlaprash Balls recipe

  • સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવા સૌથી પહેલા કાળી દ્રાક્ષ ને ધોઈ સાફ કરી પાણી નાખી બે કલાક પલાળી મુકો. બે કલાક પાછી દ્રાક્ષ ને નીતારી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં મરી, લવિંગ, એલચી, જાયફળ નો ટુકડો, તમાલપત્ર, સ્ટાર ફૂલ, તજ નો ટુકડો અને વરીયાળી નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકો. મસાલા શેકાવવા આવે એટલે એમાં ખસખસ, સુકા તુલસીના પાંદ, સુકા ગુલાબ ના પાંદ નાખો અને એને પણ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને એને પણ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને ગરનીથી ચાળી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં ધોઈ સાફ કરેલ આમળા ને ચારણી માં મૂકી કાંઠા પર મૂકી ઢાંકી પંદર થી વીસ મિનીટ બાફી લ્યો. આમળા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી ચારણી બહાર કાળી આમળા ને ઠંડા થવા દયો. અને આમળા ઠંડા થાય ત્યાં સુંધી માં ખજુર ના બીજ અને ટોપી કાઢી લ્યો.
  • આમળા ઠંડા થાય એટલે એમાંથી ઠળિયા અલગ કરી મિક્સર જારમાં નાખો અને સાથે ખજુર નાખી બને ને સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. પીસેલી પેસ્ટ ને ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી એમાં પીસેલ આમળા ખજુરનો પેસ્ટ નાખી હલાવતા રહી ચડાવી લ્યો. પેસ્ટ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકી લ્યો અને મિશ્રણ નો રંગ બદલવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી દયો અને હવે એજ મિક્સર જારમાં પલાળી રાખેલ કાળી દ્રાક્ષ નાખો સાથે તુલસી ના પાંદ, ગુલાબ ના પાંદ નાખી પીસી એની પણ પેસ્ટ બનાવી લ્યો.
  • પીસેલા પેસ્ટ ને આમળાના મિશ્રણ માં નાખો અને એને પણ બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી એમાં બે ચાર ચમચી ઘી , સુંઠ પાઉડર, મુલેઠી પાઉડર, અશ્વગંધા પાઉડરઅને પીસી ચાળી રાખેલ મસાલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને નવશેકું ગરમ થાય એટલે જે સાઈઝ ની ગોળી બનાવી લ્યો અને ગોળી ને અલગ અલગ મૂકી ઠંડી થવા દયો. અને ગોળી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લ્યો એન સવારે એક ગોળી નાના મોટા બધા ખાઈ શકો છો. તો તૈયાર છે સુગર ફ્રી આમલાપ્રાસ બોલ.

Recipe tip

  • જો ખજુર કઠણ હોય તો થોડી વાર ગરમ પાણીમાં પલાળી નીતારી ને સોફ્ટ કરી લેવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Surti Green Undhiyu Recipe in Gujarati | સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત

શિયાળો (Winter) આવે એટલે ગુજરાતીઓના ઘરમાં જેની સૌથી વધુ રાહ જોવાતી હોય તે છે Surti Undhiyu. સુરતનું પ્રખ્યાત અને લીલી વનરાજી જેવું આ સુરતી લીલું ઊંધિયું સ્વાદમાં શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યમાં ગુણકારી છે. આ રેસીપીમાં આપણે ખાસ કરીને લીલુ લસણ (Green Garlic), લીલી તુવેર અને પાપડીનો ભરપૂર ઉપયોગ કરીશું. જો તમે Authentic Surti Green Undhiyu Recipe શોધી રહ્યા છો, તો આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત તમારા માટે જ છે. ચાલો બનાવીએ પરફેક્ટ ટેસ્ટ વાળું ઊંધિયું.

જેમાં આજ આપણે રેગ્યુલર ઘઉંના લોટના મુઠીયા ની જગ્યાએ જુવારના લોટના મુઠીયા બનાવશું અને આ ઊંધિયું આપણે કુકરમાં બનાવી તૈયાર કરીશું. જેથી ખુબ ઝડપથી અને ખુબ જ ટેસ્ટી ઊંધિયું બની ને તૈયાર થશે.

મુઠીયા માટેની સામગ્રી

  1. જુવાર નો લોટ ½ કપ
  2. બેસન ¼ કપ
  3. સોજી 2 ચમચી
  4. હળદર ¼ ચમચી
  5. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  6. મેથી સુધારેલી ¼ કપ
  7. આદું મરચાની પેસ્ટ 1
  8. સફેદ તલ 2 ચમચી
  9. ખાંડ 1 ચમચી
  10. ગરમ મસાલો ½ ચમચી
  11. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  12. હિંગ ¼ ચમચી
  13. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  14. અજમો ¼ ચમચી
  15. તેલ 1 ચમચી
  16. સ્વાદ મુજબ મીઠું
  17. પાણી જરૂર મુજબ
  18. તેલ તરવા માટે

શાક માટેની સામગ્રી  

  1. બટાકા 100 ગ્રામ
  2. પર્પલ સૂરણ 150 ગ્રામ
  3. નાની સાઈઝ ના રીંગણ 100 ગ્રામ
  4. શક્કરીયા 100 ગ્રામ
  5. કાચી કેળા 1
  6. સુરતી પાપડી 150  ગ્રામ
  7. લીલા વટાણા ¼ કપ
  8. તુવેર દાણા 1 કપ
  9. લસણ ની કણી 15-20
  10. લીલા ધાણા સુધારેલ 1 ½ કપ
  11. સિંગદાણા ¼ કપ
  12. તાજું નારિયલ છીનેલ ¼ કપ
  13. સફેદ તલ 5-6 ચમચી
  14. લીલા મરચા 8-10
  15. આદું 2 ઇંચ
  16. હળદર 1 ચમચી
  17. ગરમ મસાલો 2 ચમચી
  18. અજમો 1 ચમચી
  19. લીલું લસણ સુધારેલ 1 કપ
  20. હિંગ ½ ચમચી
  21. લીંબુ નો રસ 1 ચમચી 
  22. તેલ 1 કપ
  23. મીઠું સ્વાદ મુજબ
  24. પાણી જરૂર મુજબ

Surti Green Undhiyu banavani rit

સુરતી લીલું ઊંધિયું બનાવવા સૌથી પહેલા મુઠીયા બનાવી તૈયારી કરી લેશું એના માટે કથરોટમાં જુવાર નો લોટ, બેસન, સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી સુધારેલી, આદું મરચાની પેસ્ટ, સફેદ તલ, ખાંડ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલ, અજમો, તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી બરોબર મીક્દ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી મુઠીયા બનાવી ઐયાર કરી લ્યો.

હવે બધા જ શાક ને ધોઈ સાફ કરીમીડીયમ સાઈઝ માં પર્પલ સૂરણ, શક્કરીયા સુધારી લ્યો અને બટાકા કેળા અને રીંગણ ને સાફ કરી મોટા બે કે ત્રણ ભાગ કરી એમાં ઉભા કાપા કરી પાણીમાં સુધારી લ્યો અને સાથે વટાણા, તુવેર દાણા અને પાપડી ને પણ તૈયાર કરી લ્યો. હવે મિક્સર જારમાં સિંગદાણા, લીલા ધાણા, લસણ ની કણી તાજા નારિયલ છીનેલ, તલ, લીલા મરચા આદુનો ટુકડો, ગરમ મસાલો  નાખી પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે તૈયાર કરેલ પેસ્ટ ને કટકા કરેલ બટાકા, રીંગણ અને કેળામાં ભરી લ્યો.  ( જેમ આપણે ભરેલા રીંગણ કરીએ એમ બટાકા રીંગણ અને કેળા માં કાપા કરી ભરી લેવા.)

હવે ગેસ પર કુકર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ગોલ્ડન તારી લ્યો. મુઠીયા બધા તારી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કુકર માં એક થી દોઢ કપ તેલ રહેવા દઈ બાકીનું તેલ અલગ કાઢી લ્યો. હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં વટાણા, તુવેર દાણા અને સુરતી પાપડી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ પર્પલ સૂરણ, શક્કરીયા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલા માંથી અડધો મસાલો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિકસ કરી લ્યો.

હવે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એમાં ભરેલા બટાકા, રીંગણ, કેળા મુકો અને ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય ત્યાર બાદ કુઅક્ર ખોલી ઉપર રાખેલ ભરેલા રીંગણ, બટાકા અને કેળા ના કટક ને અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા શક ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.

હવે બીજા વઘાર માટે બીજી કડાઈમાં પા કપ જેટલું  તેલ ગરમ કરી એમાં અજમો હિંગ અને સફેદ તલ નાખી મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ અને પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ તૈયાર  વઘારમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં તારી રાખેલ મુઠીયા નાખી પાંચ મિનીટ ચડાવી લ્યો.

પાંચ મિનીટ પછી એમાં ખાંડ ગરમ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર નેવ કુકરમાં નાખી મિક્સ કરી એમાં સાઈડમાં કાઢેલ રીંગણ,બટાકા અને કેળા અને લીંબુનો રસ નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લઇ ગરમ ગરમ સર્વ કરો. તો ત્યાર છે સુરતી ગ્રીન ઊંધિયું.  

સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત

Surti Green Undhiyu - સુરતી લીલું ઊંધિયું

Surti Green Undhiyu Recipe in Gujarati | સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત

શિયાળો (Winter) આવે એટલે ગુજરાતીઓના ઘરમાં જેની સૌથી વધુ રાહ જોવાતી હોય તે છે Surti Undhiyu. સુરતનું પ્રખ્યાત અને લીલી વનરાજી જેવું આ Green Undhiyu સ્વાદમાં શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યમાં ગુણકારી છે.આ રેસીપીમાં આપણે ખાસ કરીને લીલુ લસણ (Green Garlic), લીલી તુવેર અને પાપડીનો ભરપૂર ઉપયોગ કરીશું.જો તમે Authentic Surti Green Undhiyu Recipe શોધી રહ્યા છો, તો આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત તમારા માટે જ છે. ચાલો બનાવીએ પરફેક્ટ ટેસ્ટ વાળું ઊંધિયું.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

મુઠીયા માટેની સામગ્રી

  • ½ કપ જુવાર નો લોટ
  • ¼ કપ બેસન
  • 2 ચમચી સોજી
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ કપ મેથી સુધારેલી
  • 1 આદું મરચાની પેસ્ટ
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ¼ ચમચી અજમો
  • 1 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

શાક માટેની સામગ્રી

  • 100 ગ્રામ બટાકા
  • 150 ગ્રામ પર્પલ સૂરણ
  • 100 ગ્રામ નાની સાઈઝ ના રીંગણ
  • 100 ગ્રામ શક્કરીયા
  • 1 કાચી કેળા
  • 150 ગ્રામ સુરતી પાપડી
  • ¼ કપ લીલા વટાણા
  • 1 કપ તુવેર દાણા
  • 15-20 લસણ ની કણી
  • 1½ કપ લીલા ધાણા સુધારેલ
  • ¼ કપ સિંગદાણા
  • ¼ કપ તાજું નારિયલ છીનેલ
  • 5-6 ચમચી સફેદ તલ
  • 8-10 લીલા મરચા
  • 2 ઇંચ આદું
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી અજમો
  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 કપ તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Surti Green Undhiyu banavani rit

  • સુરતી લીલું ઊંધિયું બનાવવા સૌથી પહેલા મુઠીયા બનાવી તૈયારી કરી લેશું એના માટે કથરોટમાં જુવાર નો લોટ, બેસન, સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી સુધારેલી, આદું મરચાની પેસ્ટ, સફેદ તલ, ખાંડ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલ, અજમો, તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી જરૂર મુજબ નાખી બરોબર મીક્દ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી મુઠીયા બનાવી ઐયાર કરી લ્યો.
  • હવે બધા જ શાક ને ધોઈ સાફ કરીમીડીયમ સાઈઝ માં પર્પલ સૂરણ, શક્કરીયા સુધારી લ્યો અને બટાકા કેળા અને રીંગણ ને સાફ કરી મોટા બે કે ત્રણ ભાગ કરી એમાં ઉભા કાપા કરી પાણીમાં સુધારી લ્યો અને સાથે વટાણા, તુવેર દાણા અને પાપડી ને પણ તૈયાર કરી લ્યો. હવે મિક્સર જારમાં સિંગદાણા, લીલા ધાણા, લસણ ની કણી તાજા નારિયલ છીનેલ, તલ, લીલા મરચા આદુનો ટુકડો, ગરમ મસાલો નાખી પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે તૈયાર કરેલ પેસ્ટ ને કટકા કરેલ બટાકા, રીંગણ અને કેળામાં ભરી લ્યો. ( જેમ આપણે ભરેલા રીંગણ કરીએ એમ બટાકા રીંગણ અને કેળા માં કાપા કરી ભરી લેવા.)
  • હવે ગેસ પર કુકર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ગોલ્ડન તારી લ્યો. મુઠીયા બધા તારી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે કુકર માં એક થી દોઢ કપ તેલ રહેવા દઈ બાકીનું તેલ અલગ કાઢી લ્યો. હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં વટાણા, તુવેર દાણા અને સુરતી પાપડી નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ પર્પલ સૂરણ, શક્કરીયા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલા માંથી અડધો મસાલો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિકસ કરી લ્યો.
  • હવે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એમાં ભરેલા બટાકા, રીંગણ, કેળા મુકો અને ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય ત્યાર બાદ કુઅક્ર ખોલી ઉપર રાખેલ ભરેલા રીંગણ, બટાકા અને કેળા ના કટક ને અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા શક ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે બીજા વઘાર માટે બીજી કડાઈમાં પા કપ જેટલું તેલ ગરમ કરી એમાં અજમો હિંગ અને સફેદ તલ નાખી મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ અને પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ તૈયાર વઘારમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં તારી રાખેલ મુઠીયા નાખી પાંચ મિનીટ ચડાવી લ્યો.
  • પાંચ મિનીટ પછી એમાં ખાંડ ગરમ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર નેવ કુકરમાં નાખી મિક્સ કરી એમાં સાઈડમાં કાઢેલ રીંગણ,બટાકા અને કેળા અને લીંબુનો રસ નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લઇ ગરમ ગરમ સર્વ કરો. તો ત્યાર છે સુરતી ગ્રીન ઊંધિયું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Tricolour Salad Recipe in Gujarati | તિરંગા સલાડ રેસીપી

Republic Day (26 January) કે Independence Day (15 August) જેવા રાષ્ટ્રીય તહેવારો પર આપણે હંમેશા કંઈક ખાસ કરવા માંગતા હોઈએ છીએ. જો તમે ખાવાના શોખીન હોવ અને સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા હોવ, તો આ Tricolour Salad Recipe in Gujarati તમારા માટે પરફેક્ટ છે. આ તિરંગા સલાડ માં આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના, પરંતુ કુદરતી શાકભાજી – ગાજર (કેસરી), મૂળા (સફેદ) અને કાકડી (લીલો) નો ઉપયોગ કરીને Indian Flag ના રંગો આપીશું. આ Healthy Salad બનાવવામાં માત્ર 5-10 મિનિટ લાગે છે. તો ચાલો જોઈએ Tiranga Salad Banavani Rit.

Ingredients

  1. 2 નંગ: ગાજર (Carrots) – કેસરી રંગ માટે
  2. 1 નંગ: મૂળો (Radish) અથવા કોપરું – સફેદ રંગ માટે
  3. 2 નંગ: કાકડી (Cucumber) – લીલા રંગ માટે
  4. 1 ચમચી: લીંબુનો રસ (Lemon Juice)
  5. 1/2 ચમચી: મરી પાવડર (Black Pepper Powder)
  6. 1/2 ચમચી: શેકેલું જીરું પાવડર (Roasted Cumin Powder)
  7. સ્વાદાનુસાર: મીઠું (Salt) અને ચાટ મસાલો
  8. સજાવટ માટે: કોથમીર અથવા ફુદીનાનું પાન (અશોક ચક્ર માટે)

Tricolour Salad banavani rit

તિરંગા સલાડ બનાવવા સૌ પ્રથમ ગાજર, મૂળા અને કાકડીને પાણીથી બરાબર ધોઈ લો. ગાજર અને મૂળાની છાલ ઉતારી લો. કાકડીને છાલ સાથે જ રાખો જેથી તેનો ઘાટો લીલો રંગ જળવાઈ રહે. હવે ત્રણેય શાકભાજીને અલગ-અલગ બાઉલમાં છીણી (Grate) લો. ધ્યાન રાખો કે ત્રણેયને મિક્સ નથી કરવાના.

હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં સૌથી ઉપરના ભાગમાં છીણેલું ગાજર ગોઠવો. ગાજર કુદરતી રીતે કેસરી રંગ આપે છે. ગાજરની અંદર થોડું મીઠું અને મરી પાવડર ભભરાવો જેથી ટેસ્ટ સારો આવે. તેને હાથેથી અથવા ચમચીથી દબાવીને એક સરખું સેટ કરો.

ગાજરની બરાબર નીચે છીણેલા મૂળાનું લેયર બનાવો. મૂળાનો સ્વાદ થોડો તીખો હોય છે જે સલાડમાં મજા આપે છે. (જો બાળકો માટે બનાવતા હોવ તો મૂળાની જગ્યાએ છીણેલું પનીર પણ વાપરી શકો). છેલ્લે સૌથી નીચે લીલા રંગ માટે છીણેલી કાકડી ગોઠવો.

ત્રણેય લેયર ગોઠવાઈ જાય એટલે ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટો. વચ્ચે અશોક ચક્ર દર્શાવવા માટે એક કાકડીની સ્લાઈસ અથવા લવિંગનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે દેશભક્તિના રંગે રંગાયેલું Republic Day Special Tricolour Salad. આ Tricolour Salad માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે. આ વખતે મહેમાનો માટે જમવાની થાળીમાં આ સલાડ જરૂરથી સામેલ કરજો. જો તમને આ Gujarati Recipe ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ!

તિરંગા સલાડ બનાવવાની રીત

Tricolour Salad - તિરંગા સલાડ

Tricolour Salad Recipe in Gujarati | તિરંગા સલાડ રેસીપી

Republic Day (26 January) કે Independence Day (15 August) જેવા રાષ્ટ્રીય તહેવારો પર આપણે હંમેશા કંઈક ખાસ કરવા માંગતા હોઈએછીએ. જો તમે ખાવાના શોખીન હોવ અને સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા હોવ, તો આ Tricolour Salad Recipe inGujarati તમારા માટે પરફેક્ટ છે. આ તિરંગા સલાડ માં આપણેકોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના, પરંતુ કુદરતી શાકભાજી -ગાજર (કેસરી), મૂળા (સફેદ) અને કાકડી(લીલો) નો ઉપયોગ કરીનેIndian Flag ના રંગો આપીશું. આ Healthy Salad બનાવવામાં માત્ર 5-10મિનિટ લાગે છે. તો ચાલોજોઈએ Tiranga Salad Banavani Rit.
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 બાઉલ
  • 1 પ્લેટ

Ingredients

  • 2 નંગ ગાજર Carrots – કેસરી રંગ માટે
  • 1 નંગ મૂળો Radish અથવા કોપરું – સફેદ રંગ માટે
  • 2 નંગ કાકડી Cucumber – લીલા રંગ માટે
  • 1 ચમચી લીંબુનો રસ Lemon Juice
  • 1/2 ચમચી મરી પાવડર Black Pepper Powder
  • 1/2 ચમચી શેકેલું જીરું પાવડર Roasted Cumin Powder
  • સ્વાદાનુસાર મીઠું Salt અને ચાટ મસાલો
  • સજાવટ માટે: કોથમીર અથવા ફુદીનાનું પાન અશોક ચક્ર માટે

Instructions

Tricolour Salad banavani rit

  • તિરંગા સલાડ બનાવવા સૌ પ્રથમ ગાજર, મૂળા અને કાકડીને પાણીથી બરાબર ધોઈ લો. ગાજર અને મૂળાની છાલ ઉતારી લો. કાકડીને છાલ સાથે જ રાખો જેથી તેનો ઘાટો લીલો રંગ જળવાઈ રહે. હવે ત્રણેય શાકભાજીને અલગ-અલગ બાઉલમાં છીણી (Grate) લો. ધ્યાન રાખો કે ત્રણેયને મિક્સ નથી કરવાના.
  • હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં સૌથી ઉપરના ભાગમાં છીણેલું ગાજર ગોઠવો. ગાજર કુદરતી રીતે કેસરી રંગ આપે છે. ગાજરની અંદર થોડું મીઠું અને મરી પાવડર ભભરાવો જેથી ટેસ્ટ સારો આવે. તેને હાથેથી અથવા ચમચીથી દબાવીને એક સરખું સેટ કરો.
  • ગાજરની બરાબર નીચે છીણેલા મૂળાનું લેયર બનાવો. મૂળાનો સ્વાદ થોડો તીખો હોય છે જે સલાડમાં મજા આપે છે. (જો બાળકો માટે બનાવતા હોવ તો મૂળાની જગ્યાએ છીણેલું પનીર પણ વાપરી શકો). છેલ્લે સૌથી નીચે લીલા રંગ માટે છીણેલી કાકડી ગોઠવો.
  • ત્રણેય લેયર ગોઠવાઈ જાય એટલે ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટો. વચ્ચે અશોક ચક્ર દર્શાવવા માટે એક કાકડીની સ્લાઈસ અથવા લવિંગનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે દેશભક્તિના રંગે રંગાયેલું Republic Day Special Tricolour Salad.
  • આ Tricolour Salad માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે. આ વખતે મહેમાનો માટે જમવાની થાળીમાં આ સલાડ જરૂરથી સામેલ કરજો. જો તમને આ Gujarati Recipe ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ!
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શિયાળાનું સ્પેશિયલ: દેશી ગાજર અને લસણનું અથાણું – Desi Gajar Lasan nu Athanu Recipe in Gujarati

શિયાળામાં બજારમાં મળતા દેશી ગાજર (Desi Carrots) માત્ર હલવો બનાવવા માટે જ નથી હોતા, તેનું અથાણું પણ જબરદસ્ત બને છે આજ આપણે દેશી ગાજર અને લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. આ અથાણું ખાસ દેસી ગાજર માંથી બનાવવામાં આવે છે. રેગ્યુલર ગાજર માંથી પણ બનાવી શકો છો પણ દેસી ગાજર માંથી બનાવેલ અથાણા નો સ્વાદ અલગ જ આવશે. આ અથાણું બનાવવી ખુબ સરળ અને ઓછી સામગ્રી અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવવામાં આવે છે. આ Desi Gajar ane Lasan nu Athanu એક પ્રકારનું “ઈન્સ્ટન્ટ અથાણું” છે, એટલે કે તમે બનાવ્યાના 1 કલાકમાં જ ખાવાનું શરૂ કરી શકો છો.

INGREDIENTS

  1. દેશી ગાજર 500 ગ્રામ
  2. લસણ ની કણી 25-30
  3. હળદર 1 ચમચી
  4. લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
  5. હિંગ ½ ચમચી
  6. સ્વાદ મુજબ મીઠું
  7. તેલ ½ કપ

Desi Gajar ane Lasan nu Athanu banavani rit

દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવા સૌથી પહેલા દેશી ગાજર ને પાણીમાં નાખી દસ પંદર મિનીટ પલાળી રાખો ત્યાર બાદ ઘસી ને ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ચાકુથી છોલી લ્યો ત્યાર બાદ આંગળી ની સાઈઝ જેટલા લાંબા લાંબા કાપી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ જાડા કટકા કરી લ્યો.

હવે કટકા કરેલ ગાજર માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દિવસમાં બે ચાર હલાવી લેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે તડકામાં કપડા પર ફેલાવી ને ત્રણ ચાર કલાક સુકાવી લેવા. ચાર કલાક પછી સુકાઈ કોરા થયેલ ગાજર ભેગા કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ખંડણી માં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંલસણ મરચાની પેસ્ટ નાખી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકાવેલ ગાજર નાખો અને જરૂર લાગે તો મીઠું નાખી સાવ ધીમા તાપે મિક્સ કરી ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને અથાણા ને ઠંડુ થવા દયો. અથાણું ઠંડું થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે દેશી ગાજર અને લસણ નું અથાણું.

 Gajar Lasan nu Athanu recipe tip

અથાણા ને બરણીમાં ભરી લ્યો અને એના પર તેલ આવી જાય એટલું તેલ હોવું જોઈએ તોજ અથાણું બહાર લાંબો સમય સુંધી ચાલશે. જો તમને વધારે તેલ ના નાખવું હોય તો તૈયાર અથાણા ને ફ્રીઝ માં મુકો અને જરૂર મુજબ કાઢી મજા લ્યો.

દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવાની રીત

Desi Gajar ane Lasan nu Athanu - દેશી લાલ ગાજર અને લસણનું અથાણું

દેશી ગાજર અને લસણનું અથાણું – Desi Gajar Lasan nu Athanu Recipe in Gujarati

શિયાળામાં બજારમાં મળતા દેશી ગાજર (Desi Carrots)માત્ર હલવો બનાવવા માટે જ નથી હોતા, તેનું અથાણું પણ જબરદસ્ત બને છે આજ આપણે દેશી ગાજર અને લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. આ અથાણું ખાસ દેસી ગાજર માંથી બનાવવામાં આવે છે. રેગ્યુલર ગાજર માંથી પણ બનાવી શકો છો પણ દેસી ગાજરમાંથી બનાવેલ અથાણા નો સ્વાદ અલગ જ આવશે. આઅથાણું બનાવવી ખુબ સરળ અને ઓછી સામગ્રી અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બનાવવામાંઆવે છે. આ Desi Gajar ane Lasan nu Athanu એક પ્રકારનું "ઈન્સ્ટન્ટ અથાણું" છે, એટલે કે તમે બનાવ્યાના 1 કલાકમાં જ ખાવાનું શરૂ કરી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી

Ingredients

  • 500 ગ્રામ દેશી ગાજર
  • 25-30 લસણ ની કણી
  • 1 ચમચી હળદર
  • 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ તેલ

Instructions

Desi Gajar ane Lasan nu Athanu banavani rit

  • દેશી ગાજર અને લસણનું અથાણું બનાવવા સૌથી પહેલા દેશી ગાજર ને પાણીમાં નાખી દસ પંદર મિનીટ પલાળી રાખો ત્યાર બાદ ઘસી ને ધોઈ લ્યો અને ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ચાકુથી છોલી લ્યો ત્યાર બાદ આંગળી ની સાઈઝ જેટલા લાંબા લાંબા કાપી લ્યો ત્યાર બાદ બે ભાગમાં કાપી વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ જાડા કટકા કરી લ્યો.
  • હવે કટકા કરેલ ગાજર માં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દિવસમાં બે ચાર હલાવી લેવા. ત્યાર બાદ બીજા દિવસે સવારે તડકામાં કપડા પર ફેલાવી ને ત્રણ ચાર કલાક સુકાવી લેવા. ચાર કલાક પછી સુકાઈ કોરા થયેલ ગાજર ભેગા કરી લ્યો. હવે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ખંડણી માં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંલસણ મરચાની પેસ્ટ નાખી બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકાવેલ ગાજર નાખો અને જરૂર લાગે તો મીઠું નાખી સાવ ધીમા તાપે મિક્સ કરી ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને અથાણા ને ઠંડુ થવા દયો. અથાણું ઠંડું થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે દેશી ગાજર અને લસણ નું અથાણું.

Gajar Lasan nu Athanu recipe tip

  • અથાણા ને બરણીમાં ભરી લ્યો અને એના પર તેલ આવી જાય એટલું તેલ હોવું જોઈએ તોજ અથાણું બહાર લાંબો સમય સુંધી ચાલશે. જો તમને વધારે તેલ ના નાખવું હોય તો તૈયાર અથાણા ને ફ્રીઝ માં મુકો અને જરૂર મુજબ કાઢી મજા લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ સ્પેશિયલ: ૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ – Tiranga Sandwich Recipe in Gujarati

૨૬મી જાન્યુઆરી (Republic Day) હોય કે ૧૫મી ઓગસ્ટ (Independence Day), આ બંને રાષ્ટ્રીય તહેવારો પર આપણા દિલમાં દેશભક્તિની ભાવના હોય છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં ખાસ ઉજવણી થતી હોય છે. આ દિવસે જો નાસ્તો પણ Tricolor (તિરંગા) થીમનો હોય તો બાળકોને મજા પડી જાય. આજે આપણે બનાવીશું Tiranga Sandwich. આ સેન્ડવીચમાં આપણે રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો – કેસરી (Saffron), સફેદ (White) અને લીલો (Green) ને નેચરલ વસ્તુઓથી બનાવીશું. આ રેસીપીમાં ગેસ સળગાવવાની જરૂર નથી (Fireless Cooking), તેથી જો બાળકોની સ્કૂલમાં “Cooking without Fire” કોમ્પિટિશન હોય તો તેના માટે આ પરફેક્ટ રેસીપી છે.

ત્રિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  1. બ્રેડ સ્લાઈસ 4 નંગ
  2. ઝીણું છીણેલ ગાજર ½ કપ
  3. માયોનીઝ 1 ચમચી
  4. ઝીણું છીણેલ પનીર ½ કપ
  5. ઝીણી છીનેલ કાકડી ½ કપ
  6. ટમેટો સોસ 1 ચમચી
  7. ઝીણી સુધારેલ ડુંગળી 3-4 ચમચી
  8. મરી પાઉડર ¼ ચમચી
  9. લીલી ચટણી 1-2 ચમચી
  10. માખણ જરૂર મુજબ
  11. ચીઝ સ્લાઈસ 1

Tiranga Sandwich banavani rit

તિરંગા સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી અલગ કરી લ્યો. હવે ગાજર ને ધોઈ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણી વડે છીણી લ્યો અને છીનેલ ગાજરને એક વાટકામાં કાઢી લ્યો અને એમાં માયોનીઝ અને ટામેટા સોસ નાખી મિક્સ કરી લઇ કેસરી રંગ બનાવી લ્યો. ત્યાર બાદ પનીર ને ઝીણી છીણી વડે છીણી લ્યો  અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સાવ ઝીણી સુધારેલી ડુંગળી અને મરી નાખી મિક્સ કરી સફેદ રંગ બનાવી લ્યો.

હવે કાકડી ને પણ ઝીણી છીણી વડે છીણી ગરણી માં મુકો અને એમાં રહેલ પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે એમાં લીલી ચટણી નાખી મિક્સ કરી ને લીલો રંગ બનાવી તૈયાર કરી લ્યો.આમ ત્રણે રંગ તૈયાર કરી લ્યો. 

હવે એક સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં માખણ લગાવી લ્યો ત્યાર બાદ એમાં કાકડી નું મિશ્રણ મૂકી ફેલાવી દયો બરોબર ત્યાર બાદ બીજી સ્લાઈસ પર માખણ લગાવી એ માખણ વાળો ભાગ ઉપર આવે એમ લીલા રંગ ની સ્લાઈસ ઉપર મુકો અને એ મુકેલી સ્લાઈસ ઉપર પનીર વાળું મિશ્રણ મૂકી બરોબર એક સરખું ફેલાવી લ્યો અને એના પર ચીઝ સ્લાઈસ મુકો.

ત્યારબાદ ત્રીજી સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં પણ માખણ લગાવી લ્યો અને માખણ ની સાઈડ ઉઅપર રહે એમ મુકો અને એમાં ગાજર વાળું મિશ્રણ મૂકી એક સરખું ફેલાવી લ્યો અને ત્યાર બાદ ચોથી સ્લાઈસ માં માખણ લગાવી માખણ વાળો ભાગ ગાજર ઉઅપર મૂકી થોડી દબાવી લ્યો ત્યાર બાદ કાપી કટકા કરી લ્યો. તો તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ.    

Triranga sandwich tips

  1. અહી તમે કિનારી કાઢેલ બ્રેડ સસ્લાઈસ પણ વાપરી શકો છો.
  2. તમે ઓરેન્જ કલર વાડી માયોનીઝ પણ વાપરી શકો છો.

તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત

૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ - Tiranga Sandwich Recipe

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ સ્પેશિયલ: ૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ – Tiranga Sandwich Recipe in Gujarati

૨૬ મી જાન્યુઆરી (Republic Day) હોય કે ૧૫મી ઓગસ્ટ (Independence Day), આ બંને રાષ્ટ્રીય તહેવારો પર આપણા દિલમાં દેશ ભક્તિની ભાવના હોય છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં ખાસ ઉજવણી થતી હોય છે. આ દિવસે જો નાસ્તો પણ Tricolor(તિરંગા) થીમનો હોય તો બાળકોને મજા પડી જાય. આજે આપણે બનાવીશું Tiranga Sandwich. આ સેન્ડવીચમાં આપણે રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો – કેસરી (Saffron), સફેદ (White) અને લીલો(Green) ને નેચરલ વસ્તુઓથી બનાવીશું. આ રેસીપી માં ગેસ સળગાવવાની જરૂર નથી (Fireless Cooking), તેથી જોબાળકોની સ્કૂલમાં "Cooking without Fire" કોમ્પિટિશન હોય તો તેના માટે આ પરફેક્ટ રેસીપી છે.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 નંગ

Equipment

  • 1 વાટકા
  • 1 ઝીણી છીણી

Ingredients

ત્રિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 4 નંગ બ્રેડ સ્લાઈસ
  • ½ કપ ઝીણું છીણેલ ગાજર
  • 1 ચમચી માયોનીઝ
  • ½ કપ ઝીણું છીણેલ પનીર
  • ½ કપ ઝીણી છીનેલ કાકડી
  • 1 ચમચી ટમેટો સોસ
  • 3-4 ચમચી ઝીણી સુધારેલ ડુંગળી
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીલી ચટણી
  • માખણ જરૂર મુજબ
  • 1 ચીઝ સ્લાઈસ

Instructions

Tiranga Sandwich banavani rit

  • તિરંગા સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી અલગ કરી લ્યો. હવે ગાજર ને ધોઈ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણી વડે છીણી લ્યો અને છીનેલ ગાજરને એક વાટકામાં કાઢી લ્યો અને એમાં માયોનીઝ અને ટામેટા સોસ નાખી મિક્સ કરી લઇ કેસરી રંગ બનાવી લ્યો. ત્યાર બાદ પનીર ને ઝીણી છીણી વડે છીણી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સાવ ઝીણી સુધારેલી ડુંગળી અને મરી નાખી મિક્સ કરી સફેદ રંગ બનાવી લ્યો.
  • હવે કાકડી ને પણ ઝીણી છીણી વડે છીણી ગરણી માં મુકો અને એમાં રહેલ પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે એમાં લીલી ચટણી નાખી મિક્સ કરી ને લીલો રંગ બનાવી તૈયાર કરી લ્યો.આમ ત્રણે રંગ તૈયાર કરી લ્યો.
  • હવે એક સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં માખણ લગાવી લ્યો ત્યાર બાદ એમાં કાકડી નું મિશ્રણ મૂકી ફેલાવી દયો બરોબર ત્યાર બાદ બીજી સ્લાઈસ પર માખણ લગાવી એ માખણ વાળો ભાગ ઉપર આવે એમ લીલા રંગ ની સ્લાઈસ ઉપર મુકો અને એ મુકેલી સ્લાઈસ ઉપર પનીર વાળું મિશ્રણ મૂકી બરોબર એક સરખું ફેલાવી લ્યો અને એના પર ચીઝ સ્લાઈસ મુકો.
  • ત્યારબાદ ત્રીજી સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં પણ માખણ લગાવી લ્યો અને માખણ ની સાઈડ ઉઅપર રહે એમ મુકો અને એમાં ગાજર વાળું મિશ્રણ મૂકી એક સરખું ફેલાવી લ્યો અને ત્યાર બાદ ચોથી સ્લાઈસ માં માખણ લગાવી માખણ વાળો ભાગ ગાજર ઉઅપર મૂકી થોડી દબાવી લ્યો ત્યાર બાદ કાપી કટકા કરી લ્યો. તો તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ.

Tiranga sandwich tips

  • અહી તમે કિનારી કાઢેલ બ્રેડ સસ્લાઈસ પણ વાપરી શકો છો.
  • તમે ઓરેન્જ કલર વાડી માયોનીઝ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટિફિન માટે બેસ્ટ: એકદમ સોફ્ટ અને હેલ્ધી બટાકા પાલકના પરોઠા – Bataka Palak Parotha Recipe in Gujarati

શિયાળામાં (Winter) પાલક (Spinach) ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે, પણ બાળકોને તેની ભાજી કે શાક ભાવતું નથી. બીજી તરફ, બાળકોને બટાકા (Potatoes) ખુબ ભાવે છે. તો કેમ નહિ આ બંનેને મિક્સ કરીને એક સુપર ટેસ્ટી વાનગી બનાવીએ? Bataka Palak na Parotha એ સામાન્ય થેપલા કરતા અલગ છે. આમાં આપણે લોટમાં જ બાફેલા બટાકા અને પાલક મિક્સ કરીશું. બટાકાના કારણે આ પરોઠા એટલા Soft (પોચા) બને છે કે વડીલો પણ આરામથી ખાઈ શકે છે. સવારના નાસ્તામાં કે પ્રવાસમાં લઈ જવા માટે આ બેસ્ટ બટાકા પાલકના પરોઠા ઓપ્શન છે.

લોટ બાંધવા માટેની સામગ્રી

  1. ઘઉંનો લોટ 2 કપ
  2. ચીલી ફ્લેસ 1 ચમચી
  3. અજમો ½ ચમચી
  4. સફેદ તલ 2 ચમચી
  5. ઝીણી સુધારેલ પાલક 2 કપ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  1. બાફેલાબટાકા 3-4
  2. તેલ 1-2 ચમચી
  3. રાઈ ¼ ચમચી
  4. જીરું ½ ચમચી
  5. હિંગ ¼ ચમચી
  6. વરીયાળી 1 ચમચી
  7. સુકા ધાણા 1 ચમચી
  8. ઝીણા સુધારેલ લીલા મરચા 2
  9. હળદર ½ ચમચી
  10. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  11. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  12. ગરમ મસાલો ½ ચમચી
  13. આમચૂર પાઉડર 1 ચમચી
  14. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  15. શેકવા માટે ઘી / તેલ જરૂર મુજબ

Bataka Palak Parotha banavani rit

બટાકા પાલકના પરોઠા બનાવવા સુથી પહેલા પાલક ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણીથી ધોઈ સાફ કરી ઝીણી સુધારી પાણી નીતારો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લ્યો એમાં નીતારેલ ઝીણી સુધારેલ પાલક નાખો સાથે હળદર, ચીલી ફ્લેસ, સફેદ તલ, હાથ થી મસળી અજમો, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીથી બરોબર મસળી મિક્સ કરી લ્યો

ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ મસળી બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને એક બાજુ મુકો. સ્ટફિંગ બનાવવા ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુકા આખા ધાણા, વરીયાળી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં  ઝીણા સુધારેલ લીલા મરચા નાખી શેકી લ્યો.

હવે એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું  નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. શેકી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને ઠંડું કરી લ્યો.

પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટને મસળી ને એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી એક પૂરી બનાવી લ્યો અને તૈયાર પુરીમાં સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરો. તવી ગરમ થાય એટલે વણેલ પરોઠા ને તવી માં નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ  પરોઠા ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે આલું પાલક પરોઠા.

બટાકા પાલકના પરોઠા બનાવવાની રીત

સોફ્ટ અને હેલ્ધી બટાકા પાલકના પરોઠા - Bataka Palak Parotha Recipe

હેલ્ધી બટાકા પાલકના પરોઠા – Bataka Palak Parotha Recipe in Gujarati

શિયાળામાં (Winter) પાલક (Spinach)ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે,પણ બાળકોને તેની ભાજી કે શાક ભાવતું નથી. બીજી તરફ, બાળકોને બટાકા (Potatoes)ખુબ ભાવે છે. તો કેમ નહિ આ બંનેને મિક્સ કરીને એક સુપર ટેસ્ટી વાનગીબનાવીએ? Bataka Palak na Parotha એ સામાન્ય થેપલા કરતા અલગ છે. આમાં આપણે લોટમાં જ બાફેલા બટાકા અને પાલક મિક્સ કરીશું. બટાકાના કારણે આ પરોઠા એટલા Soft(પોચા) બને છે કે વડીલો પણ આરામથી ખાઈ શકે છે. સવારના નાસ્તામાં કે પ્રવાસમાં લઈ જવા માટે આ બેસ્ટ બટાકા પાલકના પરોઠા ઓપ્શન છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી ચીલી ફ્લેસ
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી સફેદ તલ
  • 2 કપ ઝીણી સુધારેલ પાલક
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી વરીયાળી
  • 1 ચમચી સુકા ધાણા
  • 2 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • શેકવા માટે ઘી / તેલ જરૂર મુજબ

Instructions

Bataka Palak Parotha banavani rit

  • બટાકા પાલકના પરોઠા બનાવવા સુથી પહેલા પાલક ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણીથી ધોઈ સાફ કરી ઝીણી સુધારી પાણી નીતારો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લ્યો એમાં નીતારેલ ઝીણી સુધારેલ પાલક નાખો સાથે હળદર, ચીલી ફ્લેસ, સફેદ તલ, હાથ થી મસળી અજમો, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીથી બરોબર મસળી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ મસળી બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને એક બાજુ મુકો. સ્ટફિંગ બનાવવા ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુકા આખા ધાણા, વરીયાળી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા નાખી શેકી લ્યો.
  • હવે એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. શેકી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને ઠંડું કરી લ્યો.

પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટને મસળી ને એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી એક પૂરી બનાવી લ્યો અને તૈયાર પુરીમાં સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરો. તવી ગરમ થાય એટલે વણેલ પરોઠા ને તવી માં નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પરોઠા ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે આલું પાલક પરોઠા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા વટાણાની મસાલા પૂરી – Matar Masala Puri Recipe in Gujarati

ખુજ ખસ્તા અને ટેસ્ટી એવી આ મટર મસાલા પૂરી એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એ નક્કી છે. બનાવી ખુબ સરળ છે અને ચા, દહીં, ચટણી અથાણા કે શાક સાથે સર્વ કરી શકો છો અને બાળકોને ટીફીન માં પણ બનાવી શકો છો. ઘણીવાર આપણને વટાણાની કચોરી (Kachori) ખાવાનું મન થાય, પણ તે બનાવવામાં ખુબ સમય લાગે છે. આ મસાલા પૂરીમાં તમને કચોરી જેવો જ ચટાકેદાર સ્વાદ મળશે. આ પૂરીની ખાસિયત એ છે કે તે લાંબો સમય સુધી નરમ રહે છે, એટલે કે જો તમે ક્યાંક બહાર ફરવા (Traveling) જતા હોવ તો થેપલાની જગ્યાએ આ પૂરી સાથે લઈ જઈ શકો છો

INGREDIENTS

  • ઘઉંનો લોટ 2 કપ
  • મટર 1 કપ
  • લીલા મરચા 2-3
  • જીરું 1 ચમચી
  • આદુના કટકા 2-3
  • કાચી વરીયાળી 2 ચમચી
  • સોજી 2-3 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચીલી ફ્લેક્ષ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Matar Masala Puri banavani rit

લીલા વટાણાની મસાલા પૂરી બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને ધોઈ ને સાફ કરી લ્યો હવે મિકસર જારમાં આદુના કટકા, લીલા મરચા સુધારેલ, જીરું, કાચી વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ થી ઓછું પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.

પીસેલ પેસ્ટ ને એક કથરોટ માં નાખો એમાં સોજી, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફેલ્ક્ષ, ગરમ મસાલો, અજમો મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલ, એક બે ચમચી તેલ  અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનીટ એમજ એક બાજુ મુકો.

દસ મિનીટ પછી એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખી મિક્સ કરતા જાઓ અને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી પાંચ દસ  મિનીટ એક બાજુ મુકો.

દસ મિનીટ પછી બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં લુવા માંથી એક એક લુવો લ્યો અને મીડીયમ ઝાડી પૂરી વણી ને થોડી પૂરી વણી લ્યો.

તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી ને બને બાજુથી ગોલ્ડન થાય ત્ય સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને બધી પૂરી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે મટર મસાલા પૂરી.

લીલા વટાણાની મસાલા પૂરી બનાવવાની રીત

Matar Masala Puri - લીલા વટાણાની મસાલા પૂરી

લીલા વટાણાની મસાલા પૂરી – Matar Masala Puri Recipe in Gujarati

ખુજ ખસ્તા અને ટેસ્ટી એવી આ મટર મસાલા પૂરી એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એ નક્કી છે.આ લીલા વટાણાની મસાલા પૂરી બનાવી ખુબ સરળ છે અને ચા, દહીં, ચટણી અથાણા કે શાક સાથે સર્વ કરી શકો છો અને બાળકોને ટીફીનમાં પણ બનાવી શકો છો. ઘણીવાર આપણને વટાણાની કચોરી (Kachori)ખાવાનુંમન થાય, પણ તે બનાવવામાં ખુબ સમય લાગે છે.આ મસાલા પૂરીમાં તમને કચોરી જેવો જ ચટાકેદાર સ્વાદ મળશે. આ પૂરીની ખાસિયત એ છે કે તે લાંબો સમય સુધી નરમ રહે છે, એટલે કેજો તમે ક્યાંક બહાર ફરવા (Traveling) જતા હોવતો થેપલાની જગ્યાએ આ Matar Masala Puri સાથે લઈ જઈ શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ મટર
  • 2-3 લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • 2-3 આદુના કટકા
  • 2 ચમચી કાચી વરીયાળી
  • 2-3 ચમચી સોજી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચીલી ફ્લેક્ષ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી અજમો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Matar Masala Puri banavani rit

  • લીલા વટાણાની મસાલા પૂરી બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને ધોઈ ને સાફ કરી લ્યો હવે મિકસર જારમાં આદુના કટકા, લીલા મરચા સુધારેલ, જીરું, કાચી વરીયાળી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ થી ઓછું પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
  • પીસેલ પેસ્ટ ને એક કથરોટ માં નાખો એમાં સોજી, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફેલ્ક્ષ, ગરમ મસાલો, અજમો મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલ, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનીટ એમજ એક બાજુ મુકો. દસ મિનીટ પછી એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખી મિક્સ કરતા જાઓ અને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને ઢાંકી પાંચ દસ મિનીટ એક બાજુ મુકો.
  • દસ મિનીટ પછી બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઈઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં લુવા માંથી એક એક લુવો લ્યો અને મીડીયમ ઝાડી પૂરી વણી ને થોડી પૂરી વણી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી ને બને બાજુથી ગોલ્ડન થાય ત્ય સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને બધી પૂરી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે મટર મસાલા પૂરી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી