મિત્રો દમઆલું અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે જે ભાત, રોટી, પરોઠા, નાન, કુલચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે બનાવવામાં થોડી મહેનત લાગે છે પણ ખાવા માં ટેસ્ટી બનતા હોય મહેનત સફળ લાગશે. તો ચાલો Kaashmiri dum aloo – કાશ્મીરી દમઆલું બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- નાની સાઇઝ ના બટાકા 500 ગ્રામ
- તેલ 4 – 5 ચમચી
- લવિંગ 2-3
- એલચી 2- 3
- તજ નો ટુકડો 1 નાનો
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
- ટમેટા 2 ની પ્યુરી
- દહીં ½ કપ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 – 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 – 3 ચમચી
- કાજુ પલાડી તૈયાર કરેલ કાજુની પેસ્ટ ¼ કપ
- ગરમ મસાલો ½ ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
Kaashmiri dum aloo banavani recipe
કાશ્મીરી દમઆલું બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કડાઈમાં પાણી નાખી એમાં બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બટાકા ને ઢાંકી બાફી લ્યો. બટાકા 90% બફાઈ જાય એટલે ગરમ પાણી માંથી કાઢી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. હવે બધા બટાકા માં કાંટા ચમચી થી કાણા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા એમાં પા ચમચી હળદર નાખી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ બટાકા ને અલગ કાઢી લ્યો અને એજ ગરમ તેલ માં લવિંગ, તજ નો ટુકડો, એલચી, જીરું નાખી શેકો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો.
ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ નાખી ડુંગળી સાથે બરોબર શેકી લ્યો. બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને દહીં માંથી તેલ અલગ થાય એટલે એમાં કાજુની પેસ્ટ નાખી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ બટાકા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો.
દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાશ્મીરી દમઆલું.
dum aloo recipe notes
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો નાની સાઇઝ ના બટાકા ન મળે તો મોટા બટાકા ના નાના કટકા કરી વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કાશ્મીરી દમઆલું બનાવવાની રેસીપી

Kaashmiri dum aloo banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 500 ગ્રામ નાની સાઇઝ ના બટાકા
- 4 – 5 ચમચી તેલ
- 2-3 લવિંગ
- 2-3 એલચી
- 1 નાનો તજ નો ટુકડો
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ
- 2 ટમેટા ની પ્યુરી
- ½ કપ દહીં
- 1-2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ કપ કાજુ પલાડી તૈયાર કરેલ કાજુની પેસ્ટ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસૂરી મેથી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
Instructions
Kaashmiri dum aloo banavani recipe
- કાશ્મીરી દમઆલું બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કડાઈમાં પાણી નાખી એમાં બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બટાકા ને ઢાંકી બાફી લ્યો. બટાકા 90% બફાઈ જાય એટલે ગરમ પાણી માંથી કાઢી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. હવે બધા બટાકા માં કાંટા ચમચી થી કાણા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા એમાં પા ચમચી હળદર નાખી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ બટાકા ને અલગ કાઢી લ્યો અને એજ ગરમ તેલ માં લવિંગ, તજ નો ટુકડો, એલચી, જીરું નાખી શેકો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો.
- ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ નાખી ડુંગળી સાથે બરોબર શેકી લ્યો. બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને દહીં માંથી તેલ અલગ થાય એટલે એમાં કાજુની પેસ્ટ નાખી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ બટાકા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો.
- દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાશ્મીરી દમઆલું.
Notes
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો નાની સાઇઝ ના બટાકા ન મળે તો મોટા બટાકા ના નાના કટકા કરી વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Sun Dry tameta banavani rit | સન ડ્રાય ટમેટા બનાવવાની રીત
Tameta varo thecho | ટમેટા વાળો ઠેંચો
Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત
Ghau na lot ni tandoori roti | ઘઉંના લોટની તંદુરી રોટી