પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન્સ હોય છે, જ્યારે આખા મગ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આ બંનેને ઘઉંના લોટમાં મિક્સ કરીને બનાવવામાં આવતા પરોઠા એટલા સોફ્ટ અને ટેસ્ટી બને છે. સવાર ના નાસ્તા માટે કે બાળકો ના ટીફીન માટે પ્રોટીન થી ભરપુર પાલક મગ ના પરોઠા – Palak mag na parotha , આ પરોઠા સ્વાદીસ્ટ ની સાથે હેલ્થી બને છે.
પાલક મગ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- પલાળેલા મગ 1 કપ
- પાલક સુધારેલ 2 કપ
- લીલા મરચા સુધારેલ 2-3
- ઘઉંનો લોટ 2 કપ
- અજમો ½ ચમચી
- હળદર ¼ + 1/8 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ તેલ
Palak mag na parotha banavani rit
પાલક મગ ના પરોઠા બનાવવા સૌથી પહેલા મગ ને ધોઈ સાફ કરી પાણી નાખી આખી રાત અથવા પાંચ છ કલાક માટે પલાળી લ્યો. મગ પલાળી લીધા બાદ એનું પાણી નીતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર અને મગ બાફવા જોઈએ એટલું એક થી દોઢ કપ પાણી નાખી નાખી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ દસ મિનીટ ધીમા તાપે બાફી લઇ ગેસ બંધ કરી કુકરની હવા નીકળવા દયો.
હવા નીકળે ત્યાં સુંધી પાલક સાફ કરી ધોઈ નીતારી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા પણ સાફ કરી ધોઈ સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે કુકર ની હવા નીકળી જાય એટલે બાફેલા મગ ને ચારણીમાં કાઢી વધારા નું પાણી નીતારી લ્યો. અને નીતારેલ પાણી ઠંડું કરી લ્યો.
હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સુધારેલ પાલક, સુધારેલ લીલા ધાણા માંથી અડધા ધાણા અને મીઠું ( મીઠું ધ્યાન થી નાખવું અહી આપણે મગ ભાફેલ હતા એનું પાણી લોટ બાંધવા લેશું તો એ પાણી માં પણ મીઠું હશે. ) નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે આપણે મગ નું પાણી નીતારેલ હતું એ લ્યો અને થોડું થોડું નાખતા લઇ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી મુકો.
હવે નીતારેલ મગ લ્યો એમાં ઝીણા સુધારેલ મરચા, લીલા ધાણા બાકી રહેલ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ( મગ બાફતી વખતે મીઠું નાખેલ હતું એટલે એ મુજબ મીઠું નાખવું ચેક કરી ને ) નાખી મિક્સ કરી લ્યો. હવે બાંધેલા લોટ ને મસળી ને એક સરખા લુવા કરી લ્યો. એક લુવો લઇ કોરા લોટ થી વણી પૂરી બનાવી લ્યો. વણેલી પૂરી માં તૈયાર કરેલ મગ નું સ્ટફિંગ ની એક કે બે ચમચી નાખી બધી બાજુથી બરોબર પેક કરી ફરી લુવો બનાવી લ્યો.
ત્યારબાદ કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે વણેલા પરોઠા ને એમાં નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી શેકી તૈયાર કરી ચટણી કે દહીં સાથે સર્વ કરી લ્યો. તો તૈયાર છે પાલક મૂંગ પરોઠા.
અહી સ્ટફિંગ માં તમે છીણેલું ચીઝ પણ નાખી શકો છો.
પાલક મગ ના પરોઠા બનાવવાની રીત

Palak mag na parotha recipe in gujarati | પાલક મગ ના પરોઠા બનાવવાની રીત
Equipment
- 1 કુકર
- 1 તવી
- 1 પાટલો વેલણ
- 1 કથરોટ
Ingredients
પાલક મગ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- 1 કપ પલાળેલા મગ
- 2 કપ પાલક સુધારેલ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 2 કપ ઘઉંનો લોટ
- ½ ચમચી અજમો
- ¼ + ⅛ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ તેલ
Instructions
Palak mag na parotha banavani rit
- પાલક મગ ના પરોઠા બનાવવા સૌથી પહેલા મગ ને ધોઈ સાફ કરી પાણી નાખી આખી રાત અથવા પાંચ છ કલાક માટે પલાળી લ્યો. મગ પલાળી લીધા બાદ એનું પાણી નીતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર અને મગ બાફવા જોઈએ એટલું એક થી દોઢ કપ પાણી નાખી નાખી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ દસ મિનીટ ધીમા તાપે બાફી લઇ ગેસ બંધ કરી કુકરની હવા નીકળવા દયો.
- હવા નીકળે ત્યાં સુંધી પાલક સાફ કરી ધોઈ નીતારી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા પણ સાફ કરી ધોઈ સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે કુકર ની હવા નીકળી જાય એટલે બાફેલા મગ ને ચારણીમાં કાઢી વધારા નું પાણી નીતારી લ્યો. અને નીતારેલ પાણી ઠંડું કરી લ્યો.
- હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સુધારેલ પાલક, સુધારેલ લીલા ધાણા માંથી અડધા ધાણા અને મીઠું ( મીઠું ધ્યાન થી નાખવું અહી આપણે મગ ભાફેલ હતા એનું પાણી લોટ બાંધવા લેશું તો એ પાણી માં પણ મીઠું હશે. ) નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે આપણે મગ નું પાણી નીતારેલ હતું એ લ્યો અને થોડું થોડું નાખતા લઇ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી મુકો.
- હવે નીતારેલ મગ લ્યો એમાં ઝીણા સુધારેલ મરચા, લીલા ધાણા બાકી રહેલ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ( મગ બાફતી વખતે મીઠું નાખેલ હતું એટલે એ મુજબ મીઠું નાખવું ચેક કરી ને ) નાખી મિક્સ કરી લ્યો. હવે બાંધેલા લોટ ને મસળી ને એક સરખા લુવા કરી લ્યો. એક લુવો લઇ કોરા લોટ થી વણી પૂરી બનાવી લ્યો. વણેલી પૂરી માં તૈયાર કરેલ મગ નું સ્ટફિંગ ની એક કે બે ચમચી નાખી બધી બાજુથી બરોબર પેક કરી ફરી લુવો બનાવી લ્યો.
- ત્યારબાદ કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે વણેલા પરોઠા ને એમાં નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી શેકી તૈયાર કરી ચટણી કે દહીં સાથે સર્વ કરી લ્યો. તો તૈયાર છે પાલક મૂંગ પરોઠા.
- અહી સ્ટફિંગ માં તમે છીણેલું ચીઝ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Tameta nu Salad Recipe in Gujarati | ટામેટાંનું સલાડ બનાવવાની રીત
Kakdi na chila banavani rit | કાકડી ના ચીલા બનાવવાની રીત
Aloo lachcha katori chat banavani recipe | આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રેસીપી
moong dal mathri | મગ દાળ ની મઠરી બનાવવાની રીત
Pasta Kurkure banavani rit | પાસ્તા કુરકુરે બનાવવાની રીત
