આ સમોસા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખુબ જ સ્વાદીસ્ટ લાગશે. આ સમોસામાં આપણે રેગ્યુલર બટાકા વટાણા નો મસાલો નહિ પણ વેજીટેબલ સાથે પનીર નો ઉપયોગ કરી બનાવશું. જે સ્વાદીસ્ટ સાથે હેલ્થી બની ને તૈયાર થશે. આ Paneer Veg samosa – પનીર વેજ સમોસા તૈયાર કરી મૂકી જયારે ખાવા હોય ત્યારે તરી ને તૈયાર કરી શકો છો. ઘર માં નાની મોટી પાર્ટી માં પણ આ સમોસા તૈયાર કરી શકો છો.
લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- સોજી 1-2 ચમચી
- અજમો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- સુકા આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- પનીર ના કટકા 1 કપ
- ઝીણા સુધારેલ બટાકા 1 કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- ફુલાવર ના કટકા 4-5 ચમચી
- ગાજરના કટકા 3-4 ચમચી
- વટાણા 3-4 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- કસુરી મેથી 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Paneer Veg samosa banavani recipe
પનીર વેજ સમોસા બનાવવા સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું જેના માટે કથરોટમાં મેંદાના લોટને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો અને ચાર પાંચ ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લઇ લોટ ને થોડો મસળી લીધા બાદ ઢાંકી એક બાજુ મુકો.
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સુકા આખા ધાણા, કાચી વરિયાળી અને જીરું નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઇ ઠંડા કરવા મુકો. મસાલા ઠંડા થાય એટલે મિક્ક્ષર જારમાં નાખી દર્દરાપીસી એક બાજુ મુકો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ધીમા તાપે બે ચાર મિનીટ ચડાવી લ્યો. બટાકા થોડા ચડી જાય એટલે એમાં આદુમરચાની પેસ્ટ ઝીણી સુધારેલ ફુલાવર, ગાજર, વટાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો.
પાંચ મિનીટ બાદ એમાં પીસી રાખેલ મસાલો, હળદર, મરી પાઉડર, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી એક મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પનીર ના કટકા, લીલા ધાણા સુધારેલા અને કસુરી મેથી નાખી મિક્સ કરી બે ચાર મિનીટ હલાવતા રહી શેકી લ્યો. બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લઇ એમાંથી લુવા બનાવી લ્યો. એક લુવો લઇ એને મીડીયમ લંબગોળ રોટલી બનાવો. રોટલી ની વચ્ચે કાપો કરી બે ભાગ કરી લ્યો ત્યાર બાદ એક ભાગમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ચારે બાજુ પાણી વાળીઆંગળી લગાવી સમોસા ને ફોલ્ડ કરી પેક કરી લ્યો. આમ્બધા જ સમોસા તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ નવ શેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ધીમા તાપે સમોસા ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્ય સુંધી તારી લ્યો. સમોસા બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો અને બીજ સમોસા તરી લ્યો. તૈયાર સમોસા ને ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર વેજ સમોસા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પનીર વેજ સમોસા બનાવવાની રેસીપી

Paneer Veg samosa banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્ક્ષર
- 1 કથરોટ
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ મેંદા નો લોટ
- 1-2 ચમચી સોજી
- ½ ચમચી અજમો
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 2 કપ સુકા આખા ધાણા
- 1 કપ જીરું
- 1 કપ કાચી વરિયાળી
- 2-3 કપ તેલ
- 1 કપ પનીર ના કટકા
- 1 કપ ઝીણા સુધારેલ બટાકા
- 2 કપ આદુ મરચાની પેસ્ટ
- 4-5 કપ ફુલાવર ના કટકા
- 3-4 કપ ગાજરના કટકા
- 3-4 ચમચી વટાણા
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી કસુરી મેથી
- ½ ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Paneer Veg samosa banavani recipe
- પનીર વેજ સમોસા બનાવવા સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું જેના માટે કથરોટમાં મેંદાના લોટને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો અને ચાર પાંચ ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લઇ લોટ ને થોડો મસળી લીધા બાદ ઢાંકી એક બાજુ મુકો.
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સુકા આખા ધાણા, કાચી વરિયાળી અને જીરું નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઇ ઠંડા કરવા મુકો. મસાલા ઠંડા થાય એટલે મિક્ક્ષર જારમાં નાખી દર્દરાપીસી એક બાજુ મુકો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ધીમા તાપે બે ચાર મિનીટ ચડાવી લ્યો. બટાકા થોડા ચડી જાય એટલે એમાં આદુમરચાની પેસ્ટ ઝીણી સુધારેલ ફુલાવર, ગાજર, વટાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો.
- પાંચ મિનીટ બાદ એમાં પીસી રાખેલ મસાલો, હળદર, મરી પાઉડર, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી એક મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પનીર ના કટકા, લીલા ધાણા સુધારેલા અને કસુરી મેથી નાખી મિક્સ કરી બે ચાર મિનીટ હલાવતા રહી શેકી લ્યો. બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લઇ એમાંથી લુવા બનાવી લ્યો. એક લુવો લઇ એને મીડીયમ લંબગોળ રોટલી બનાવો. રોટલી ની વચ્ચે કાપો કરી બે ભાગ કરી લ્યો ત્યાર બાદ એક ભાગમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ચારે બાજુ પાણી વાળીઆંગળી લગાવી સમોસા ને ફોલ્ડ કરી પેક કરી લ્યો. આમ્બધા જ સમોસા તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ નવ શેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ધીમા તાપે સમોસા ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્ય સુંધી તારી લ્યો. સમોસા બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો અને બીજ સમોસા તરી લ્યો. તૈયાર સમોસા ને ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર વેજ સમોસા.
Notes
- સ્ટફિંગ માં તને બીજા તમારી પસંદ ના શાક પણ ઉમેરી શકો છો.
- સમોસા ધીમા તાપે તરશો તો બહારથી ક્રીપી બનશે અને લાંબો સમય ક્રિસ્પી રહેશે.
- સમોસાનો આકાર તમે તમારી પસંદ મુજબ આપી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pau Ragdo banavani recipe | પાઉં રગડો બનાવવાની રેસીપી
Paneer kurkure banavani recipe | પનીર કુરકુરે
Cheese Corn Paratha banavani recipe | ચીઝ કોર્ન પરોઠા
Methi cheese paneer parotha banavani rit | મેથી ચીઝ પનીર પરોઠા
Korean Vegetable Pancake | કોરિયન વેજિટેબલ પેનકેક