અત્યાર સુધી આપણે ચોકલેટ, આઈસ્ક્રીમ વેફલ્સ to ઘણી વખત મજા લીધી છે પણ આજ કાલ તો અલગ અલગ શાક , સોજી, બેસન, લોટ માંથી અને ફરાળી પણ વેફલ્સ બનતી હોય છે. તો ચાલો આજ આપણે એમાંથી Potato Waffles – પોટેટો વેફલ્સ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાફેલા બટાકા 4- 5
- તેલ 2- 3 ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચાં 2- 3
- ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ 8- 10
- હળદર ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- લીંબુનો રસ 1 – 2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ખાંડ ½ ચમચી
- મેંદા નો લોટ 1 કપ
- છાસ 1 ½ કપ
- બેકિંગ સોડા ½ ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- માખણ / તેલ જરૂર મુજબ
Potato Waffles banavani recipe
પોટેટો વેફલ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધારેલ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા નાખી શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ચડાવી લ્યો.
ડુંગળી ચળી જાય એટલે ગેસ ધીમો કરી એમ હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં બાફી ને મેસ કરેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી કડાઈને એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ચાળી મેંદા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં એક કપ જેટલી થોડી થોડી છાસ નાખતા જઈ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો.
તૈયાર મિશ્રણ માં તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખો અને બીજો અડધો કપ છાસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે વેફલ્સ મશીન લઈ એમાં બને બાજુ તેલ કે માખણ થી ગ્રીસ કરો અને તૈયાર કરેલ મિશ્રણ એમાં મૂકી બંધ કરી ચાર થી છ મિનિટ ચડવા દયો. વેફલ્સ બરોબર ચળી જાય એટલે કાઢી લ્યો. આમ એક એક કરી બધી જ વેફલ્સ તૈયાર કરી લ્યો અને મનગમતી રીતે મજા લ્યો. તો તૈયાર છે પોટેટો વેફલ્સ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પોટેટો વેફલ્સ બનાવવાની રેસીપી

Potato Waffles banavani recipe
Equipment
- 1 વેફલ્સ મશીન
- 1 કડાઈ
Ingredients
- 4- 5 બાફેલા બટાકા
- 2- 3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 2- 3 ઝીણા સમારેલા લીલાં મરચાં
- 8- 10 ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- 1-2 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ખાંડ
- 1 કપ મેંદા નો લોટ
- 1½ કપ છાસ
- ½ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી બેકિંગ પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- માખણ / તેલ જરૂર મુજબ
Instructions
Potato Waffles banavani recipe
- પોટેટો વેફલ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધારેલ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા નાખી શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ચડાવી લ્યો. ડુંગળી ચળી જાય એટલે ગેસ ધીમો કરી એમ હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં બાફી ને મેસ કરેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી કડાઈને એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ચાળી મેંદા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં એક કપ જેટલી થોડી થોડી છાસ નાખતા જઈ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ માં તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખો અને બીજો અડધો કપ છાસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે વેફલ્સ મશીન લઈ એમાં બને બાજુ તેલ કે માખણ થી ગ્રીસ કરો અને તૈયાર કરેલ મિશ્રણ એમાં મૂકી બંધ કરી ચાર થી છ મિનિટ ચડવા દયો. વેફલ્સ બરોબર ચળી જાય એટલે કાઢી લ્યો. આમ એક એક કરી બધી જ વેફલ્સ તૈયાર કરી લ્યો અને મનગમતી રીતે મજા લ્યો. તો તૈયાર છે પોટેટો વેફલ્સ.
Notes
- જો વેફલ્સ મશીન ન હોય તો સેન્ડવિચ મશીન અથવા નોન સ્ટીક તવી પર પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Veg Jalfrezi banavani recipe | વેજ જાલફ્રેઝી બનાવવાની રેસીપી
Cheese Corn Paratha banavani recipe | ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રેસીપી
Masala papad banavani rit | મસાલા પાપડ
Mag vada banavani rit | મગ વડા
Jain papdi chaat recipe | જૈન પાપડી ચાટ