ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે બાપ્પા ને પ્રસાદ ન એક ન એક લાડુ ન ચડાવતા રોજ અલગ અલગ સ્વાદ ના લાડુ ચડાવી શકાય એ માટે આજ આપણે રાગી ના લોટ માંથી હેલ્થી ,ટેસ્ટી અને ખૂબ સરળ રીતે તૈયાર થતા લાડુ બનાવવાની રીત શીખીશું. જે બાપ્પા ને તો પસંદ આવશે સાથે બીજા બધા ને પણ ખૂબ પસંદ આવશે. તો ચાલો Ragi Modak – રાગી મોદક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- રાગી નો લોટ ⅓ કપ
- સુધારેલી બદામ 1 કપ
- બીજ કાઢેલ ખજૂર ⅔ કપ
- એલચી પાઉડર ½ ચમચી
Ragi Modak banavani rit
રાગી મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડીયમ તાપે બદામ ના કટકા નાખી હલાવતા રહી શેકી લ્યો બદામ થોડી ગોલ્ડન થવા લાગે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. ત્યાર બાદ એજ કડાઈ માં રાગી નો લોટ ને ચાળી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં શેકી ને ઠંડી કરેલી બદામ નાખી પ્લસ મોડ માં ફેરવતા જઈ પીસો. બદામ જેમ જેમ પીસાતી જશે એમ એનો સ્મુથ પેસ્ટ બનતો જશે. બદામ નો સ્મૂથ પેસ્ટ બની જાય એટલે એમાં બીજ કાઢેલી ખજૂર ના કટકા અને એલચી પાઉડર નાખો અને એને પણ બદામ સાથે પીસી સ્મૂથ બનાવી લ્યો.
બને સ્મુથ થાય એટલે એમાં શેકી રાખેલ લોટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો ( અહીં તમે ખજૂર બદામ ન મિશ્રણ ને કથરોટ માં કાઢી એમાં શેકેલ રાગી નો લોટ નાખી હાથથી પણ મિક્સ કરી શકો છો ) હવે તૈયાર મિશ્રણ ને મોદક મોલ્ડ માં ભરી દબાવી મોદક તૈયાર કરી લ્યો અથવા હાથ થી મોદક નો આકાર આપી મોદક તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રાગી મોદક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રાગી મોદક બનાવવાની રીત

Ragi Modak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ફૂડ પ્રોસેસર/ મિક્સર
- 1 મોદક મોલ્ડ
Ingredients
- ⅓ કપ રાગી નો લોટ
- 1 કપ સુધારેલી બદામ
- ⅔ કપ બીજ કાઢેલ ખજૂર
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
Ragi Modak banavani rit
- રાગી મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડીયમ તાપે બદામ ના કટકા નાખી હલાવતા રહી શેકી લ્યો બદામ થોડી ગોલ્ડન થવા લાગે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. ત્યાર બાદ એજ કડાઈ માં રાગી નો લોટ ને ચાળી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લોટ ને બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં શેકી ને ઠંડી કરેલી બદામ નાખી પ્લસ મોડ માં ફેરવતા જઈ પીસો. બદામ જેમ જેમ પીસાતી જશે એમ એનો સ્મુથ પેસ્ટ બનતો જશે. બદામ નો સ્મૂથ પેસ્ટ બની જાય એટલે એમાં બીજ કાઢેલી ખજૂર ના કટકા અને એલચી પાઉડર નાખો અને એને પણ બદામ સાથે પીસી સ્મૂથ બનાવી લ્યો.
- બને સ્મુથ થાય એટલે એમાં શેકી રાખેલ લોટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો ( અહીં તમે ખજૂર બદામ ન મિશ્રણ ને કથરોટ માં કાઢી એમાં શેકેલ રાગી નો લોટ નાખી હાથથી પણ મિક્સ કરી શકો છો ) હવે તૈયાર મિશ્રણ ને મોદક મોલ્ડ માં ભરી દબાવી મોદક તૈયાર કરી લ્યો અથવા હાથ થી મોદક નો આકાર આપી મોદક તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રાગી મોદક.
Notes
- જો મીઠાસ વધુ ઓછી કરવી હોય તો ખજૂર ની માત્રા એ મુજબ વધુ ઓછી કરવી.
- તમે વચ્ચે શેકેલ ડ્રાય ફ્રૂટ કે મીઠા માવા નું સ્ટફિંગ મૂકી ને પણ મોદક બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Vasana ane gund thi banel sukhdi | વસાણા અને ગુંદથી બનેલ સુખડી
Chocolate Ice Cream banavani recipe | ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી
Malai ladoo banavani rit | મલાઈ લાડુ
Soji no dudh valo halvo | સોજી નો દૂધ વાળો હલવો
soji na ladoo banavani rit | સોજી ના લાડુ બનાવવાની રીત
Paanch prakar ni lassi banavani rit | પાંચ પ્રકારની લસ્સી