ગુજરાતીઓના ઘરમાં શિયાળો (Winter) શરૂ થાય એટલે અડદિયા અને કચરિયું બનવાની શરૂઆત થઈ જાય. સામાન્ય રીતે આપણે કાળા તલનું કચરિયું વધુ ખાતા હોઈએ છીએ, પણ Safed Tal nu Kachariyu પણ સ્વાસ્થ્ય માટે એટલું જ ગુણકારી છે. આ સફેદ તલનું કચરિયું શરીરને ગરમી આપે છે અને સાંધાના દુખાવામાં (Joint Pain) રાહત આપે છે. બજારમાં મળતા કચરિયામાં ઘણીવાર તેલનું પ્રમાણ ખુબ વધારે હોય છે, જ્યારે ઘરે તમે એકદમ શુદ્ધ અને ઓછા તેલમાં તાજું કચરિયું બનાવી શકો છો. તો ચાલો નોંધી લઈએ પરફેક્ટ માપ.
Table of contents
સફેદ તલનું કચરિયું બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલો ગોળ 200 ગ્રામ
- સફેદ તલ 200 ગ્રામ
- સુંઠ પાઉડર 2 ચમચી ગંઠોડા પાઉડર 1 ચમચી
- સુકા નારિયલ ની છીણ ¼ કપ
- કાજુ ના કટકા 3-4 ચમચી
- બાદમ ના કટકા 3-4 ચમચી
- તલ નું તેલ 100 ગ્રામ
- તારેલ ગુંદ 5-7 ચમચી
Safed Tal Nu Kachariyu banavani rit
સફેદ તલનું કચરિયું બનાવવા સૌથી પહેલા તલ ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો ત્યાર બાદ થોડા ગુંદ ને ઘી માં તારી તૈયાર કરી લ્યો સાથે સુકા નારિયલ ને પણ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.
હવે મિક્સરના મોટા જારમાં સાફ કરેલ સફેદ તલ નાખો સાથે અને એક વખત પ્લસ મોડમાં એક થી બે વાર ફેરવી લ્યો ત્યાર બાદ એમાં સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને છીણેલો ગોળ નાખી ફરીથી બે ચાર વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો હવે પીસેલા સામગ્રી ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ ને મિક્સર જારમાં જ રહેવા દઈ એમાં 50 ગ્રામ જેટલું તલ નું તેલ નાખી એક થી બે વખત પ્લસ મોડ માં ફેરવી બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે બીજું અલગ કાઢેલ મિશ્રણ મિકસર જારમાં નાખી એમાં બીજું 50 ગ્રામ તલ નું તેલ નાખી પ્લસ મોડમાં બે વખત ફેરવી એને પહેલા કાઢેલ મિશ્રણ સાથે નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં તારી રાખેલ ગુંદ ને થોડું ક્રસ કરી નાખો સાથે કાજુ બદામના કટકા નાખી હાથ થી થોડા મસળી ને બરોબર મિકસ કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે સફેદ તલ નું કચરિયું.
Kachariyu recipe Tips
આ કચરિયું મહિના થી વધુ સમય ણા રાખવું નહિતર તેલ ની વાસ આવી શકે છે.
તમે બડી સામગ્રીના બે ભાગ કરી ને પણ વારાફરથી પ્લસ મોડમાં પીસી શકો છો.
સફેદ તલનું કચરિયું બનાવવાની રીત

સફેદ તલનું કચરિયું બનાવવાની રીત – Safed Tal Nu Kachariyu Recipe in Gujarati
Equipment
- 1 મિક્સર
- 1 મોટું વાસણ
Ingredients
સફેદ તલનું કચરિયું બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ છીણેલો ગોળ
- 200 ગ્રામ સફેદ તલ
- 2 ચમચી સુંઠ પાઉડર 2 ચમચી ગંઠોડા પાઉડર
- ¼ કપ સુકા નારિયલ ની છીણ
- 1 ચમચી ગંઠોડા પાઉડર
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 3-4 ચમચી બાદમ ના કટકા
- 100 ગ્રામ તલ નું તેલ
- 5-7 તારેલ ગુંદ
Instructions
Safed Tal Nu Kachariyu banavani rit
- સફેદ તલનું કચરિયું બનાવવા સૌથી પહેલા તલ ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો ત્યાર બાદ થોડા ગુંદ ને ઘી માં તારી તૈયાર કરી લ્યો સાથે સુકા નારિયલ ને પણ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.
- હવે મિક્સરના મોટા જારમાં સાફ કરેલ સફેદ તલ નાખો સાથે અને એક વખત પ્લસ મોડમાં એક થી બે વાર ફેરવી લ્યો ત્યાર બાદ એમાં સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને છીણેલો ગોળ નાખી ફરીથી બે ચાર વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો હવે પીસેલા સામગ્રી ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ ને મિક્સર જારમાં જ રહેવા દઈ એમાં 50 ગ્રામ જેટલું તલ નું તેલ નાખી એક થી બે વખત પ્લસ મોડ માં ફેરવી બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે બીજું અલગ કાઢેલ મિશ્રણ મિકસર જારમાં નાખી એમાં બીજું 50 ગ્રામ તલ નું તેલ નાખી પ્લસ મોડમાં બે વખત ફેરવી એને પહેલા કાઢેલ મિશ્રણ સાથે નાખી બને ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં તારી રાખેલ ગુંદ ને થોડું ક્રસ કરી નાખો સાથે કાજુ બદામના કટકા નાખી હાથ થી થોડા મસળી ને બરોબર મિકસ કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે સફેદ તલ નું કચરિયું.
Kachariyu recipe Tips
- આ કચરિયું મહિના થી વધુ સમય ણા રાખવું નહિતર તેલ ની વાસ આવી શકે છે.
- તમે બડી સામગ્રીના બે ભાગ કરી ને પણ વારાફરથી પ્લસ મોડમાં પીસી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોકલેટ મમરા ચીક્કી રેસીપી | Crispy Chocolate Mamra Chikki Recipe in Gujarati
Panchmeva chikki banavani recipe | પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી
Besan ane gol ni barfi banavani rit | બેસન અને ગોળ ની બરફી
Besan Mysore Pak recipe | બેસન મૈસૂર પાક
Soji no dudh valo halvo | સોજી નો દૂધ વાળો હલવો












