નમસ્તે આ પેંડા ને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને બનાવવા ખુબ સરળ છે તમારો થોડો સમય લેશે પણ જયારે પેંડા તૈયાર થઇ જશે ત્યારે મહેનત સફળ થયાનો આનદ થશે. શક્કરીયા ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ પેંડા જરૂર બનાવજો ખાવાની મજા આવશે. તો ચાલો Shakkariya na penda – શક્કરીયા ના પેંડા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- શક્કરીયા 300 ગ્રામ
- ઘી 2-3 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ કપ
- છીણેલો ગોળ 1 કપ
- માવો ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- કેસર ના તાંતણા 10-12
- પિસ્તાની કતરણ 1-2 ચમચી
Shakkariya na penda banavani rit
શક્કરીયા ના પેંડા બનાવવા સૌથી પહેલા શક્કરીયા ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ અને ઉપર નીચેની ડાળી કાળી નાખી ચાકુથી નાના કટકા કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં એકાદ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. અને પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી ચારણીમાં કટકા કરેલ શક્કરીયા નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાળી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ શક્કરીયા ના કટકા નાખો અને ચાર પાંચ મિનીટ શેકી લ્યો પાંચ મિનીટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી દૂધ સાથે ચડાવો અને દૂધ સાવ થોડું રહે એટલે મેસર થી બરોબર મેસ કરી લ્યો ( અહી મિશ્રણ ને થોડું ઠંડું કરી મિક્સર જારમાં પીસી પણ શકો છો).
મિશ્રણ સ્મૂથ થાય અને થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં મોરો માવો છીણી ને નાખો અને એને પણ દસ બાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી ચડાવો.
પહેલા તો ગોળ નાખવાના કારણે મિશ્રણ નરમ થશે પણ મીડીયમ કે ધીમા તાપે હલાવતા રહેશો તો મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થઇ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ બીજા વાસણમાં કાઢી લ્યો અને મિશ્રણ ને ઠંડું થવા દયો.
મિશ્રણ ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી લઇ સ્મૂથ બનાવી એમાંથી પેંડા જેટલું મિશ્રણ લઇ પેંડા બનાવો અને ઉપર કેસરના તાંતણા અને પીસ્તા ની કતરણ મુક્ત જાઓ. આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે શક્કરીયા માંથી પેંડા.
ગોળ ની જગ્યાએ સાકાર / ખાંડ કે અન્ય સ્વીટ પણ નાખી શકો છો, માવો ણા હોય તો મિલ્ક પાઉડર પણ નાખી શકો છો, જો તમે દૂધ ના પિતા હો તો કોકોનટ મિલ્ક પણ વાપરી શકો છો.
શક્કરીયા ના પેંડા બનાવવાની રીત

Shakkariya na penda banavani rit
Equipment
- 1 તપેલી
- 1 કડાઈ
Ingredients
- 300 ગ્રામ શક્કરીયા
- 2-3 ચમચી ઘી
- 1 ½ કપ ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ છીણેલો ગોળ
- ½ કપ માવો
- ¼ ચમચી એલચી પાઉડર
- 10-12 કેસર ના તાંતણા
- 1-2 ચમચી પિસ્તાની કતરણ
Instructions
Shakkariya na penda banavani rit
- શક્કરીયા ના પેંડા બનાવવા સૌથી પહેલા શક્કરીયા ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ અને ઉપર નીચેની ડાળી કાળી નાખી ચાકુથી નાના કટકા કરી લ્યો. હવે ગેસ પર એક તપેલીમાં એકાદ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. અને પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી ચારણીમાં કટકા કરેલ શક્કરીયા નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાળી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ શક્કરીયા ના કટકા નાખો અને ચાર પાંચ મિનીટ શેકી લ્યો પાંચ મિનીટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી દૂધ સાથે ચડાવો અને દૂધ સાવ થોડું રહે એટલે મેસર થી બરોબર મેસ કરી લ્યો ( અહી મિશ્રણ ને થોડું ઠંડું કરી મિક્સર જારમાં પીસી પણ શકો છો) મિશ્રણ સ્મૂથ થાય અને થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં મોરો માવો છીણી ને નાખો અને એને પણ દસ બાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી ચડાવો.
- પહેલા તો ગોળ નાખવાના કારણે મિશ્રણ નરમ થશે પણ મીડીયમ કે ધીમા તાપે હલાવતા રહેશો તો મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ ઘટ્ટ થઇ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ બીજા વાસણમાં કાઢી લ્યો અને મિશ્રણ ને ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી લઇ સ્મૂથ બનાવી એમાંથી પેંડા જેટલું મિશ્રણ લઇ પેંડા બનાવો અને ઉપર કેસરના તાંતણા અને પીસ્તા ની કતરણ મુક્ત જાઓ. આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે શક્કરીયા માંથી પેંડા.
Notes
- ગોળ ની જગ્યાએ સાકાર / ખાંડ કે અન્ય સ્વીટ પણ નાખી શકો છો.
- માવો ણા હોય તો મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
- જો તમે દૂધ ના પિતા હો તો કોકોનટ મિલ્ક પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Akhrot khajur no halvo – અખરોટ ખજુર નો હલવો
Donuts banavani rit | ડોનટ બનાવવાની રીત
Dudh pitha banavani rit | દૂધ પીઠા બનાવવાની રીત
Malai ladoo banavani rit | મલાઈ લાડુ
Rose gulkand modak recipe | રોઝ ગુલકંદ મોદક
