શિયાળો (Winter Season) એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. આ ઋતુમાં આમળા (Amla) ભરપૂર મળે છે જે Vitamin C નો ભંડાર છે. સામાન્ય રીતે બાળકોને આમળા ખાવા ગમતા નથી કારણ કે તે તૂરા હોય છે. પણ આજે આપણે બનાવીશું Sugar Free Amlaprash Balls (સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવાની રીત ) જે ખાંડ વગર, ગોળમાં બનશે. આ એક સુગર ફ્રી ચ્યામનપ્રાસ બની ને તૈયાર થશે એટલે નાના બાળક હોય કે સુગર ના દર્દી એ પણ ખાઈ ને પોતાની ઈમ્યુનીટી વધારી શકે છે. શિયાળામાં દરેક ને પોતાના સ્વાસ્થ બનવું હોય છે ત્યારે આ સુગર ફ્રી આમલાપ્રાસ બોલ બનાવી સુગર ના દર્દી પણ શેહત બનાવી શકશે.
આ Amla Candy જેવો ટેસ્ટ આપે છે અને ચ્યવનપ્રાશ જેટલા જ ગુણકારી છે. રોજ સવારે એક બોલ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધે છે અને વાળ તથા ચામડી માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જોઈએ Amla Ladoo Banavani Rit.
Table of contents
INGREDIENTS
- આમળા 500 ગ્રામ
- નરમ ખજુર ૧૭૦ ગ્રામ
- કાળી દ્રાક્ષ ½ કપ
- તુસલી ના પાંદ ½ કપ
- ગુલાબ ની પાંદડી ½ કપ
- મરી 2 ચમચી
- વરીયાળી 2 -3 ચમચી
- લવિંગ 4-5
- એલચી 8-10
- સ્ટાર ફૂલ 1
- તાજ નો ટુકડો 1
- જામફળ ¼ કટકો
- ખસખસ 2-3 ચમચી
- તમાલપત્ર 2
- સુકા તુલસી ના પાંદ 2 ચમચી
- સુકા ગુલાબની પાંદડી 2 ચમચી
- કેસર ના તાંતણા 30-40
- સુંઠ પાઉડર 1-2 ચમચી
- મુલેઠી પાઉડર 1 ચમચી
- બ્રાહ્મી પાઉડર 1 ચમચી
- અશ્વગંધા પાઉડર 1 ચમચી
- ઘી 1 કપ
Sugar Free Amlaprash Balls recipe
સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવા સૌથી પહેલા કાળી દ્રાક્ષ ને ધોઈ સાફ કરી પાણી નાખી બે કલાક પલાળી મુકો. બે કલાક પાછી દ્રાક્ષ ને નીતારી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં મરી, લવિંગ, એલચી, જાયફળ નો ટુકડો, તમાલપત્ર, સ્ટાર ફૂલ, તજ નો ટુકડો અને વરીયાળી નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકો. મસાલા શેકાવવા આવે એટલે એમાં ખસખસ, સુકા તુલસીના પાંદ, સુકા ગુલાબ ના પાંદ નાખો અને એને પણ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને એને પણ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને ગરનીથી ચાળી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં ધોઈ સાફ કરેલ આમળા ને ચારણી માં મૂકી કાંઠા પર મૂકી ઢાંકી પંદર થી વીસ મિનીટ બાફી લ્યો. આમળા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી ચારણી બહાર કાળી આમળા ને ઠંડા થવા દયો. અને આમળા ઠંડા થાય ત્યાં સુંધી માં ખજુર ના બીજ અને ટોપી કાઢી લ્યો.
આમળા ઠંડા થાય એટલે એમાંથી ઠળિયા અલગ કરી મિક્સર જારમાં નાખો અને સાથે ખજુર નાખી બને ને સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. પીસેલી પેસ્ટ ને ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી એમાં પીસેલ આમળા ખજુરનો પેસ્ટ નાખી હલાવતા રહી ચડાવી લ્યો. પેસ્ટ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકી લ્યો અને મિશ્રણ નો રંગ બદલવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી દયો અને હવે એજ મિક્સર જારમાં પલાળી રાખેલ કાળી દ્રાક્ષ નાખો સાથે તુલસી ના પાંદ, ગુલાબ ના પાંદ નાખી પીસી એની પણ પેસ્ટ બનાવી લ્યો.
પીસેલા પેસ્ટ ને આમળાના મિશ્રણ માં નાખો અને એને પણ બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી એમાં બે ચાર ચમચી ઘી , સુંઠ પાઉડર, મુલેઠી પાઉડર, અશ્વગંધા પાઉડરઅને પીસી ચાળી રાખેલ મસાલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને નવશેકું ગરમ થાય એટલે જે સાઈઝ ની ગોળી બનાવી લ્યો અને ગોળી ને અલગ અલગ મૂકી ઠંડી થવા દયો. અને ગોળી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લ્યો એન સવારે એક ગોળી નાના મોટા બધા ખાઈ શકો છો. તો તૈયાર છે સુગર ફ્રી આમલાપ્રાસ બોલ.
Amlaprash Balls Recipe tip
- જો ખજુર કઠણ હોય તો થોડી વાર ગરમ પાણીમાં પલાળી નીતારી ને સોફ્ટ કરી લેવો.
સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવાની રીત

Sugar Free Amlaprash Balls Recipe in Gujarati | સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 500 ગ્રામ આમળા
- 170 ગ્રામ નરમ ખજુર
- ½ કપ કાળી દ્રાક્ષ
- ½ કપ તુસલી ના પાંદ
- ½ કપ ગુલાબ ની પાંદડી
- 2 ચમચી મરી
- 2-3 ચમચી વરીયાળી
- 4-5 લવિંગ
- 8-10 એલચી
- 1 સ્ટાર ફૂલ
- 1 તાજ નો ટુકડો
- ¼ કટકો જામફળ
- 2-3 ચમચી ખસખસ
- 2 તમાલપત્ર
- 2 ચમચી સુકા તુલસી ના પાંદ
- 2 ચમચી સુકા ગુલાબની પાંદડી
- 30-4- કેસર ના તાંતણા
- 1-2 ચમચી સુંઠ પાઉડર
- 1 ચમચી મુલેઠી પાઉડર
- 1 ચમચી બ્રાહ્મી પાઉડર
- 1 ચમચી અશ્વગંધા પાઉડર
- 1 કપ ઘી
Instructions
Sugar Free Amlaprash Balls recipe
- સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ બનાવવા સૌથી પહેલા કાળી દ્રાક્ષ ને ધોઈ સાફ કરી પાણી નાખી બે કલાક પલાળી મુકો. બે કલાક પાછી દ્રાક્ષ ને નીતારી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં મરી, લવિંગ, એલચી, જાયફળ નો ટુકડો, તમાલપત્ર, સ્ટાર ફૂલ, તજ નો ટુકડો અને વરીયાળી નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકો. મસાલા શેકાવવા આવે એટલે એમાં ખસખસ, સુકા તુલસીના પાંદ, સુકા ગુલાબ ના પાંદ નાખો અને એને પણ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને એને પણ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને ગરનીથી ચાળી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં ધોઈ સાફ કરેલ આમળા ને ચારણી માં મૂકી કાંઠા પર મૂકી ઢાંકી પંદર થી વીસ મિનીટ બાફી લ્યો. આમળા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી ચારણી બહાર કાળી આમળા ને ઠંડા થવા દયો. અને આમળા ઠંડા થાય ત્યાં સુંધી માં ખજુર ના બીજ અને ટોપી કાઢી લ્યો.
- આમળા ઠંડા થાય એટલે એમાંથી ઠળિયા અલગ કરી મિક્સર જારમાં નાખો અને સાથે ખજુર નાખી બને ને સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. પીસેલી પેસ્ટ ને ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી એમાં પીસેલ આમળા ખજુરનો પેસ્ટ નાખી હલાવતા રહી ચડાવી લ્યો. પેસ્ટ નું પાણી બરી જાય ત્યાં સુંધી શેકી લ્યો અને મિશ્રણ નો રંગ બદલવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી દયો અને હવે એજ મિક્સર જારમાં પલાળી રાખેલ કાળી દ્રાક્ષ નાખો સાથે તુલસી ના પાંદ, ગુલાબ ના પાંદ નાખી પીસી એની પણ પેસ્ટ બનાવી લ્યો.
- પીસેલા પેસ્ટ ને આમળાના મિશ્રણ માં નાખો અને એને પણ બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી એમાં બે ચાર ચમચી ઘી , સુંઠ પાઉડર, મુલેઠી પાઉડર, અશ્વગંધા પાઉડરઅને પીસી ચાળી રાખેલ મસાલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને નવશેકું ગરમ થાય એટલે જે સાઈઝ ની ગોળી બનાવી લ્યો અને ગોળી ને અલગ અલગ મૂકી ઠંડી થવા દયો. અને ગોળી ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લ્યો એન સવારે એક ગોળી નાના મોટા બધા ખાઈ શકો છો. તો તૈયાર છે સુગર ફ્રી આમલાપ્રાસ બોલ.
Recipe tip
- જો ખજુર કઠણ હોય તો થોડી વાર ગરમ પાણીમાં પલાળી નીતારી ને સોફ્ટ કરી લેવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Tal Ni Sani Recipe in Gujarati | તલની સાની બનાવવાની રીત
Ragi Modak banavani rit | રાગી મોદક
Juvar na lot ni barfi | જુવાર ના લોટ ની બરફી
Meva Paak recipe | મેવા પાક બનાવવાની રીત
dry fruit basundi banavani rit | ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત
Shahi sandwich mithai banavani rit | શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત
