HomeDessert & SweetsTal Ni Sani Recipe in Gujarati | તલની સાની બનાવવાની રીત |...

Tal Ni Sani Recipe in Gujarati | તલની સાની બનાવવાની રીત | Winter Special Vasana

શિયાળાની ઋતુ (Winter Season) શરૂ થતાની સાથે જ ગુજરાતી રસોડામાં ગુંદર પાક, અડદિયા અને તલની વાનગીઓ બનવાની શરૂઆત થઈ જાય છે. આજે આપણે જોઈશું એકદમ પૌષ્ટિક અને પરંપરાગત Tal Ni Sani Recipe in Gujarati. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં Makar Sankranti (ઉત્તરાયણ) પર તલના લાડુ અને ચીકી તો બને જ છે, પણ વડીલો માટે અને બાળકોના હાડકાં મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કાળા તલની સાની માં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પણ Healthy Winter Vasana શોધી રહ્યા છો, તો આ રેસીપી તમારા માટે છે.

તલની સાની બનાવવા જરૂરી સામગ્રી

  1. કાળા તલ 250 ગ્રામ બરાબર સાફ કરેલા
  2. દેશી ગોળ 150 ગ્રામ ઝીણો સમારેલો
  3. દેશી ઘી 2-3 ચમચી
  4. સૂકું કોપરું 2 ચમચી છીણેલું (ઓપ્શનલ)
  5. સૂંઠ પાવડર 1 ચમચી
  6. ગંઠોડા પાવડર 1 ચમચી ઓપ્શનલ
  7. ગાર્નિશિંગ માટે કાજુ અને બદામની કતરણ

Tal Ni Sani banavani rit

તલની સાની બનાવવા સૌ પ્રથમ કાળા તલને બરાબર સાફ કરી લો જેથી કાંકરી ન રહે. હવે જો તમારી પાસે ખાંડણી-દસ્તો હોય તો તેમાં તલ નાખીને અધકચરા ખાંડી લો. જો તમે મિક્સરનો ઉપયોગ કરો છો, તો ‘Pulse Mode’ પર ચલાવીને તલને અધકચરા કરી લો. ધ્યાન રાખો કે પાવડર ન થઈ જાય. Tal Sani નો અસલ સ્વાદ અધકચરા તલમાં જ છે.

હવે અધકચરા વાટેલા તલની અંદર ઝીણો સમારેલો દેશી ગોળ  ઉમેરો. ગોળ ઉમેર્યા બાદ મિશ્રણને ફરીથી ખાંડણીમાં ખાંડો અથવા મિક્સરમાં એક વાર ફેરવી લો. ગોળ અને તલ એકરસ થઈ જવા જોઈએ. જ્યારે તલમાંથી તેલ છૂટું પડે અને ગોળ સાથે ભળી જાય ત્યારે સાની ખાવાની મજા આવે છે.

મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાં દેશી ઘી, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને સૂકું કોપરું ઉમેરો. ઘી ઉમેરવાથી સાની સોફ્ટ બને છે અને ગળામાં અટકતી નથી. આ મિશ્રણને હાથથી બરાબર મસળીને મિક્સ કરો જેથી બધા મસાલાનો સ્વાદ ભળી જાય.

તૈયાર થયેલી સાનીને એક સ્ટીલના અથવા કાચના બાઉલમાં કાઢી લો. તેને ચમચીથી દબાવીને સેટ કરો. ઉપરથી કાજુ, બદામની કતરણ અને થોડું સૂકું કોપરું ભભરાવીને ગાર્નિશ કરો. તો તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ વસાણું Kala Tal Ni Sani.

તલની સાની બનાવવાની રીત

Tal Ni Sani ni recipe - તલની સાની ની રેસીપી

Tal Ni Sani Recipe in Gujarati | તલની સાની બનાવવાની રીત

શિયાળાની ઋતુ (Winter Season) શરૂથતાની સાથે જ ગુજરાતી રસોડામાં ગુંદર પાક,અડદિયા અને તલની વાનગીઓ બનવાની શરૂઆત થઈ જાય છે. આજે આપણે જોઈશું એકદમ પૌષ્ટિક અને પરંપરાગત Tal Ni Sani Recipe in Gujarati. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં Makar Sankranti (ઉત્તરાયણ) પર તલના લાડુ અને ચીકી તો બને જ છે,પણ વડીલો માટે અને બાળકોના હાડકાં મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કાળા તલની સાની માં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 બાઉલ

Ingredients

તલની સાની બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ કાળા તલ Black Sesame Seeds – બરાબર સાફ કરેલા
  • 150 ગ્રામ દેશી ગોળ Jaggery – ઝીણો સમારેલો
  • 2-3 ચમચી દેશી ઘી Desi Ghee
  • 2 ચમચી સૂકું કોપરું Dry Coconut – છીણેલું (ઓપ્શનલ)
  • 1 ચમચી સૂંઠ પાવડર Dry Ginger Powder
  • 1 ચમચી ગંઠોડા પાવડર Peepramul Powder – ઓપ્શનલ
  • ગાર્નિશિંગ માટે કાજુ અને બદામની કતરણ

Instructions

Tal Ni Sani banavani rit

  • તલની સાની બનાવવા સૌ પ્રથમ કાળા તલને બરાબર સાફ કરી લો જેથી કાંકરી ન રહે. હવે જો તમારી પાસે ખાંડણી-દસ્તો હોય તો તેમાં તલ નાખીને અધકચરા ખાંડી લો. જો તમે મિક્સરનો ઉપયોગ કરો છો, તો ‘Pulse Mode’ પર ચલાવીને તલને અધકચરા કરી લો. ધ્યાન રાખો કે પાવડર ન થઈ જાય. Tal Sani નો અસલ સ્વાદ અધકચરા તલમાં જ છે.
  • હવે અધકચરા વાટેલા તલની અંદર ઝીણો સમારેલો દેશી ગોળ ઉમેરો. ગોળ ઉમેર્યા બાદ મિશ્રણને ફરીથી ખાંડણીમાં ખાંડો અથવા મિક્સરમાં એક વાર ફેરવી લો. ગોળ અને તલ એકરસ થઈ જવા જોઈએ. જ્યારે તલમાંથી તેલ છૂટું પડે અને ગોળ સાથે ભળી જાય ત્યારે સાની ખાવાની મજા આવે છે.
  • મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાં દેશી ઘી, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને સૂકું કોપરું ઉમેરો. ઘી ઉમેરવાથી સાની સોફ્ટ બને છે અને ગળામાં અટકતી નથી. આ મિશ્રણને હાથથી બરાબર મસળીને મિક્સ કરો જેથી બધા મસાલાનો સ્વાદ ભળી જાય.
  • તૈયાર થયેલી સાનીને એક સ્ટીલના અથવા કાચના બાઉલમાં કાઢી લો. તેને ચમચીથી દબાવીને સેટ કરો. ઉપરથી કાજુ, બદામની કતરણ અને થોડું સૂકું કોપરું ભભરાવીને ગાર્નિશ કરો. તો તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ વસાણું Kala Tal Ni Sani.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular