આ એક ઉડીપી વાનગી છેજે એક પ્રકારનું રાયતું કહી શકો તમે જે ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે જો તમે એક વખત આ બનાવશો તો વારંવાર બનાવશો કેમકે ખૂબ ઝડપથી તૈયાર થાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી સ્વાદિષ્ટ બને છે જેમને સાઉથ ઇન્ડિયન વાનગીઓ પસંદ આવતી હોય એમને આ ચોક્કસ પસંદ આવશે. તો ચાલો Tameta tambuli – ટમેટા તાંબુલી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ટમેટા 2- 3
- છીણેલું તાજુ નારિયલ ½ કપ
- પલાળેલા સૂકા લાલ મરચા 4- 5
- જીરું 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- છાસ 2 કપ
- ઘી 1- 2 ચમચી
- રાઈ 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- સૂકા લાલ મરચા 1
- હિંગ ¼ ચમચી
- પાણી ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
Tameta tambuli banavani rit
ટમેટા તાંબુલી બનાવવા સૌથી પહેલા સૂકા લાલ મરચામાં એક કપ ગ્રામ પાણી નાખી પલાડી મૂકો. ત્યાર બાદ લીલા નારિયલ ને છીણી વડે છીણી લ્યો અથવા તો નાના કટકા માં સુધારી લ્યો. ત્યાર બાદ ગેસ પર ઝારી મૂકી એના પર ટમેટા ને મૂકી થોડી થોડી વારે ફેરવતા જઈ બધી બાજુથી બરોબર શેકી લ્યો.
ટમેટા બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડા કરી એની છાલ અલગ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ના કટકા કરી મિક્સર જારમાં નાખો એની સાથે છીણેલું નારિયલ, ખાંડ, પલાળેલા લાલ મરચા, મીઠું સ્વાદ મુજબ અને જીરું નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો, હવે તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરી એમાં જીરું, રાઈ નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સૂકા લાલ મરચા એક નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ટમેટા છાસ વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ટમેટા તાંબુલી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ટમેટા તાંબુલી બનાવવાની રીત

Tameta tambuli banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2- 3 ટમેટા
- ½ કપ છીણેલું તાજુ નારિયલ ½
- 4- 5 પલાળેલા સૂકા લાલ મરચા
- 1 ચમચી જીરું
- 1 ચમચી ખાંડ
- 2 કપ છાસ
- 1-2 ચમચી ઘી
- 1 ચમચી રાઈ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 1 સૂકા લાલ મરચા
- ¼ ચમચી હિંગ
- ¼ કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tameta tambuli banavani rit
- ટમેટા તાંબુલી બનાવવા સૌથી પહેલા સૂકા લાલ મરચામાં એક કપ ગ્રામ પાણી નાખી પલાડી મૂકો. ત્યાર બાદ લીલા નારિયલ ને છીણી વડે છીણી લ્યો અથવા તો નાના કટકા માં સુધારી લ્યો. ત્યાર બાદ ગેસ પર ઝારી મૂકી એના પર ટમેટા ને મૂકી થોડી થોડી વારે ફેરવતા જઈ બધી બાજુથી બરોબર શેકી લ્યો.
- ટમેટા બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડા કરી એની છાલ અલગ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ના કટકા કરી મિક્સર જારમાં નાખો એની સાથે છીણેલું નારિયલ, ખાંડ, પલાળેલા લાલ મરચા, મીઠું સ્વાદ મુજબ અને જીરું નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો, હવે તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરી એમાં જીરું, રાઈ નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સૂકા લાલ મરચા એક નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ટમેટા છાસ વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે ટમેટા તાંબુલી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Healthy mukhvas banavani recipe | હેલ્થી મુખવાસ બનાવવાની રેસીપી
Mix dry fruit athanu | મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું
Matar nimona banavani rit | મટર નીમોના
Bajri Na Chamchamiya | બાજરી ના ચમચમિયા
Kadhi pulao recipe | કઢી પુલાવ
cheese paneer gotalo banavani rit | ચીઝ પનીર ગોટાળો
