આપણે tawa burger – તવા બર્ગર બનાવવાની રીત શીખીશું. બજાર માંથી તો આપણે બધાએ ઘણી વખત પીઝા સાથે બર્ગર મંગાવી ને મજા લીધી હશે પણ આજ આપણે ઘરે બર્ગર માટેની ટીક્કી બનાવવાની ઝંઝટ વગર ખુબ સરળ રીતે ઓછી સામગ્રી થી દેશી ઇન્ડિયન રીતથી બર્ગર બનાવશું.
INGREDIENTS
- ઝીણા સુધારેલ કેપ્સીકમ 1
- પનીર ના ઝીણા કટકા 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ઝીણા સુધારેલ ટામેટા 2
- લસણ ઝીણું સમારેલ 2 ચમચી
- તેલ 3-૪ ચમચી
- બટર 2-4 ચમચી
- જીરું ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 +1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ચીલી સોસ 1 ચમચી
- ટમેટા સોસ 2 ચમચી
- બર્ગર બન 1-2
- લીલા ધાણા સુધારેલ 5-7 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
tawa burger banavani recipe
તવા બર્ગર બનાવવા સોથી પહેલા કેપ્સીકમ, ડુંગળી, ટમેટા અને લસણ ને સાફ કરી ઝીણા ઝીણા સુધારી અલગ અલગ વાસણમાં એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગરમ કરી લ્યો. તેલ અને માખણ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો જીરું તતડી જાય એટલે એના ઝીણું સમારેલ લસણ નાખી શેકી લ્યો ,
લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી બરોબર ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નકી થોડી વાર ચડાવી લ્યો ત્યાર બાદ ઝીણા સમારેલા ટમેટા નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
ટમેટા બરોબર ગરી ને ચડી જાય એટલે એમાં હળદર, એક ચમચી લાલ મરચા નો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો મસાલા બરોબર શેકાઈ જાયએટલે એમાં ઝીણા સુધારેલ પનીર ના કટકા નાખી મિક્સ કરી બધા મસાલા સાથે પનીર ને બે ચાર મિનીટ ચડાવી લ્યો. પનીર બરોબર મસાલા સાથે શેકાઈ જાય એટલે એમાં ચીલી સોસ અને ટમેટા સોસ નાખી મિક્સ ક્રીએક મિનીટ ચડાવી લઇ ગેસ બંધ કરી એમાં બે ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
હવે બર્ગર બન લઇ એના બે ભાગ કરી લ્યો ત્યાર બાદ બન ના નીચેના ભાગ માં સારી માત્રા માં તૈયાર કરેલ મસાલો મુકો અને ઉપર બીજો ભાગ મૂકી બંધ કરો આમ બધા બન ભરી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં / તવી એક ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગરમ કરી લ્યો માખણ ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી તૈયાર બન ને એમાં મૂકી બને બાજુથી બરોબર શેકી લ્યો અને બરોબર શેકી લીધા બાદ મજા લ્યો . તો તૈયાર છે તવા બર્ગર.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તવા બર્ગર બનાવવાની રેસીપી

tawa burger banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તવી
Ingredients
- 1 ઝીણા સુધારેલ કેપ્સીકમ
- 1 કપ પનીર ના ઝીણા કટકા
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ઝીણા સુધારેલ ટામેટા
- 2 ચમચી લસણ ઝીણું સમારેલ
- 3-4 ચમચી તેલ
- 2-4 ચમચી બટર
- ½ ચમચી જીરું
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચીલી સોસ
- 2 ચમચી ટમેટા સોસ
- 1-2 બર્ગર બન
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
tawa burger banavani recipe
- તવા બર્ગર બનાવવા સોથી પહેલા કેપ્સીકમ, ડુંગળી, ટમેટા અને લસણ ને સાફ કરી ઝીણા ઝીણા સુધારી અલગ અલગ વાસણમાં એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગરમ કરી લ્યો. તેલ અને માખણ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો જીરું તતડી જાય એટલે એના ઝીણું સમારેલ લસણ નાખી શેકી લ્યો ,
- લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી બરોબર ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નકી થોડી વાર ચડાવી લ્યો ત્યાર બાદ ઝીણા સમારેલા ટમેટા નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
- ટમેટા બરોબર ગરી ને ચડી જાય એટલે એમાં હળદર, એક ચમચી લાલ મરચા નો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો મસાલા બરોબર શેકાઈ જાયએટલે એમાં ઝીણા સુધારેલ પનીર ના કટકા નાખી મિક્સ કરી બધા મસાલા સાથે પનીર ને બે ચાર મિનીટ ચડાવી લ્યો. પનીર બરોબર મસાલા સાથે શેકાઈ જાય એટલે એમાં ચીલી સોસ અને ટમેટા સોસ નાખી મિક્સ ક્રીએક મિનીટ ચડાવી લઇ ગેસ બંધ કરી એમાં બે ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
- હવે બર્ગર બન લઇ એના બે ભાગ કરી લ્યો ત્યાર બાદ બન ના નીચેના ભાગ માં સારી માત્રા માં તૈયાર કરેલ મસાલો મુકો અને ઉપર બીજો ભાગ મૂકી બંધ કરો આમ બધા બન ભરી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં / તવી એક ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગરમ કરી લ્યો માખણ ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી તૈયાર બન ને એમાં મૂકી બને બાજુથી બરોબર શેકી લ્યો અને બરોબર શેકી લીધા બાદ મજા લ્યો . તો તૈયાર છે તવા બર્ગર.
Notes
- જો તમને તીખાસ ઓછી પસંદ હોય તો લાલ મરચા ની જગ્યાએ કાશ્મીરી લાલ મરચા વાપરવા
- જો તમને ચીઝ પસંદ હોય તો છેલ્લે મસાલા માં છીનેલ પ્રોસેસ ચીઝ અને મોઝારેલા ચીઝ નાખી મિક્સ કરી શકો છો
- બર્ગર બન ના મળે તો પાઉં અથવા બ્રેડ માં પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Instant Juvar na lot ni chakri | ઈન્સ્ટન્ટ જુવાર ના લોટ ની ચકરી
Kadai ma gujarati handvo | કડાઈ માં ગુજરાતી હાંડવો
Ghau na fada no upma banavani recipe | ઘઉં ના ફાડા નો ઉપમા
Bajra ni idli banavani rit | બાજરા ની ઈડલી
moong dal mathri | મગ દાળ ની મઠરી
Aloo pakoda recipe | આલું પકોડા