૨૬મી જાન્યુઆરી (Republic Day) હોય કે ૧૫મી ઓગસ્ટ (Independence Day), આ બંને રાષ્ટ્રીય તહેવારો પર આપણા દિલમાં દેશભક્તિની ભાવના હોય છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં ખાસ ઉજવણી થતી હોય છે. આ દિવસે જો નાસ્તો પણ Tricolor (તિરંગા) થીમનો હોય તો બાળકોને મજા પડી જાય. આજે આપણે બનાવીશું Tiranga Sandwich. આ સેન્ડવીચમાં આપણે રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો – કેસરી (Saffron), સફેદ (White) અને લીલો (Green) ને નેચરલ વસ્તુઓથી બનાવીશું. આ રેસીપીમાં ગેસ સળગાવવાની જરૂર નથી (Fireless Cooking), તેથી જો બાળકોની સ્કૂલમાં “Cooking without Fire” કોમ્પિટિશન હોય તો તેના માટે આ પરફેક્ટ રેસીપી છે.
Table of contents
ત્રિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- બ્રેડ સ્લાઈસ 4 નંગ
- ઝીણું છીણેલ ગાજર ½ કપ
- માયોનીઝ 1 ચમચી
- ઝીણું છીણેલ પનીર ½ કપ
- ઝીણી છીનેલ કાકડી ½ કપ
- ટમેટો સોસ 1 ચમચી
- ઝીણી સુધારેલ ડુંગળી 3-4 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લીલી ચટણી 1-2 ચમચી
- માખણ જરૂર મુજબ
- ચીઝ સ્લાઈસ 1
Tiranga Sandwich banavani rit
તિરંગા સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી અલગ કરી લ્યો. હવે ગાજર ને ધોઈ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણી વડે છીણી લ્યો અને છીનેલ ગાજરને એક વાટકામાં કાઢી લ્યો અને એમાં માયોનીઝ અને ટામેટા સોસ નાખી મિક્સ કરી લઇ કેસરી રંગ બનાવી લ્યો. ત્યાર બાદ પનીર ને ઝીણી છીણી વડે છીણી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સાવ ઝીણી સુધારેલી ડુંગળી અને મરી નાખી મિક્સ કરી સફેદ રંગ બનાવી લ્યો.
હવે કાકડી ને પણ ઝીણી છીણી વડે છીણી ગરણી માં મુકો અને એમાં રહેલ પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે એમાં લીલી ચટણી નાખી મિક્સ કરી ને લીલો રંગ બનાવી તૈયાર કરી લ્યો.આમ ત્રણે રંગ તૈયાર કરી લ્યો.
હવે એક સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં માખણ લગાવી લ્યો ત્યાર બાદ એમાં કાકડી નું મિશ્રણ મૂકી ફેલાવી દયો બરોબર ત્યાર બાદ બીજી સ્લાઈસ પર માખણ લગાવી એ માખણ વાળો ભાગ ઉપર આવે એમ લીલા રંગ ની સ્લાઈસ ઉપર મુકો અને એ મુકેલી સ્લાઈસ ઉપર પનીર વાળું મિશ્રણ મૂકી બરોબર એક સરખું ફેલાવી લ્યો અને એના પર ચીઝ સ્લાઈસ મુકો.
ત્યારબાદ ત્રીજી સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં પણ માખણ લગાવી લ્યો અને માખણ ની સાઈડ ઉઅપર રહે એમ મુકો અને એમાં ગાજર વાળું મિશ્રણ મૂકી એક સરખું ફેલાવી લ્યો અને ત્યાર બાદ ચોથી સ્લાઈસ માં માખણ લગાવી માખણ વાળો ભાગ ગાજર ઉઅપર મૂકી થોડી દબાવી લ્યો ત્યાર બાદ કાપી કટકા કરી લ્યો. તો તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ.
Triranga sandwich tips
- અહી તમે કિનારી કાઢેલ બ્રેડ સસ્લાઈસ પણ વાપરી શકો છો.
- તમે ઓરેન્જ કલર વાડી માયોનીઝ પણ વાપરી શકો છો.
તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ સ્પેશિયલ: ૫ મિનિટમાં બનાવો તિરંગા સેન્ડવીચ – Tiranga Sandwich Recipe in Gujarati
Equipment
- 1 વાટકા
- 1 ઝીણી છીણી
Ingredients
ત્રિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 4 નંગ બ્રેડ સ્લાઈસ
- ½ કપ ઝીણું છીણેલ ગાજર
- 1 ચમચી માયોનીઝ
- ½ કપ ઝીણું છીણેલ પનીર
- ½ કપ ઝીણી છીનેલ કાકડી
- 1 ચમચી ટમેટો સોસ
- 3-4 ચમચી ઝીણી સુધારેલ ડુંગળી
- ¼ ચમચી મરી પાઉડર
- 1-2 ચમચી લીલી ચટણી
- માખણ જરૂર મુજબ
- 1 ચીઝ સ્લાઈસ
Instructions
Tiranga Sandwich banavani rit
- તિરંગા સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી અલગ કરી લ્યો. હવે ગાજર ને ધોઈ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણી વડે છીણી લ્યો અને છીનેલ ગાજરને એક વાટકામાં કાઢી લ્યો અને એમાં માયોનીઝ અને ટામેટા સોસ નાખી મિક્સ કરી લઇ કેસરી રંગ બનાવી લ્યો. ત્યાર બાદ પનીર ને ઝીણી છીણી વડે છીણી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સાવ ઝીણી સુધારેલી ડુંગળી અને મરી નાખી મિક્સ કરી સફેદ રંગ બનાવી લ્યો.
- હવે કાકડી ને પણ ઝીણી છીણી વડે છીણી ગરણી માં મુકો અને એમાં રહેલ પાણી નીતારી લ્યો. પાણી નીતરી જાય એટલે એમાં લીલી ચટણી નાખી મિક્સ કરી ને લીલો રંગ બનાવી તૈયાર કરી લ્યો.આમ ત્રણે રંગ તૈયાર કરી લ્યો.
- હવે એક સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં માખણ લગાવી લ્યો ત્યાર બાદ એમાં કાકડી નું મિશ્રણ મૂકી ફેલાવી દયો બરોબર ત્યાર બાદ બીજી સ્લાઈસ પર માખણ લગાવી એ માખણ વાળો ભાગ ઉપર આવે એમ લીલા રંગ ની સ્લાઈસ ઉપર મુકો અને એ મુકેલી સ્લાઈસ ઉપર પનીર વાળું મિશ્રણ મૂકી બરોબર એક સરખું ફેલાવી લ્યો અને એના પર ચીઝ સ્લાઈસ મુકો.
- ત્યારબાદ ત્રીજી સ્લાઈસ બ્રેડ ની લઇ એમાં પણ માખણ લગાવી લ્યો અને માખણ ની સાઈડ ઉઅપર રહે એમ મુકો અને એમાં ગાજર વાળું મિશ્રણ મૂકી એક સરખું ફેલાવી લ્યો અને ત્યાર બાદ ચોથી સ્લાઈસ માં માખણ લગાવી માખણ વાળો ભાગ ગાજર ઉઅપર મૂકી થોડી દબાવી લ્યો ત્યાર બાદ કાપી કટકા કરી લ્યો. તો તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ.
Tiranga sandwich tips
- અહી તમે કિનારી કાઢેલ બ્રેડ સસ્લાઈસ પણ વાપરી શકો છો.
- તમે ઓરેન્જ કલર વાડી માયોનીઝ પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોફ્ટ અને હેલ્ધી બટાકા પાલકના પરોઠા – Bataka Palak Parotha Recipe in Gujarati
Dudhi na crispy bhajiya banavani rit | દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત
Lili methi mari vala champakali ganthiya | લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા
Chili Garlic Rotili recipe | ચીલી ગાર્લિક રોટલી
Damni Dhokla banavani rit | દામણી ઢોકળા
