Home Nasta Uttapam pizza ni recipe | ઉત્તપમ પીઝા ની રેસીપી

Uttapam pizza ni recipe | ઉત્તપમ પીઝા ની રેસીપી

Uttapam pizza ni recipe | ઉત્તપમ પીઝા ની રેસીપી
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

મિત્રો આજે આપણે પિઝા બનાવતા શીખીશું પણ મેંદા ના લોટ વગર ના પિઝા . મેંદા ના લોટ વગર પિઝા ?? હા તો આજે આપણે ઢોસા ના બેટર માંથી સાવ નવી રીતે પિઝા બનાવાતા શીખીશું જે નાના થી લઈ અને મોટા બધા ને ભાવે તે રીતે ના પિઝા છે તો ચાલો આ નવીજ રીત ના Uttapam pizza – ઉત્તપમ પીઝા બનાવતા શીખીએ.

INGREDIENTS

  • તૈયાર ઇડલી-ડોસા બેટર 2 કપ
  • મોઝેરેલા ચીઝ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • છંટકાવ માટે તેલ
  • પિઝા સોસ લગાવવા માટે
  • તાજા બેસીલ પાંદ 3-4
  • તાજા પાતળા કાપેલા હેલપિનોસ 1-2 નંગ
  • કાળા ઓલિવના ટુકડા જરૂર મુજબ
  • ઓરેગાનો પિઝા પર નાખવા માટે
  • ચિલી ફલેક્સ પિઝા પર નાખવા માટે 
  • સ્લાઈસ કરેલા ટમેટા 1 નંગ / જરૂર મુજબ

Uttapam pizza ni recipe

ઉત્તપમ પીઝા બનાવવા માટે સૌ પ્રથમ આપણે જે ઈડલી નું તૈયાર બેટર લીધેલું છે તે બેટર માં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી અને સારી રીતે બેટર ને મિક્સ કરી લેશું.

હવે બેટર ને મિક્સ કરી લીધા બાદ આપણે ગેસ પર એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં આપણે થોડું તેલ નાખી અને ચારે બાજુ ગ્રીસ કરી દેશું અને પછી ટિસ્યુ પેપર ની મદદ થી બધું તેલ લુઈ લેશું.

ત્યાર બાદ કડછી ની મદદ થી આપણે નાના નાના ઉત્તપમ ની સાઇઝ નું બેટર પેન માં નાખી અને ઢાંકણ ઢાંકી મિડયમ તાપે 1-2 મિનિટ જેવુ ચળવા દેશું.

હવે આપણે ઢાંકણ ખોલી ઉત્તપમ ઉપર આપણે જે તૈયાર પિઝા સોસ લીધેલ હતો તે સોસ ને આપણે તેના પર લગાવીશું ત્યાર બાદ તેના પર બેસિલ ના પાંદ , સ્લાઈસ કરેલા ટમેટા , સ્લાઈસ કરેલા હેલેપિનોસ , કાળા ઓલિવ્સ ના ટુકડા , થોડું મીઠું છાંટી દેશું , ઓરેગાનો થોડો , ચિલી ફલેક્સ થોડું અને ત્યાર બાદ મોઝરેલા ચીઝ નાખી ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ જેવું ચળવા દેશું . જેથી આપણું ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જશે અને નીચે ની બાજુથી પણ પિઝા એકદમ ક્રિસ્પી બની જશે.

તો તૈયાર છે આપણું ઉત્તપમ પીઝા જેને ગરમા ગરમ સોસ સાથે સર્વ કરી શકો છો . ગાર્નિસ માટે ઉપર થી ફરીથી ઓરેગાનો અને ચિલી ફલેક્સ નાખવા હોય તો નાખી સકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઉત્તપમ પીઝા ની રેસીપી

Uttapam pizza - ઉત્તપમ પીઝા

Uttapam pizza ni recipe

મિત્રો આજે આપણે પિઝા બનાવતા શીખીશું પણ મેંદા ના લોટવગર ના પિઝા . મેંદા ના લોટ વગર પિઝા ?? હા તો આજેઆપણે ઢોસા ના બેટર માંથી સાવ નવી રીતે પિઝા બનાવાતા શીખીશું જે નાના થી લઈ અને મોટાબધા ને ભાવે તે રીતે ના પિઝા છે તો ચાલો આ નવીજ રીત ના Uttapam pizza – ઉત્તપમ પીઝા બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Total Time: 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 નોન સ્ટીકપેન

Ingredients

  • 2 કપ તૈયાર ઇડલી-ડોસા બેટર
  • મોઝેરેલા ચીઝ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • છંટકાવ માટે તેલ
  • પિઝા સોસ લગાવવા માટે
  • 3-4 તાજા બેસીલ પાંદ
  • 1-2 નંગ તાજા પાતળા કાપેલા હેલપિનોસ
  • કાળા ઓલિવના ટુકડા જરૂર મુજબ
  • ઓરેગાનો પિઝા પર નાખવા માટે
  • ચિલી ફલેક્સ પિઝા પર નાખવા માટે
  • 1 નંગ સ્લાઈસ કરેલા ટમેટા / જરૂર મુજબ

Instructions

Uttapam pizza ni recipe

  • ઉત્તપમ પીઝા બનાવવા માટે સૌ પ્રથમ આપણે જે ઈડલી નું તૈયાર બેટર લીધેલું છે તે બેટર માં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી અને સારી રીતે બેટર ને મિક્સ કરી લેશું.
  • હવે બેટર ને મિક્સ કરી લીધા બાદ આપણે ગેસ પર એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં આપણે થોડું તેલ નાખી અને ચારે બાજુ ગ્રીસ કરી દેશું અને પછી ટિસ્યુ પેપર ની મદદ થી બધું તેલ લુઈ લેશું.
  • ત્યાર બાદ કડછી ની મદદ થી આપણે નાના નાના ઉત્તપમ ની સાઇઝ નું બેટર પેન માં નાખી અને ઢાંકણ ઢાંકી મિડયમ તાપે 1-2 મિનિટ જેવુ ચળવા દેશું.
  • હવે આપણે ઢાંકણ ખોલી ઉત્તપમ ઉપર આપણે જે તૈયાર પિઝા સોસ લીધેલ હતો તે સોસ ને આપણે તેના પર લગાવીશું ત્યાર બાદ તેના પર બેસિલ ના પાંદ , સ્લાઈસ કરેલા ટમેટા , સ્લાઈસ કરેલા હેલેપિનોસ , કાળા ઓલિવ્સ ના ટુકડા , થોડું મીઠું છાંટી દેશું , ઓરેગાનો થોડો , ચિલી ફલેક્સ થોડું અને ત્યાર બાદ મોઝરેલા ચીઝ નાખી ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ જેવું ચળવા દેશું . જેથી આપણું ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જશે અને નીચે ની બાજુથી પણ પિઝા એકદમ ક્રિસ્પી બની જશે.
  • તો તૈયાર છે આપણું ઉત્તપમ પીઝા જેને ગરમા ગરમ સોસ સાથે સર્વ કરી શકો છો . ગાર્નિસ માટે ઉપર થી ફરીથી ઓરેગાનો અને ચિલી ફલેક્સ નાખવા હોય તો નાખી સકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here