સવારના નાસ્તામાં (Breakfast) ગુજરાતીઓના ઘરે સૌથી વધુ Batata Poha બનતા હોય છે. પણ જો તમે એ જ રેગ્યુલર પૌવાને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માંગતા હોવ, તો તેમાં ભરપૂર શાકભાજી ઉમેરીને Vegetable Poha બનાવી શકાય છે. ખાસ કરીને શિયાળામાં મળતા વટાણા, ગાજર અને મકાઈ (Corn) ઉમેરવાથી આ વેજીટેબલ પૌવા નો સ્વાદ અને પોષણ બંને વધી જાય છે.
જે બાળકો શાકભાજી ખાતા ન હોય તેમના Lunch Box માટે આ બેસ્ટ ઓપ્શન છે. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે પૌવા ચીકણા થઈ જાય છે, તો આજે આપણે એકદમ છૂટા અને પોચા (Soft and Non-sticky) પૌવા બનાવવાની રીત જોઈશું.
Table of contents
INGREDIENTS
- પૌવા 3 કપ
- ઝીણી સુધારેલ ડુંગળી 2
- મીડીયમ સુધારેલ બટાકા 1
- બીન્સ સુધારેલ ¼ કપ
- ઝીણા સુધારેલ ગાજર 1
- મકાઈના દાણા ¼ કપ
- વટાણા ¼ કપ
- કેપ્સીક્મ સુધારેલ ½
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- સિંગદાણા 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલ 2-3
- હળદર ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- સર્વિંગ દાડમ દાણા
- સેવ/ રતલામી સેવ/ આલું સેવ
Vegetable Poha banavani rit
વેજીટેબલ પૌવા બનાવવા સૌથી પહેલા પૌવા ને ચારણી માં નાખી છૂટ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક બાજુ મુકો. અને બટાકા, ગાજર, બીન્સ અને કેપ્સીકમ ને શુધારી લ્યો અને બીજી સામગ્રી પણ ભેગી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી તતડાવી લ્યો,
ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ અને લીલા મરચા સુધારેલ અને સિંગદાણા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ ગેસ મીડીયમ કરી એમાં સુધારેલ બટાકા નાખી બટાકા ને બે ચાર મિનીટ શેકી લ્યો. બટાકા થોડા ચડી જાય એટલે એમ સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી બટાકા ને ચડાવી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર, બીન્સ, વટાણા, મકાઈના દાણા અને કેપ્સીકમ નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. બધા શાક શેકાઈ ને બરોબર ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં પલાળેલા પૌવા, પૌવાના ભાગ નું મીઠું, ખાંડ અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી સાવ ધીમા તાપે બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરો અને સેવ, દાડમ દાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ પૌવા.
વેજીટેબલ પૌવા બનાવવાની રીત

હેલ્ધી વેજીટેબલ પૌવા બનાવવાની રીત – Vegetable Poha Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
- 3 કપ પૌવા
- 2 ઝીણી સુધારેલ ડુંગળી
- 1 મીડીયમ સુધારેલ બટાકા
- ¼ કપ બીન્સ સુધારેલ
- ઝીણા સુધારેલ ગાજર
- ¼ કપ મકાઈના દાણા
- ¼ કપ વટાણા
- ½ કેપ્સીક્મ સુધારેલ
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 3-4 ચમચી સિંગદાણા
- 2-3 લીલા મરચા સુધારેલ
- ½ ચમચી હળદર
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી લીંબુનો રસ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- સર્વિંગ દાડમ દાણા
- સેવ/ રતલામી સેવ/ આલું સેવ
Instructions
Vegetable Poha banavani rit
- વેજીટેબલ પૌવા બનાવવા સૌથી પહેલા પૌવા ને ચારણી માં નાખી છૂટ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક બાજુ મુકો. અને બટાકા, ગાજર, બીન્સ અને કેપ્સીકમ ને શુધારી લ્યો અને બીજી સામગ્રી પણ ભેગી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી તતડાવી લ્યો,
- ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ અને લીલા મરચા સુધારેલ અને સિંગદાણા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ ગેસ મીડીયમ કરી એમાં સુધારેલ બટાકા નાખી બટાકા ને બે ચાર મિનીટ શેકી લ્યો. બટાકા થોડા ચડી જાય એટલે એમ સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી બટાકા ને ચડાવી લ્યો.
- ડુંગળી નરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર, બીન્સ, વટાણા, મકાઈના દાણા અને કેપ્સીકમ નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. બધા શાક શેકાઈ ને બરોબર ચડી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં પલાળેલા પૌવા, પૌવાના ભાગ નું મીઠું, ખાંડ અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી સાવ ધીમા તાપે બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરો અને સેવ, દાડમ દાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ પૌવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પાલક પૂરી બનાવવાની રીત – Palak Puri Recipe in Gujarati
Thecha paneer bread banavani recipe | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી
Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત
chokha na lot ni full chakri banavni rit | ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત
Lila vatana ni sandwich banavani recipe | લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી
