સવારના સમયે ગૃહિણીઓને સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં (Lunchbox) શું બનાવવું જે ઝટપટ બની જાય અને હેલ્ધી પણ હોય. તેનું બેસ્ટ સોલ્યુશન છે Veggie Toast (જેને સુજી ટોસ્ટ કે રવા ટોસ્ટ પણ કહેવાય છે). આ વેજી ટોસ્ટ આજ આપણે હેલ્થી સામગ્રી માંથી તૈયાર કરીશું જેના માટે આપણે કોઈ બ્રેડ નો ઉપયોગ કર્યા વગર લોટ અને શાકભાજી નો ઉપયોગ કરી બનાવશું. આ ટોસ ને તમે ચટણી કે સોસ સાથે બનાવી બાળકોને ટીફીનમાં પણ બનાવી આપી શકો છો.
Table of contents
મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન ½ કપ
- જુવાર નો લોટ ½ કપ
- સોજી ¼ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મજુબ
વેજી ટોસ બનાવવા જરૂરી શાક
- ગાજર છીણેલ 1
- પાનકોબી છીણેલ 1 કપ
- આદુંની પેસ્ટ ½ ચમચી
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- વટાણા ક્રસ કરેલ ½ કપ
- ઝીણું સુધારેલ કેપ્સીકમ ½ કપ
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- તેલ જરૂર મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- કાળા તલ જરૂર મુજબ
- ઈનો 1 પેકેટ
Veggie Toast banavani rit
વેજી ટોસ્ટ બનાવવા સૌથી પહેલા એક મિશ્રણ બનાવી લેશું જેના માટે એક વાસણમાં બેસન, જુવારનો લોટ, સોજી, હળદર, લાલ મરચા નો પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મુકો.
હવે ચોપર માં પાનકોબી ના કટકા, ગાજરના કટકા, વટાણા, કેપ્સીકમ નાખી સાવ ઝીણું ઝીણું કરી લ્યો. ( અહી તમે બધા શાક ને સાવ ઝીણા સમારી ને પણ લઇ શકો છો ) હવે પલાળેલા મિશ્રણ માં પીસેલા શાક. આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંઈનો નાખી મિક્સ કરી લ્યો.
હવે ટોસ બનાવવા ટોસ મશીન ગેસ પર ગરમ કરવા મૂકી એમાં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સફેદ કાળા તલ નાખી તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ઉપર થોડા સફેદ તલ અને કાળા તલ છાંટી ઉપર થોડું તેલ લગાવી અને બંધ કરી ધીમા તાપે બને બાજુ સાત આઠ મિનીટ ફેરવી ફેરવી ચડાવી લ્યો. બને બાજુ અને વચ્ચે ચેક કરી લ્યો બરોબર ચડી જાય એટલે કાઢી લ્યો. આમ બધા ટોસ બનાવી તૈયાર કરી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજી ટોસ.
વેજી ટોસ્ટ બનાવવાની રીત

સવારની ભાગદોડમાં ૫ મિનિટમાં બનાવો ક્રિસ્પી વેજી ટોસ્ટ – Veggie Toast Recipe in Gujarati
Equipment
- 1 ટોસમશીન
- 1 તપેલી
- 1 ચોપર
Ingredients
મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ બેસન
- ½ કપ જુવાર નો લોટ
- ¼ કપ સોજી
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી મરી પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મજુબ
વેજી ટોસ બનાવવા જરૂરી શાક
- 1 ગાજર છીણેલ
- 1 કપ પાનકોબી છીણેલ
- ½ ચમચી આદુંની પેસ્ટ
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- ½ કપ વટાણા ક્રસ કરેલ
- ½ કપ ઝીણું સુધારેલ કેપ્સીકમ
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- તેલ જરૂર મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- કાળા તલ જરૂર મુજબ
- 1 પેકેટ ઈનો
Instructions
Veggie Toast banavani rit
- વેજી ટોસ્ટ બનાવવા સૌથી પહેલા એક મિશ્રણ બનાવી લેશું જેના માટે એક વાસણમાં બેસન, જુવારનો લોટ, સોજી, હળદર, લાલ મરચા નો પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મુકો.
- હવે ચોપર માં પાનકોબી ના કટકા, ગાજરના કટકા, વટાણા, કેપ્સીકમ નાખી સાવ ઝીણું ઝીણું કરી લ્યો. ( અહી તમે બધા શાક ને સાવ ઝીણા સમારી ને પણ લઇ શકો છો ) હવે પલાળેલા મિશ્રણ માં પીસેલા શાક. આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંઈનો નાખી મિક્સ કરી લ્યો.
- હવે ટોસ બનાવવા ટોસ મશીન ગેસ પર ગરમ કરવા મૂકી એમાં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સફેદ કાળા તલ નાખી તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ઉપર થોડા સફેદ તલ અને કાળા તલ છાંટી ઉપર થોડું તેલ લગાવી અને બંધ કરી ધીમા તાપે બને બાજુ સાત આઠ મિનીટ ફેરવી ફેરવી ચડાવી લ્યો. બને બાજુ અને વચ્ચે ચેક કરી લ્યો બરોબર ચડી જાય એટલે કાઢી લ્યો. આમ બધા ટોસ બનાવી તૈયાર કરી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજી ટોસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ક્રિસ્પી બીટના કબાબ બનાવવાની રીત – Veg Beetroot Kabab Recipe in Gujarati
Bataka na dabda bhajiya sathe kadhi | બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી
cheese garlic bread banavani recipe | ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી
Cheese Chilli Sandwich | ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત
Ghau na lot ni masala papadi | ઘઉં ના લોટની મસાલા પાપડી
Makai na lot na dhokla chat banavani rit | મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત












