આ ખીર રેગ્યુલર ગાજર ની ખીર અને રેગ્યુલર સેવઈ ની ખીર નું મિશ્રણ છે જે ખુબ જ સ્વાદીસ્ટ બને છે. એક વખત આ winter kheer ખીર બનાવી ખાસો તો વારંવાર બનાવશો. આ ખીરમાં આપણે કોઈ માવા કે મિલ્ક પાઉડર નો ઉપયોગ નહિ કરીએ તો પણ ખુબ ઘટ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Gajar Sevai ni kheer – ગાજર સેવઈની ખીર બનાવવાની રીત શીખીએ.
Table of contents
gajar kheer ingredients
- ઘી 3-4 ચમચી
- છીણેલા લાલ ગાજર કપ
- વર્મીસેલી સેવઈ 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
- ખાંડ 1 કપ
- એલચી પાઉડર ½ ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- કાજુ ના કટકા 4-5 ચમચી
- બદામ ના કટકા 4-5 ચમચી
- પીસ્તા ના કટકા 3-4 ચમચી
Gajar Sevai ni kheer banavani rit
ગાજર સેવઈની ખીર બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી નાખી ગ્રામ કરો ઘી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કાજુ, બદામ, પીસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ ડ્રાય ફ્રુટ એક વાટકામાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં સેવઈ નાખી ને મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકો. સેવઈ ગોલ્ડન થાય એટલે એમાં છીણેલા ગાજર નાખો અને એને પણ હલ્વતા રહી શેકો. ગાજર બરોબર ચડી જાય અને ઘી અલગ થવા લાગે એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
દૂધ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ને એમાં ખાંડ નાખી મિક્સ કરી ખીર ને ચડવા દયો થોડી થોડી વારે હલ્વતા રહી સેવઈ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. સેવઈ બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કીસમીસ અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી પાંચ મિનીટ ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર ખીર ને સર્વ કરતી વખતે ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર સેવઈની ખીર.
ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ નાખી શકો છો અને ખાંડ ની જગ્યાએ તમે બીજી મીઠાસ પણ ઉમેરી શકો છો.
ગાજર સેવઈની ખીર બનાવવાની રીત

Gajar Sevai ni kheer – ગાજર સેવઈની ખીર બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 3-4 ચમચી ઘી
- 1 કપ છીણેલા લાલ ગાજર
- 1 કપ વર્મીસેલી સેવઈ
- 1½ લીટર ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ ખાંડ 1 કપ
- ½ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી કીસમીસ
- 4-5 ચમચી કાજુ ના કટકા
- 4-5 ચમચી બદામ ના કટકા
- 3-4 ચમચી પીસ્તા ના કટકા
Instructions
Gajar Sevai ni kheer banavani rit
- ગાજર સેવઈની ખીર બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી નાખી ગ્રામ કરો ઘી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કાજુ, બદામ, પીસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ ડ્રાય ફ્રુટ એક વાટકામાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં સેવઈ નાખી ને મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકો. સેવઈ ગોલ્ડન થાય એટલે એમાં છીણેલા ગાજર નાખો અને એને પણ હલ્વતા રહી શેકો. ગાજર બરોબર ચડી જાય અને ઘી અલગ થવા લાગે એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
- દૂધ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ને એમાં ખાંડ નાખી મિક્સ કરી ખીર ને ચડવા દયો થોડી થોડી વારે હલ્વતા રહી સેવઈ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. સેવઈ બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કીસમીસ અને શેકેલ ડ્રાય ફ્રુટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી પાંચ મિનીટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને તૈયાર ખીર ને સર્વ કરતી વખતે ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર સેવઈની ખીર.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ નાખી શકો છો અને ખાંડ ની જગ્યાએ તમે બીજી મીઠાસ પણ ઉમેરી શકો છો.
