આ અડદિયા લચકો નો આપણે શિયાળમાં આવતા લગ્ન પ્રસંગ માં ખુબ મજા લેતા હોઈએ છીએ. જે વાસણા થી ભરપુર અને શરીર ને ગરમી આપનાર હોવાથી બધા ને પસંદ આવતો હોય છે. લગ્ન પ્રસંગ માં તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. જે ખુબ સરળ રીતે તૈયાર થઇ જશે. તો ચાલો adadiya no lachko – અડદિયા નો લચકો બનાવવાની રીત શીખીએ.
Table of contents
INGREDIENTS
- દર્દરી પીસેલી અડદ દાળ 250 ગ્રામ
- ઘી 250 ગ્રામ
- ખાંડ / ગોળ 250 ગ્રામ
- માવો 250 ગ્રામ
- કાજુ ના કટકા 3-4 ચમચી
- બાદમ ના કટકા 3-4 ચમચી
- પિસ્તાના કટકા 2-3 ચમચી
- ખાવા નો ગુંદ 75 ગ્રામ
- કીસમીસ 2-3 ચમચી
- અડદિયા નો ગરમ મસાલો 3-4 ચમચી
- નવશેકું દૂધ 1-2 ચમચી
- ખસખસ 1-2 ચમચી
adadiya no lachko banavani rit
અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.
હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.
હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.
ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.
તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો.
અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.
ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે
અડદિયા નો લચકો બનાવવાની રીત

adadiya no lachko banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
- 250 ગ્રામ દર્દરી પીસેલી અડદ દાળ
- 250 ગ્રામ ઘી
- 250 ગ્રામ ખાંડ / ગોળ
- 250 ગ્રામ માવો
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 3-4 ચમચી બાદમ ના કટકા ચમચી
- 2-3 ચમચી પિસ્તાના કટકા
- 75 ગ્રામ ખાવા નો ગુંદ
- 2-3 ચમચી કીસમીસ
- 3-4 ચમચી અડદિયા નો ગરમ મસાલો
- 1-2 ચમચી નવશેકું દૂધ
- 1-2 ચમચી ખસખસ
Instructions
adadiya no lachko banavani rit
- અડદિયા નો લચકો બનાવવા સોથી પહેલા માવા ને છીણી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં નવશેકું દૂધ અને નવશેકું બે ચમચી ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ લોટ ને હાથ થી દબાવી પંદર વીસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. વીસ મિનીટ પછી લોટ ને ફરીથી ચાળી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બાદમ ના કટકા નાખી થોડા શેકો ત્યાર બાદ પિસ્તાના કટકા નાખી ત્રણે ડ્રાય ફ્રુટ શેકી બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં બીજી બે ચમચી ઘી ગરમ કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી હલાવતા રહો અને માવો ગોલ્ડન બ્રાઉન નો થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં ચાર પાંચ ચમચી ઘી નાખી ગ્રામ કરો. ઘી ગરમ થાય એટલે એમાં થોડો થોડો ખાવા નો ગુંદ નાખી ગુંદ ને ગોલ્ડન બ્રાઉન શેકી કાઢી લ્યો આમ બધો ગુંદ તારી લ્યો.
- હવે એજ કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ અડદ નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો. અડદ ની દાળ નો રંગ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થઇ જાય ત્યાં સુંધી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં તારેલ ગુંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં અડદિયા મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સેકેલ ડ્રાય ફ્રુટ, શેકેલ માવો અને કીસમીસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. અને ગેસ બંધ કરી એક બાજુ મુકો.
- હવે બીજી કડાઈમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ( અડધો કપ ) પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાર પાંચ મિનીટ ઉકાળવા દયો અને ત્યાર બાદ એક તાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરી લેવી.
- ચાસણી તૈયાર થાય અટેલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને શેકેલ અડદિયા ના લોટ માં નાખો અને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ લચકા ઉપર ખસખસ છાંટી સર્વ કરો. તો તૈયાર છે અડદિયા નો લચકો.
Notes
- તમે તૈયાર કરેલ અડદિયા નો લચકો ઠંડો થઇ ગયો હોય અથવા બીજા દિવશે ગરમ કરી ખાવો હોય તો તમે બીજા દિવસે જેટલો ખાવો હોય એટલો કડાઈમાં નાખી સાથે બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી ગરમ કરી ને પણ મજા લઇ શકો છો.
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ ઓગળી ને પણ વાપરી શકો છો અને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
- લોટ ને બરોબર શેકશો તો સ્વાદ બરોબર લાગશે નહીતર અડદિયાનો સ્વાદ નહિ આવે.
- ગુંદ ને પણ બરોબર તરવો નહીતર ખાતી વખતે દાંત માં ચોટશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Falodi banavani rit | ફલોદી બનાવવાની રીત
gundar pak recipe in gujarati | ગુંદર પાક
khajur pak recipe in gujarati | ખજૂર પાક
kachariyu recipe | કચરિયું બનાવવાની રીત
adadiya | adadiya pak | અડદિયા
katlu pak recipe in gujarati | કાટલું
aadu pak banavani rit | આદુ પાક












