આપણે અખરોટ નો હલવો ખાંડ કે ગોળ અને માવા સાથે તો ઘણી વખત બનાવ્યો હ્સેઅને મજા લીધી હશે પણ આજ આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર એક નવા જ સ્વાદ માં અખરોટનો હલવો બનાવશું. જે ખુબ સ્વાદીસ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Akhrot khajur no halvo – અખરોટ ખજુર નો હલવો બનાવવાની રીત શીખીએ.
Table of contents
INGREDIENTS
- અખરોટ 250 ગ્રામ
- ખજુર 500 ગ્રામ
- ઘી 1 કપ
- સંતરા નો જ્યુસ ½ કપ
- મીઠું 1-2 ચપટી
- એલચી પાઉડર ¼ ચમચી
- પીસ્તા ની કતરણ 1-2 ચમચી
Akhrot khajur no halvo banavani recipe
અખરોટ ખજુર નો હલવો બનાવવા સૌથી પહેલા ખજુર ના ઠળિયા કાઢી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ખજુર ડૂબે એટલું પાણી નાખી આખી રાત પલાળી મુકો. અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ગરમ થાય એટલે એમાં અખરોટ નાખી પંદર ચીસ મિનીટ બાફી લ્યો.
અખરોટ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં પલાળેલી ખજુર નાખો અને મિક્સ કરી ચડાવી લ્યો ખજુર દસ મિનીટ ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલા અખરોટ નાખો અને બને ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
હવે ગેસ સાવ ધીમો કરી મેસર વડે બધી સામગ્રી ને મેસ કરતા જાઓ. ( અહી તમે બને ને થોડા ઠંડા કરી મિક્સર માં નાખી દર્દરા પીસી પણ શકો છો ) બરોબર મેસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સંતરા નો જ્યુસ નાખી મિક્સ કરી લ્યો અને બીજી દસ મિનીટ ચડાવી લ્યો. અને ઘી અલગ થાય અને કડાઈ મુકવા લાગે એટલે દસ મિનીટ પછી એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી પિસ્તાની કતરણ થી ગર્નીશ કરી ગરમ ગરમ હલવા ની મજા લ્યો. તો તૈયાર છે અખરોટ ખજુર હલવો.
અહી તમારે ખજુર થોડા છુટા છુટા અને કોરા હોય છે એ વાપરવા
કુકર માં ઘી નાખી એમાં પલાળેલા ખજુર ને અને અખરોટ નાખી એક બે સીટી વગાડી લીધા બાદ મેસ કરી ને પણ હલવો બનાવી શકો છો.
અખરોટ ખજુર નો હલવો બનાવવાની રેસીપી

Akhrot khajur no halvo banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 250 ગ્રામ અખરોટ
- 500 ગ્રામ ખજુર ગ્રામ
- 1 કપ ઘી
- ½ કપ સંતરા નો જ્યુસ
- 1-2 ચપટી મીઠું
- ¼ ચમચી એલચી પાઉડર
- 1-2 ચમચી કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ
Instructions
Akhrot khajur no halvo banavani recipe
- અખરોટ ખજુર નો હલવો બનાવવા સૌથી પહેલા ખજુર ના ઠળિયા કાઢી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ખજુર ડૂબે એટલું પાણી નાખી આખી રાત પલાળી મુકો. અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ગરમ થાય એટલે એમાં અખરોટ નાખી પંદર ચીસ મિનીટ બાફી લ્યો.
- અખરોટ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં પલાળેલી ખજુર નાખો અને મિક્સ કરી ચડાવી લ્યો ખજુર દસ મિનીટ ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલા અખરોટ નાખો અને બને ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
- હવે ગેસ સાવ ધીમો કરી મેસર વડે બધી સામગ્રી ને મેસ કરતા જાઓ. ( અહી તમે બને ને થોડા ઠંડા કરી મિક્સર માં નાખી દર્દરા પીસી પણ શકો છો ) બરોબર મેસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સંતરા નો જ્યુસ નાખી મિક્સ કરી લ્યો અને બીજી દસ મિનીટ ચડાવી લ્યો અને ઘી અલગ થાય અને કડાઈ મુકવા લાગે એટલે દસ મિનીટ પછી એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી પિસ્તાની કતરણ થી ગર્નીશ કરી ગરમ ગરમ હલવા ની મજા લ્યો. તો તૈયાર છે અખરોટ ખજુર હલવો.
Notes
- અહી તમારે ખજુર થોડા છુટા છુટા અને કોરા હોય છે એ વાપરવા
- કુકર માં ઘી નાખી એમાં પલાળેલા ખજુર ને અને અખરોટ નાખી એક બે સીટી વગાડી લીધા બાદ મેસ કરી ને પણ હલવો બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Jamfal no halvo – જામફળ નો હલવો બનાવવાની રેસીપી
dry fruit basundi | ડ્રાયફ્રૂટ બાસુંદી
Tal ane gol ni barfi | તલ અને ગોળ ની બરફી
kala jamun banavani rit |કાળા જાંબુ
jamfal ni ice cream – જામફળ ની આઈસ્ક્રીમ
