આ પાઉંભાજી રેગ્યુલર શાક નાખી ને નહીં બનાવીએ પણ જેમને ફુલાવર કે પાનકોબી કે બીજા કોઈ શાક પસંદ નથી એમના માટે માટે આલુ નો ઉપયોગ કરી ભાજી બનાવી તૈયાર કરીશુ. જે ખૂબ જ સ્વાદિસ્ટ લાગે છે અને ખૂબ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે તો ચાલો Aloo pav bhaji – આલુ પાઉંભાજી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાફેલા બટાકા 3- 4
- ઝીણી સુધારેલી ડુંગળી 2- 3
- ઝીણા સમારેલા ટામેટા 2- 3
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પાઉંભાજી મસાલો 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- તેલ 5- 6 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ½ ચમચી
- ગરમ પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
Aloo pav bhaji banavani recipe
આલુ પાઉંભાજી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી છોલી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો. ત્યાર બાદ ડુંગળી ટમેટા ને અલગ અલગ ઝીણા સમારી લ્યો અને આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં આદુ મરચાને લસણ વાળી પેસ્ટ નાખી મિક્સ કરી બધી સંગી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી ને લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી ટમેટા ને ચડાવી લ્યો અને ટમેટા બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં મેસ કરેલા બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જે પ્રમાણે ભાજી ઘટ્ટ કે પાતળી જોઈએ એ પ્રમાણે એક થી દોઢ કપ પાણી નાખી અને સ્વાદ મુજબ મીઠું બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
ચાર મિનિટ પછી ભાજી ને ફરીથી બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ આલુ ભાજી ને શેકેલ પાઉ ,સલાડ અને લસણ ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે આલુ પાઉંભાજી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આલુ પાઉંભાજી બનાવવાની રેસીપી

Aloo pav bhaji banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 3- 4 બાફેલા બટાકા
- 2- 3 ઝીણી સુધારેલી ડુંગળી
- 2- 3 ઝીણા સમારેલા ટામેટા
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી પાઉંભાજી મસાલો
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 5-6 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- ગરમ પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Aloo pav bhaji banavani recipe
- આલુ પાઉંભાજી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી છોલી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો. ત્યાર બાદ ડુંગળી ટમેટા ને અલગ અલગ ઝીણા સમારી લ્યો અને આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં આદુ મરચાને લસણ વાળી પેસ્ટ નાખી મિક્સ કરી બધી સંગી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ડુંગળી ને લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી ટમેટા ને ચડાવી લ્યો અને ટમેટા બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં મેસ કરેલા બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જે પ્રમાણે ભાજી ઘટ્ટ કે પાતળી જોઈએ એ પ્રમાણે એક થી દોઢ કપ પાણી નાખી અને સ્વાદ મુજબ મીઠું બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
- ચાર મિનિટ પછી ભાજી ને ફરીથી બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ આલુ ભાજી ને શેકેલ પાઉ ,સલાડ અને લસણ ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે આલુ પાઉંભાજી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Mamra na vada banavani rit | મમરા ના વડા બનાવવાની રીત
Paneer Bread Pizza banavani recipe | પનીર બ્રેડ પિઝા બનાવવાની રેસીપી
Ragi Oats Cookie banavani rit| રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત
Bataka na samosa roll | બટાકા ના સમોસા રોલ