આજ કાલ બધાને ચાઇનીઝ વાનગીઓ ખુબ પસંદ કરતા હોય છે અને એ ચાઇનીઝ માં પણ વિવિધ પ્રકારના મન્ચુરિયન, 65 અથવા નૂડલ્સ વગેરે. આપણે બધા બજાર ની ચાઇનીઝ વાનગીઓ ખુબ મંગાવતા હોઈએ છીએ પણ ઘરે બનાવવાનું ટાળતા હોઈએ કે નહિ બને અથવા બજાર જેવું નહી બને અથવા ખુબ સમય લાગશે તો આજ આપણે ખુબ ઓછી મહેનતે બજાર કરતા પણ સારા અને ટેસ્ટી baby corn 65 – બેબી કોર્ન 65 બનાવતા શીખીએ.
INGREDIENTS
- બેબી કોર્ન 8-10 નંગ
- મેંદાનો લોટ ¼ કપ
- કોર્ન ફ્લોર ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- મીઠા લીમડાના પાંદ ના કટકા 1 ચમચી
- આદું લસણ ની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
baby corn 65 banavani recipe
બેબી કોર્ન 65 બનાવવા સૌથી પહેલા બેબી કોર્ન ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં એક થી બે ગ્લાસ પાણી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ગરમ કરવા મુકો અને પાણી ઉકાળવા લાગે એટલે એમાં બેબી કોર્ન નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો અને દસ મિનીટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો અને એક બાજુ મુકો.
હવે એક તપેલીમાં મેંદાનો લોટ ચાળી ને લ્યો સાથે કોર્ન ફ્લોર પણ ચાળીને નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠા લીમડાના પાંદ સુધારેલા, મરી પાઉડર આદુલાસાની પેસ્ટ અને એક થી બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પ કપ પાણી લઇ થોડું થોડું નાખતા જઈ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ જો મેંદાનું મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો બે ચાર ચમચી પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તરવા માટે તેલ નાખો અને તેલ ને ગરમ કરી લ્યો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને હવે બાફી રાખેલ બેબી કોર્ન ને મેંદાના મિશ્રણ માં બરોબર બોળી ગરમ તેલમાં નાખો.
આમ એક સાથે જેટલા કડાઈમાં આવે એટલા નાખો અને એક બીજામાં ચોટે નહિ એ મુજબ છુટા છુટા નાખો અને થોડી વાર પછી ઝરથી ઉથલાવી બધી બાજુ ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો. અને ગોલ્ડન બ્રોઉંન થાય એટલે કાઢી બીજા બેબી કોર્ન ને મિશ્રણ માં બોળી તરવા નાખો આમ બધા જ બેબી કોર્ન ને તારી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બેબી કોર્ન 65.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બેબી કોર્ન 65 બનાવવાની રેસીપી

baby corn 65 banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 8-10 નંગ બેબી કોર્ન
- ¼ કપ મેંદાનો લોટ
- ¼ કપ કોર્ન ફ્લોર ¼
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હળદર ¼
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી મીઠા લીમડાના પાંદ ના કટકા
- 1 ચમચી આદું લસણ ની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
baby corn 65 banavani recipe
- બેબી કોર્ન 65 બનાવવા સૌથી પહેલા બેબી કોર્ન ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં એક થી બે ગ્લાસ પાણી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ગરમ કરવા મુકો અને પાણી ઉકાળવા લાગે એટલે એમાં બેબી કોર્ન નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો અને દસ મિનીટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો અને એક બાજુ મુકો.
- હવે એક તપેલીમાં મેંદાનો લોટ ચાળી ને લ્યો સાથે કોર્ન ફ્લોર પણ ચાળીને નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠા લીમડાના પાંદ સુધારેલા, મરી પાઉડર આદુલાસાની પેસ્ટ અને એક થી બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પ કપ પાણી લઇ થોડું થોડું નાખતા જઈ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ જો મેંદાનું મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો બે ચાર ચમચી પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તરવા માટે તેલ નાખો અને તેલ ને ગરમ કરી લ્યો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને હવે બાફી રાખેલ બેબી કોર્ન ને મેંદાના મિશ્રણ માં બરોબર બોળી ગરમ તેલમાં નાખો.
- આમ એક સાથે જેટલા કડાઈમાં આવે એટલા નાખો અને એક બીજામાં ચોટે નહિ એ મુજબ છુટા છુટા નાખો અને થોડી વાર પછી ઝરથી ઉથલાવી બધી બાજુ ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો. અને ગોલ્ડન બ્રોઉંન થાય એટલે કાઢી બીજા બેબી કોર્ન ને મિશ્રણ માં બોળી તરવા નાખો આમ બધા જ બેબી કોર્ન ને તારી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બેબી કોર્ન 65.
Notes
- અહી તીખાસ જે મુજબ તમને પસદ હોય એ મુજબ નાખવી.
- મીડીયમ તાપે તરવા જેથી ઉપરથી અંદર સુંધી બરોબર ચડે.
- જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Cucumber Sandwich recipe in gujarati | કુકુમ્બર સેન્ડવીચ બનાવવાની રેસીપી
dry manchurian recipe in Gujarati | ડ્રાય મંચુરિયન
lasaniya batata recipe | લસણીયા બટાકા
Bhungla batata recipe | ભૂંગળા બટાકા બનાવવાની રીત
batata poha recipe in gujarati | બટાકા પૌવા
