Home Gujarati Chanadal dungri nu shaak banavani rit | ચણાદાળ ડુંગળી નું શાક બનાવવાની રીત

Chanadal dungri nu shaak banavani rit | ચણાદાળ ડુંગળી નું શાક બનાવવાની રીત

Chanadal dungri nu shaak banavani rit | ચણાદાળ ડુંગળી નું શાક બનાવવાની રીત
Image credit – Youtube/Shyam Rasoi

ઉનાળા માં લીલા શાક ઓછા આવતા હોય છે ત્યારે રોજ રોજ ક્યાં શાક બનાવવા એ પ્રશ્ન થતા હોય છે ત્યારે આજ આપણે કઠોળ નું શાક લઈ આવ્યા છીએ જે રોટલી અને ભાત બને સાથે ખૂબ સારું લાગશે. તો ચાલો Chanadal dungri nu shaak – ચણાદાળ ડુંગળી નું શાક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ચણાદાળ ¾ કપ
  • તેલ 5- 6 ચમચી
  • તમાલપત્ર 1
  • જીરું 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ઝીણું સમારેલું લસણ ની કણી 8- 10
  • લાંબી લાંબી સુધારેલ ડુંગળી 2
  • સુધારેલ લીલા મરચા 2- 3
  • આદુ નો કટકો 1 ની પેસ્ટ
  • ઝીણા સમારેલા ટમેટા 2- 3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • ઘી 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી

Chanadal dungri nu shaak banavani rit

ચણાદાળ ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાળી દયો. હવે ગેસ પર એક કૂકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.

લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં લાંબી સુધારેલ ડુંગળી, આદુ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી ને પણ થોડી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.

ટમેટા થોડા નરમ પડે એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને મસાલા શેકી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ચણાદાળ ને કુકર માં નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

ચણાદાળ ને મસાલા સાથે બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે કુકર બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો અને ગેસ ચાલુ કરી એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી મસળી નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.

પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા સુધારેલા નાખી મિક્સ કરીને લ્યો. હવે વઘારિયા માં ઘી ગરમ કરી એમાં સૂકા લાલ મરચા ને તોડી ને નાખો અને ગેસ બંધ કરી દયો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને શાક પર નાખો અને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચણાદાળ ડુંગળી નું શાક.

ચણાદાળ ડુંગળી નું શાક બનાવવાની રીત

Chanadal dungri nu shaak - ચણાદાળ ડુંગળી નું શાક

Chanadal dungri nu shaak banavani rit

ઉનાળા માં લીલા શાક ઓછા આવતા હોય છે ત્યારે રોજ રોજ ક્યાંશાક બનાવવા એ પ્રશ્ન થતા હોય છે ત્યારે આજ આપણે કઠોળ નું શાક લઈ આવ્યા છીએ જે રોટલીઅને ભાત બને સાથે ખૂબ સારું લાગશે. તો ચાલો Chanadal dungri nu shaak – ચણાદાળ ડુંગળી નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

  • ¾ કપ ચણાદાળ
  • 5- 6 ચમચી તેલ
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 8- 10 ઝીણું સમારેલું લસણ ની કણી
  • 2 લાંબી લાંબી સુધારેલ ડુંગળી
  • 2- 3 સુધારેલ લીલા મરચા
  • 1 આદુ નો કટકો ની પેસ્ટ
  • 2- 3 ઝીણા સમારેલા ટમેટા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસૂરી મેથી
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી ઘી
  • 1 સૂકા લાલ મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions

Chanadal dungri nu shaak banavani rit

  • ચણાદાળ ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાળી દયો. હવે ગેસ પર એક કૂકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
  • લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં લાંબી સુધારેલ ડુંગળી, આદુ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી ને પણ થોડી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
  • ટમેટા થોડા નરમ પડે એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને મસાલા શેકી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ચણાદાળ ને કુકર માં નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • ચણાદાળ ને મસાલા સાથે બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી પાણી ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે કુકર બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો અને ગેસ ચાલુ કરી એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી મસળી નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા સુધારેલા નાખી મિક્સ કરીને લ્યો. હવે વઘારિયા માં ઘી ગરમ કરી એમાં સૂકા લાલ મરચા ને તોડી ને નાખો અને ગેસ બંધ કરી દયો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને શાક પર નાખો અને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચણાદાળ ડુંગળી નું શાક.

Notes

  • જો ચણા દાળ ને વહેલી પાળવા નું ભૂલી ગયા હો તો  ઓછા માં ઓછા બે કલાક પલાળી ને પણ આ શાક બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here