આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. અત્યાર સુંધી આપણે સાબુદાણા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને વ્રત હોય કે ન હોય પણ સાબુદાણા ખાવા તો બધા ને પસંદ આવતા હોય છે તો આજ આપણે એક સાદી સિમ્પલ પણ ટેસ્ટી લાગે એવી વ્રત હોય કે ન હોય તો પણ ખાઈ શકાય એવી સ્વાદિસ્ટ અને હેલ્થી વાનગી બનાવતા શીખીશું. તો ચાલો Dahi sabudana – દહીં સાબુદાણા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સાબુદાણા 1 કપ
- દહીં ¾ કપ
- લીલા મરચા સુધારેલા 3- 4
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- ઘી 1- 2 ચમચી
- જીરું ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો 3- 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Dahi sabudana banavani recipe
દહીં સાબુદાણા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાબુદાણા ને મીડીયમ તાપે હલાવતા રહો અને સાબુદાણા ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થાય એટલે એમાં સાબુદાણા ડૂબે અને ઉપર થોડું ઉપર રહે એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ કલાક પલાળી મુકો.
ત્રણ કલાક પછી સાબુદાણા બરોબર પલળી જાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર ને દહીં સાબુદાણા ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે દહીં સાબુદાણા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં સાબુદાણા બનાવવાની રેસીપી

Dahi sabudana banavani recipe
Equipment
- 1 તપેલી
- 1 બાઉલ
- 1 વઘારિયું
Ingredients
- 1 કપ સાબુદાણા
- ¾ કપ દહીં
- 3-4 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી ઘી
- ½ ચમચી જીરું
- 1 ચમચી ખાંડ
- 3-4 ચમચી શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Dahi sabudana banavani recipe
- દહીં સાબુદાણા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાબુદાણા ને મીડીયમ તાપે હલાવતા રહો અને સાબુદાણા ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડા ઠંડા થાય એટલે એમાં સાબુદાણા ડૂબે અને ઉપર થોડું ઉપર રહે એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ કલાક પલાળી મુકો.
- ત્રણ કલાક પછી સાબુદાણા બરોબર પલળી જાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
- ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર ને દહીં સાબુદાણા ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે દહીં સાબુદાણા.
Notes
- અહીં જો તમે વ્રત ઉપવાસમાં ન ખાતા હો તો વઘાર માં રાઈ, અડદ દાળ, ચણા દાળ, હિંગ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Shingoda ni barfi | શિંગોડા ની બરફી બનાવવાની રેસીપી
ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri
farali gulab jamun recipe in gujarati | ફરાળી ગુલાબ જાંબુ
sabudana vada | સાબુદાણા વડા બનાવવાની રીત