ગુજરાતમાં લસણ અને લાલ મરચાંની સૂકી ચટણી ખૂબ ખવાય છે, પણ જ્યારે તેમાં તાજું દહીં ઉમેરીને તેને સાંતળવામાં આવે છે, ત્યારે તેની તીખાશ બેલેન્સ થઈ જાય છે અને એક અદભૂત ક્રીમી ટેક્સચર મળે છે. જો તમારે કોઈ શાક ના સુજતુ હોય કે ઘરમાં કોઈ શાક ના હોય તો આ Dahiwali Lal Marcha ni Chutney બનાવી ને રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકો છો. ખાતી મીઠી અને તીખી આ ચટણી એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકો છો અને પ્રવાસ કે ટીફીન માં પણ આપી શકો છો. ચાલો જોઈએ ઝટપટ બની જતી દહીંવાળી લાલ મરચાંની ચટણી બનાવવાની રીત.
Table of contents
Ingredients list
- લાલ મરચા 250 ગ્રામ
- લસણ ની કણી 15-20
- આદુનો ટુકડો 1 ઇંચ
- લીલા ધાણા ¼ કપ
- તેલ 5-6 ચમચી જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ખાંડ 1-2 ચમચી
- દહીં ¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
Dahiwali Lal Marcha ni Chutney banavani rit
દહીંવાળી લાલ મરચાંની ચટણી બનાવવા સૌથી પહેલા લસણ ની કની સાફ કરી લ્યો ત્યાર બાદ આદુ અને લાલ મરચાને ધોઈ સાફ કરી લ્યો અને હવે આદુને છોલી સાફ કરી નાના કટકા કરી લ્યો ત્યાર બાદ લાલ મરચાને કોરા કરી ડાળી અલગ કરી મીડીયમ સાઈઝ માં કટકા કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી નીતારી સુધારી લ્યો.
હવે મિક્સર જારમાં સુધારેલ લાલ મરચા, આદુના કટકા અને લસણ ની કણી અને લીલા ધાણા એમાં નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં બે ત્રણ વખત ફેરવી દર્દરા પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પીસેલા મરચા નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં ખાંડ અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર ચડી જાય અને ફરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચટણી માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દહીં વાળી લાલ મરચાની ચટણી.
જો લાલ મરચા વધારે તીખા હોય તો બીજ અલગ કરવા નહીતો બીજ સાથે પીસી લેવા.

Dahiwali Lal Marcha ni Chutney Recipe in Gujarati | દહીંવાળી લાલ મરચાંની ચટણી
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ લાલ મરચા
- 15-20 લસણ ની કણી
- 1 ઇંચ આદુનો ટુકડો
- ¼ કપ લીલા ધાણા
- 5-6 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1-2 ચમચી ખાંડ
- ¼ કપ દહીં
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Dahiwali Lal Marcha ni Chutney banavani rit
- દહીંવાળી લાલ મરચાંની ચટણી બનાવવા સૌથી પહેલા લસણ ની કની સાફ કરી લ્યો ત્યાર બાદ આદુ અને લાલ મરચાને ધોઈ સાફ કરી લ્યો અને હવે આદુને છોલી સાફ કરી નાના કટકા કરી લ્યો ત્યાર બાદ લાલ મરચાને કોરા કરી ડાળી અલગ કરી મીડીયમ સાઈઝ માં કટકા કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી નીતારી સુધારી લ્યો.
- હવે મિક્સર જારમાં સુધારેલ લાલ મરચા, આદુના કટકા અને લસણ ની કણી અને લીલા ધાણા એમાં નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં બે ત્રણ વખત ફેરવી દર્દરા પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પીસેલા મરચા નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં ખાંડ અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર ચડી જાય અને ફરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચટણી માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દહીં વાળી લાલ મરચાની ચટણી.
- જો લાલ મરચા વધારે તીખા હોય તો બીજ અલગ કરવા નહીતો બીજ સાથે પીસી લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
No Onion No Garlic Pulao Recipe in Gujarati | ડુંગળી લસણ વગરનો પુલાવ બનાવવાની રીત
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit
dudhi chana dal nu shaak banavani rit | દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત
fanas nu shaak banavani rit | ફણસનું શાક બનાવવાની રીત
સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit
ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tameta batata nu shaak banavani rit
