આ એક ઉત્તરાખંડ ની એક વાનગી છે જેમાં કાળા ચણા અને મસાલા સાથે બને છે અને રોટલી, ભાત કે પૂરી સાથે સર્વ કરી શકો છો. અહી આપણે કાળા ચણા નો ઉપયોગ કરેલ હોવાથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ થી ભરપુર આ શાક બની ને તૈયાર થાય છે તો ચાલો Desi chana nu fanu – દેશી ચણા નું ફાણું બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફણગાવેલા દેશી ચણા 2 કપ
- તેલ 5-7 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 +1 ચમચી
- લાલ મરચા નો પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- સુકા આખા ધાણા 2 ચમચી
- આખા લાલ મરચા 6-7
- ઝીણું સમારેલ આદું 1 ઇંચ
- લીલા ધાણા સુધારેલ ½ કપ
- ઝીણી સુધારેલ ડુંગળી ½ કપ
- ઝીણા સુધારેલા ટામેટા ½ કપ
- લીલા મરચા સુધારેલ 2-3
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ
Desi chana nu fanu banavani rit
દેશી ચણા નું ફાણું બનાવવા સૌથી પહેલા દેશી ચણા ને બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ બે ગ્લાસ પાણી નથી આખી રાત માટે પલાળી મુકો. ત્યાર બાદ બીજા દિવસે સવારે ચણા નું પાણી નીતારી લઇ ભીના કપડામાં પોટલી બનાવી એર ટાઈટ ડબ્બા માં બંધ કરી નાખો અને ત્રીજા દિવસે ચણા ફણગી જશે. આમ તમે ચણા ને ફ્ર્ણગાવી લેવા.
હવે ફણગાવેલા ચણા ને મિક્સર જારમાં નાખો અને દર્દરા પીસી લ્યો. પીસેલા ચણા ના બે ભાગ કરો અને એક ભાગમાં લાલ મરચાનો પાઉડર, ગ્રામ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી નાની ટીક્કી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરી એમાં તૈયાર કરેલ ટીક્કી મૂકી બને બાજુ ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો અને ટીક્કી શેકાઈ ગયા કડાઈમાં બચેલા તેલ માં બીજા બે ત્રણ ચમચી તેલ નાખી કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળીને ધીમા તાપે શેકો.
ડુંગળી શેકાય ત્યાં સુંધી મિક્સર જારમાં લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ, આદુનો કટકો, સુકા આખા ધાણા, સુકા લાલ મરચા નાખી પીસી લ્યો અને એક બાજુ મુકો. હવે ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ને ચડાવી લ્યો.
ટામેટા ચડી જાય એટલે મિક્સર માં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં બાકી રહેલ પીસેલા ચણા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનીટ શેકી લીધા બાદ એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો.
મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનીટ ચડાવી લ્યો જો ગ્રેવી માટે જરૂર લાગે તો પા કે અડધો કપ પાણી નાખવું. ગ્રેવી બરોબર ચડી જાય અને તેલ અલગ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ પ્લેટમાં તારી રાખેલ ટીક્કી મૂકી એના પર ગ્રેવી નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે દેશી ચણા નું ફાણું.
fanu recipe NOTES
- તમે ચણા ને પલાળી ને પણ આ વાનગી બનાવી શકો છો.
- લાલ અને લીલા મરચા તમે જે પ્રમાણે તીખાસ ખાતા હો એ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.
- જો તમે લસણ ખાતા હો તો ધાણા ને મરચા પીસો ત્યારેં એમાં થોડી લસણ નાખી શકો છો.
- જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
દેશી ચણા નું ફાણું બનાવવાની રીત

Desi chana nu fanu banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2 કપ ફણગાવેલા દેશી ચણા
- 5-7 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2 ચમચી જીરું
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી સુકા આખા ધાણા
- 6-7 આખા લાલ મરચા
- 1 ઇંચ ઝીણું સમારેલ આદું
- ½ કપ લીલા ધાણા સુધારેલ
- ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
- ½ કપ ઝીણા સુધારેલા ટામેટા
- 2-3 લીલા મરચા સુધારેલ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Desi chana nu fanu banavani rit
- દેશી ચણા નું ફાણું બનાવવા સૌથી પહેલા દેશી ચણા ને બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ બે ગ્લાસ પાણી નથી આખી રાત માટે પલાળી મુકો. ત્યાર બાદ બીજા દિવસે સવારે ચણા નું પાણી નીતારી લઇ ભીના કપડામાં પોટલી બનાવી એર ટાઈટ ડબ્બા માં બંધ કરી નાખો અને ત્રીજા દિવસે ચણા ફણગી જશે. આમ તમે ચણા ને ફ્ર્ણગાવી લેવા.
- હવે ફણગાવેલા ચણા ને મિક્સર જારમાં નાખો અને દર્દરા પીસી લ્યો. પીસેલા ચણા ના બે ભાગ કરો અને એક ભાગમાં લાલ મરચાનો પાઉડર, ગ્રામ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી નાની ટીક્કી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરી એમાં તૈયાર કરેલ ટીક્કી મૂકી બને બાજુ ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો અને ટીક્કી શેકાઈ ગયા કડાઈમાં બચેલા તેલ માં બીજા બે ત્રણ ચમચી તેલ નાખી કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળીને ધીમા તાપે શેકો.
- ડુંગળી શેકાય ત્યાં સુંધી મિક્સર જારમાં લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ, આદુનો કટકો, સુકા આખા ધાણા, સુકા લાલ મરચા નાખી પીસી લ્યો અને એક બાજુ મુકો. હવે ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ને ચડાવી લ્યો.
- ટામેટા ચડી જાય એટલે મિક્સર માં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં બાકી રહેલ પીસેલા ચણા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનીટ શેકી લીધા બાદ એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો.
- મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનીટ ચડાવી લ્યો જો ગ્રેવી માટે જરૂર લાગે તો પા કે અડધો કપ પાણી નાખવું. ગ્રેવી બરોબર ચડી જાય અને તેલ અલગ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ પ્લેટમાં તારી રાખેલ ટીક્કી મૂકી એના પર ગ્રેવી નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે દેશી ચણા નું ફાણું.
Notes
- તમે ચણા ને પલાળી ને પણ આ વાનગી બનાવી શકો છો.
- લાલ અને લીલા મરચા તમે જે પ્રમાણે તીખાસ ખાતા હો એ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.
- જો તમે લસણ ખાતા હો તો ધાણા ને મરચા પીસો ત્યારેં એમાં થોડી લસણ નાખી શકો છો.
- જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત
adad na papad nu shaak banavani rit | અડદના પાપડ નું શાક
Dahi vale aloo banavani rit | દહીં વાલે આલું
Italian Rice with souce | ઇટાલિયન રાઈસ વિથ સોસ
pav bhaji no masalo | પાવભાજી નો મસાલો
Fulavar vatana ane ringna nu mix shaak – ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક
