નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત – Farali sandwich banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ સેન્ડવીચ ફરાળ, વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો ને ખવડાવી પણ શકો છો. જ્યારે વ્રત ઉપવાસ લાંબા સમય ના હોય ત્યારે રોજ ફરાળ માં શું બનાવું એ પ્રશ્ન બધા ને થતો હોય છે તો એક વખત આ રીતે ફરાળી સેન્ડવીચ બનાવશો તો ઘર ના બધા ને પસંદ આવશે અને વ્રત વાળા સાથે વ્રત વગર ના પણ આ સેન્ડવીચ ખાવી પસંદ કરશે. તો ચાલો ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત – Farali sandwich recipe in gujarati શીખીએ.
ફરાળી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી
- સામો 1 કપ
- સાબુદાણા ¼ કપ
- દહી 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઇનો ½ ચમચી
સેન્ડવીચ નો ફરાળી મસાલો બનાવવા માટેની સામગ્રી
- તેલ / ઘી 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 2
- આદુ પેસ્ટ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 5-7
- સફેદ તલ 2 ચમચી
- શેકેલ સીંગદાણા નો ભૂકો ¼ કપ
- બાફેલા બટાકા 2-3
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ ½ ચમચી
- ચીઝ સ્લાઈસ ( ઓપ્શનલ છે )
સેન્ડવીચ નું મિશ્રણ તૈયાર કરવાની રીત
મિક્સર જારમાં સાફ કરેલ સામો અને સાબુદાણા નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક વાસણમાં કાઢી એમાં દહી અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
ફરાળી મસાલો બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો અને બાફી ને મેસ કરેલ બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, ખાંડ, નાખી બરોબર મિક્સ કરી લ્યો.
મસાલા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મસાલા ને થોડો નરમ બનાવવા બે ચાર ચમચી પાણી નાખો ને ફરી થોડો શેકી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મસાલા ને ઠંડો થવા દયો.
ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત
પલાળી રાખેલ સામો સાબુદાણા ના મિશ્રણ માં સ્વાદ મુજબ ફરાળી મીઠું, ઇનો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઘી કે તેલ થી ગ્રીસ કરેલ સેન્ડવીચ મશીન માં થોડું નાખી ને એક સરખું ફેલાવી લ્યો. વચ્ચે તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખી એને પણ બરોબર ફેલાવી દયો.
હવે જો તમારે ચીઝ નાખવું હોય તો એની સ્લાઈસ મૂકી એના પર ફરી સામો સાબુદાણા નું મિશ્રણ નાખી બરોબર પેક કરી નાખો અને સેન્ડવીચ મશીન બંધ કરી ગેસ પર મૂકી મિડીયમ તાપે એક બાજુ બે ચાર મિનિટ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.
આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ મશીન ખોલી ને ફરી સેન્ડવીચ પર તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ તૈયાર સેન્ડવીચ ને ઉતારી લ્યો. આમ બધી સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચાકુ થી કાપી ને કટ કરી ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી સેન્ડવીચ.
Farali sandwich recipe in gujarati notes
- સામો ને સાબુદાણા નું મિશ્રણ ને ઘણું પાતળું ના કરી નાખવું.
- બટાકા ના મસાલા માં થોડું પાણી નાખી ને નરમ કરી નાખશો તો ફેલાવવા માં સરળ થશે.
Farali sandwich banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી સેન્ડવિચ | Farali sandwich | ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit | Farali sandwich recipe in gujarati
Equipment
- 1 સેન્ડવીચ મશીન
Ingredients
ફરાળી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સામો
- ¼ કપ સાબુદાણા
- 2-3 ચમચી દહી
- પાણી જરૂર મુજબ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી ઇનો
સેન્ડવીચનો ફરાળી મસાલો બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ / ઘી
- 2 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી આદુ પેસ્ટ
- 5-7 મીઠા લીમડાના પાન
- 2 ચમચી સફેદ તલ
- ¼ કપ શેકેલ સીંગદાણા નો ભૂકો
- 2-3 બાફેલા બટાકા
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લીંબુ નોરસ
- ½ ચમચી ખાંડ
- ચીઝ સ્લાઈસ ( ઓપ્શનલ છે )
Instructions
ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit | Farali sandwich recipe in gujarati
- ફરાળી સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ આપણે સેન્ડવીચ માટે નું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ફરાળી મસાલો તૈયાર કરી સેન્ડવીચ મશીન માં ફરાળી સેન્ડવીચ તૈયાર કરીશું.
સેન્ડવીચ નું મિશ્રણ તૈયાર કરવાની રીત
- મિક્સર જારમાં સાફ કરેલ સામો અને સાબુદાણા નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક વાસણમાંકાઢી એમાં દહી અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
ફરાળી મસાલો બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો અને બાફી ને મેસ કરેલ બટાકા નાખો સાથેસ્વાદ મુજબ ફરાળી મીઠું, ખાંડ, નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- મસાલા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મસાલા ને થોડો નરમ બનાવવા બે ચાર ચમચી પાણી નાખોને ફરી થોડો શેકી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મસાલા ને ઠંડો થવા દયો.
ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત
- પલાળી રાખેલ સામો સાબુદાણા ના મિશ્રણ માં સ્વાદ મુજબ ફરાળી મીઠું, ઇનો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઘી કેતેલ થી ગ્રીસ કરેલ સેન્ડવીચ મશીન માં થોડું નાખી ને એક સરખું ફેલાવી લ્યો. વચ્ચે તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખી એને પણ બરોબર ફેલાવી દયો.
- હવે જો તમારે ચીઝ નાખવું હોય તો એની સ્લાઈસ મૂકી એના પર ફરી સામો સાબુદાણા નું મિશ્રણ નાખી બરોબર પેક કરી નાખો અને સેન્ડવીચ મશીન બંધ કરી ગેસ પર મૂકી મિડીયમ તાપે એક બાજુ બેચાર મિનિટ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.
- આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ મશીન ખોલી ને ફરી સેન્ડવીચ પર તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ તૈયાર સેન્ડવીચ ને ઉતારી લ્યો. આમ બધી સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચાકુથી કાપી ને કટ કરી ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી સેન્ડવીચ.
Farali sandwich recipe in gujarati notes
- સામોને સાબુદાણા નું મિશ્રણ ને ઘણું પાતળું ના કરી નાખવું.
- બટાકાના મસાલા માં થોડું પાણી નાખી ને નરમ કરી નાખશો તો ફેલાવવા માં સરળ થશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit
ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati
રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati
રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati
I like all recipes. v nice
Thank you
nice ????
Thank you
v good ????????????
Thank you