
આજ આપણે ઘરે તવી પર બહાર કરતા પણ ટેસ્ટી અને હેલ્થી બનાવતા શીખીશું. હેલ્થી એટલે કે આજ આપણે મેંદા માંથી નહીં પણ ઘઉંના લોટ માંથી અને યીસ્ટ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. તો ચાલો Ghau na lot ni naan – ઘઉં ના લોટ ની નાન બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ઘઉંનો લોટ 2 કપ
- દહીં ⅓ કપ
- બેકિંગ પાઉડર ½ ચમચી
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Ghau na lot ni naan banavani recipe
ઘઉં ના લોટ ની નાન બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં દહીં અને બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બે ચાર મિનિટ બરોબર મસળી લ્યો.
મસળેલા લોટ માં એક ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લોટ ને ઢાંકી ને દસ પાનાર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને થોડો કોરા લોટ લઈ રોટલી થી થોડી જાડી રોટલી બનાવી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી એમાં વણેલી રોટલી મૂકી થોડી ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ થોડી ચડાવી લ્યો અને છેલ્લે સાફ કોરા કપડા થી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો. આમ બધી નાન તૈયાર કરી ઘી લગાવી સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટની નાન.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tameta curry banavani rit | ટામેટા કરી બનાવવાની રીત
Bharelo bajra no rotlo banavani rit | ભરેલો બાજરા નો રોટલો બનાવવાની રીત
Restaurant style palak paneer nu shaak | રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક
Mula daal nu shaak banavani recipe | મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી
Coconut rice banavani rit | કોકોનટ રાઈસ બનાવવાની રીત