આપણે બધાએ જુવાર ના પોંક માંથી બનતી વાનગીઓ તો ઘણી વખત બનાવી ને મજા લીધી છે, પણ શું તમે ક્યારેય લીલા ઘઉંનો પોંક ખાધો છે? પણ સૌરાષ્ટ બાજુ ઘઉં સારા એવા થાય છે અને ઘઉંના ડુંડા માં જ્યારે દાણા ભરાઇ જાય ત્યારે એના કાચા ડુંડા ને તોડી એમાંથી ઘઉંના દાણા કાઢી પોંક બનાવવામાં આવે છે આ પોંક સ્વાદમાં સહેજ ગળચટ્ટો અને ખૂબ જ પૌષ્ટિક હોય છે.
પોંક માંથી એક મીઠાઈ પણ બનાવવામાં આવે છે જે પણ ખુબ જ સ્વાદીસ્ટ અને હેલ્થી બને છે. હાલ માં ઘઉંની સીઝન થોડા સમય માં ચાલુ થવાની છે તો અત્યારે ઘઉંનો પોંક મળતો હોય છે. આપણા વડીલો આ તાજા પોંકમાંથી Ghau na Ponk nu Jadariyu (જાદરિયું) બનાવતા હતા. આ ગરમાગરમ ઘઉંના પોંકનું જાદરિયું પચવામાં પણ એકદમ હળવું છે. ચાલો જોઈએ આ વિસરાતી જતી દેશી વાનગી બનાવવાની રીત.
જાદરિયું બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો પોંક 250 ગ્રામ
- દૂધ ½ કપ
- ઘી 150 ગ્રામ
- છીણેલો ગોળ 150 ગ્રામ
- જાયફળ પાઉડર 1/8 ચમચી
- એલચી પાઉડર 1/8 ચમચી
- બદામ ની કતરણ 3-4 ચમચી
Ghau na Ponk nu Jadariyu banavani rit
ઘઉંના પોંકનું જાદરિયું બનાવવા ઘઉંના પોંક ને કડાઈ માં નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. ઘઉં શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ ઠંડા થયેલા પોંક ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો. બધો પોંક પીસાઈ જાય એટલે એક કથરોટમાં કાઢી એમાં દૂધ અને ઘી નાખી હાથ થી મસળી મસળી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એક બાજુ દબાવી દયો અને ઢાંકી અડધો કલાક એક બાજુ મુકો. અડધા કલાક પછી મીડીયમ કાણા વાળી ચારણીથી ચાળી લેશું. હવે કડાઈમાં બાકી રહેલ ઘી નાખો સાથે છીણેલો ગોળ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો.
ગોળ ઓગળી જાય અને ફૂલાવવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી એમાં પીસેલા ઘઉંનો પોંક નાખી બ્રોર્બ મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મોલ્ડ કે થાળીમાં નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર બદામની કતરણ છાંટી દયો.
હવે તૈયાર મીઠાઈ ને બે થી ત્રણ કલાક સેટ થવા દયો . ત્રણ કલાક પછી સેટ થઇ જાય એટલે ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ કટકા ને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે ઘઉંના પોંકનું જાદરિયું.
ઘઉંના પોંકનું જાદરિયું બનાવવાની રીત

Ghau na Ponk nu Jadariyu Recipe in Gujarati | ઘઉંના પોંકનું જાદરિયું
Equipment
- 1 કડાઈ
- 1 મોલ્ડ/ થાળી
- 1 મિક્સર
Ingredients
જાદરિયું બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ઘઉંનો પોંક
- ½ કપ દૂધ
- 150 ગ્રામ ઘી
- 150 ગ્રામ છીણેલો ગોળ
- ⅛ ચમચી જાયફળ પાઉડર
- ⅛ ચમચી એલચી પાઉડર
- 3-4 ચમચી બદામ ની કતરણ
Instructions
Ghau na Ponk nu Jadariyu banavani rit
- ઘઉંના પોંકનું જાદરિયું બનાવવા ઘઉંના પોંક ને કડાઈ માં નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. ઘઉં શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ ઠંડા થયેલા પોંક ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો. બધો પોંક પીસાઈ જાય એટલે એક કથરોટમાં કાઢી એમાં દૂધ અને ઘી નાખી હાથ થી મસળી મસળી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એક બાજુ દબાવી દયો અને ઢાંકી અડધો કલાક એક બાજુ મુકો. અડધા કલાક પછી મીડીયમ કાણા વાળી ચારણીથી ચાળી લેશું. હવે કડાઈમાં બાકી રહેલ ઘી નાખો સાથે છીણેલો ગોળ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો.
- ગોળ ઓગળી જાય અને ફૂલાવવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી એમાં પીસેલા ઘઉંનો પોંક નાખી બ્રોર્બ મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મોલ્ડ કે થાળીમાં નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર બદામની કતરણ છાંટી દયો.
- હવે તૈયાર મીઠાઈ ને બે થી ત્રણ કલાક સેટ થવા દયો . ત્રણ કલાક પછી સેટ થઇ જાય એટલે ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ કટકા ને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે ઘઉંના પોંકનું જાદરિયું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Dahi Tawa Ringan Recipe in Gujarati | દહીં તવા રીંગણ
Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી
Mitha dahithara | મીઠા દહીંથરા બનાવવાની રીત
Aamla nu mithu athanu banavani rit | આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત
Sangdi marcha banavani rit | સાંગડી મરચા બનાવવાની રીત
Makhan banavani rit | માખણ બનાવવાની રીત
