ભારતીય ભોજનમાં Green Chutney નું સ્થાન સૌથી મહત્વનું છે. સેન્ડવીચ હોય, ભજીયા હોય કે પછી ભેળ, લીલી ચટણી વગર બધું ફિક્કું લાગે છે. દરેક ગુજરાતીના ઘરમાં Kothmir ni Chutney બનતી જ હોય છે, પણ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ચટણી વાટ્યા પછી થોડીવારમાં કાળી (Dark) પડી જાય છે અથવા પાણી જેવી પાતળી થઈ જાય છે.આજે આપણે રેસ્ટોરન્ટ અને ફરસાણવાળા જે સીક્રેટ રીતથી ચટણી બનાવે છે તે જોઈશું. આ રીતથી તમારી ચટણી ફ્રીજમાં દિવસો સુધી એકદમ લીલી (Bright Green) અને ઘાટી રહેશે. તો ચાલો બનાવીએ ઓલરાઉન્ડર કોથમીર ચટણી બનાવવાની રીત Coriander Chutney.
Table of contents
Coriander Chutney ingredients list
- કોથમીર 2 કપ
- લીલા મરચા સુધારેલ 3-4
- દાળિયા દાળ 3-4 ચમચી
- બેસન ની સેવ 2 ચમચી
- આદુના કટકા 2 નાના
- લસણ ની કણી 5-7
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ 2 ચમચી
- જીરું 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઠંડું પાણી 4-5 ચમચી / બરફ ના કટકા 3-4
Kothmir ni Chutney banavani rit
કોથમીરની ચટણી બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો. ત્યાર બાદ ધોઈ રાખેલ ધાણા ને નીતારવા મુકો. હવે લીલા મરચાની ડાળી અલગ કરી કટકા કરી લ્યો. અને લસણ ની કણી ને છોલી સાફ કરી લ્યો. અને ત્યાર બાદ લીંબુનો રસ કાઢી લ્યો.
હવે મિક્સર જારમાં દાળિયા દાળ, બેસન ની સેવ, લીંબુનો રસ, ખાંડ, લસણ ની કની, સુધારેલ લીલા મરચા, સંચળ, આદુના કટકા અને મીઠું સ્વાદ મુજબ નાખી એમાં ઠંડું પાણી નાખી ને મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
ત્યાર બાદ એમાં સુધારેલ લીલા ધાણા અને બરફના કટકા નાખી ફરીથી પીસી લ્યો. બરોબર પીસી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે કોથમીર ચટણી.
Kothmir Chutney tip
ચટણી પીસતી વખતે એમાં બરફ ના કટકા નાખશો તો ચટણી ઝડપથી કાળી નહી થાય.
કોથમીરની ચટણી બનાવવાની રીત

કોથમીરની ચટણી બનાવવાની રીત – Green Kothmir ni Chutney Recipe in Gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
Coriander Chutney ingredients list
- 2 કપ કોથમીર
- 3-4 લીલા મરચા સુધારેલ
- 3-4 ચમચી દાળિયા દાળ
- 2 ચમચી બેસન ની સેવ
- 2 આદુના કટકા નાના
- 5-7 લસણ ની કણી
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી જીરું
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી ઠંડું પાણી / બરફ ના કટકા 3-4
Instructions
Kothmir Chutney banavani rit
- કોથમીરની ચટણી બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો. ત્યાર બાદ ધોઈ રાખેલ ધાણા ને નીતારવા મુકો. હવે લીલા મરચાની ડાળી અલગ કરી કટકા કરી લ્યો. અને લસણ ની કણી ને છોલી સાફ કરી લ્યો. અને ત્યાર બાદ લીંબુનો રસ કાઢી લ્યો.
- હવે મિક્સર જારમાં દાળિયા દાળ, બેસન ની સેવ, લીંબુનો રસ, ખાંડ, લસણ ની કની, સુધારેલ લીલા મરચા, સંચળ, આદુના કટકા અને મીઠું સ્વાદ મુજબ નાખી એમાં ઠંડું પાણી નાખી ને મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- ત્યાર બાદ એમાં સુધારેલ લીલા ધાણા અને બરફના કટકા નાખી ફરીથી પીસી લ્યો. બરોબર પીસી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે કોથમીર ચટણી.
Kothmir Chutney tip
- ચટણી પીસતી વખતે એમાં બરફ ના કટકા નાખશો તો ચટણી ઝડપથી કાળી નહી થાય
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lasan ni chatni banavani rit – લસણની ચટણી બનાવવાની રીત
kachi keri ni chatni banavani rit – કાચી કેરી ની ચટણી બનાવવાની રીત
pudina chutney recipe in gujarati – ફુદીનાની ચટણી બનાવવાની રીત
લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit
tameta ni chatni banavani rit | ટામેટા ની ચટણી બનાવવાની રીત
ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવાની રીત – Bharela Kaccha Tameta Nu Shaak Recipe in Gujarati












