નમસ્તે મિત્રો આજે આપણે હમ્મસ બનાવવાની રીત – Hummus banavani rit શીખીશું. હમ્મસ એ એક પ્રકારની ચટણી / ડીપ કહી શકો છો કે નાચોઝ, ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખાવા માં આવે છે, If you like the recipe do subscribe Kabita’s Kitchen YouTube channel on YouTube , આ એક મિડલ ઇસ્ટ માં ખવાય છે અને એક વખત તૈયાર કરી લીધા બાદ ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકો છો. આ હમ્મસ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો Hummus recipe in gujarati શીખીએ.
હમ્મસ બનાવવા જરૂરી સામગ્રી
- કાબુલી ચણા 1 કપ
- સફેદ તલ ¼ કપ
- લસણ ની કણી 5-7
- જીરું નો પાઉડર ⅓ ચમચી
- ઓલિવ ઓઇલ ¼ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit
હમ્મસ બનાવવા સૌપ્રથમ કાબુલી ચણા ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી આખી રાત અથવા સાત આઠ કલાક પલાળી મુકો. કાબુલી ચણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી કાઢી નાખી એક પાણી થી બરોબર ધોઇ નાખો. હવે ધોવેલા કાબુલી ચણા ને કૂકરમાં નાખી દોઢ કપ પાણી નાખો.
કુકર બંધ કરી ત્રણ ચાર સિટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળી જવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોઈ ચણા ને ચારણી માં કાઢી ને વધારા નું પાણી અલગ કરી નાખો. અને પાણી ને અલગ થી સાચવી નાખો.
હવે ગેસ પર એક કડાઈ માં સફેદ તેલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો.
બાફી ને ઠંડા થયેલા કાબુલી ચણા ને મિક્સર જાર માં નાખો એમાં લસણ ની કણી, લીંબુનો રસ, પીસી રાખેલ તલ ની પેસ્ટ, જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચાર પાંચ ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી લ્યો. હવે એમાં થોડું થોડું કરી ને બાફેલા ચણા નું પાણી નાખી ને સમુથ પીસી લેવું. આમ સ્મુથ પીસેલા મિશ્રણ ને એક વાટકા માં કાઢી લ્યો.
સર્વ કરવા માટે તૈયાર હમ્મસ ને પ્લેટ માં મૂકી એના પર ઓલિવ ઓઇલ અને લાલ મરચાનો પાઉડર છાંટી ને ફલાફલ કે પીટા બ્રેડ સાથે સર્વ કરો હમ્મસ.
Hummus recipe notes
- અહી તમે બાફી ને રાખેલ કાબુલી ચણા ની છાલ અલગ કરી ને હમ્મસ બનાવશો તો હમ્મસ વધારે સમુથ બનશે.
- જીરું પાઉડર તમે કાચો અથવા શેકી ને વાપરી શકો છો.
Hummus recipe in gujarati
હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit | Hummus recipe in gujarati
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
હમ્મસ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ કાબુલી ચણા
- ¼ કપ સફેદ તલ
- 5-7 કણી લસણની
- ⅓ ચમચી જીરું નો પાઉડર
- ¼ કપ ઓલિવ ઓઇલ
- 1 ચમચી લીંબુ નો રસ
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit
- હમ્મસ બનાવવા સૌપ્રથમ કાબુલી ચણા ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી આખી રાત અથવા સાત આઠ કલાક પલાળી મુકો. કાબુલી ચણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી કાઢી નાખી એક પાણી થી બરોબર ધોઇ નાખો. હવે ધોવેલા કાબુલી ચણા ને કૂકરમાં નાખી દોઢ કપ પાણી નાખો.
- કુકર બંધ કરી ત્રણ ચાર સિટી વગાડીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછીગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળી જવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલેકુકર ખોઈ ચણા ને ચારણી માં કાઢી ને વધારા નું પાણી અલગ કરી નાખો. અને પાણી ને અલગ થી સાચવી નાખો.
- હવે ગેસ પર એક કડાઈ માં સફેદ તેલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખીને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો.
- બાફી ને ઠંડા થયેલા કાબુલી ચણા ને મિક્સર જાર માં નાખો એમાં લસણ ની કણી, લીંબુનો રસ, પીસી રાખેલ તલ ની પેસ્ટ, જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચાર પાંચ ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી લ્યો. હવે એમાં થોડું થોડું કરી ને બાફેલા ચણા નું પાણી નાખી ને સમુથ પીસી લેવું.આમ સ્મુથ પીસેલા મિશ્રણ ને એક વાટકા માં કાઢી લ્યો.
- સર્વ કરવા માટે તૈયાર હમ્મસ ને પ્લેટ માં મૂકી એના પર ઓલિવ ઓઇલ અને લાલ મરચાનો પાઉડર છાંટીને ફલાફલ કે પીટા બ્રેડ સાથે સર્વ કરો હમ્મસ.
Hummus recipe notes
- અહી તમે બાફી ને રાખેલ કાબુલી ચણા ની છાલ અલગ કરી ને હમ્મસ બનાવશો તો હમ્મસ વધારે સમુથ બનશે.
- જીરું પાઉડર તમે કાચો અથવા શેકી ને વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit
સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha