આજ કાલ અલગ અલગ મીલેટ ખાવા અને મીલેટ માંથી વિવિધ વાનગી ઓ બનાવી અને ખાવી લોકો ને ખુબ પસંદ આવતી હોય છે તો આજ આપણે પણ જુવાર માંથી બધા ને પસંદ આવે ને દરેક ઘરમાં વાર તહેવાર પર બનતી Instant Juvar na lot ni chakri – ઈન્સ્ટન્ટ જુવાર ના લોટ ની ચકરી બનાવતા શીખીશું. જે બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની ને તૈયાર થાય છે.
INGREDIENTS
- જુવાર નો લોટ 2 કપ
- સ્વાદ મુજબ મીઠું
- આદુ મરચાની પેસ્ટ 2 -3 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- પાણી 2 કપ
- તેલ જરૂર મુજબ
Instant Juvar na lot ni chakri banavani recipe
ઈન્સ્ટન્ટ જુવાર ના લોટ ની ચકરી બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરી લેશું. પાણી ગરમ થાય ત્યાં સુંધી કથરોટમાં જુવારનો લોટ ચાળી લેશું અને એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, આડું મરચાની પેસ્ટ, હાથ થી મસળી અજમો, સફેદ તલ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લેવી. હવે એમાં ગરમ કરેલ પાણી નાખી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો. લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે દસ પંદર મિનીટ ઢાંકી ને રાખી દયો.
પંદર મિનીટ પછી ઢાકણ ખોલી લોટને બરોબર મસળી લ્યો. મસળી રાખેલ લોટ ઢાંકી એક બાજુ મુકો. હવે ચકરી મશીન લઇ એમાં તેલ લગાવી દયો અને ચારી માટેની સ્ટારવાળી પ્લેટ મુકો. હવે તૈયાર કરેલ લોટ એમાં ભરી ઢાંકણ બંધ કરી પ્લેટ માં ફેરવતા જઈ ગોળ ચકરી બનાવી છેલ્લે એન્ડ નો ભાગ હાથ થી અંદર ની બાજુ ચોટાડી દયો. આમથોડી ચકરી પાડી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં હલકા હાથે તૈયાર કરેલ ચકરી ગરમ તેલમાં નાખતા જાઓ બે ત્રણ મિનીટ તરી લીધા બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન સુંધી તરી લ્યો.
આમ થોડી થોડી ચકરી બનાવી ને તરી લ્યો. આમ બધી ચકરી બનાવી લ્યો તૈયાર ચકરી ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ઈન્સ્ટન્ટ જુવાર ના લોટની ચકરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઈન્સ્ટન્ટ જુવાર ના લોટ ની ચકરી બનાવવાની રેસીપી

Instant Juvar na lot ni chakri banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 ચકરી મશીન
- 1 કથરોટ
Ingredients
- 2 કપ જુવાર નો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચા નો પાઉડર
- ½ ચમચી અજમો
- 2 ચમચી સફેદ તલ
- 2 કપ પાણી
- તેલ જરૂર મુજબ
Instructions
Instant Juvar na lot ni chakri banavani recipe
- ઈન્સ્ટન્ટ જુવાર ના લોટ ની ચકરી બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરી લેશું. પાણી ગરમ થાય ત્યાં સુંધી કથરોટમાં જુવારનો લોટ ચાળી લેશું અને એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, આડું મરચાની પેસ્ટ, હાથ થી મસળી અજમો, સફેદ તલ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લેવી. હવે એમાં ગરમ કરેલ પાણી નાખી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો. લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે દસ પંદર મિનીટ ઢાંકી ને રાખી દયો.
- પંદર મિનીટ પછી ઢાકણ ખોલી લોટને બરોબર મસળી લ્યો. મસળી રાખેલ લોટ ઢાંકી એક બાજુ મુકો. હવે ચકરી મશીન લઇ એમાં તેલ લગાવી દયો અને ચારી માટેની સ્ટારવાળી પ્લેટ મુકો. હવે તૈયાર કરેલ લોટ એમાં ભરી ઢાંકણ બંધ કરી પ્લેટ માં ફેરવતા જઈ ગોળ ચકરી બનાવી છેલ્લે એન્ડ નો ભાગ હાથ થી અંદર ની બાજુ ચોટાડી દયો. આમથોડી ચકરી પાડી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં હલકા હાથે તૈયાર કરેલ ચકરી ગરમ તેલમાં નાખતા જાઓ બે ત્રણ મિનીટ તરી લીધા બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન સુંધી તરી લ્યો.
- આમ થોડી થોડી ચકરી બનાવી ને તરી લ્યો. આમ બધી ચકરી બનાવી લ્યો તૈયાર ચકરી ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ઈન્સ્ટન્ટ જુવાર ના લોટની ચકરી.
Notes
- બાંધેલા લોટ ને ખુલ્લો ના મુકવો કે લોટ સુકાઈ જાય જો લોટ સુકાઈ જશે તો ચારી પાડતી વખતે તૂટી જશે. અને ચકરી પણ થોડી થોડી પાડતા જઈ તરી લેવી.
- મસાલા તમારી પસંદ મુજબ નાખવા.
- ચકરી મીડીયમ તાપે તારવી જેથી અંદરથી પણ બરોબર ચડી જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Paneer Veg samosa banavani recipe | પનીર વેજ સમોસા બનાવવાની રેસીપી
Pudla roti banavani recipe | પુડલા રોટી
Bajra methi na aloo parotha | બાજરી મેથી ના આલું પરોઠા
Panipuri flavor na mamra banavani rit | પાણીપુરી ફ્લેવર્સ ના મમરા
White Sauce Macaroni Pasta | વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા