
મિત્રો આજે આપણે મસ્ત હેલ્ધી અને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે એવા Juvar na lot na dhokla – જુવાર ના લોટ ના ઢોકળા બનાવીશું . ઢોકળા તો બધા ના ઘરમાં બનતાજ હસે પરંતુ આજે આપણે કંઈક અલગ જ જુવાર ના લોટ માંથી ઢોકળા બનાવતા શીખીશું.
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- વરિયાળી 1 ચમચી
- લસણ ની કણી 7-8
- લીલું મરચું 2-3 નંગ
- મોટી સમારેલી ડુંગળી 1 નંગ
- સેવ ¼ કપ / શેકેલા દાડિયા 1 કપ
- લીલા ધાણા 100 ગ્રામ
- મીઠું 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ ½
- પાણી ¼ કપ
ઢોકળા બનાવવા માટે ની સામગ્રી :-
- જુવાર કે લોટ 1 કપ
- સોજી ½ કપ
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા થોડા
- ખાટું દહીં ½ કપ
- ખાંડ 1 ચમચી
- મીઠું 1 ચમચી
- પાણી 1 કપ
- તેલ 2 ચમચી
- ઇનો 1 પેકેટ
- સફેદ તલ જરૂર મુજબ
Juvar na lot na dhokla banavani rit
જુવાર ના લોટ ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર ઝાર લેશું તેમાં વરિયાળી 1 ચમચી , લસણ ની કણી 7-8 , લીલું મરચું 2-3 નંગ , મોટી સમારેલી ડુંગળી 1 નંગ , સેવ ¼ કપ જો સેવ ના હોય તો તેના ઓપ્શન માં તમે શેકેલા દાડિયા પણ લઈ સકો છો. ત્યાર બાદ તેમાં લીલા ધાણા 100 ગ્રામ , મીઠું 1 ચમચી , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ ½ , પાણી ¼ કપ બધી વસ્તુ નાખી અને પ્લસ મોડ પર 2-3 વાર ફેરવી અને દર્દરુ પીસી લેવું .
હવે એક બાઉલ લેશું અને તેમાં જુવાર નો લોટ 1 કપ સોજી ½ કપ , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , લીલા ધાણા થોડા , ખાટું દહીં ½ કપ , ખાંડ 1 ચમચી , મીઠું 1 ચમચી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય અને આ બેટર ને બઉ પાતળું નઈ કરીએ જો બઉ પાતળું કરીશું તો આપણા ઢોકળા સારા નઈ બને અને ત્યાર બાદ તેમાં 2 ચમચી જેવું તેલ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું .
ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને તેને 45 મિનિટ નો રેસ્ટ આપીશું . જો તમારા પાસે વધારે ટીમે હોય તો તમે 2 કલાક જેવું બેટર ને રેવા દેશો તો તમારા ઢોકળા એક દમ સરસ અને સોફ્ટ થશે . 45 મિનિટ બાદ તેમાં ઇનો નું એક પેકેટ નાખી દેશું અને ફરીથી બેટર ને સારી રીતે હલાવી લેશું .
હવે આપણે આ બેટર માટે તવા ઢોકળા નું પેન લેશું જો તમારી પાસે તવા ઢોકળા નું પેન ના હોય તો તમે સાદો તવો પણ લઈ સકો છો . તવા પર થોડું તેલ નાખશું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડા તલ નાખી દેશું તલ ફૂટે એટલે તેના પર ચમચી વડે બેટર ને નાખી દેશું અને ત્યાર બાદ તેના પર લાલ મરચું અને પાછા થોડા તલ છાંટી દેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને મિડીયમ તાપે 2-3 મિનિટ સુધી ચડવા દેશું 2-3 મિનિટ બાદ તેના પર થોડું તેલ લગાવી અને ઢોકળા નું બીજી બાજુ ફેરવી લેશું
હવે ઢોકળા ની બીજી બાજુ ફેરવી લીધા બાદ ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 મિનિટ માટે ચડવા દેશું 2 મિનિટ બાદ બધા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
તો તૈયાર છે આપણા મસ્ત ઇન્સ્ટન્ટ જુવાર ના લોટ ના ઢોકળા જેને ગરમ ગરમ જ ચટણી કે સોસ સાથે સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર ના લોટ ના ઢોકળા બનાવવાની રીત

Juvar na lot na dhokla banavani rit
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 નોનસ્ટિક પેન/ઢોકળા નું પેન
Ingredients
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- 1 ચમચી વરિયાળી
- 7-8 લસણ ની કણી
- 2-3 નંગ લીલું મરચું
- 1 નંગ મોટી સમારેલી ડુંગળી
- 1 કપ સેવ / શેકેલા દાડિયા ¼ કપ
- લીલા ધાણા 100 ગ્રામ
- 1 ચમચી મીઠું
- 1 ચમચી ખાંડ
- ½ લીંબુ નો રસ
- ¼ કપ પાણી
ઢોકળા બનાવવા માટે ની સામગ્રી :-
- 1 કપ જુવાર કે લોટ
- ½ કપ સોજી
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- લીલા ધાણા થોડા
- ½ કપ ખાટું દહીં
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી મીઠું
- 1 કપ પાણી
- 2 ચમચી તેલ
- 1 પેકેટ ઇનો
- સફેદ તલ જરૂર મુજબ
Instructions
Juvar na lot na dhokla banavani rit
- જુવાર ના લોટ ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર ઝાર લેશું તેમાં વરિયાળી 1 ચમચી , લસણ ની કણી 7-8 , લીલું મરચું 2-3 નંગ , મોટી સમારેલી ડુંગળી 1 નંગ , સેવ ¼ કપ જો સેવ ના હોય તો તેના ઓપ્શન માં તમે શેકેલા દાડિયા પણ લઈ સકો છો. ત્યાર બાદ તેમાં લીલા ધાણા 100 ગ્રામ , મીઠું 1 ચમચી , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ ½ , પાણી ¼ કપ બધી વસ્તુ નાખી અને પ્લસ મોડ પર 2-3 વાર ફેરવી અને દર્દરુ પીસી લેવું .
- હવે એક બાઉલ લેશું અને તેમાં જુવાર નો લોટ 1 કપ સોજી ½ કપ , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , લીલા ધાણા થોડા , ખાટું દહીં ½ કપ , ખાંડ 1 ચમચી , મીઠું 1 ચમચી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય અને આ બેટર ને બઉ પાતળું નઈ કરીએ જો બઉ પાતળું કરીશું તો આપણા ઢોકળા સારા નઈ બને અને ત્યાર બાદ તેમાં 2 ચમચી જેવું તેલ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું .
- ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને તેને 45 મિનિટ નો રેસ્ટ આપીશું . જો તમારા પાસે વધારે ટીમે હોય તો તમે 2 કલાક જેવું બેટર ને રેવા દેશો તો તમારા ઢોકળા એક દમ સરસ અને સોફ્ટ થશે . 45 મિનિટ બાદ તેમાં ઇનો નું એક પેકેટ નાખી દેશું અને ફરીથી બેટર ને સારી રીતે હલાવી લેશું .
- હવે આપણે આ બેટર માટે તવા ઢોકળા નું પેન લેશું જો તમારી પાસે તવા ઢોકળા નું પેન ના હોય તો તમે સાદો તવો પણ લઈ સકો છો . તવા પર થોડું તેલ નાખશું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડા તલ નાખી દેશું તલ ફૂટે એટલે તેના પર ચમચી વડે બેટર ને નાખી દેશું અને ત્યાર બાદ તેના પર લાલ મરચું અને પાછા થોડા તલ છાંટી દેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને મિડીયમ તાપે 2-3 મિનિટ સુધી ચડવા દેશું 2-3 મિનિટ બાદ તેના પર થોડું તેલ લગાવી અને ઢોકળા નું બીજી બાજુ ફેરવી લેશું
- હવે ઢોકળા ની બીજી બાજુ ફેરવી લીધા બાદ ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 મિનિટ માટે ચડવા દેશું 2 મિનિટ બાદ બધા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
- તો તૈયાર છે આપણા મસ્ત ઇન્સ્ટન્ટ જુવાર ના લોટ ના ઢોકળા જેને ગરમ ગરમ જ ચટણી કે સોસ સાથે સર્વ કરીશું .
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Be rit thi keri nu salad banavani rit | બે રીત થી કેરી નું સલાડ બનાવવાની રીત
aloo bhujia sev recipe in gujarati | આલુ ભુજીયા સેવ બનાવવાની રીત
paneer chilli dry banavani rit | પનીર ચીલી બનાવવાની રીત
pizza no rotlo banavani rit | પીઝા નો રોટલો બનાવવાની રીત