નમસ્તે મિત્રો આજે આપણે Juvar na lot na muthiya – જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત શીખીશું. હેલ્થી ની સાથે ટેસ્ટી અને અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી એવા મુઠીયા આજ આપણે બનાવશું. તો ચાલો ટેસ્ટી મુઠીયા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- જુવાર નો લોટ 1 કપ
- બેસન ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1- 2 ચમચી
- અજમો ¼ ચમચી
- હિંગ ⅛ ચમચી
- દહીં ⅓ કપ
- છીણેલી દૂધી 1 કપ
- લીલા ધાણા સુધારેલા 5- 7 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
વઘાર માટેની સામગ્રી
- તેલ 3- 4 ચમચી
- હિંગ ¼ ચમચી
- રાઇ ½ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
Juvar na lot na muthiya banavani rit
જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ કથરોટ માં જુવાર ના લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ, અજમો હાથ થી મસળી ને નાખો સાથે હિંગ અને દહીં સાથે છીણેલી દૂધી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ચારણીમાં થોડું તેલ લગાવી બાંધેલા લોટ ના નાના નાના રોલ બનાવી મૂકો. ચારણી ને કડાઈમાં મૂકો અને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અને વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો અને તૈયાર મુઠીયા ને ઠંડા થવા દયો.
ઠંડા થયેલા મુઠીયા ને ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના લોટ માંથી મુઠીયા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત

Juvar na lot na muthiya banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
- 1 કથરોટ
Ingredients
- 1 કપ જુવાર નો લોટ
- ¼ કપ બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ¼ ચમચી અજમો
- ⅛ ચમચી હિંગ
- ⅓ કપ દહીં
- 1 કપ છીણેલી દૂધી
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી બેકિંગ સોડા
વઘાર માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી રાઇ
- 2 ચમચી સફેદ તલ
- 8-10 મીઠા લીમડા ના પાંદ
Instructions
Juvar na lot na muthiya banavani rit
- જુવાર ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ કથરોટ માં જુવાર ના લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ, અજમો હાથ થી મસળી ને નાખો સાથે હિંગ અને દહીં સાથે છીણેલી દૂધી, લીલા ધાણા સુધારેલા, એક ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ચારણીમાં થોડું તેલ લગાવી બાંધેલા લોટ ના નાના નાના રોલ બનાવી મૂકો. ચારણી ને કડાઈમાં મૂકો અને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અને વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો અને તૈયાર મુઠીયા ને ઠંડા થવા દયો.
- ઠંડા થયેલા મુઠીયા ને ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ, મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કટકા કરેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના લોટ માંથી મુઠીયા.
Notes
- મુઠીયા માં જો દહીં ન નાખવું હોય તો ખટાસ માટે લીંબુ નો રસ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lili methi kela nu shaak banavani recipe | લીલી મેથી કેળા નું શાક
Cream cheese banavani rit | ક્રીમ ચીઝ
Green pavbhaji banavani recipe | ગ્રીન પાઉંભાજી
Shingoda aalu nu shaak banavani rit | શિંગોડા આલું નું શાક
Fudina rice banavani rit | ફુદીના રાઈસ
limbu nu mithu athanu gujarati | લીંબુ નું મીઠું અથાણું