HomeDessert & Sweetsકાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

કેરી માંથી જેટલી વાનગી બનાવીને મજા લઈએ એટલી ઓછી લાગે છે કેમ કે કેરી ની સીઝન હોય જ થોડા સમય માટે હોય છે તો આ થોડા સમય માં એવી વાનગી બનાવી લઈએ કે લાંબો સમય સુંધી કેરી ના સ્વાદ ની મજા લઇ શકીએ , If you like the recipe do subscribe  Rasoi Palace YouTube channel on YouTube , આજ આપણે આમ પાપડ જેમ કેરી માંથી પાપડ બનાવી સૂકવી ને ડબ્બા ભરી લાંબા સમય સુંધી મજા લેશું. તો ચાલો કાચી કેરી નો ચટપટો આમ પાપડ બનાવવાની રીત – Kachi keri no chatpato aam papad banavani rit શીખીએ.

કાચી કેરી નો આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું પાઉડર ½ ચમચી
  • કાચી કેરી ના કટક 150 ગ્રામ
  • મરી પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ખાંડ ½ કપ
  • લીલો રંગ 1-2 ટીપાં / ચપટી
  • તેલ 1 ચમચી
  • પાણી ½ કપ

કાચી કેરી નો આમ પાપડ બનાવવાની રીત

કાચી કેરી નો આમ પાપડ બનાવવા સૌથી પહેલા કેરીબને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરીને લ્યો. હવે ચાકુથી છોલી એના નાના નાના કટકા કરી લ્યો. ગેસ પર એક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કેરી નાખી દયો ને પાંચ સાત મિનિટ ચડવા દયો.

સાત મિનિટ પછી કેરી નરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી કેરી ને ઠંડી થવા દયો. કેરી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો અને કડાઈમાં ગરણી વડે ગાળી લ્યો.

હવે કડાઈ ને ગેસ પર મૂકો. અને એમાં લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, જીરું પાઉડર, સંચળ, ગરમ મસાલો, લીલો ફૂડ કલર, અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી ચડવા દયો.

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ચેક કરો જો ચમચા પર લાગેલ મિશ્રણ માં આંગળી થી લાંબો કાપો મારો ને મિશ્રણ ભેગુ ના થાય તો મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ ગયું છે અને ગેસ બંધ કરી નાખો. હવે થાળી માં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર થયેલ મિશ્રણ ને નાખી એક સરખું ફેલાવી લ્યો.

હવે થાળી ને બે થી ત્રણ દિવસ તડકા માં સુકાવા મૂકો ત્રણ દિવસ પછી પાપડ બરોબર સુકાઈ જાય એટલે ચાકુ થી થોડી કિનારી અલગ કરી લ્યો ત્યાર બાદ પાપડ ને હાથ થી થાળી થી અલગ કરી લ્યો.

પાપડ ના જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી ગોળ રોલ બનાવી લ્યો અથવા ચોરસ કે ત્રિકોણ કાપી ને કટકા કરો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર  મહિના સુંધી મજા લ્યો કાચી કેરી માંથી ચટપટા આમ પાપડ.

Kachi keri no aam papad recipe notes

  • અહી તમે માસલા નાખ્યા વગરના સાદા પાપડ પણ બનાવી શકો છો.

Kachi keri no aam papad banavani rit | Video

Video Credit : Youtube/ Rasoi Palace

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Palace ને Subscribe કરજો

Kachi keri no aam papad recipe in gujarati

કાચી કેરી નો આમ પાપડ - Kachi keri no aam papad - કાચી કેરી નો આમ પાપડ બનાવવાની રીત - Kachi keri no aam papad banavani rit - Kachi keri no aam papad recipe in gujarati

કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

કેરી માંથી જેટલી વાનગી બનાવીને મજા લઈએ એટલી ઓછી લાગેછે કેમ કે કેરી ની સીઝન હોય જ થોડા સમય માટે હોય છે તો આ થોડા સમય માં એવી વાનગી બનાવીલઈએ કે લાંબો સમય સુંધી કેરી ના સ્વાદ ની મજા લઇ શકીએ ,આજ આપણે આમ પાપડ જેમ કેરી માંથી પાપડ બનાવી સૂકવી ને ડબ્બા ભરી લાંબા સમય સુંધીમજા લેશું. તો ચાલો કાચી કેરી નો ચટપટો આમ પાપડ બનાવવાની રીત – Kachi keri no chatpato aam papad banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
dray time: 2 days
Total Time: 2 days 40 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

કાચી કેરી નો આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ ચમચી જીરું પાઉડર
  • 150 ગ્રામ કાચી કેરી ના કટક
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ કપ ખાંડ
  • 1-2 ટીપાં/ ચપટી લીલો રંગ
  • 1 ચમચી તેલ
  • ½ કપ પાણી

Instructions

Kachi keri no aam papad banavani rit

  • કાચી કેરી નો આમ પાપડ બનાવવા સૌથી પહેલા કેરીબને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરીને લ્યો. હવે ચાકુથી છોલી એના નાના નાના કટકા કરી લ્યો. ગેસ પરએક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કેરી નાખી દયો ને પાંચ સાત મિનિટ ચડવા દયો.
  • સાત મિનિટ પછી કેરી નરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી કેરી ને ઠંડી થવા દયો. કેરી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો અને કડાઈમાં ગરણી વડે ગાળી લ્યો.
  • હવે કડાઈ ને ગેસ પર મૂકો. અને એમાં લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, જીરું પાઉડર, સંચળ, ગરમ મસાલો,લીલો ફૂડ કલર, અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી ચડવા દયો.
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ચેક કરો જો ચમચા પર લાગેલ મિશ્રણ માં આંગળી થી લાંબો કાપો મારો ને મિશ્રણ ભેગુ ના થાય તો મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ ગયું છે અને ગેસ બંધ કરી નાખો. હવે થાળી માં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર થયેલ મિશ્રણ ને નાખી એક સરખું ફેલાવી લ્યો.
  • હવે થાળી ને બે થી ત્રણ દિવસ તડકા માં સુકાવા મૂકો ત્રણ દિવસ પછી પાપડ બરોબર સુકાઈ જાય એટલે ચાકુ થી થોડી કિનારી અલગ કરી લ્યો ત્યાર બાદ પાપડ ને હાથ થી થાળી થી અલગ કરી લ્યો.
  • પાપડ ના જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી ગોળ રોલ બનાવી લ્યો અથવા ચોરસ કેત્રિકોણ કાપી ને કટકા કરો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર  મહિના સુંધી મજા લ્યો કાચી કેરી માંથી ચટપટા આમ પાપડ.

Kachi keri no aam papad recipe notes

  • અહી તમે માસલા નાખ્યા વગરના સાદા પાપડ પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular