
આજે આપણે ગુજરાતી લોકો નો ફેમસ ક્રિસ્પી ગુજરાતી હાંડવો બનાવતા શીખીશું . અને આપણે આ હાંડવા માં ના તો ઇનો કે ના કોઈ સોડા કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કર્યા વગર આ હાંડવો આજે આપણે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા લોકો બધા ને ભાવે તેવો હાંડવો છે . તો ચાલો આજે આપણે Kadai ma gujarati handvo – કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવતા શીખીશું.
INGREDIENTS
- ખીચડી ના ચોખા 1 કપ ( 200 ગ્રામ )
- ચણા ની દાળ ¼ કપ
- છડિયા દાળ 4 ચમચી
- તુવેર દાળ 4 ચમચી
- અડદ ની દાળ 2 ચમચી
- પૌઆ ¼ કપ
- દહીં ½ કપ
- લાલ મરચું પાવડર
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- ખમણેલી દૂધી ½ કપ
- હિંગ
- હળદર
- ગોળ
Kadai ma gujarati handvo banavani rit
કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં ખીચડી ના ચોખા 1 કપ ( 200 ગ્રામ ) , ચણા ની દાળ ¼ કપ , છડિયા દાળ 4 ચમચી , તુવેર દાળ 4 ચમચી , અડદ ની દાળ 2 ચમચી , પૌઆ ¼ કપ લઈ બધી વસ્તુ ને 4-5 વખત પાણી માં સારી રીતે ધોઈ લેશું અને ત્યાર બાદ તેમાં પાણી ભરી અને બધી વસ્તુ ને 3-4 કલાક માટે પાણી માં પલળવા દેશું.
હવે 3-4 કલાક પછી એક વખત ફરીથી પાણી માં ધોઈ અને બધું પાણી સારી રીતે નિતારી દેશું . ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાળેલી દાળ અને 2-3 ચમચી જેટલું દહીં નાખી અને એકદમ સારી રીતે બેટર ને પીસી લેશું . આવીજ રીતે બધું બેટર મિક્ષ્ચર જાર માં નાખી અને તૈયાર કરી અને કોઈ પણ ઢાંકણ વાળા સ્ટીલ ના ડબ્બા માં કાઢી અને ઢાંકણ બંધ કરી ને 10- 12 કલાક માટે કોઈ ગરમ જગ્યા પર મૂકી દેશું જેથી એકદમ સારો એવો આથો આવી જશે . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે આ બેટર દહીં નાખી નેજ પીશવું જેથી આપણો હાંડવો સારો બનશે .
ત્યાર બાદ 12 કલાક પછી તેમાં આથો આવી ગયો છે. હવે તેને સારી રીતે એક વખત હલાવી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું , હિંગ ¼ ચમચી , હળદર ½ ચમચી , લાલ મરચું પાવડર 2 ચમચી , ખમણેલો ગોળ 2 ચમચી , આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી , છીણેલી દૂધી ½ કપ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણો ગોળ પણ થોડી વાર માં ઓગળી જશે હવે તેમાં 3 ચમચી જેવું તેલ નાખી ફરીથી બેટર ને એક વાર હલાવી દેશું .
હવે બેટર માં ગોળ ઓગળી જાય ત્યાર બાદ તેમાં સમરેલા લીલા ધાણા ¼ કપ નાખી દેશું ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . તમે એમાં મેથી અથવા તો પાલક પણ ઉમેરી શકો છો . ત્યાર બાદ હવે તેમાં તળેલા સિંગદાણા 4 ચમચી નાખીશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું .
ત્યાર બાદ હવે ગેસ પર એક જાડા તળિયા વાળી કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લેશું તેમાં 1 ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ¼ ચમચી , જીરું ¼ ચમચી , ચપટી હિંગ , સફેદ તલ ½ ચમચી , મીઠા લીમડાનાં પાંદ થોડા નાખી બધી વસ્તુ બરાબર તતડી જાય એટલે તેમાં આપણે તૈયાર કરેલું બેટર 1 કડછી જેટલું નાખી ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ જેવું ધીમા તાપે ચડવા દેશું હવે 1-2 મિનિટ પછી આપણે હાંડવા ની બીજી સાઇડ ને પણ ઉથલાવી દેશું અને ફરીથી 1-1.5 મિનિટ જેવું જ રેવા દેશું . અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ઈયા હાંડવા નાના નાના જ બનાવીશું જેથી આપણો હાંડવો અંદર થી પણ સારી રીતે ચળી જાય અને એકદમ ક્રિસ્પી પણ લાગે .
હવે આપણે હાંડવા ને એક પ્લેટ માં કાઢી લેશું અને આવીજ રીતે આપણે બધા હાંડવા ને તૈયાર કરી લેશું .
તો તૈયાર છે આપણું મસ્ત ગુજરાતી ક્રિસ્પી હાંડવો જેને તમે ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવવાની રીત

Kadai ma gujarati handvo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 જાડા તળિયાવાળી કડાઈ
- 1 મોટો બાઉલ
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
- 1 કપ ખીચડી ના ચોખા (200 ગ્રામ )
- ¼ કપ ચણા ની દાળ
- 4 ચમચી છડિયા દાળ
- 4 ચમચી તુવેર દાળ
- 2 ચમચી અડદ ની દાળ
- ¼ કપ પૌઆ
- ½ કપ દહીં
- લાલ મરચું પાવડર
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ½ કપ ખમણેલી દૂધી
- હિંગ
- હળદર
- ગોળ
Instructions
Kadai ma gujarati handvo banavani rit
- કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં ખીચડી ના ચોખા 1 કપ ( 200 ગ્રામ ) , ચણા ની દાળ ¼ કપ , છડિયા દાળ 4 ચમચી , તુવેર દાળ 4 ચમચી , અડદ ની દાળ 2 ચમચી , પૌઆ ¼ કપ લઈ બધી વસ્તુ ને 4-5 વખત પાણી માં સારી રીતે ધોઈ લેશું અને ત્યાર બાદ તેમાં પાણી ભરી અને બધી વસ્તુ ને 3-4 કલાક માટે પાણી માં પલળવા દેશું.
- હવે 3-4 કલાક પછી એક વખત ફરીથી પાણી માં ધોઈ અને બધું પાણી સારી રીતે નિતારી દેશું . ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાળેલી દાળ અને 2-3 ચમચી જેટલું દહીં નાખી અને એકદમ સારી રીતે બેટર ને પીસી લેશું . આવીજ રીતે બધું બેટર મિક્ષ્ચર જાર માં નાખી અને તૈયાર કરી અને કોઈ પણ ઢાંકણ વાળા સ્ટીલ ના ડબ્બા માં કાઢી અને ઢાંકણ બંધ કરી ને 10- 12 કલાક માટે કોઈ ગરમ જગ્યા પર મૂકી દેશું જેથી એકદમ સારો એવો આથો આવી જશે . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે આ બેટર દહીં નાખી નેજ પીશવું જેથી આપણો હાંડવો સારો બનશે .
- ત્યાર બાદ 12 કલાક પછી તેમાં આથો આવી ગયો છે. હવે તેને સારી રીતે એક વખત હલાવી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું , હિંગ ¼ ચમચી , હળદર ½ ચમચી , લાલ મરચું પાવડર 2 ચમચી , ખમણેલો ગોળ 2 ચમચી , આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી , છીણેલી દૂધી ½ કપ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણો ગોળ પણ થોડી વાર માં ઓગળી જશે હવે તેમાં 3 ચમચી જેવું તેલ નાખી ફરીથી બેટર ને એક વાર હલાવી દેશું .
- હવે બેટર માં ગોળ ઓગળી જાય ત્યાર બાદ તેમાં સમરેલા લીલા ધાણા ¼ કપ નાખી દેશું ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . તમે એમાં મેથી અથવા તો પાલક પણ ઉમેરી શકો છો . ત્યાર બાદ હવે તેમાં તળેલા સિંગદાણા 4 ચમચી નાખીશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું .
- ત્યાર બાદ હવે ગેસ પર એક જાડા તળિયા વાળી કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લેશું તેમાં 1 ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ¼ ચમચી , જીરું ¼ ચમચી , ચપટી હિંગ , સફેદ તલ ½ ચમચી , મીઠા લીમડાનાં પાંદ થોડા નાખી બધી વસ્તુ બરાબર તતડી જાય એટલે તેમાં આપણે તૈયાર કરેલું બેટર 1 કડછી જેટલું નાખી ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ જેવું ધીમા તાપે ચડવા દેશું હવે 1-2 મિનિટ પછી આપણે હાંડવા ની બીજી સાઇડ ને પણ ઉથલાવી દેશું અને ફરીથી 1-1.5 મિનિટ જેવું જ રેવા દેશું . અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ઈયા હાંડવા નાના નાના જ બનાવીશું જેથી આપણો હાંડવો અંદર થી પણ સારી રીતે ચળી જાય અને એકદમ ક્રિસ્પી પણ લાગે .
- હવે આપણે હાંડવા ને એક પ્લેટ માં કાઢી લેશું અને આવીજ રીતે આપણે બધા હાંડવા ને તૈયાર કરી લેશું .
- તો તૈયાર છે આપણું મસ્ત ગુજરાતી ક્રિસ્પી હાંડવો જેને તમે ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો .
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pudla roti banavani recipe | પુડલા રોટી બનાવવાની રેસીપી
Schezwan Soya Stick | સેજવાન સોયા સ્ટીક બનાવવાની રીત
Bachela bhat na pakoda | બચેલા ભાત ના પકોડા
Jowar na Dosa ane Jowar Idli banavani rit | જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત
momos parotha banavani rit | મોમોઝ પરોઠા બનાવવાની રીત