આ મિલ્કશેક આજ આપણે કોઈ આઈસ્ક્રીમ કે ક્રીમ વગર બનાવશું જે એકદમ થીકશેક જેવો જ લાગે છે અને વ્રત માં બનાવી એક ગ્લાસ પીવો તો પેટ ભૂલ થઈ જશે અને વ્રત માં લાગતી ભૂખ ને શાંત કરી શકો છો. તો ચાલો Kaju anjeer milkshake – કાજુ અંજીર મિલ્કશેક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- અંજીર 12- 15
- કાજુ ⅓ કપ
- ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 2- 3 કપ
- ખાંડ 2- 3 ચમચી
- ગરમ પાણી જરૂર મુજબ
Kaju anjeer milkshake banavani recipe
કાજુ અંજીર મિલ્કશેક બનાવવા સૌપ્રથમ અંજીર ને સાફ કરી એક વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકી ને એક બે કલાક પલાળી મુકો અને સાથે કાજુ ને પણ ધોઈ ને પાણી નાખી બે કલાક પલાળી લ્યો.
બે કલાક પછી પલાળેલા અંજીર ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ નું પાણી નિતારી મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકી મેં પીસી લ્યો.
પીસી ને પેસ્ટ બનાવી લીધા બાદ એમાં પા કપ ઠંડું દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ ફરી એક કપ ઠંડુ દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બાકી નું દૂધ નાખી બરોબર પીસી લ્યો. આમ બરોબર પીસી લીધા બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે કાજુ અંજીર મિલ્કશેક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kaju anjeer milkshake banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 12- 15 અંજીર
- ⅓ કપ કાજુ
- 2- 3 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
- 2- 3 ચમચી ખાંડ
- ગરમ પાણી જરૂર મુજબ
Instructions
Kaju anjeer milkshake banavani recipe
- કાજુ અંજીર મિલ્કશેક બનાવવા સૌપ્રથમ અંજીર ને સાફ કરી એક વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકી ને એક બે કલાક પલાળી મુકો અને સાથે કાજુ ને પણ ધોઈ ને પાણી નાખી બે કલાક પલાળી લ્યો.
- બે કલાક પછી પલાળેલા અંજીર ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ નું પાણી નિતારી મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકી મેં પીસી લ્યો.
- પીસી ને પેસ્ટ બનાવી લીધા બાદ એમાં પા કપ ઠંડું દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ ફરી એક કપ ઠંડુ દૂધ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બાકી નું દૂધ નાખી બરોબર પીસી લ્યો. આમ બરોબર પીસી લીધા બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે કાજુ અંજીર મિલ્કશેક.
Notes
- જો તમને શેક બનાવો તો ત્રણ કપ ઠંડુ દૂધ નાખો અને જો થીકશેક બનાવવા માંગતા હો તો ઠંડુ દૂધ બે કપ નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Gond katira shake banavani recipe | ગોંદ કતિરા શેક બનાવવાની રેસીપી
paan sharbat banavani rit | પાન શરબત બનાવવાની રીત
Gulkand lassi banavani rit | ગુલકંદ લસ્સી બનાવવાની રીત
sitafal basundi banavani rit | સીતાફળ બાસુંદી
chai banavani rit | ચા બનાવવાની રીત