આ એક મહારાષ્ટ્રિયન વાનગી છે જેને કાકડી ચા કોરડા (Kakdi cha Korda ) નામે પણ ઓળખાય છે. ગરમીમાં પચવામાં ભારે અને મસાલેદાર શાક ખાવાનું પણ મન થતું નથી. આવા સમયે જે કાકડી માંથી બનાવવામાં આવે છે. ઉનાળામાં કોઈ શાક ના સુજે ત્યારે આ ભાજી બનાવી રોટલી, પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. ખુબ જ ટેસ્ટી લાગતી આ કાકડી ની ભાજી ખુબ ઓછા અને ઘરમાં રહેલ મસાલા માંથી તૈયાર થઇ જાય છે. તો ચાલો Kakdi ni Bhaji banavani rit શીખીએ.
Table of contents
કાકડી ની ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3-4 ચમચી
- કાકડી 2-3
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- સુકા લાલ મરચા 1-2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લસણ લીલા મરચાની પેસ્ટ 2-3 ચમચી
- બેસન 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Kakdi ni Bhaji banavani rit
કાકડી ની ભાજી બનાવવા સૌથી પહેલા કાકડી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લઇ મીડીયમ સાઈઝ ના કાણા વાળી છીણી વડે છીણી લ્યો. હવે લસણ ની બાર થી પંદર કણી અને ત્રણ ચાર લીલા મરચાને કુટી પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ અને સુકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં મીઠા લીમડાના પાંદ અને લસણ મરચાની કુટેલી પેસ્ટ નાખી મિક્સ કરી શેકો. લસણ શેકાઈ ગોલ્ડન થાય એટલે ગેસ ધીમો કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં છીણેલી કાકડી નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ચાર પાંચ મિનીટ ચડાવી લ્યો.
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઉપર બેસન છાંટી ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડવા દયો. સાત મિનીટ પછી ભાજી ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ફરી બે મિનીટ ઢાંકી ચડાવી લ્યો. બે મિનીટ પછી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કાકડી ભાજી.
કાકડી ની ભાજી બનાવવાની રીત

Kakdi ni Bhaji banavani rit | કાકડી ની ભાજી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
કાકડી ની ભાજી બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 2-3 કાકડી
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 1-2 સુકા લાલ મરચા
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 ચમચી લસણ લીલા મરચાની પેસ્ટ
- 2-3 ચમચી બેસન
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Kakdi ni Bhaji banavani rit
- કાકડી ની ભાજી બનાવવા સૌથી પહેલા કાકડી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લઇ મીડીયમ સાઈઝ ના કાણા વાળી છીણી વડે છીણી લ્યો. હવે લસણ ની બાર થી પંદર કણી અને ત્રણ ચાર લીલા મરચાને કુટી પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ અને સુકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં મીઠા લીમડાના પાંદ અને લસણ મરચાની કુટેલી પેસ્ટ નાખી મિક્સ કરી શેકો. લસણ શેકાઈ ગોલ્ડન થાય એટલે ગેસ ધીમો કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં છીણેલી કાકડી નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ચાર પાંચ મિનીટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઉપર બેસન છાંટી ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડવા દયો. સાત મિનીટ પછી ભાજી ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ફરી બે મિનીટ ઢાંકી ચડાવી લ્યો. બે મિનીટ પછી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કાકડી ભાજી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Bharela Methiya Marcha Recipe in gujarati | ભરેલા મેથિયા મરચા બનાવવાની રીત
Chana na lot na bharela marcha | ચણાના લોટ ના ભરેલા મરચા
Ghau na lot ni naan banavani recipe | ઘઉં ના લોટ ની નાન બનાવવાની રેસીપી
Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી
Potli daal dhokli | પોટલી દાળ ઢોકળી બનાવવાની રેસીપી
