મિત્રો આજે આપણે Kanda chanadal na samosa – કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રીત શીખીશું. આ એક સુરત ના ફેમસ નાસ્તો છે જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો એક વખત ચોક્કસ બનાવો આ સમોસા. તો ચાલો સમોસા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTs
- મેંદા નો લોટ 250 ગ્રામ
- સાવ ઝીણી સુધારેલ ડુંગળી 4- 5
- ચણા દાળ 1 કપ
- આદુ મરચાની પેસ્ટ 2- 3 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- સુધારેલ ફુદીના ના પાંદ ½ કપ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Kanda chanadal na samosa banavani recipe
કાંદા ચણાદાળ ના સમોસા બનાવવા સૌથી પહેલા એક તપેલી માં ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળવા મૂકો. ચાર કલાક પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ મસળી એક બાજુ મૂકો.
ચણાદાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતારી લ્યો અને નીતારી ચણાદાળ ને કૂકર માં પા કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસ પર મીડીયમ તાપે ત્રણ સીટી વગાડી ચડાવી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી એમાંથી પાંચ છ લુવા કરી લ્યો અને એક લુવા ને કોરા લોટ લઈ થોડો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો.
હવે બને લુવા ની એક બાજુ તેલ લગાવી વચ્ચે થોડો કોરો લોટ છાંટી તેલ વાળા ભાગ ભેગા કરી કોરા લોટ ની મદદ થી પાતળી મોટી રોટલી બનાવી એક બાજુ મૂકો. આમ બાકી ન લુવા ને પણ વણી તૈયાર કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર મોટી તવી ગરમ કરી એમાં તૈયાર રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો અને અલગ કરી લ્યો. આમ બધી રોટલી ચડાવી અલગ કરી થોડી વાર ઠંડી થવા દ્યો. રોટલી ઠંડી થાય એટલે ચાકુથી લાંબા લાંબા કટકા કરી સમોસા પટ્ટી તૈયાર કરી લ્યો.અને એક વાટકામાં બે ચાર ચમચી મેંદા નો લોટ લ્યો અને એમાં આઠ દસ ચમચી પાણી નાખી લોટ ની સ્લરી બનાવી એક બાજુ મૂકો.
હવે બાફેલ ચણાદાળ ને ચારણીમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, આદુ મરચાની પેસ્ટ, ગરમ મસાલો, જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે તૈયાર કરેલ સમોસા પટ્ટી લ્યો એમાં એક બાજુ થોડો તૈયાર કરેલ મસાલો મૂકી અને ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ છેડે તૈયાર કરેલ મેંદા ની સ્લરી લગાવી પેક કરી લ્યો. આમ બધા જ સમોસા ભરી તૈયાર કરી લ્યો.
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તૈયાર કરી ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાંદા ચણાદાળ ના સમોસા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રેસીપી

Kanda chanadal na samosa banavani recipe
Equipment
- 1 કૂકર
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
- 250 ગ્રામ મેંદા નો લોટ
- 4- 5 સાવ ઝીણી સુધારેલ ડુંગળી
- 1 કપ ચણા દાળ
- 2-3 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ½ કપ સુધારેલ ફુદીના ના પાંદ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Kanda chanadal na samosa banavani recipe
- કાંદા ચણાદાળ ના સમોસા બનાવવા સૌથી પહેલા એક તપેલી માં ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળવા મૂકો. ચાર કલાક પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ મસળી એક બાજુ મૂકો.
- ચણાદાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતારી લ્યો અને નીતારી ચણાદાળ ને કૂકર માં પા કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસ પર મીડીયમ તાપે ત્રણ સીટી વગાડી ચડાવી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી એમાંથી પાંચ છ લુવા કરી લ્યો અને એક લુવા ને કોરા લોટ લઈ થોડો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો.
- હવે બને લુવા ની એક બાજુ તેલ લગાવી વચ્ચે થોડો કોરો લોટ છાંટી તેલ વાળા ભાગ ભેગા કરી કોરા લોટ ની મદદ થી પાતળી મોટી રોટલી બનાવી એક બાજુ મૂકો. આમ બાકી ન લુવા ને પણ વણી તૈયાર કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર મોટી તવી ગરમ કરી એમાં તૈયાર રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો અને અલગ કરી લ્યો. આમ બધી રોટલી ચડાવી અલગ કરી થોડી વાર ઠંડી થવા દ્યો. રોટલી ઠંડી થાય એટલે ચાકુથી લાંબા લાંબા કટકા કરી સમોસા પટ્ટી તૈયાર કરી લ્યો.અને એક વાટકામાં બે ચાર ચમચી મેંદા નો લોટ લ્યો અને એમાં આઠ દસ ચમચી પાણી નાખી લોટ ની સ્લરી બનાવી એક બાજુ મૂકો.
- હવે બાફેલ ચણાદાળ ને ચારણીમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, આદુ મરચાની પેસ્ટ, ગરમ મસાલો, જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે તૈયાર કરેલ સમોસા પટ્ટી લ્યો એમાં એક બાજુ થોડો તૈયાર કરેલ મસાલો મૂકી અને ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ છેડે તૈયાર કરેલ મેંદા ની સ્લરી લગાવી પેક કરી લ્યો. આમ બધા જ સમોસા ભરી તૈયાર કરી લ્યો.
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તૈયાર કરી ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાંદા ચણાદાળ ના સમોસા.
Notes
- તમે સમોસા પટ્ટી વગર સીધા લુવા કરી રોટલી બનાવી મસાલો ભરી ને પણ સમોસા બનાવી શકો છો.
- તૈયાર સમોસા પટ્ટી ને પ્લાસ્ટિક માં પેક કરી ફ્રીઝ માં મૂકી ને સાચવી રાખશો તો દસ પંદર દિવસ સુંધી વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Sushila banavani rit | સુશીલા બનાવવાની રીત
Lili methi mari vala champakali ganthiya | લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા
Chokha na lot ni papdi | ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત
Bacheli rotli na noodles banavani rit | બચેલી રોટલી ના નૂડલ્સ
Besan Toast banavani rit | બેસન ટોસ્ટ
Desi masala pasta banavani rit | દેશી મસાલા પાસ્તા