Home Gujarati Keri no theso banavani recipe | કેરી નો ઠેંશો બનાવવાની રેસીપી

Keri no theso banavani recipe | કેરી નો ઠેંશો બનાવવાની રેસીપી

Keri no theso banavani recipe | કેરી નો ઠેંશો બનાવવાની રેસીપી
Image credit – Youtube/Krishna's Cuisine

ઠેંશો એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ચટણી ની જેમ બને છે અને રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. પહેલા ના સમય માં તો માત્ર લસણ અને મરચા માંથી જ ઠેંશો બનાવવામાં આવતો હતો પણ આજ કાલ તો અલગ અલગ ઘણી સામગ્રીઓ નાખી ઠેંશો બનાવવામાં આવે છે. હાલ કેરી ની સીઝન ચાલુ છે તો આજ આપણે લસણ નો ઉપયોગ કર્યા વગર કેરી નો ઠેંશો બનાવતા શીખીશું. તો ચાલો Keri no theso – કેરી નો ઠેંશો બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઝીણી સુધારેલ કેરી 1 કપ
  • તેલ 2- 3 ચમચી
  • સીંગદાણા ½ કપ
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 5- 6
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

Keri no theso banavani recipe

કેરી નો ઠેંશો બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઈ સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ચાકુથી એના ઝીણા ઝીણા કટકા કરી લ્યો. હવે લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો સાથે લીલા મરચા ને પણ ધોઈ સાફ કરી કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી સીંગદાણા ને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી હલાવતા રહો. સીંગદાણા શેકાઈ ને બ્રાઉન થવા લાગે એટલે તેલ માંથી કાઢી લ્યો અને એજ કડાઈમાં એક ચમચી તેલ નાખી એમાં જીરું, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં લીલા મરચા સુધારેલા નાખો અને એને પણ બરોબર શેકી લ્યો.

મરચા શેકાઈ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં સુધારેલ કેરી, શેકેલ સીંગદાણા, શેકેલ મરચા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી લ્યો.

મિક્સર ને બે ત્રણ વખત ફેરવી દરદારું પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણા કાઢી લ્યો અને રોટલી, પરોઠા, ભાખરી સાથે સર્વ કરો. તો તૈયાર છે કેરી નો ઠેંશો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કેરી નો ઠેંશો બનાવવાની રેસીપી

Keri no theso - કેરી નો ઠેંશો

Keri no theso banavani recipe

ઠેંશો એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ચટણી ની જેમ બને છેઅને રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. પહેલા ના સમય માં તો માત્ર લસણ અને મરચા માંથી જ ઠેંશો બનાવવામાં આવતો હતોપણ આજ કાલ તો અલગ અલગ ઘણી સામગ્રીઓ નાખી ઠેંશો બનાવવામાં આવે છે. હાલ કેરી ની સીઝન ચાલુ છે તો આજ આપણે લસણ નો ઉપયોગ કર્યા વગર કેરી નો ઠેંશોબનાવતા શીખીશું. તો ચાલો Keri no theso – કેરી નો ઠેંશો બનાવવાની રીત શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 કપ ઝીણી સુધારેલ કેરી
  • 2-3 ચમચી તેલ
  • ½ કપ સીંગદાણા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 5-6 લીલા મરચા સુધારેલા
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Keri no theso banavani recipe

  • કેરી નો ઠેંશો બનાવવા સૌપ્રથમ કેરી ને ધોઈ સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ચાકુથી એના ઝીણા ઝીણા કટકા કરી લ્યો. હવે લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો સાથે લીલા મરચા ને પણ ધોઈ સાફ કરી કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી સીંગદાણા ને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી હલાવતા રહો. સીંગદાણા શેકાઈ ને બ્રાઉન થવા લાગે એટલે તેલ માંથી કાઢી લ્યો અને એજ કડાઈમાં એક ચમચી તેલ નાખી એમાં જીરું, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં લીલા મરચા સુધારેલા નાખો અને એને પણ બરોબર શેકી લ્યો.
  • મરચા શેકાઈ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં સુધારેલ કેરી, શેકેલ સીંગદાણા, શેકેલ મરચા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી લ્યો.
  • મિક્સર ને બે ત્રણ વખત ફેરવી દરદારું પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણા કાઢી લ્યો અને રોટલી, પરોઠા, ભાખરી સાથે સર્વ કરો. તો તૈયાર છે કેરી નો ઠેંશો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here