HomeGujaratiમહારાષ્ટ્રની ફેમસ 'ખાનદેશી લાંડગે' (સ્પાઈસી દાળ ઢોકળી) - Khandeshi Landge Recipe in...

મહારાષ્ટ્રની ફેમસ ‘ખાનદેશી લાંડગે’ (સ્પાઈસી દાળ ઢોકળી) – Khandeshi Landge Recipe in Gujarati

ગુજરાતીઓના ઘરમાં જેમ Dal Dhokli બને છે, તેમ મહારાષ્ટ્રના ખાનદેશ (જલગાંવ, ધુલિયા) વિસ્તારમાં Landge (લાંડગે) ખુબ લોકપ્રિય છે. આ વાનગી દેખાવમાં દાળ ઢોકળી જેવી જ લાગે છે, પણ તેનો સ્વાદ સાવ અલગ હોય છે. ગુજરાતી દાળ ઢોકળી ખાટી-મીઠી અને તુવેરની દાળમાં બને છે, જ્યારે Khandeshi Landge અડદની દાળમાં (Urad Dal) અને ખાસ “કાળા મસાલા” (Kala Masala) માં બને છે. તે સ્વાદમાં એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. શિયાળાની ઠંડી રાત્રે આ ગરમાગરમ વાનગી ખાનદેશી લાંડગે મળી જાય તો બીજું કઈ જમવાની જરૂર પડતી નથી.

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ચણા દાળ પલાળેલી ½ કપ
  • તુવેત દાળ પલાળેલી ½ કપ
  • મગ ની ફોતરા વગર ની દાળ પલાળેલી ½ કપ
  • લીલા મરચા 3-4
  • આદુનો કટકો 1 ઇંચ
  • લસણ ની કણી 10-15 ( જો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો )
  • જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી  
  • સ્વાદ મુજબ મીઠું  

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • લીલા મરચા સુધારેલ 2-3 લીંબુનો રસ 1 ચમચી 

Khandeshi Landge banavani rit

ખાનદેશી લાંડગે બનાવવા સૌથી પહેલા ચણા દાળ, મગ ની ફોતરા વગરની દાળ અને તુવેર દાળ ને બરોબર બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ઢાંકી એક બાજુ મુકો.

હવે દાળ બરોબર પલળી જાય એટલે ચારણીમાં નાખી એનું પાણી નીતારવા મુકો. પાણી નીતરે એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુનો કટકો, લીલા મરચા સુધારેલ, જીરું, લીંબુનો રસ અને  સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરી પેસ્ટ બનાવી લ્યો. 

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એમાંથી એક સરખા ચાર પાંચ લુવા બનાવી લ્યો. એમાંથી એક લુવો લઇ કોરા લોટની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો હવે રોટલી ની થોડી કિનારી બાકી રાખી આખી રોટલીમાં પીસી રાખેલ પેસ્ટ ને મીડીયમ જાડું પડ બને એમ ફેલાવી દયો. હવે રોટલી નો એક બાજુથી વાળી રોલ બનાવી લઇ ચારણીમાં મુકો આમ બધી રોટલી બનાવી પેસ્ટ લગાવી રોલ બનાવી તૈયાર કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને બે ત્રણ ગ્લાસ પાણીગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ જાય એટલે ચારણી ને કડાઈમાં કાંઠા પર મૂકી ઢાંકી વીસ થી ત્રીસ મિનીટ બાફી લ્યો. ત્રીસ મિનીટ પછી ચારણી બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો. રોલ ઠંડા થાય એટલે ચાકુથી એના એક એક ટેરવા ની સાઈઝ ના રોલ કાપી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો અને એમાં કટકા કરેલ રોલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી, સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે ખાનદેશી.

Khandeshi Landge recipe notes

પલાળેલી દાળ ને મિક્સર ની જગ્યાએ તમે ખરલ માં અથવા પથ્થર પર પીસી ને બનાવશો તો વધુ ટેસ્ટી બનશે.

તમે લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

ખાનદેશી લાંડગે બનાવવાની રીત

મહારાષ્ટ્રની ફેમસ ખાનદેશી લાંડગે - Khandeshi Landge Recipe

મહારાષ્ટ્રની ફેમસ ‘ખાનદેશી લાંડગે’ (સ્પાઈસી દાળ ઢોકળી) – Khandeshi Landge Recipe in Gujarati

ગુજરાતીઓના ઘરમાં જેમ Dal Dhokli બનેછે, તેમ મહારાષ્ટ્રના ખાનદેશ (જલગાંવ, ધુલિયા) વિસ્તારમાં Landge (લાંડગે) ખુબ લોકપ્રિય છે. આ વાનગી દેખાવમાં દાળ ઢોકળી જેવી જ લાગે છે, પણ તેનો સ્વાદ સાવ અલગ હોય છે. ગુજરાતી દાળ ઢોકળી ખાટી-મીઠી અને તુવેરની દાળમાં બને છે,જ્યારે Khandeshi Landge અડદનીદાળમાં (Urad Dal) અનેખાસ "કાળા મસાલા" (Kala Masala) માંબને છે. તે સ્વાદમાં એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. શિયાળાની ઠંડી રાત્રે આ ગરમા ગરમ વાનગી ખાનદેશી લાંડગે મળી જાય તો બીજું કઈ જમવાની જરૂર પડતી નથી.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 7 hours
Total Time: 7 hours 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી હળદર
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ½ કપ ચણા દાળ પલાળેલી
  • ½ કપ તુવેત દાળ પલાળેલી
  • ½ કપ મગ ની ફોતરા વગર ની દાળ પલાળેલી
  • 3-4 લીલા મરચા 3-4
  • 1 ઇંચ આદુનો કટકો
  • 10-15 લસણ ની કણી જો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

Khandeshi Landge banavani rit

  • ખાનદેશી લાંડગે બનાવવા સૌથી પહેલા ચણા દાળ, મગ ની ફોતરા વગરની દાળ અને તુવેર દાળ ને બરોબર બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ઢાંકી એક બાજુ મુકો.
  • હવે દાળ બરોબર પલળી જાય એટલે ચારણીમાં નાખી એનું પાણી નીતારવા મુકો. પાણી નીતરે એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુનો કટકો, લીલા મરચા સુધારેલ, જીરું, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લઇ એમાંથી એક સરખા ચાર પાંચ લુવા બનાવી લ્યો. એમાંથી એક લુવો લઇ કોરા લોટની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો હવે રોટલી ની થોડી કિનારી બાકી રાખી આખી રોટલીમાં પીસી રાખેલ પેસ્ટ ને મીડીયમ જાડું પડ બને એમ ફેલાવી દયો. હવે રોટલી નો એક બાજુથી વાળી રોલ બનાવી લઇ ચારણીમાં મુકો આમ બધી રોટલી બનાવી પેસ્ટ લગાવી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને બે ત્રણ ગ્લાસ પાણીગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ જાય એટલે ચારણી ને કડાઈમાં કાંઠા પર મૂકી ઢાંકી વીસ થી ત્રીસ મિનીટ બાફી લ્યો. ત્રીસ મિનીટ પછી ચારણી બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો. રોલ ઠંડા થાય એટલે ચાકુથી એના એક એક ટેરવા ની સાઈઝ ના રોલ કાપી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો અને એમાં કટકા કરેલ રોલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ચટણી, સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે ખાનદેશી.

Khandeshi Landge recipe notes

  • પલાળેલી દાળ ને મિક્સર ની જગ્યાએ તમે ખરલ માં અથવા પથ્થર પર પીસી ને બનાવશો તો વધુ ટેસ્ટી બનશે.
  • તમે લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular